android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Child Safety : દિલ્હીની પ્લે સ્કૂલમાં 3 વર્ષના બાળક સાથે શું થયું? પિતાએ જણાવી હચમચાવી દેનારી હકીકત
calendar_today August 31, 2026

Child Safety : દિલ્હીની પ્લે સ્કૂલમાં 3 વર્ષના બાળક સાથે શું થયું? પિતાએ જણાવી હચમચાવી દેનારી હકીકત

ઉત્તર-પૂર્વ દિલ્હી સ્થિત એક પ્લે સ્કૂલમાં 3 વર્ષના બાળક સાથે મારપીટના મામલે તેના પિતાએ ચોંકાવનારી વિગતો જણાવી છે. આ મામલે સ્કૂલના એક એટેન્ડન્ટની ધરપકડ કરવામાં આવી છે અને પોલીસે બાળકોને જાતીય ગુનાથી રક્ષણ આપતા કાયદા POCSO હેઠળ કેસ નોંધ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર, બાળકની સારવાર ચાલી રહી છે અને તપાસ પણ ચાલુ છે. આ મામલો 16 ઓગસ્ટે સામે આવ્યો હતો, જ્યારે બાળકના માતા-પિતાએ તેના હાથ અને ચહેરા પર ઈજાના નિશાન જોયા હતા. આ મામલે બાળકના પિતાએ ધ ઈન્ડિયન એક્સપ્રેસ સાથે વાત કરી હતી.બાળકની ઈજાઓ જોઈ પરિવાર થયો ચિંતિતબાળકના પિતાએ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું, 16 ઓગસ્ટે મેં તેના ચહેરા અને હાથ પર ઈજાના નિશાન જોયા હતા. 2 દિવસ બાદ જ્યારે તે ઘરે આવ્યો ત્યારે તેને ઊલટી થવા લાગી. અમે તેને ENT ડોક્ટર પાસે લઈ ગયા. ડૉક્ટરે જણાવ્યું કે તેની આંખો સૂજેલી છે. કેટલીક તપાસ કરવામાં આવી અને જાણવા મળ્યું કે તેના કાનના પડદાને નુકસાન થયું છે.પિતાએ જણાવ્યું કે તેમણે અને તેમની પત્નીએ જ્યારે સ્કૂલ સાથે વાત કરી ત્યારે સ્કૂલના લોકોએ બાળક સાથે મારપીટ થઈ હોવાનો ઇનકાર કર્યો હતો. ઘણી વિનંતી કર્યા બાદ તેઓ સ્કૂલના CCTV ફૂટેજ પરિવાર સાથે શેર કરવા તૈયાર થયા હતા.3 કલાક સુધી ખુરશી સાથે બાંધી રાખ્યોબાળકના પિતાએ જણાવ્યું, 26 ઓગસ્ટે અમે ફૂટેજ જોયું. 18 ઓગસ્ટે સવારે લગભગ 9:45 વાગ્યે તેને ખુરશી સાથે બાંધી દેવામાં આવ્યો હતો. તેને 3 કલાક સુધી બાંધી રાખ્યો હતો. કોઈક રીતે તેણે પોતાને છોડાવ્યો... ત્યાર બાદ ત્યાંના કર્મચારીએ તેની મારપીટ કરી. 17 ઓગસ્ટે શિક્ષકે તેને થપ્પડ માર્યો હતો. પરિવારનો દાવો છે કે 16 ઓગસ્ટે બાળકની ઊંચાઈ માપતી વખતે પણ તેની સાથે મારપીટ કરવામાં આવી હતી. તેમનું કહેવું છે કે બાળકને થપ્પડ અને મુક્કા મારવામાં આવ્યા હતા. પિતાએ જણાવ્યું કે જ્યારે તેમની પત્નીએ આ અંગે સવાલ કર્યો ત્યારે સ્કૂલના લોકોએ તેમની સાથે ખરાબ વર્તન કર્યું હતું. 27 ઓગસ્ટે બાળકના પરિવારને તેનું મેડિકો-લીગલ સર્ટિફિકેટ મળ્યું હતું. ત્યાર બાદ પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ફરિયાદમાં સ્કૂલના માલિક અને આચાર્ય સહિત 4 લોકોને આરોપી બનાવવામાં આવ્યા છે.વોશરૂમ જવાથી પણ ડરી રહ્યો છે બાળકપિતાએ જણાવ્યું કે બાળક એટલો ડરી ગયો છે કે સ્કૂલમાંથી તેને કાઢી લીધા બાદથી તે વોશરૂમ પણ જતો નથી. તેણે સ્નાન કર્યું નથી અને પોતાના રૂમની બહાર નીકળવાનો પણ ઇનકાર કરે છે. પિતાએ જણાવ્યું કે જ્યારે તેમણે સ્કૂલના લોકોને પૂછ્યું કે તેમણે બાળક સાથે આવું વર્તન શા માટે કર્યું, ત્યારે તેમણે કહ્યું કે તે હાઇપરએક્ટિવ છે. આ વાત સાંભળીને પિતા ખૂબ જ ચોંકી ગયા હતા.પોલીસની તપાસમાં વધુ લોકો થશે સામેલદરમિયાન, દિલ્હી પોલીસના સૂત્રોએ જણાવ્યું કે તેઓ એટેન્ડન્ટની પૂછપરછ કરી રહ્યા છે અને શિક્ષકની પણ ટૂંક સમયમાં પૂછપરછ કરવામાં આવશે. આ ઉપરાંત આચાર્ય સહિત અન્ય લોકોને પણ તપાસમાં સામેલ કરવામાં આવશે. પિતાએ જણાવ્યું, જો તેનું મૃત્યુ થઈ ગયું હોત તો શું થાત? મને માત્ર 3 દિવસનું CCTV રેકોર્ડિંગ બતાવવામાં આવ્યું છે. તે પહેલા તેની સાથે શું કરવામાં આવ્યું હતું તેનો મને બિલકુલ અંદાજ નથી.આ પણ વાંચો-સૂર્યનો પ્રકાશ ગાયબ થઈ જાય તો પૃથ્વી પર અંધારું છવાતા કેટલો સમય લાગશે? જાણો રસપ્રદ વૈજ્ઞાનિક સત્ય!

