android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat Weather News: રાજ્યના આ જિલ્લાઓમાં થશે મેઘમહેર, 12થી 14 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદની આગાહી
calendar_today September 9, 2026

Gujarat Weather News: રાજ્યના આ જિલ્લાઓમાં થશે મેઘમહેર, 12થી 14 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદની આગાહી

ગુજરાતમાંથી ચોમાસું નબળું પડ્યાની ચિંતા વચ્ચે રાહતના સમાચાર સામે આવ્યા છે.હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ રાજ્યમાં મેઘરાજાનો વધુ એક રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે.બંગાળની ખાડીમાં સર્જાયેલી નવી સિસ્ટમ અને લો પ્રેશર સક્રિય થવાને કારણે આગામી 12થી 14 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ વરસવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.હાલ રાજ્યમાં 19 ટકા જેટલી વરસાદી ઘટ નોંધાઈ છે રાજ્યમાં ફરી વરસાદી સિસ્ટમ સક્રિય થઈહવામાન વિભાગની વિગતવાર આગાહી મુજબ,મોન્સૂન ટ્રફ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાથી વરસાદી માહોલ જામશે.તારીખ 12 સપ્ટેમ્બરના રોજ દક્ષિણ ગુજરાતના વડોદરા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નર્મદા, નવસારી તેમજ દમણ અને દાદરા નગર હવેલીમાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી શકે છે.તારીખ 13 સપ્ટેમ્બરે મધ્ય ગુજરાત અને અમદાવાદ સહિતના પંથકમાં મેઘરાજા મહેરબાન રહેશે.અમદાવાદ શહેરમાં ભારે વરસાદ પડવાની ખાસ આગાહી કરવામાં આવી છે. 13 તારીખે આ વિસ્તારોમાં વરસાદની શક્યતાઆ ઉપરાંત આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, વલસાડ, ડાંગ, નવસારી અને દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે. માત્ર મુખ્ય ભૂમિ જ નહીં, પરંતુ સૌરાષ્ટ્રના પંથકમાં પણ બોટાદ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, રાજકોટ, પોરબંદર, ગીર સોમનાથ અને દીવ જેવા જિલ્લાઓમાં પણ છૂટાછવાયા સ્થળોએ ધોધમાર વરસાદ વરસવાની શક્યતા છે.14 સપ્ટેમ્બરે આ વિસ્તારોમાં વરસાદની સંભાવના14 સપ્ટેમ્બરે પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં મેઘાવી માહોલ યથાવત રહેશે. દક્ષિણ ગુજરાતમાં ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ, દમણ, વલસાડ અને દાદરા નગર હવેલી જ્યારે સૌરાષ્ટ્રમાં ભાવનગર, બોટાદ, અમરેલી, રાજકોટ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ અને દીવમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરાઈ છે.દરિયાકાંઠે સર્જાનારી સ્થિતિને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર પણ એલર્ટ થઈ ગયું છે.હવામાન વિભાગ દ્વારા માછીમારોને આગામી 12થી 14 સપ્ટેમ્બર દરમિયાન દરિયો ન ખેડવા માટે સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી છે. આ પણ વાંચોઃ Ahmedabad News : પ્રસિદ્ધ સિંગર કિંજલ રબારીના પતિને હાઇકોર્ટમાંથી મોટી રાહત, અપહરણનો અસ્વીકાર કરતાં ધરપકડ પર સ્ટે

Read Full Story arrow_forward
'રાહુલ ગાંધી VVIP નથી' સુપ્રીમ કોર્ટમાં દલીલ, 'બધા માટે નિયમ સરખા' CJIએ કરી સ્પષ્ટતા
calendar_today September 9, 2026

'રાહુલ ગાંધી VVIP નથી' સુપ્રીમ કોર્ટમાં દલીલ, 'બધા માટે નિયમ સરખા' CJIએ કરી સ્પષ્ટતા

