android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad News : શાળાઓમાં બોમ્બની ધમકીથી વાલીઓમાં દહેશત, જરૂર પડે વિદ્યાર્થીઓને ઘરે મોકલી દેવા DEO ની ખાસ સૂચના!
calendar_today September 10, 2026

Ahmedabad News : શાળાઓમાં બોમ્બની ધમકીથી વાલીઓમાં દહેશત, જરૂર પડે વિદ્યાર્થીઓને ઘરે મોકલી દેવા DEO ની ખાસ સૂચના!

અમદાવાદ શહેરની વિવિધ શાળાઓને ઈ-મેઈલ મારફતે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં જ શૈક્ષણિક આલમ અને વહીવટી તંત્રમાં ભારે હડકંપ મચી ગયો છે. ધમકીભર્યો મેઈલ મળતાં જ જિલ્લા શિક્ષણ અધિકારી (DEO) તાત્કાલિક એક્શન મોડમાં આવ્યા છે અને શહેરની તમામ શાળાઓને સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવાની આકરી સૂચનાઓ આપી દીધી છે.પોલીસનું ફિઝિકલ વેરિફિકેશન અને સુરક્ષા માર્ગદર્શિકાઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસ વિભાગ દ્વારા સંબંધિત શાળાઓનું ફિઝિકલ વેરિફિકેશન શરૂ કરી દેવામાં આવ્યું છે. DEO દ્વારા શાળા સંચાલકોને કડક સૂચના આપવામાં આવી છે કે કેમ્પસમાં કોઈ પણ શંકાસ્પદ વસ્તુ કે બેગ જણાય તો તેને બિલકુલ સ્પર્શ કરવો નહીં અને તાત્કાલિક પોલીસને જાણ કરવી. પરિસ્થિતિની ગંભીરતાને જોતાં જો જરૂર જણાય તો વિદ્યાર્થીઓને સુરક્ષિત રીતે ઘરે મોકલી દેવાની પણ છૂટ આપવામાં આવી છે.અફવાઓથી દૂર રહેવા અપીલ અને તંત્રનું સંકલનશિક્ષણ વિભાગ અને પોલીસ-વહીવટી તંત્ર વચ્ચે સતત સંકલન સાધીને પરિસ્થિતિ પર ઝીણવટભરી નજર રાખવામાં આવી રહી છે. વહીવટી તંત્ર દ્વારા વાલીઓ અને નાગરિકોને કોઈપણ પ્રકારની અફવા કે ભય ન ફેલાવવા અને શાંતિ જાળવી રાખવા માટે અપીલ કરવામાં આવી છે. શાળાઓમાં બાળકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તમામ જરૂરી તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે.આ પણ વાંચો : Gandhinagar વિધાનસભા અને કોર્ટને બોમ્બની ધમકી મામલે મોટો ખુલાસો! વિદેશથી આવ્યો હતો મેઇલ, તપાસમાં ધમકી સાબિત થઈ અફવા

Read Full Story arrow_forward
Anandમાં બુલડોઝર એક્શન: ખાટકીવાડમાં દબાણો દૂર કરી મનપાએ માર્ગો ખુલ્લા કર્યા
calendar_today September 10, 2026

Anandમાં બુલડોઝર એક્શન: ખાટકીવાડમાં દબાણો દૂર કરી મનપાએ માર્ગો ખુલ્લા કર્યા

આણંદ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં ટ્રાફિકની સમસ્યા હળવી કરવા અને જાહેર રસ્તાઓ ખુલ્લા કરવાના હેતુથી દબાણ હટાવવાનું મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. આ ઝુંબેશ અંતર્ગત મનપાની ટીમે ખાટકીવાડ વિસ્તારને નિશાન બનાવીને જાહેર માર્ગ પર લાંબા સમયથી ખડકાયેલા કાચા અને પાકા દબાણો પર તંત્રનો હથોડો ઝીંક્યો હતો. જેસીબી અને બુલડોઝરની મદદથી ગેરકાયદેસર બાંધકામો, પતરાના શેડ અને રસ્તા પર અવરોધરૂપ બનેલા ઓટલા જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા હતા.ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે સફળ કામગીરીઓપરેશન દરમિયાન સ્થળ પર કોઈ ઘર્ષણ કે કાયદો-વ્યવસ્થાની સ્થિતિ ન બગડે તે માટે પોલીસ કાફલાના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આ કાર્યવાહી પૂરી કરવામાં આવી હતી. મનપાની આ કડક કામગીરીથી ખાટકીવાડ વિસ્તારના મુખ્ય રસ્તાઓ વર્ષો પછી ખુલ્લા અને પહોળા બન્યા છે, જેનાથી સ્થાનિક રહીશો અને વાહનચાલકોને ટ્રાફિકની મુશ્કેલીમાંથી મોટી રાહત મળશે.તંત્રનું અભિયાન આગળ પણ રહેશે યથાવત આણંદ મનપાના અચાનક હાથ ધરાયેલા મેગા ઓપરેશનને પગલે શહેરના અન્ય વિસ્તારોના ગેરકાયદેસર દબાણકર્તાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. મહાનગરપાલિકાના અધિકારીઓના જણાવ્યા મુજબ, આ કાર્યવાહી અહીં અટકશે નહીં. આવનારા દિવસોમાં પણ શહેરના અન્ય વેપારી અને રહેણાંક વિસ્તારોમાં આ જ પ્રકારે દબાણો દૂર કરવાનું અભિયાન સતત ચાલુ રાખવામાં આવશે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Vande Mataram Controversy: વિધાનસભામાં હોબાળો, હર્ષ સંઘવીએ ઈમરાન ખેડાવાલા સામે કરી કાર્યવાહીની માગ
calendar_today September 10, 2026

