android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Sri Lanka સાથે ભારતની સંરક્ષણ ભાગીદારી મજબૂત, રાજનાથ સિંહને મળ્યા રાષ્ટ્રપતિ દિસાનાયકે
calendar_today September 9, 2026

Sri Lanka સાથે ભારતની સંરક્ષણ ભાગીદારી મજબૂત, રાજનાથ સિંહને મળ્યા રાષ્ટ્રપતિ દિસાનાયકે

Rajnath Singh Sri Lanka visit: ભારત અને શ્રીલંકા વચ્ચે વધતો સંરક્ષણ સહયોગ માત્ર બંને દેશોના દ્વિપક્ષીય સંબંધો પૂરતો સીમિત નથી. તેની સીધી અસર હિંદ મહાસાગરની પ્રાદેશિક સુરક્ષા અને ભારતની દરિયાઈ વ્યૂહરચના પર પડે છે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહની શ્રીલંકા મુલાકાત પણ આ વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત કરવાની દિશામાં એક મહત્વનું પગલું છે.શ્રીલંકાએ ભારતની સુરક્ષા અંગે આપ્યું મોટું આશ્વાસનશ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુરા કુમારા દિસાનાયકે કહ્યું કે, શ્રીલંકાની જમીનનો ઉપયોગ ભારતના સુરક્ષા હિતો વિરુદ્ધ કોઈપણ પ્રવૃત્તિ માટે થવા દેવામાં આવશે નહીં. હિંદ મહાસાગરમાં શ્રીલંકાનું મહત્વનું ભૌગોલિક સ્થાન હોવાથી ભારત માટે આ નિવેદન ખૂબ મહત્વનું છે. શ્રીલંકા હિંદ મહાસાગરના મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગોની વચ્ચે આવેલો દેશ છે. તેથી કોલંબો, હંબનટોટા અને શ્રીલંકાની આસપાસનો દરિયાઈ વિસ્તાર ભારતની દરિયાઈ સુરક્ષા માટે ખૂબ જ મહત્વનો છે. હિંદ મહાસાગરમાં ચીનની વધતી હાજરી વચ્ચે ભારત માટે શ્રીલંકા સાથે મજબૂત વ્યૂહાત્મક સંબંધો જાળવી રાખવા જરૂરી છે. ભારતનું ધ્યાન સુરક્ષા સહયોગ મજબૂત કરવા પરભારતનો મુખ્ય પ્રયાસ એ છે કે શ્રીલંકા સાથે વિશ્વાસપૂર્ણ સુરક્ષા ભાગીદારી જળવાઈ રહે. હિંદ મહાસાગરમાં કોઈ બાહ્ય શક્તિની પ્રવૃત્તિ ભારતની સુરક્ષા માટે પડકાર ન બને, તે માટે બંને દેશો વચ્ચે સહયોગ વધારવામાં આવી રહ્યો છે. ભારત હવે માત્ર શ્રીલંકાને સૈન્ય સાધનો આપવા પૂરતું સીમિત નથી. શ્રીલંકાની 6 L70 એર ડિફેન્સ ગનનું અપગ્રેડેશન, બંને દેશોની નેશનલ ડિફેન્સ કોલેજ વચ્ચે સહયોગ અને NCC યુથ એક્સચેન્જ પ્રોગ્રામ દર્શાવે છે કે બંને દેશો વચ્ચે સંરક્ષણ સહયોગ સતત વધી રહ્યો છે.આપત્તિના સમયે ભારત ‘ફર્સ્ટ રિસ્પોન્ડર’L70 ગનના અપગ્રેડેશનથી શ્રીલંકાના મહત્વના સ્થળોની હવાઈ સુરક્ષા ક્ષમતા વધુ મજબૂત બનશે. બીજી તરફ, ડિફેન્સ કોલેજ અને NCC વચ્ચેના સહયોગથી બંને દેશોની સૈન્ય સંસ્થાઓ અને યુવા કેડેટ્સ વચ્ચે સંપર્ક અને સમજણ વધશે. ચક્રવાત ‘દિતવાહ’ દરમિયાન ભારતે શ્રીલંકાને રાહત અને પુનર્વસન માટે આપેલી મદદ પણ બંને દેશોની ભાગીદારીનું મહત્વનું ઉદાહરણ છે. રાજનાથ સિંહે સ્પષ્ટ કહ્યું છે કે શ્રીલંકાની મદદ કરવી ભારત માટે કોઈ ઉપકાર નથી, પરંતુ તેની જવાબદારી છે.શ્રીલંકા સાથે ભારતની સુરક્ષા ભાગીદારી મજબૂત ભારતની વ્યૂહરચના માત્ર સૈન્ય સહયોગ સુધી સીમિત નથી. સંરક્ષણ, આપત્તિ રાહત, માનવતાવાદી મદદ, તાલીમ અને દરિયાઈ સુરક્ષા જેવા વિવિધ ક્ષેત્રોમાં શ્રીલંકા સાથે ભાગીદારી મજબૂત કરવામાં આવી રહી છે. શ્રીલંકા ભારતની ‘નેબરહુડ ફર્સ્ટ’ નીતિ અને હિંદ મહાસાગર વ્યૂહરચનાનો મહત્વનો ભાગ છે. બંને દેશો વચ્ચે વધતો સંરક્ષણ સહયોગ હિંદ મહાસાગરમાં સુરક્ષા અને સ્થિરતા જાળવવા માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે.આ પણ વાંચો: સેનાની તાકાત વધારવા મોદી સરકારનો મોટો નિર્ણય, ₹1.10 લાખ કરોડની સંરક્ષણ ખરીદીને મંજૂરી

