android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surat News: ખંડણીના ગુનામાં દુબઈ ભાગી ગયેલો કુખ્યાત સાકિબ જરીવાલા દિલ્હી એરપોર્ટથી ઝડપાયો, લાલગેટ પોલીસે કરી ધરપકડ
calendar_today September 7, 2026

Surat News: ખંડણીના ગુનામાં દુબઈ ભાગી ગયેલો કુખ્યાત સાકિબ જરીવાલા દિલ્હી એરપોર્ટથી ઝડપાયો, લાલગેટ પોલીસે કરી ધરપકડ

સુરતમાં ખંડણી અને ધાકધમકી જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલો કુખ્યાત ગુનેગાર સાકિબ જરીવાલા આખરે પોલીસના સિકંજામાં આવી ગયો છે. પોલીસ પકડથી બચવા માટે આરોપી વિદેશ ભાગી છૂટ્યો હતો, પરંતુ સુરતની લાલગેટ પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને લૂકઆઉટ નોટિસના આધારે તેને દિલ્હી એરપોર્ટ પરથી ઝડપી પાડવામાં સફળતા મેળવી છે.લાલગેટ અને રાંદેર પોલીસ સ્ટેશનમાં નોંધાયા છે ખંડણીના ગુનાપોલીસ રેકોર્ડ મુજબ આરોપી સાકિબ જરીવાલા વિરુદ્ધ સુરતના લાલગેટ અને રાંદેર વિસ્તારમાં ખંડણી વસૂલવાના ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. ગુના આચર્યા બાદ પોલીસ તેની ધરપકડ કરે તે પહેલા જ તે નાસી છૂટ્યો હતો અને ગુપ્ત રીતે દુબઈ પહોંચી ગયો હતો. પોલીસ સતત તેની શોધખોળ કરી રહી હતી અને તેની સામે કાનૂની શિકંજો કસવામાં આવી રહ્યો હતો.લિવરની બીમારી સારવાર બાદ પરત ફરતા ઇમિગ્રેશને દિલ્હી ખાતે ડિટેઈન કર્યોદુબઈમાં રોકાણ દરમિયાન સાકિબ જરીવાલાને લિવરની ગંભીર બીમારી થતાં તેને ત્યાં 5 મહિના સુધી રોકાવું પડ્યું હતું. 5 મહિનાની સારવાર બાદ જેવો તે ભારતમાં પરત ફર્યો કે તરત જ દિલ્હી એરપોર્ટ પર ઇમિગ્રેશન વિભાગે તેને ડિટેઈન કરી લીધો હતો. ઇમિગ્રેશન વિભાગે આ અંગે લાલગેટ પોલીસને જાણ કરતા, લાલગેટ પોલીસની ટીમે દિલ્હી પહોંચી આરોપીનો કબ્જો મેળવી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.આ પણ વાંચો: Surat: ભાજપ કાર્યકર હત્યા કેસના આરોપી કુખ્યાત 'માન્યા ડુક્કર' સામે ખંડણીનો નવો ગુનો નોંધાયો, બિલ્ડર-કોન્ટ્રાક્ટરને આપી હતી ધમકી

Read Full Story arrow_forward
LPG Cylinder Booking Rules : ગામડાના ગ્રાહકો માટે મોટા સમાચાર, હવે 45 નહીં માત્ર 25 દિવસમાં બુક થશે ગેસ સિલિન્ડર
calendar_today September 7, 2026

LPG Cylinder Booking Rules : ગામડાના ગ્રાહકો માટે મોટા સમાચાર, હવે 45 નહીં માત્ર 25 દિવસમાં બુક થશે ગેસ સિલિન્ડર