Read Full Story arrow_forward
Gujarat Latest News LIVE  : તો શું લાખો પરિવારોને નહીં મળે ખાંડ? તહેવાર ટાણે રાજ્યમાં ખાંડની અછતની સ્થિતિ
calendar_today August 31, 2026

Gujarat Latest News LIVE : તો શું લાખો પરિવારોને નહીં મળે ખાંડ? તહેવાર ટાણે રાજ્યમાં ખાંડની અછતની સ્થિતિ

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 31 August ના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો

Read Full Story arrow_forward
Vadodara : ભાયલી સામૂહિક દુષ્કર્મ કેસમાં આજે સજાનો દિવસ, 5 દોષિત આરોપીઓ સામે થશે સજાનું એલાન
calendar_today August 31, 2026

Vadodara : ભાયલી સામૂહિક દુષ્કર્મ કેસમાં આજે સજાનો દિવસ, 5 દોષિત આરોપીઓ સામે થશે સજાનું એલાન

વડોદરાના ભાયલી વિસ્તારમાં વર્ષ 2024માં બનેલા ચકચારી સામૂહિક દુષ્કર્મ કેસમાં આજે મહત્વપૂર્ણ સુનાવણી હાથ ધરાશે. વડોદરા કોર્ટ દ્વારા અગાઉ 5 આરોપીઓને દોષિત જાહેર કરવામાં આવ્યા હતા. હવે કોર્ટ દ્વારા દોષિત આરોપીઓને સજા જાહેર કરવામાં આવનાર હોવાથી સમગ્ર મામલે સૌની નજર કોર્ટના નિર્ણય પર છે.નવરાત્રી દરમિયાન સગીરા પર સામૂહિક દુષ્કર્મવર્ષ 2024માં નવરાત્રીના સમયગાળા દરમિયાન સગીરા પર સામૂહિક દુષ્કર્મની ઘટના બની હતી. મળતી માહિતી મુજબ સગીરા પરત ફરી રહી હતી ત્યારે આરોપીઓએ તેને નિશાન બનાવી હતી. ઘટનાએ સમગ્ર વડોદરા સહિત ગુજરાતમાં ભારે ચકચાર મચાવી હતી.5 આરોપીઓને કોર્ટે દોષિત ઠેરવ્યાઆ કેસમાં લાંબી કાનૂની કાર્યવાહી બાદ વડોદરા કોર્ટે અગાઉ 5 આરોપીઓને દોષિત જાહેર કર્યા હતા. આરોપીઓ સામે રજૂ થયેલા પુરાવા અને કોર્ટમાં થયેલી દલીલો બાદ તેમને ગુનામાં દોષિત ઠેરવવામાં આવ્યા હતા.આજે સજા જાહેર થશેકેસમાં દોષિત ઠરેલા 5 આરોપીઓને આજે કોર્ટ દ્વારા સજા જાહેર કરવામાં આવશે. કોર્ટ કઈ સજા ફટકારે છે તેના પર હવે સૌની નજર છે. ગંભીર ગુનામાં દોષિત ઠરેલા આરોપીઓ સામે કોર્ટનો અંતિમ ચુકાદો આજે જાહેર થવાનો છે.કોર્ટના નિર્ણય પર નજરભાયલી સામૂહિક દુષ્કર્મ કેસે વર્ષ 2024માં સમગ્ર રાજ્યમાં ભારે ચર્ચા જગાવી હતી. હવે આરોપીઓ દોષિત જાહેર થયા બાદ સજાનો તબક્કો આવ્યો છે. આજે કોર્ટમાં થનારી સુનાવણી બાદ કેસમાં આગળની કાનૂની પ્રક્રિયા સ્પષ્ટ થશે.  આ પણ વાંચો  :  Nepal Flood : ભયાનક પૂર વચ્ચે એકલું ઘર અડીખમ, પાણીમાં આખું ગામ તણાયું છતાં મકાન બચી ગયું જુઓ ભયાનક Video

Read Full Story arrow_forward