android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Sabarkantha News: ઇડર-ભિલોડા નેશનલ હાઇવે પર બે બાઇક વચ્ચે અકસ્માત, બેના મોત, 3 ઇજાગ્રસ્ત
calendar_today September 7, 2026

Sabarkantha News: ઇડર-ભિલોડા નેશનલ હાઇવે પર બે બાઇક વચ્ચે અકસ્માત, બેના મોત, 3 ઇજાગ્રસ્ત

સાબરકાંઠા જિલ્લાના ઇડર-ભિલોડા નેશનલ હાઇવે રોડ પર એક અત્યંત ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો છે. કાનપુર ગામ નજીક બે મોટરસાઇકલ સામસામે પુરપાટ ઝડપે અથડાતાં આ ભયાનક અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો જોરદાર હતો કે, બંને બાઇકના કૂડચેકૂડચા ઊડી ગયા હતા અને આસપાસના વિસ્તારમાં સન્નાટો વ્યાપી ગયો હતો. આ અકસ્માત બાદ સ્થાનિકો મદદ માટે દોડી આવ્યા હતા.બે પુરુષોના સ્થળ પર જ નીપજ્યા દર્દનાક મોતઆ ભયાનક અકસ્માતમાં બાઇક પર સવાર 2 પુરુષોને ગંભીર ઇજાઓ પહોંચતા તેમનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. બંને સવારોએ સ્થળ પર જ દમ તોડી દેતાં અરેરાટી વ્યાપી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ આસપાસના ગ્રામજનો અને રસ્તેથી પસાર થતા વાહનચાલકોના ટોળેટોળાં અકસ્માત સ્થળે એકઠા થઈ ગયા હતા અને રાહત કામગીરી શરૂ કરી હતી.3 ઇજાગ્રસ્તોને વધુ સારવાર અર્થે હિંમતનગર હોસ્પિટલ ખસેડાયાઅકસ્માતમાં અન્ય 3 વ્યક્તિઓને શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. સ્થાનિકોની મદદથી તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક ધોરણે 108 એમ્બ્યુલન્સ મારફતે પ્રથમ ઇડરની હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા. જોકે, તેમની સ્થિતિ વધુ નાજુક જણાતાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સઘન સારવાર અર્થે હિંમતનગર ખસેડવામાં આવ્યા છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહોને પોસ્ટ મોર્ટમ અર્થે મોકલી આગળની કાનૂની તપાસ હાથ ધરી છે.આ પણ વાંચો: Explainer: સ્વાઈન ફ્લૂનો પ્રકોપ આટલો કેમ? સમજો વિગતવાર

Read Full Story arrow_forward
Gir Somnath: અંતિમ શ્રાવણી સોમવારે 1.30 લાખથી વધુ શિવભક્તોએ સોમનાથ મહાદેવના ચરણોમાં શીશ નવાવ્યું
calendar_today September 7, 2026

Gir Somnath: અંતિમ શ્રાવણી સોમવારે 1.30 લાખથી વધુ શિવભક્તોએ સોમનાથ મહાદેવના ચરણોમાં શીશ નવાવ્યું

