android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Suratના ઉધનામાં કારખાનામાં કરંટ લાગતા 31 વર્ષીય યુવકનું કરુણ મોત
calendar_today September 10, 2026

Suratના ઉધનામાં કારખાનામાં કરંટ લાગતા 31 વર્ષીય યુવકનું કરુણ મોત

સુરતના ઉધના વિસ્તારમાં આવેલી 'મધુરમ ક્રિએશન' નામની કાપડની ફેક્ટરીમાં એક દુઃખદ અકસ્માત સર્જાયો છે. કારખાનામાં કામ કરતા 31 વર્ષીય પવનકુમાર રામ ઉજાગીર રોજિંદા કામ મુજબ મશીન ચાલુ કરી રહ્યા હતા. તે જ સમયે અચાનક વીજ પ્રવાહ ચાલુ થતાં તેમને જોરદાર કરંટ લાગ્યો હતો. આ સમગ્ર દુર્ઘટનાના સીસીટીવી (CCTV) ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં ઘટનાની ગંભીરતા સ્પષ્ટ જોઈ શકાય છે.નવી સિવિલ હોસ્પિટલમાં તબીબોએ મૃત જાહેર કર્યા ઘટના બનતાની સાથે જ આસપાસના લોકો અને સહકર્મીઓ દ્વારા પવનકુમારને તાત્કાલિક સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે, હોસ્પિટલના ફરજ પરના તબીબોએ પ્રાથમિક તપાસ બાદ જ તેમને મૃત જાહેર કર્યા હતા. વીજ કરંટના કારણે યુવકે સ્થળ પર જ જીવ ગુમાવ્યો હોવાનું સામે આવ્યું છે.બે બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવીપવનકુમારના અકાળે થયેલા અવસાનથી તેમના પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. આ કરુણ ઘટનામાં બે માસૂમ સંતાનોએ પોતાના પિતાની છત્રછાયા ગુમાવી દીધી છે, જેથી સમગ્ર વિસ્તારમાં અને પરિવારમાં ભારે શોકની કાલિમા છવાઈ ગઈ છે. હાલમાં ઉધના પોલીસે ઘટના અંગે ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Gandhinagar વિધાનસભા અને કોર્ટને બોમ્બની ધમકી મામલે મોટો ખુલાસો! વિદેશથી આવ્યો હતો મેઇલ, તપાસમાં ધમકી સાબિત થઈ અફવા
calendar_today September 10, 2026

Gandhinagar વિધાનસભા અને કોર્ટને બોમ્બની ધમકી મામલે મોટો ખુલાસો! વિદેશથી આવ્યો હતો મેઇલ, તપાસમાં ધમકી સાબિત થઈ અફવા

ગાંધીનગર સ્થિત ગુજરાત વિધાનસભા સંકુલ તેમજ કોર્ટને સવારે આશરે 8 વાગ્યાના અરસામાં બોમ્બ બ્લાસ્ટથી ઉડાવી દેવાની ધમકી આપતો ઈ-મેઈલ મળતાં સુરક્ષા એજન્સીઓમાં ભારે દોડધામ મચી ગઈ હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસે ક્ષણનો પણ વિલંબ કર્યા વિના સમયસૂચકતા દાખવી હતી અને દરરોજના સુરક્ષા પ્રોટોકોલ મુજબ સવારે 9 વાગ્યા પહેલાં જ સમગ્ર વિધાનસભા સંકુલનું ખૂણે-ખૂણે સઘન ચેકિંગ પૂર્ણ કરી લીધું હતું.તપાસમાં કશું શંકાસ્પદ ન મળ્યું, રાબેતા મુજબ સત્ર શરૂપોલીસ અને બોમ્બ સ્કવોડની ઊંડાણપૂર્વકની તપાસ દરમિયાન વિધાનસભા તેમજ કોર્ટ પરિસરમાંથી કોઈ પણ પ્રકારની શંકાસ્પદ વસ્તુ કે સામગ્રી મળી આવી નહોતી. તમામ સુરક્ષા પાસાંઓની પૂરતી ખાતરી થઈ ગયા બાદ અફવાઓ પર વિરામ મુકાયો હતો અને વિધાનસભાનું કાર્યવાહી સત્ર પોતાના નિર્ધારિત સમયે જ રાબેતા મુજબ શરૂ થઈ ગયું હતું.વિદેશથી મોકલાયો હતો ઈ-મેઈલ, 6 મહિના અગાઉ જેવી જ પેટર્નગાંધીનગર પોલીસ દ્વારા આ મામલે સત્તાવાર ફરિયાદ દાખલ કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે આ ધમકીભર્યો ઈ-મેઈલ દેશની બહારથી (વિદેશી સર્વર/IP પરથી) મોકલવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે આશરે 6 મહિના પહેલાં પણ આ જ પદ્ધતિથી ધમકી આપવામાં આવી હતી. સામાન્ય રીતે દેશ બહારથી જ આવા ફેક ધમકીભર્યા મેઈલ આવતા હોવાથી સાયબર ક્રાઈમ ટીમે ટેકનિકલ તપાસ હાથ ધરી છે.આ પણ વાંચો : Ahmedabadની સ્કૂલોથી લઇ વિધાનસભાથી સુધી બોમ્બ થ્રેટનો મેઇલ! સુરક્ષા એજન્સીઓ એલર્ટ, વાલીઓ અને વિદ્યાર્થીઓમાં ભારે ભય

Read Full Story arrow_forward
Chhattisgarh News: દિયર-ભાભીના સંબંધ થયા શર્મસાર, કાકાએ માસૂમ ભત્રીજી સાથે કર્યુ આ કૃત્ય
calendar_today September 10, 2026

Chhattisgarh News: દિયર-ભાભીના સંબંધ થયા શર્મસાર, કાકાએ માસૂમ ભત્રીજી સાથે કર્યુ આ કૃત્ય

છત્તીસગઢના બિલાસપુરમાં દિયર-ભાભી વચ્ચેના સંબંધોનું એક ભયાનક પરિણામ સામે આવ્યું છે. કૌટુંબિક વિવાદ દરમિયાન કાકા પર પોતાની નિર્દોષ બે વર્ષની ભત્રીજીને લાકડાંથી સળગતા ચૂલા પર મૂકી દેવાનો આરોપ છે. ગંભીર રીતે દાઝી ગયેલી બાળકીનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું.આ ઘટના કોની પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના ઘુટકુ ગામમાં બની હતી. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી નીતિન કુમાર લોનિયાના તેની ભાભી અંકિતા સાથે સંબંધો હતા. અંકિતા તેના પતિ સુધીર અને તેમની બે વર્ષની પુત્રી પરમેશ્વરી સાથે રહેતી હતી. 26 ઓગસ્ટે અંકિતા તેની પુત્રીને સાથે લઈને નીતિન સાથે ઘર છોડીને જતી રહી હતી. વ્યાપક શોધખોળ છતાં ત્રણેયનો પત્તો લાગ્યો ન હતો. ત્યારબાદ, બાળકીના નાનાએ કોની પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તપાસ શરૂ કરી ત્યારે નીતિન, અંકિતા અને બાળકી અંગે માહિતી મળી હતી.ઘરે પરત ફર્યા બાદ ઉગ્ર વિવાદ!આ ત્રણેય 7 સપ્ટેમ્બરે ઘુટકુ પરત ફર્યા, ત્યારબાદ કૌટુંબિક વિવાદ ફરી વકર્યો. મંગળવારે નીતિનનો તેના મોટા ભાઈ સુધીર સાથે ઝઘડો થયો હતો. થોડીવાર પછી નીતિન અને તેની ભાભી અંકિતા વચ્ચે પણ બોલાચાલી થઈ હતી. નોંધનીય છે કે કોની સ્ટેશન હાઉસ ઓફિસર (SHO) જિતેન્દ્ર ગુપ્તાએ જણાવ્યું હતું કે શારીરિક ઝઘડાની માહિતી મળ્યા બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને પરિસ્થિતિને શાંત પાડી હતી. જોકે, આ દરમિયાન પોલીસને માહિતી મળી કે નીતિને તેની બે વર્ષની ભત્રીજીને લાકડાંથી સળગતા ચૂલા પર મૂકી દીધી હતી.સારવાર દરમિયાન બાળકીનું મૃત્યુબાળકી ગંભીર રીતે દાઝી ગઈ હતી. પોલીસે તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ પહોંચાડી હતી. તબીબી દેખરેખ હેઠળ હોવા છતાં તેની હાલત નાજુક હતી. તે જ રાત્રે મોડેથી સારવાર દરમિયાન નિર્દોષ પરમેશ્વરીનું અવસાન થયું. ઘટનાની જાણ થતાં પોલીસે આરોપી નીતિન કુમાર લોનિયાની ધરપકડ કરી હતી. પોલીસ હવે ઘટનાક્રમ, કૌટુંબિક વિવાદનું સ્વરૂપ અને બાળકીને ચૂલા પર મૂકવા પાછળના સંજોગોની તપાસ કરી રહી છે.આ પણ વાંચો: Abu Salem: અબૂ સાલેમ હજૂ પણ રહેશે જેલના સળિયા પાછળ, સુપ્રીમ કોર્ટે ફગાવી અરજી

Read Full Story arrow_forward