LPG સિલિન્ડરનો ઉપયોગ કરતા ગ્રાહકો માટે કેન્દ્ર સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. હવે ઘરેલુ LPG સિલિન્ડરની બુકિંગને લઈને શહેર અને ગામડાના ગ્રાહકો વચ્ચેનો તફાવત દૂર કરવામાં આવ્યો છે. આ નિર્ણયથી ગ્રામ્ય વિસ્તારોના ગ્રાહકોને ગેસ સિલીન્ડર બુક કરવા માટે અગાઉની સરખામણીએ ઓછો સમય રાહ જોવી પડશે.ગામડામાં 45 દિવસનો નિયમ બદલાયોઅગાઉ ગ્રામ્ય વિસ્તારોના ગ્રાહકોને નવો LPG સિલિન્ડર રિફિલ બુક કરવા માટે 45 દિવસ સુધી રાહ જોવી પડતી હતી. હવે આ સમયગાળો ઘટાડીને માત્ર 25 દિવસ કરવામાં આવ્યો છે. એટલે હવે ગ્રામ્ય વિસ્તારના ગ્રાહકો પણ 25 દિવસના અંતરે આગામી LPG સિલિન્ડરનું રિફિલ બુક કરાવી શકશે.શહેર અને ગામડાના ગ્રાહકો માટે હવે એક જ નિયમનવા નિયમ હેઠળ હવે દેશભરના ઘરેલુ LPG ગ્રાહકો માટે બુકિંગનો સમયગાળો એકસરખો રહેશે. શહેરમાં રહેતા હોય કે ગામડામાં, તમામ ઘરેલુ ગ્રાહકો હવે 25 દિવસના અંતરે પોતાનો આગામી LPG સિલિન્ડર બુક કરાવી શકશે.નવા નિયમના તાત્કાલિક અમલના નિર્દેશપેટ્રોલિયમ રાજ્ય મંત્રી સુરેશ ગોપીએ આ અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે પેટ્રોલિયમ મંત્રાલય દ્વારા ઓઇલ માર્કેટિંગ કંપનીઓને નવા નિયમનો તાત્કાલિક અમલ કરવા માટે સૂચના આપવામાં આવી છે. આ નિર્ણયથી ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોના લાખો LPG ગ્રાહકોને મોટી રાહત મળવાની શક્યતા છે. હવે રિફિલ માટે 45 દિવસ સુધી રાહ જોવાની જરૂર નહીં રહે.ગ્રાહકોને કેવી રીતે મળશે સીધો ફાયદો?નવા નિયમ બાદ LPG સિલિન્ડર ખતમ થવાની સ્થિતિમાં ગ્રામ્ય ગ્રાહકોને લાંબા સમય સુધી રાહ જોવી નહીં પડે. શહેર અને ગામડાના ગ્રાહકો માટે સમાન બુકિંગ અંતરાલ લાગુ થતાં ગ્રામ્ય વિસ્તારોમાં LPG રિફિલ મેળવવાની સુવિધા વધુ સરળ બનશે.  આ પણ વાંચો   :    Sandesh Digital Explainer: ગુજરાતમાં એક વર્ષમાં 1,999 મોત, પાણીમાં એવું શું છે જે લોકોને ખેંચી રહ્યું છે મોત તરફ?

Read Full Story arrow_forward
World News: મોસ્કોમાં કાનપુરના એન્જિનિયરની ધરપકડ, પત્નીએ PM મોદી અને CM યોગી પાસે મદદ માંગી, વચ્ચે મંત્રાલયે આપ્યું મોટું નિવેદન
calendar_today September 7, 2026

World News: મોસ્કોમાં કાનપુરના એન્જિનિયરની ધરપકડ, પત્નીએ PM મોદી અને CM યોગી પાસે મદદ માંગી, વચ્ચે મંત્રાલયે આપ્યું મોટું નિવેદન