પવિત્ર શ્રાવણ માસના અંતિમ સોમવાર નિમિત્તે સોમનાથ મહાદેવના દર્શનાર્થે દેશ-વિદેશમાંથી હજારોની સંખ્યામાં શિવભક્તો સોમનાથ ધામ ખાતે ઉમટી પડ્યા હતા. વહેલી સવારની મંગળા આરતીથી જ સોમનાથ મંદિર પરિસરમાં દર્શનાર્થીઓની લાંબી કતારો જોવા મળી હતી. સાંજના 7 વાગ્યા સુધીના મળેલા આંકડા અનુસાર, 1 લાખ 30 હજારથી વધુ શ્રદ્ધાળુઓએ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના પ્રત્યક્ષ દર્શન અને પૂજનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.શિવભક્તોએ સોમનાથ મહાદેવના ચરણોમાં શીશ નવાવ્યુંશ્રાવણી સોમવારના પાવન અવસરે સોમનાથ ટ્રસ્ટ અને ભૂદેવો દ્વારા વિવિધ ધાર્મિક અનુષ્ઠાનોનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. દિવસભર મંદિરમાં વૈદિક મંત્રોચ્ચારની ગૂંજ રહી હતી.આજના વિશેષ દિવસે ભક્તો દ્વારા 90 જેટલી ધ્વજાપૂજા તથા 88 સોમેશ્વર પૂજા સંપન્ન કરવામાં આવી હતી. આ ઉપરાંત, મંદિર પરિસરમાં યોજાયેલા મહામૃત્યુંજય યજ્ઞમાં શ્રદ્ધાળુઓ અને ભૂદેવો દ્વારા 25 હજારથી વધુ આહુતિઓ અર્પણ કરી વિશ્વ કલ્યાણ અને સુખ-શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી.અંતિમ શ્રાવણ સોમવારે આસ્થાનું પૂરશ્રાવણી સોમવારના પાવન અવસરે સોમનાથ ટ્રસ્ટ અને ભૂદેવો દ્વારા વિવિધ ધાર્મિક અનુષ્ઠાનોનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. દિવસભર મંદિરમાં વૈદિક મંત્રોચ્ચારની ગૂંજ રહી હતી.આજના વિશેષ દિવસે ભક્તો દ્વારા 90 જેટલી ધ્વજાપૂજા તથા 88 સોમેશ્વર પૂજા સંપન્ન કરવામાં આવી હતી. આ ઉપરાંત, મંદિર પરિસરમાં યોજાયેલા મહામૃત્યુંજય યજ્ઞમાં શ્રદ્ધાળુઓ અને ભૂદેવો દ્વારા 25 હજારથી વધુ આહુતિઓ અર્પણ કરી વિશ્વ કલ્યાણ અને સુખ-શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી.આ પણ વાંચો: Ambaji: ભાદરવી પૂનમના મેળા પહેલાં હડાદ પોલીસની મોટી કાર્યવાહી, ભક્તોને લૂંટતી ગેંગના 5 શખ્સો ઝડપાયા

Read Full Story arrow_forward
Vande Bharat માં ‘ઓટોમેટિક ટ્રેન પ્રોટેક્શન’નું સફળ ટ્રાયલ, 160ની સ્પીડે પણ હાઈ-ટેક સુરક્ષા!
calendar_today September 7, 2026

Vande Bharat માં ‘ઓટોમેટિક ટ્રેન પ્રોટેક્શન’નું સફળ ટ્રાયલ, 160ની સ્પીડે પણ હાઈ-ટેક સુરક્ષા!