રાહુલ ગાંધીએ 'ભારત જોડો યાત્રા' સંબંધિત આપેલા નિવેદનને લઈને તેમની સામે નોંધાયેલા કેસ અંગે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ સુનાવણી દરમિયાન અરજદાર પક્ષ તરફથી ઉપસ્થિત રહેલા વરિષ્ઠ એડવોકેટ ગૌરવ ભાટિયાએ અદાલત સમક્ષ વિનંતી કરી હતી કે આ સમગ્ર મામલાને પ્રાથમિકતા આપીને વહેલી તકે આ કેસની સુનાવણી કરવામાં આવે. જો કે, ચીફ જસ્ટિસે આ વિનંતી અંગે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે અદાલતની નજરમાં દરેક પક્ષકાર સમાન છે, અને આ મામલે પણ નિર્ધારિત કાનૂની પ્રક્રિયા અનુસાર જ કાર્યવાહી આગળ ધપાવવામાં આવશે. શું હતો સમગ્ર મામલો?આ સમગ્ર મામલો રાહુલ ગાંધીની એ 'ભારત જોડો યાત્રા' દરમ્યાન ભારતીય સૈન્ય અને ચીની સૈનિકો અંગે આપેલા નિવેદન બદલ પોતાની સામે શરૂ કરવામાં આવેલી ફોજદારી કાર્યવાહીને સુપ્રીમ કોર્ટેમાં પડકારી છે. કેસની સુનાવણી દરમિયાન ફરિયાદી પક્ષ તરફથી રજૂ થયેલા વરિષ્ઠ વકીલ ગૌરવ ભાટિયાએ વિનંતી કરી હતી કે, રાહુલ ગાંધીના આ કેસને પ્રાથમિકતા આપવામાં આવે અને અન્ય મામલાઓથી અલગ રાખી વહેલી તકે સુનાવણી હાથ ધરવામાં આવે.રાહુલ ગાંધી કોઈ VVIP નથી!એડવોકેટ ભાટિયાએ કોર્ટને જણાવ્યું હતું કે, આ કેસની સુનાવણી સતત મુલતવી થઇ રહી છે, અને અરજદાર પણ નિયત તારીખો પર ઉપસ્થિત રહેતા નથી. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, પાંચ મહિના અગાઉ પણ આ મામલો સુનાવણી કરવા માટેના લીસ્ટમાં આવ્યો હતો, પરંતુ તે સમયે પણ કોઈ કાર્યવાહી થઈ શકી નહોતી. ભાટિયાએ ભારપૂર્વક રજૂઆત કરી હતી કે રાહુલ ગાંધી કોઈ VVIP નથી, તેથી આ પ્રકરણને અલગ પાડીને તેની સ્વતંત્ર અને વહેલી સુનાવણી હાથ ધરવી જોઈએ.કોર્ટ સમક્ષ દરેક પક્ષકાર એકસમાન - CJIસમગ્ર કેસની સુનાવણી કરતા ભારતના મુખ્ય ન્યાયાધીશે (CJI)એ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, કોર્ટ સમક્ષ દરેક પક્ષકાર એકસમાન છે અને નક્કી કરેલી કાનૂની પ્રક્રિયાનું જ પાલન કરવામાં આવશે. CJIએ એડવોકેટ ભાટિયાને ટાંકતા કહ્યું કે, જો તેઓ વહેલી સુનાવણી ઈચ્છતા હોય તો તે માટે નિયમાનુસાર કોર્ટમાં અરજી દાખલ કરે, ત્યારબાદ જ અદાલત તે અંગે યોગ્ય વિચારણા કરશે. સુપ્રીમ કોર્ટે નિર્દેશ આપ્યો હતો કે યોગ્ય કાનૂની પ્રક્રિયા અનુસર્યા વિના કોઈપણ કેસને પ્રાથમિકતા આપવામાં આવશે નહીં, પછી ભલે તે પક્ષકાર ગમે તે હોય.

Read Full Story arrow_forward
Piyush Goyalએ ટ્રેન્ડ સાથે વાઇબ કરી શેર, જુઓ 1980ની તસવીર
calendar_today September 9, 2026