રશિયાની રાજધાની મોસ્કોમાં ઉત્તર પ્રદેશના કાનપુરના વતની અને નોઈડા સ્થિત કંપનીના પ્રોજેક્ટ પર કાર્યરત ભારતીય એન્જિનિયર ચંદન ગુપ્તાની મોસ્કો પોલીસે અટકાયત કરી લીધી છે. આ ઘટના બાદ તેમની પત્ની સ્નેહા ગુપ્તાએ સોશિયલ મીડિયા પર એક વીડિયો જાહેર કરીને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પાસે તાત્કાલિક હસ્તક્ષેપની માગ કરી છે. સ્નેહાનો આરોપ છે કે, તેના પતિને ખોટા કેસમાં ફસાવીને જેલમાં મોકલી દેવામાં આવ્યા છે.રશિયન સેનામાં જબરદસ્તી ભરતીનો પત્નીનો ગંભીર આરોપપોતાના 10 વર્ષના બાળક સાથે મોસ્કોમાં હાજર સ્નેહા ગુપ્તાએ વીડિયો મેસેજમાં એક સનસનાટીભર્યો દાવો કર્યો છે. તેમણે જણાવ્યું કે, રશિયામાં વિદેશી નાગરિકોને જબરદસ્તી રશિયન સેનામાં સામેલ કરવાના કિસ્સા પ્રકાશમાં આવી રહ્યા છે. સેનામાં જવાનોની અછત હોવાને કારણે લોકોને ષડયંત્ર હેઠળ ફસાવીને લઈ જવામાં આવે છે. સ્નેહાએ આશંકા વ્યક્ત કરી છે કે, તેમના પતિને પણ જબરદસ્તી સેનામાં મોકલી દેવામાં આવી શકે છે. સ્થાનિક ભાષા ન જાણવાને કારણે તેઓ પરિવાર સાથે ત્યાં ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.ઘટના પાછળનું સાચું કારણ અને વિદેશ મંત્રાલયની સ્પષ્ટતાસરકારી સૂત્રો અને મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ચંદન ગુપ્તા 'Flex Films Rus LLC' માં ફરજ બજાવે છે. 5 સપ્ટેમ્બપના રોજ રાત્રે આશરે 11:30 વાગ્યે તેઓ તેમના મિત્ર આશિષ સાથે મોસ્કોના રેડ સ્ક્વેર વિસ્તારમાં હાજર હતા. વિદેશ મંત્રાલયના સૂત્રો મુજબ, ચંદન ગુપ્તા નશાની હાલતમાં હતા અને તેમણે ત્યાં પાર્ક કરેલી એક એમ્બ્યુલન્સના કાચ તોડી નાખ્યા હતા. આ ઘટના બાદ મોસ્કો પોલીસે તેમની ધરપકડ કરી હતી અને હાલમાં બંનેને બૌમાનશ્કાયા પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યા છે. ભારતીય અને રશિયન દૂતાવાસ દ્વારા કાનૂની કાર્યવાહીઆ મામલો સામે આવ્યા બાદ મોસ્કો સ્થિત ભારતીય દૂતાવાસે રશિયન સત્તાવાળાઓ સાથે સીધો સંપર્ક સાધ્યો છે. ભારતીય દૂતાવાસે બંને ભારતીય નાગરિકોની વહેલી તકે મુક્તિ માટે વિનંતી કરી છે અને 'કોન્સ્યુલર એક્સેસ'ની માગ કરી છે, જેથી કાનૂની પરિસ્થિતિનો તાગ મેળવી શકાય. બીજી તરફ ભારત સ્થિત રશિયન દૂતાવાસે પણ આ અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યું છે કે, તેઓ સ્થાનિક કાયદા અમલીકરણ એજન્સીઓ સાથે સતત સંપર્કમાં છે, અને નિયમાનુસાર તપાસ ચાલી રહી છે. દૂતાવાસે ચંદનના પરિવારને તમામ શક્ય મદદની ખાતરી આપી છે.આ પણ વાંચો: Viral Video: પાકિસ્તાનમાં વૃંદાવન...! કરાચીમાં જન્માષ્ટમીની ધામધૂમથી ઉજવણી, ભીડ જોઇ ચોંકી જશો

Read Full Story arrow_forward