Vande Mataram Controversy: વિધાનસભામાં હોબાળો, હર્ષ સંઘવીએ ઈમરાન ખેડાવાલા સામે કરી કાર્યવાહીની માગ

ગુજરાત વિધાનસભામાં વંદે માતરમ્ રાષ્ટ્રીય ગીતના અપમાનનો મુદ્દો ગરમાયો છે. ગૃહમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પોઇન્ટ ઓફ ઓર્ડર ઉઠાવીને કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાના વર્તન સામે સખત વિરોધ નોંધાવ્યો હતો. તેમણે આરોપ લગાવ્યો હતો કે, વંદે માતરમ્ ના ગાન વખતે કોંગ્રેસના સભ્ય જાણી જોઈને ઊભા રહેવાના બદલે બેસી રહ્યા હતા, જે સીધેસીધું વંદે માતરમ્ નું અનાદર અને વિરોધ કરવાનું કૃત્ય છે.દિલ્હીના દ્રશ્યો અને રાજકીય આયોજનનો આરોપહર્ષ સંઘવીએ ગૃહ સમક્ષ રજૂઆત કરતા જણાવ્યું હતું કે, આ માત્ર કોઈ એક સભ્યના વર્તનનો પ્રશ્ન નથી, પરંતુ ઇમરાન ખેડાવાલા તો માત્ર એક મહોરું હતા. તેમણે દિલ્હીના તાજેતરના દ્રશ્યોનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ અને સોનિયા ગાંધીના નેતૃત્વમાં સ્ટાફને ખખડાવવામાં આવે છે. સત્રના આગલા દિવસે બેઠક બોલાવીને આ પ્રકારે વિરોધ કરાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમણે ઉમેર્યું કે, ગુજરાત દેશની પ્રથમ એવી વિધાનસભા છે, જ્યાં આખું વંદે માતરમ્ ગાવાની શરૂઆત થઈ હતી. ચૂંટાયેલા પ્રતિનિધિઓ આવી રાજનીતિ કરે તેનાથી યુવાનોમાં ખોટો સંદેશ જાય છે.આયોજનપૂર્વકના પ્રયાસ અને વીડિયો ચેકિંગની માગહર્ષ સંઘવીએ વધુમાં જણાવ્યું હતું કે, ઇમરાન ખેડાવાલાએ બહાર જઈને ઇન્ટરવ્યુ આપતી વખતે પણ આયોજનપૂર્વકનો પ્રયાસ કર્યો છે. આ સમગ્ર ઘટનાની સત્યતા તપાસવા માટે ઇમરાન ખેડાવાલાના વીડિયો રેકોર્ડિંગની ઝીણવટભરી ચકાસણી કરવામાં આવે તેવી તેમણે અધ્યક્ષ સમક્ષ માગ કરી હતી.વિશેષાધિકાર અને એથિક્સ કમિટી સમક્ષ મામલો મોકલવાની રજૂઆતવિધાનસભા અધ્યક્ષ સામે પોતાની રજૂઆત રાખતા હર્ષ સંઘવીએ ગૃહના નિયમો અનુસાર કડક કાર્યવાહી કરવાની માગ કરી હતી. તેમણે આ મામલાને વિશેષાધિકાર ભંગ ગણીને ઇમરાન ખેડાવાલા વિરુદ્ધની તપાસ પ્રિવિલેજ કમિટી અથવા એથિક્સ કમિટીને સોંપવા વિનંતી કરી હતી, જેથી ભવિષ્યમાં કોઈ પણ રાજકીય પક્ષ કે લોકપ્રતિનિધિ રાષ્ટ્રગાનનું અનાદર કરવાની હિંમત ન કરે અને દેશમાં એક કડક દાખલો બેસે.આ પણ વાંચો: Gandhinagar News: બિલ્ડરનો કોઈ વાંક નથી પણ વ્યવસ્થાની ખામીને કારણે દુર્ઘટના સર્જાઈ: મંત્રી કાંતિ અમૃતિયા

Read Full Story arrow_forward