ભારતીય રેલવેમાં વંદે ભારત ટ્રેનો હવે 160 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડવા લાગી છે. આ જ ગતિ સાથે મુસાફરોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ભારતીય રેલવેએ પોતાની સ્વદેશી સુરક્ષા પ્રણાલી 'કવચ' (Kavach) ને વધુ મજબૂત અને ઝડપી બનાવી છે. તાજેતરમાં રેલવે દ્વારા તેનું સફળ ટ્રાયલ પૂર્ણ કરવામાં આવ્યું છે. આ સિસ્ટમ એટલી આધુનિક છે કે જો પાઇલટ (ડ્રાઇવર) સમયસર પ્રતિક્રિયા ન આપે, તો પણ જોખમ જોઈને ટ્રેન આપોઆપ બ્રેક લગાવીને રોકાઈ જશે.કવચ સિસ્ટમ શું છે?કવચ એ ભારતીય રેલવે દ્વારા વિકસાવવામાં આવેલી ઓટોમેટિક ટ્રેન પ્રોટેક્શન (ATP) સિસ્ટમ છે. તેને રિસર્ચ ડિઝાઇન એન્ડ સ્ટેન્ડર્ડ્સ ઓર્ગેનાઇઝેશન (RDSO) દ્વારા ભારતીય કંપનીઓ સાથે મળીને તૈયાર કરવામાં આવી છે. આ સિસ્ટમનો મુખ્ય ઉદ્દેશ્ય સિગ્નલ ઓવરશૂટ કરવાથી થતા અકસ્માતો અને નિર્ધારિત મર્યાદા કરતાં વધુ ઝડપને રોકવાનો છે. હવે તેનો નવો અવતાર 'કવચ 4.0' તૈયાર કરાયો છે, જે ખાસ કરીને હાઇ-સ્પીડ ટ્રેનો માટે ડિઝાઇન કરવામાં આવ્યો છે.160ની ઝડપે બ્રેક કેવી રીતે લાગશે?કવચ સિસ્ટમ ટ્રેન, રેલવે ટ્રેક અને સિગ્નલ સિસ્ટમ વચ્ચે સતત ડિજિટલ માધ્યમથી ડેટાનું આદાન-પ્રદાન કરે છે. જો ટ્રેન નક્કી કરેલી સ્પીડ લિમિટ કરતાં વધુ ઝડપે ચાલતી હોય અથવા આગળ લાલ સિગ્નલ હોય અને ડ્રાઇવરે સમયસર બ્રેક ન લગાવી હોય, તો કવચ સિસ્ટમ સ્વચાલિત રીતે (ઓટોમેટિક) બ્રેકિંગ સિસ્ટમને સક્રિય કરી દે છે. આનાથી 160 કિમી/કલાકની સુપરફાસ્ટ ઝડપે પણ માનવીય ભૂલ થાય તો મશીન પોતે પરિસ્થિતિ સંભાળી લે છે.અકસ્માત અને ટક્કર રોકતી ટેકનોલોજીઆ ટેકનોલોજીને કાર્યરત કરવા માટે રેલવે ટ્રેક પર હજારોની સંખ્યામાં RFID ટેગ લગાવવામાં આવે છે. આ ઉપરાંત ટાવર, ઓપ્ટિકલ ફાઇબર કેબલ અને ખાસ કવચ હટ બનાવવામાં આવે છે. ટ્રેનમાં લાગેલું ડિવાઇસ અલ્ટ્રા હાઇ ફ્રીક્વન્સી (UHF) રેડિયો સિગ્નલ દ્વારા ટ્રેક અને સિગ્નલ સાથે સતત સંપર્કમાં રહે છે. આનાથી એ સ્પષ્ટ થાય છે કે એક જ ટ્રેક પર આગળ કે પાછળ બીજી કોઈ ટ્રેન તો નથી આવી રહી ને. પરિણામે સામસામે કે પાછળથી થતી ટ્રેનની ટક્કર સંપૂર્ણપણે અટકે છે.કેટલી વિશ્વસનીય છે આ સિસ્ટમ?કવચ સિસ્ટમને વૈશ્વિક સુરક્ષા માનક 'સેફ્ટી ઇન્ટિગ્રિટી લેવલ-4' (SIL-4) પર વિકસાવવામાં આવી છે. આનો અર્થ એ થાય છે કે આ સિસ્ટમમાં ભૂલ થવાની કે નિષ્ફળ જવાની શક્યતા 10,000 વર્ષમાં માત્ર એક જ વાર હોઈ શકે છે, જે વિશ્વના સૌથી ઉચ્ચ સુરક્ષા ધોરણોમાં ગણાય છે. આ ઉપરાંત, આ સિસ્ટમ કંટ્રોલ રૂમને દરેક ટ્રેનનું લાઈવ લોકેશન અને સ્પીડની વિગતો પણ સતત મોકલતી રહે છે, જેથી આખા રેલવે નેટવર્ક પર નજર રાખી શકાય.રેલવે મુસાફરીમાં સુરક્ષાનો નવો યુગ160 કિમી/કલાકની સ્પીડ વાળી વંદે ભારત ટ્રેનોમાં કવચ 4.0 ના અમલીકરણથી ભારતીય રેલવેનો પ્રવાસ હવે પહેલા કરતા ઘણો વધુ સુરક્ષિત અને ભરોસાપાત્ર બની ગયો છે. આ સ્વદેશી ટેકનોલોજીએ માત્ર માનવીય ભૂલના જોખમને નાબૂદ નથી કર્યું, પરંતુ ભારતને આત્મનિર્ભર બનાવી રેલ સુરક્ષા ક્ષેત્રે વિશ્વભરમાં એક નવો બેન્ચમાર્ક પણ સ્થાપિત કર્યો છે.વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward