android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Bhavnagar News: મેળામાં મફત રાઈડ્સની મોજ માણતો નકલી PSI ઝડપાયો, ID કાર્ડમાં શું લખ્યું હતું?
calendar_today September 9, 2026

Bhavnagar News: મેળામાં મફત રાઈડ્સની મોજ માણતો નકલી PSI ઝડપાયો, ID કાર્ડમાં શું લખ્યું હતું?

રાજ્યમાં નકલીની બોલબાલા વધી રહી હોય તેમ એક બાદ એક નકલી વસ્તુઓ અને કર્મચારી ઝડપાઈ રહ્યા છે. નકલી ઘી, નકલી દારૂ, નકલી પનીર બાદ હવે નકલી પોલીસ કર્મી ઝડપાયો છે. જે કારણે લોકોને હવે અસલી પર પણ શંકા જાય છે. આવામાં ભાવનગરમાં એક નકલી PSI ઝડપાયો છે. આ નકલી પીએસઆઈ મેળામાં મફત રાઈડ્સની મજા માણી રહ્યો હતો, તે દરમિયાન પોલીસે તેને ઝડપી લીધો હતો.નકલી PSIને ઘોઘારોડ પોલીસે ઝડપી લીધોભાવનગર શહેરના ઘોઘારોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં યોજાયેલા લોકમેળામાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી વચ્ચે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. લોકમેળામાં પોલીસ અધિકારીનો રોફ બતાવી રોફ જમાવતા એક નકલી PSIને ઘોઘારોડ પોલીસે સફળતાપૂર્વક ઝડપી લીધો છે. પોલીસની સતર્કતાને કારણે ખોટા આઈકાર્ડના આધારે લોકો અને મેળાવડાના આયોજકો પર રોફ છાંટતો આ નકલી અધિકારી સ્થળ પર જ પકડાઈ ગયો હતો.મૂળ રત્નકલાકારમાંથી બની બેઠો નકલી PSIઝડપાયેલા શખ્સની પ્રાથમિક પૂછપરછમાં ચોંકાવનારી વિગતો બહાર આવી છે. પકડાયેલા વ્યક્તિનું નામ જગદીશ ડાયાભાઈ મકવાણા છે, જે મૂળ ભાવનગરના ભૂંભલી રામપર ગામનો વતની છે. વ્યવસાયે રત્નકલાકાર તરીકે કામ કરતો આ શખ્સ ખાખી વર્ધી અને હોદ્દાનો દુરુપયોગ કરીને લોકમેળામાં ફરતો હતો. તે ગુજરાત પોલીસના નામનું અંગ્રેજીમાં લખેલું આઈકાર્ડ પોતાની પાસે રાખીને મેળાવડામાં રોફ જમાવતો હતો.ગાંધીનગર SITના નામે બનાવ્યું હતું બોગસ આઈકાર્ડઆ નકલી PSI લોકમેળામાં પ્રવેશીને અલગ-અલગ રાઈડ્સમાં વિના મૂલ્યે બેસવા માટે પોતાના આઈકાર્ડનો ઉપયોગ કરતો હતો. પોલીસે જ્યારે તેની પાસેથી મળેલું આઈકાર્ડ તપાસ્યું ત્યારે મોટો ખુલાસો થયો હતો. આઈકાર્ડમાં મોબીન ઈકબાલભાઈ સોંડાગર નામ લખેલું હતું અને હોદ્દો "પોલીસ સબ ઇન્સ્પેક્ટર, જિલ્લા યુનિટ, SIT ગાંધીનગર" દર્શાવવામાં આવ્યો હતો. આ ઉપરાંત આઈકાર્ડ પર જન્મ તારીખ તેમજ "સુપ્રિટેન્ડન્ટ ઓફ પોલીસ, SIT ગાંધીનગર"નો નકલી સિક્કો પણ મારેલો હતો.પોલીસે ગુનો નોંધી હાથ ધરી આગળની તપાસજેવો આ શખ્સ શંકાસ્પદ જણાતા ઘોઘારોડ પોલીસે તેની ગહન પૂછપરછ કરી, તેવો જ તેનો તમામ ભાંડો ફોડી ગયો હતો. પોલીસે તુરંત જ નકલી PSI જગદીશ મકવાણાની અટકાયત કરી તેની સામે કાયદેસરની ફરિયાદ નોંધી છે. આ શખ્સે આ બોગસ આઈકાર્ડ ક્યાંથી અને કોની પાસે બનાવડાવ્યું હતું તેમજ અગાઉ તેણે આ નકલી આઈકાર્ડનો ઉપયોગ કરીને અન્ય કોઈ ગુના કે છેતરપિંડી આચરી છે કે નહીં તે અંગે ઘોઘારોડ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.આ પણ વાંચો: Bhavnagar: લઠ્ઠાકાંડમાં મિથેનોલ સપ્લાયર દિલ્હીના મનજીતસિંઘના 3 દિવસના રિમાન્ડ; 9 આરોપીઓ જેલહવાલે થતાં કુલ 38 જેલ ભેગા