Piyush Goyalએ ટ્રેન્ડ સાથે વાઇબ કરી શેર, જુઓ 1980ની તસવીર

Piyush Goyal: કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ 62 વર્ષના થઈ રહ્યા છે. તેમનો જન્મ 13 જૂન, 1964 ના રોજ થયો હતો. સ્વાભાવિક રીતે તેઓ 1980ના દાયકામાં તેઓ યંગ બોય હતા. જોકે, હાલમાં ઇન્ટરનેટ પર ફરતા 80's ના દાયકાના ટ્રેન્ડને સ્વીકારીને તેમણે પોતાનો એક ફોટો શેર કર્યો છે. જોકે હવે યૂઝર્સ તેમની પોસ્ટ પર કોમેન્ટ કરી રહ્યા છે. ચાલો જોઈએ કે આ ટ્રેન્ડ શું છે અને લોકો આ તસવીર પર કેવી પ્રતિક્રિયા આપી રહ્યા છે.મોદી સરકારમાં વાણિજ્ય અને ઉદ્યોગ વિભાગ સંભાળતા કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે ફોટો પોસ્ટ કરતા લખ્યું કે તેઓ 80 ના દાયકાના ટ્રેન્ડ સાથે વાઇબ કરી રહ્યા હતા અથવા તેમાં જોડાઈ રહ્યા હતા. આ ટ્રેન્ડને અનુસરવાનો અર્થ એ છે કે તેઓ તેમના યુવાનીના દિવસોને યાદ કરી રહ્યા છે. એક એવો સમય જ્યારે તેઓ આજના કરતા પણ વધુ ડેશિંગ દેખાતા હતા. લોકોએ આ તસવીર પર ઉત્સાહપૂર્વક પ્રતિક્રિયા આપી છે. આ વિન્ટેજ ફોટો પર ટિપ્પણી કરતા, એક X યુઝરે લખ્યું, "વાહ, શાનદાર! પહેલી નજરે, મને લાગ્યું કે તમે કોઈ હિન્દી ફિલ્મના હીરો છો."  કેન્દ્રીય મંત્રીના ફોટા પર બીજી એક ટિપ્પણીમાં લખ્યું હતું કે, "શાનદાર, સાહેબ! તમે બોલિવૂડ ફિલ્મોમાં કારકિર્દી બનાવવાનો વિચાર કેમ ન કર્યો?" જોકે, કેટલાક યૂઝર્સે તેમના દેખાવને રાજકારણના બદલાતા લેન્ડસ્કેપ સાથે પણ જોડ્યો. ફોટો પર પ્રતિક્રિયા આપતા, એક X યૂઝર્સે ટિપ્પણી કરી, "હું જૂઠું નહીં બોલીશ - તમે ખરેખર ડેશિંગ લાગી રહ્યા છો." 80 ના દાયકાના ટ્રેન્ડમાં ઇમેજ જનરેશનનો ઉપયોગ કરનાર કોઇ વ્યક્તિને 1980ના દાયકાના માહોલ જેવા બતાવી શકાય છે. જેમ પિયુષ ગોયલે તેના ફોટા સાથે કર્યું હતું. આ ટ્રેન્ડ દ્વારા, AI ટૂલ્સ તમને કપડાં, હેરસ્ટાઇલ, ફેશન સેન્સ, એસેસરીઝ, બેકગ્રાઉન્ડ, લાઇટિંગ અને ફોટોગ્રાફિક ટેક્સચરમાં ફેરફાર કરતી વખતે તમારા ચહેરાના લક્ષણો અને ઓળખ જાળવી રાખવાની મંજૂરી આપે છે.આ નિર્દેશ (Prompt)ને લઇને AI તમને 80sના ટ્રેન્ડમાં ફિટ કરી દે છે. તેમા સામાન્ય રીતે વોર્મ લાઇટિંગ, સોફ્ટ ફોકસ, હળવા ફેડ કલર અને એનોલોગ-સ્ટાઇલ ફિલ્મ ગ્રેન જેવી વસ્તુઓ સામેલ હોય છે. ઈન્ડિયન વર્ઝનમાં લોકો તે સમયની સાડીઓ, સ્પેશ્યિલ જ્વેલરી, ભરાવદાર વાળ વાળી હેરસ્ટાઇલ, મૂછો, શર્ટ અને હાઇ વેસ્ટ ટ્રાઉઝર વાળા લુક ડિમાન્ડ કરે છે. આ પણ વાંચો: Viral Video: દર્દીઓના જીવ જોખમમાં... હોસ્પિટલમાં નથી લાઈટ, ડોક્ટરો મીણબત્તીના પ્રકાશમાં કામ કરવા મજબૂર!

Read Full Story arrow_forward