android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surat News: અલથાણા પોલીસે 1.36 લાખના ગાંજા સાથે પૂનમભાઈ બહેરાને ઝડપ્યો
calendar_today September 9, 2026

Surat News: અલથાણા પોલીસે 1.36 લાખના ગાંજા સાથે પૂનમભાઈ બહેરાને ઝડપ્યો

સુરત શહેરમાં નશાકારક પદાર્થોના દૂષણને નાબૂદ કરવા માટે ચલાવવામાં આવી રહેલી ઝુંબેશ અંતર્ગત અલથાણા પોલીસને મોટી સફળતા સાંપડી છે. ગુપ્ત બાતમીના આધારે પોલીસે દરોડો પાડીને પૂનમભાઈ બહેરા નામના ઈસમની ધરપકડ કરી છે.2.720 કિલોગ્રામ ગાંજો અને અન્ય મુદ્દામાલ જપ્તપોલીસની આ સફળ કામગીરી દરમિયાન આરોપી પૂનમભાઈ પાસેથી રૂ. 1,36,000 ની કિંમતનો કુલ 2.720 કિલોગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ઘટના સ્થળેથી જ ગાંજાનો જથ્થો, રોકડા રૂપિયા તેમજ મોબાઈલ ફોન સહિત કુલ રૂ. 1,37,220 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.આરોપી અગાઉ પણ બે વખત ઝડપાઈ ચૂક્યો છેપોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, ઝડપાયેલો આરોપી પૂનમભાઈ બહેરા રીઢો ગુનેગાર છે. આ અગાઉ પણ તે બે વખત ગાંજાના વેચાણ અને હેરાફેરીના કેસમાં અલથાણ પોલીસ સ્ટેશનના હાથે જ ઝડપાઈ ચૂક્યો છે. જેલમાંથી છૂટ્યા બાદ પણ તેણે ફરીથી આ ગેરકાયદે કાળો કારોબાર શરૂ કરી દીધો હતો.NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂપોલીસે આરોપી પૂનમભાઈ બહેરા વિરુદ્ધ નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (NDPS) એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે. આ ગાંજાનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને સુરતમાં કોને સપ્લાય કરવાનો હતો તે દિશામાં પોલીસે તપાસ તેજ કરી છે.આ પણ વાંચો: Suratમાં 'ડિજિટલ અરેસ્ટ'નું મોટું કૌભાંડ, ફૂલપાડાના દંપતીને 6 દિવસ કેદ રાખી રૂ.13 લાખ પડાવ્યા

Read Full Story arrow_forward
Surat : 17 કલાક બાદ પણ શ્યામ સંગિની માર્કેટની આગ બેકાબૂ, કુલિંગ વચ્ચે ફરી ભડકો, વધુ 3 દુકાનો ઝપેટમાં
calendar_today September 9, 2026

Surat : 17 કલાક બાદ પણ શ્યામ સંગિની માર્કેટની આગ બેકાબૂ, કુલિંગ વચ્ચે ફરી ભડકો, વધુ 3 દુકાનો ઝપેટમાં

સુરતના શ્યામ સંગિની માર્કેટમાં લાગેલી આગને 17 કલાક વીતી ગયા હોવા છતાં સંપૂર્ણ કાબૂ મેળવી શકાયો નથી. આગ પર કાબૂ મેળવ્યા બાદ કુલિંગની કામગીરી ચાલી રહી હતી ત્યારે ફરી આગ ભભૂકી ઉઠતા સ્થિતિ વધુ ગંભીર બની છે. આગ સતત ફેલાતી હોવાના કારણે આસપાસના વેપારીઓમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.17 કલાક પછી પણ આગ ફરી કેમ ભડકી?આગ પર કાબૂ મેળવવા માટે સતત કામગીરી ચાલી રહી હતી. જોકે કુલિંગ દરમિયાન ફરી આગ લાગતાં ફાયર વિભાગની મુશ્કેલી વધી છે. આગના કેટલાક હિસ્સામાં હજુ પણ ધુમાડો અને ગરમી હોવાના કારણે આગ ફરી ભડકવાની સ્થિતિ સર્જાઈ હોવાનું સામે આવ્યું છે.એક પછી એક દુકાનો આગની ઝપેટમાંઆગ વધુ ફેલાતા આસપાસની વધુ 3 દુકાનો પણ તેની ઝપેટમાં આવી હોવાની માહિતી સામે આવી છે. લાંબા સમયથી ચાલી રહેલી આગને કારણે માર્કેટમાં નુકસાનનો વ્યાપ વધવાની ચિંતા ઊભી થઈ છે. આગ કયા ભાગમાં વધુ ફેલાઈ રહી છે તેના પર સતત નજર રાખવામાં આવી રહી છે.વેપારીઓમાં ચિંતા, કરોડોના માલનો ભયમાર્કેટમાં આગ સતત ફેલાતી હોવાના કારણે વેપારીઓની ચિંતા વધી છે. દુકાનોમાં રહેલો માલ આગની ઝપેટમાં આવવાની શક્યતા હોવાથી વેપારીઓમાં ભારે ગભરાટ જોવા મળી રહ્યો છે. લાંબા સમયથી આગ સંપૂર્ણપણે કાબૂમાં ન આવતાં નુકસાન અંગે પણ ચિંતા વધી રહી છે.હવે આગ સંપૂર્ણ કાબૂમાં ક્યારે આવશે?આગ પર કાબૂ મેળવ્યા બાદ ફરી ભડકો થતાં ફાયર વિભાગ માટે પડકાર વધ્યો છે. આસપાસની દુકાનો સુધી આગ વધુ ન ફેલાય અને સ્થિતિ સંપૂર્ણ નિયંત્રણમાં આવે તે માટે કામગીરી ચાલુ છે. 17 કલાક બાદ પણ આગ બેકાબૂ રહેતાં હવે સૌથી મોટો સવાલ એ છે કે શ્યામ સંગિની માર્કેટમાં આગનું તાંડવ આખરે ક્યારે સંપૂર્ણપણે અટકશે?  આ પણ વાંચો :   Statue of Unityમાં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર યોજાતા ઉદ્ધવ ઠાકરેને લાગ્યું મરચું, એક નિવેદનથી રાજકારણ ગરમાયું