Read Full Story arrow_forward
Ahmedabad: AMTS બસમાં ‘ડેશ કેમ’ સિસ્ટમ શરૂ, કંટ્રોલ રૂમથી ડ્રાઇવર પર રખાશે સીધી નજર
calendar_today September 9, 2026

Ahmedabad: AMTS બસમાં ‘ડેશ કેમ’ સિસ્ટમ શરૂ, કંટ્રોલ રૂમથી ડ્રાઇવર પર રખાશે સીધી નજર

અમદાવાદ શહેરમાં AMTS બસોના વધતા જતા અકસ્માતોને રોકવા અને મુસાફરોની મુસાફરી વધુ સુરક્ષિત બનાવવા માટે તંત્ર દ્વારા એક અનોખો અને ટેકનોલોજી આધારિત પાયલોટ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. આ પહેલ હેઠળ બસમાં ડ્રાઇવરની કેબિન અને કેબિનની સામે ખાસ ‘ડેશ કેમ’ (Dash Cam) સેટ કરવામાં આવ્યા છે.AMTS બસોમાં મુસાફરોની સુરક્ષા માટે મોટો નિર્ણયઆ ડેશ કેમમાં ખાસ પ્રકારની 3 મુખ્ય એલર્ટ સિસ્ટમ ગોઠવવામાં આવી છે. જો બસ ચલાવતી વખતે ડ્રાઇવર સ્મોકિંગ (ધૂમ્રપાન) કરશે, વાહન ચલાવતી વખતે ઝોકાં ખાશે (ઊંઘશે) કે પછી ફોન પર વાતચીત કરવાની ગંભીર બેદરકારી દાખવશે, તો તરત જ AMTS ના સેન્ટ્રલ કંટ્રોલ રૂમ પર એલર્ટ મેસેજ જનરેટ થઈ જશે. કંટ્રોલ રૂમમાં એલર્ટ મળતાં જ ત્યાંથી ડ્રાઇવરને તરત જ વાયરલેસ કે કોલ મારફતે જરૂરી સૂચના અને ચેતવણી આપવામાં આવશે. આ સિવાય જો ડ્રાઇવર બસને નિયત ગતિ મર્યાદા કરતાં વધુ સ્પીડમાં (ઓવર સ્પીડ) દોડાવશે, તો પણ કંટ્રોલ રૂમને તેનું એલર્ટ મળી જશે.બસમાં ‘ડેશ કેમ’ લગાવી ડ્રાઇવરો પર રખાશે સીધી નજરAMTS દ્વારા હાલમાં 2 બસોમાં આ ડેશ કેમ લગાવીને પાયલોટ પ્રોજેક્ટનું પરીક્ષણ હાથ ધરવામાં આવ્યું છે. આ પ્રયોગનો મુખ્ય આશય ડ્રાઇવરોની માનવીય ભૂલો સુધારવાનો અને બસના અકસ્માતોનું પ્રમાણ ઘટાડવાનો છે. જો આ પાયલોટ પ્રોજેક્ટ સફળ રહેશે તો આગામી સમયમાં અમદાવાદ શહેરની તમામ AMTS બસોમાં આ સિસ્ટમ કાર્યરત કરવામાં આવશે, જેથી રોડ અકસ્માતોની ચોક્કસ માહિતી મેળવી શકાશે અને મુસાફરોની સુવિધાઓ સાથે સુરક્ષામાં પણ મોટો વધારો થશે.ડેશ કેમ મારફતે ડ્રાઇવરની દરેક હરકતનું રીયલ ટાઇમ મોનિટરિંગ.ઓવર સ્પીડ અને બેદરકારી પર કંટ્રોલ રૂમથી સીધો સંપર્ક.પાયલોટ પ્રોજેક્ટ સફળ રહ્યા બાદ તમામ બસોને આવરી લેવાશે.આ પણ વાંચો: Surat: ગોડાદરામાં બે સગા ભાઈઓએ સગીરા પર આચર્યું દુષ્કર્મ; બંને આરોપી ઝબ્બે

Read Full Story arrow_forward
Gujarat : વંદે માતરમ પર મહાભારત, ઇમરાન બોલ્યા ‘માફી નહીં માંગુ ’, ભાજપે પૂછ્યું—‘શું એ ભારતના નાગરિક નથી?’, Video
calendar_today September 9, 2026

Gujarat : વંદે માતરમ પર મહાભારત, ઇમરાન બોલ્યા ‘માફી નહીં માંગુ ’, ભાજપે પૂછ્યું—‘શું એ ભારતના નાગરિક નથી?’, Video

ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્ર દરમિયાન વંદે માતરમ ગાન સમયે ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા ઊભા ન રહેવાના મુદ્દે રાજકીય વિવાદ વધુ ઉગ્ર બન્યો છે. એક તરફ ખેડાવાલાએ સ્પષ્ટ કર્યું છે કે તેમણે કોઈ ખોટું કર્યું નથી અને આ મામલે માફી માંગવાનો પણ ઇનકાર કર્યો છે, તો બીજી તરફ ભાજપે આ ઘટનાને દેશભક્તિ અને વિધાનસભાની પરંપરા સાથે જોડીને કોંગ્રેસ સામે આક્રમક વલણ અપનાવ્યું છે.ઇમરાન ખેડાવાલાએ શું કહ્યુંઇમરાન ખેડાવાલાએ જણાવ્યું કે ભાજપ પાસે બીજો કોઈ મુદ્દો નથી અને આ મુદ્દાને ચગાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યું કે તેમની પોતાની વિચારધારા છે અને તેનો કોંગ્રેસ પાર્ટીની વિચારધારા સાથે કોઈ લેવાદેવા નથી. સાથે જ તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે તેઓ આ મામલે કોઈ માફી માંગવાના નથી. ખેડાવાલાએ એવો પણ દાવો કર્યો કે તેઓ અત્યાર સુધી જે રીતે વંદે માતરમ ગાતા આવ્યા છે, તે રીતે તેમણે ગાયું જ છે અને આ સમગ્ર મામલે તેમણે કંઈ ખોટું કર્યું નથી.  ભાજપે પરંપરાનો મુદ્દો આગળ ધરી કોંગ્રેસને ઘેર્યુંસંસદીય મંત્રી ઋષિકેશ પટેલે ઘટનાને ચોમાસુ સત્રમાં ન બનવા જેવી ઘટના ગણાવી. તેમના જણાવ્યા મુજબ વિધાનસભાની શરૂઆતથી વંદે માતરમ ગાન સાથે સત્રની શરૂઆત કરવાની પરંપરા રહી છે. તેમણે આ મુદ્દે વિધાનસભા અધ્યક્ષ સમક્ષ રજૂઆત કરવાની વાત પણ કરી. પટેલે કહ્યું કે આવી ઘટનાથી રાજ્યમાં ખોટો સંદેશ જાય છે અને હવે કોંગ્રેસે પોતાનું સ્ટેન્ડ નક્કી કરવું પડશે.  “વંદે માતરમ રાજનીતિનો મુદ્દો નથી” — જીતુ વાઘાણીભાજપ પ્રવક્તા અને મંત્રી જીતુ વાઘાણીએ પણ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા. તેમણે કહ્યું કે વંદે માતરમ કોઈ રાજકીય મુદ્દો નથી અને આ દેશનું અપમાન છે. તેમણે સવાલ ઉઠાવ્યો કે કોંગ્રેસના ચૂંટાયેલા સભ્યનું વ્યક્તિગત સ્ટેન્ડ કેવી રીતે હોઈ શકે?  તેમણે કહ્યું કે આ દેશનો નાગરિક કેવી રીતે કહી શકે માફી નહી માગું, કોંગ્રેસના ચૂંટાયેલા સભ્ય છે વ્યક્તિગત સ્ટેન્ડ કેવીરીતે હોય. તેમણે કહ્યું કે સોનિયા ગાંધી રાહુલ ગાંધી ખડગેજી એ ષડયંત્ર કર્યું છે અને ઠરાવ કર્યા છે. આ મહાન દેશભકતો અને શહીદો નું ગાન છે . ભારતીય તરીકે દરેકને લાગુ પડે છે. શું એ ભારતના નાગરિક નથી? તેમણે કહ્યું કે ઇમરાન ખેડાવાળા ને પૂછું છું ગત સત્રમાં કેમ તમને કોઈ વાંધો નહતો. આ કોંગ્રેસના ષડયંત્રનો ભાગ છે કોંગ્રેસના વલણ પર નજરવાઘાણીએ કોંગ્રેસ પર લઘુમતી તુષ્ટિકરણનો આરોપ લગાવી સમગ્ર ઘટનાને રાજકીય ષડયંત્રનો ભાગ ગણાવ્યો. હવે ઇમરાન ખેડાવાલાના નિવેદન બાદ કોંગ્રેસ આ મુદ્દે સત્તાવાર રીતે શું વલણ અપનાવે છે, તેના પર સૌની નજર છે.  આ પણ વાંચો  :    Malaysia : 72 વર્ષના ફૂટબોલ દિગ્ગજે 20 વર્ષની યુવતી સાથે કર્યા લગ્ન, તસવીરો વાયરલ થતાં પરિવારે કરી પુષ્ટિ

Read Full Story arrow_forward