Read Full Story arrow_forward
BRICS Summit 2026: ભારત મંડપમમાં મહામંથન, જુઓ બે દિવસનો મિનિટ-ટુ-મિનિટ કાર્યક્રમ
calendar_today September 9, 2026

BRICS Summit 2026: ભારત મંડપમમાં મહામંથન, જુઓ બે દિવસનો મિનિટ-ટુ-મિનિટ કાર્યક્રમ

18મું બ્રિક્સ સમિટ 12 અને 13 સપ્ટેમ્બરના રોજ પ્રગતિ મેદાન ખાતેના ભવ્ય ભારત મંડપમ ખાતે યોજાશે. દેશોના ટોચના નેતાઓ ઉપસ્થિત નવી દિલ્હી 12 અને 13 સપ્ટેમ્બરના રોજ ભારત મંડપમ ખાતે 18મું બ્રિક્સ સમિટનું આયોજન કરશે. ભારતની અધ્યક્ષતામાં યોજાનારી આ બેઠકની સત્તાવાર થીમ 'સ્થિતિસ્થાપકતા, નવીનતા, સહકાર અને ટકાઉપણું માટે નિર્માણ' છે. વિદેશ મંત્રાલયે બુધવારે આ બે દિવસ માટે નિર્ધારિત બેઠકો અને કાર્યક્રમોનું શેડ્યૂલ શેર કર્યું છે. બે દિવસીય આ શિખર સંમેલનમાં બ્રિક્સ સભ્ય દેશોના નેતાઓ, તેમજ ભાગીદાર દેશો અને આમંત્રિત દેશોના ટોચના નેતાઓ હાજરી આપશે. ઉચ્ચ-સ્તરીય કાર્યક્રમો યોજાશે ભારતના પ્રમુખપદ દરમિયાન, 25 થી વધુ શહેરોમાં 350 થી વધુ બેઠકો અને ઉચ્ચ-સ્તરીય કાર્યક્રમો યોજવામાં આવ્યા છે. શનિવારે, બ્રિક્સ સભ્ય દેશોના નેતાઓ ભારત મંડપમ પહોંચશે. "સમાવેશક વૈશ્વિક શાસન અને બહુપક્ષીયતાને મજબૂત બનાવવું" વિષય પર એક બંધ સત્ર લગભગ 2:35 વાગ્યે યોજાશે. બપોરે 4:25 વાગ્યે, બ્રિક્સ નેતાઓને "ઇન્ડિયા ઇનોવેટ્સ એક્ઝિબિશન" ની મુલાકાત લેવા માટે આમંત્રિત કરવામાં આવશે. ત્યારબાદ સાંજે 5:05 વાગ્યે નેતાઓનો કૌટુંબિક ફોટો અને સાંજે 5:10 વાગ્યે સંયુક્ત વૃક્ષારોપણ સમારોહ યોજાશે. દિવસનો અંત પ્રધાનમંત્રી દ્વારા આયોજિત ગાલા ડિનર સાથે થશે, જે ભારત મંડપમના સ્તર 3 પર સાંજે 7:30 વાગ્યે યોજાશે.વૈશ્વિક વિકાસ માટે ચર્ચા રવિવાર, 13 સપ્ટેમ્બરના રોજ સવારે 9-55 વાગ્યે, "આઉટરીચ પ્રોગ્રામ" હેઠળ ભાગીદાર દેશો અને અન્ય દેશોના રાજ્યના વડાઓ/સરકારના વડાઓ ભારત મંડપમ ખાતે પહોંચશે. તે જ દિવસે સવારે 10-35 વાગ્યે એક કૌટુંબિક ફોટો યોજાશે. ત્યારબાદ, સમિટનું મહત્વપૂર્ણ ખુલ્લું સત્ર સવારે 10-50 વાગ્યે શરૂ થશે. તેની થીમ "સ્થિતિસ્થાપકતા, નવીનતા, સહકાર અને ટકાઉપણું માટે નિર્માણ, સમાવેશી વૈશ્વિક વિકાસ માટે ભવિષ્યને આકાર આપવો" હશે.સમિટ વૈશ્વિક શાસનમાં સુધારાઆ સત્રમાં, બ્રિક્સ દેશોના નેતાઓ, ભાગીદાર અને આમંત્રિત દેશો સાથે, વૈશ્વિક વિકાસ, આર્થિક સહયોગ અને ભવિષ્યના પડકારો પર મંતવ્યો શેર કરશે. 2026નું બ્રિક્સ સમિટ ભારત માટે પણ મહત્વપૂર્ણ છે, કારણ કે આ વર્ષે જૂથ તેની સ્થાપનાના 20 વર્ષની ઉજવણી કરે છે. ભારત ચોથી વખત તેનું અધ્યક્ષપદ સંભાળી રહ્યું છે. આ સમિટ વૈશ્વિક શાસનમાં સુધારા, બહુપક્ષીયતાને મજબૂત બનાવવા અને વેપાર, નાણાં, ટેકનોલોજી, ઉર્જા સુરક્ષા અને ટકાઉ વિકાસ જેવા મુદ્દાઓ પર સહયોગ વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરે તેવી અપેક્ષા છે.આ પણ વાંચોઃ દિલ્હીમાં ખરીદી સમયે Putin કેવી રીતે કરશે પેમેન્ટ, જાણો

Read Full Story arrow_forward
Gujarat Latest News Live: GSFC ગેસ ગળતર કેસમાં મોટો નિર્ણય, મૃતકના પરિવારને 18.51 લાખનું વળતર અને નોકરીની જાહેરાત
calendar_today September 9, 2026

Gujarat Latest News Live: GSFC ગેસ ગળતર કેસમાં મોટો નિર્ણય, મૃતકના પરિવારને 18.51 લાખનું વળતર અને નોકરીની જાહેરાત

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 09 સપ્ટેમ્બર ના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો

Read Full Story arrow_forward