Read Full Story arrow_forward
Andhra Pradesh: અરેરે... મહિલાના પેટમાંથી મળી આટલી બધી પેન અને બોલ્ટ... ડોક્ટર પણ જોઈને ચોંકી ગયા
calendar_today September 9, 2026

Andhra Pradesh: અરેરે... મહિલાના પેટમાંથી મળી આટલી બધી પેન અને બોલ્ટ... ડોક્ટર પણ જોઈને ચોંકી ગયા

Andhra Prades:h આંધ્રપ્રદેશના પલનાડુ જિલ્લાના નરસારાવપેટની એક 33 વર્ષીય પરિણીત મહિલાને છાતીની ડાબી બાજુએ ભારે દુખાવો થઈ રહ્યો હતો. જ્યારે તેણી સારવાર માટે હોસ્પિટલ ગયા ત્યારે ડોકટરોએ પેટનો અલ્ટ્રાસાઉન્ડ કર્યો અને તેના પેટમાં પેન, બોલ્ટ અને અન્ય વસ્તુઓ જોઈને તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા. તેની ગંભીર સ્થિતિને કારણે ડોકટરોએ આ વસ્તુઓ કાઢવા માટે સર્જરી કરી.મહિલાની સારવાર કરનારા ડો. રામચંદ્ર રેડ્ડીના જણાવ્યા અનુસાર, આ તેમની કારકિર્દીમાં પહેલી વાર હતું જ્યારે તેમને દર્દીના પેટમાં લગભગ 25 સેન્ટિમીટર લાંબી કોઈ વસ્તુ મળી હોય. મોં અને અન્નનળીમાંથી આટલી લાંબી વસ્તુ પેટ સુધી પહોંચે તે અત્યંત દુર્લભ માનવામાં આવે છે; આ પ્રક્રિયા પેટથી આંતરડા સુધી ઇજાઓનું કારણ બની શકે છે.મહિલાએ પેન અને બોલ્ટ કેમ ગળી ગયા?એક અહેવાલ મુજબ, તેના પિતા સાથેના વિવાદ બાદ મહિલાએ ગુસ્સામાં આ વસ્તુઓ ગળી હતી. તપાસમાં સમાન વર્તનનો ઇતિહાસ બહાર આવ્યો; લગભગ એક વર્ષ પહેલા, તેણે ચાર પેન ગળી હતી, જેને સર્જિકલ રીતે દૂર કરવાની પણ જરૂર હતી.ડૉ. રેડ્ડીએ જણાવ્યું હતું કે આવું વર્તન માનસિક સ્વાસ્થ્ય સમસ્યાનું કારણ બની શકે છે. મહિલા તેના પિતા સાથેના ઝઘડાને કારણે માનસિક તણાવમાં હતી. પરિણામે, સર્જરી પછી, તેને માનસિક સ્વાસ્થ્ય નિષ્ણાત (મનોચિકિત્સક) પાસે રીફર કરવામાં આવી હતી અને હાલમાં તે સારવાર હેઠળ છે. ડૉક્ટરો ચેતવણી આપે છે કે પેન, બોલ્ટ અને અન્ય લાંબી અથવા તીક્ષ્ણ વસ્તુઓ ગળી જવી અત્યંત જોખમી હોઈ શકે છે. જો કોઈ વસ્તુ નીચે ઉતરતી વખતે ગળા અથવા અન્નનળીને નુકસાન પહોંચાડે છે, તો તે આંતરિક ઇજામાં પરિણમી શકે છે. વધુમાં, પેટ અથવા આંતરડામાં એકવાર, તીક્ષ્ણ વસ્તુઓ આંતરડાની દિવાલને છિદ્રિત કરી શકે છે.આવા દર્દીઓ માટે માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓની સારવાર કરવી મહત્વપૂર્ણડૉ. રામચંદ્ર રેડ્ડી અનુસાર, દરેક વ્યક્તિ આવી વસ્તુઓ ગળી શકશે નહીં. કેટલાક કિસ્સાઓમાં અખાદ્ય વસ્તુઓનું વારંવાર ગળવું માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓ સાથે જોડાયેલું હોઈ શકે છે. તેથી આવા દર્દીઓમાં ફક્ત પેટની સમસ્યાની સારવાર કરવી પૂરતું નથી; માનસિક સ્વાસ્થ્યનું મૂલ્યાંકન પણ જરૂરી છે. કેટલાક લોકો વાળ જેવી વસ્તુઓ પણ ગળી જાય છે. જો વાળ લાંબા સમય સુધી પેટમાં એકઠા થાય છે, તો તે સમૂહ બનાવી શકે છે, જે પેટ અને આંતરડામાં અવરોધનું કારણ પણ બની શકે છે.આ પણ વાંચો: ભોજનનો સ્વાદ વધારનાર તમાલપત્ર ઘરમાં રહેલા વંદા અને માથામાંથી ખોડો કરશે દૂર

Read Full Story arrow_forward