android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Rajkot-અમદાવાદ હાઈવે પર કાળમુખો અકસ્માત: ટેન્કર અને કાર વચ્ચે ગમખ્વાર ટક્કર
calendar_today June 12, 2026

Rajkot-અમદાવાદ હાઈવે પર કાળમુખો અકસ્માત: ટેન્કર અને કાર વચ્ચે ગમખ્વાર ટક્કર

રાજકોટ-અમદાવાદ નેશનલ હાઈવે પર આજે એક અત્યંત હૃદયદ્રાવક અને ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. હાઈવે પર આવેલા બેટી ગામ નજીક એક બેફામ ગતિએ આવી રહેલા ટેન્કર અને ઈકો કાર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ ભયાનક અકસ્માતમાં ઈકો કારનો કુરચો બોલી ગયો હતો અને કારમાં સવાર ત્રણ લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા. અકસ્માત એટલો સ્પીડમાં થયો હતો કે તેનો અવાજ સાંભળીને આસપાસના સ્થાનિક લોકો અને વાહનચાલકો તાત્કાલિક બચાવ કામગીરી માટે દોડી આવ્યા હતા.અકસ્માતમાં 4 લોકો થયા ગંભીર રીતે ઈજાગ્રસ્તઆ ગમખ્વાર અકસ્માતમાં અન્ય ચાર લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ મળી રહ્યા છે. ઘટનાની જાણ થતાં જ 108ની ટીમ એમ્બ્યુલન્સ સાથે ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને સ્થાનિક લોકોની મદદથી તમામ ઘાયલોને કારમાંથી બહાર કાઢીને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા હતા. ઈજાગ્રસ્તો પૈકી અમુકની હાલત અત્યંત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે, જેથી મૃત્યુઆંક વધવાની આશંકા પણ સેવાઈ રહી છે. આ ઘટનાને પગલે મૃતકોના પરિવારજનોમાં ભારે ચીસિયારીઓ અને કલ્પાંત મચી ગયો છે.હાઈવે પર ચક્કાજામ અને પોલીસ કાફલો ઘટનાસ્થળેઅકસ્માતની આ ઘટનાને પગલે રાજકોટ-અમદાવાદ હાઈવે પર વાહનોની લાંબી લાઈનો લાગી ગઈ હતી અને ભારે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. ઘટનાની ગંભીરતાને જોતાં કુવાડવા પોલીસ અને એરપોર્ટ પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે ક્રેનની મદદથી અકસ્માતગ્રસ્ત વાહનોને રોડની બાજુ પર હટાવીને ટ્રાફિક હળવો કરવાની કામગીરી હાથ ધરી હતી. આ સાથે જ પોલીસે મૃતકોના શબને પીએમ અર્થે ખસેડીને અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
12 જૂનના દિવસભરના 10 મહત્વના સમાચાર વાંચો એક ક્લિક પર
calendar_today June 12, 2026

12 જૂનના દિવસભરના 10 મહત્વના સમાચાર વાંચો એક ક્લિક પર

સવારથી રાત્રે 9 વાગ્યા સુધીના સૌથી મોટા અને મહત્વના સમાચાર વાંચો1. Trump on Oman Ship Attack: ભારતે અમેરિકી રાજદૂતને તલબ કરતા જ ડોનાલ્ડ ટ્રમ્પે નિવેદન આપતા ઇરાન પર લગાવ્યા આરોપ2. Odisha સરકારનો સૌથી મોટો નિર્ણય, સરકારી સ્કૂલ-કોલેજોમાં KGથી લઈને PG સુધીનું ભણતર હવે તદ્દન મફત!3. India News: અચાનક ફેસબુક અને ઈન્સ્ટાગ્રામનું સર્વર ડાઉન થયું, વિશ્વમાં કરોડો યુઝર્સ હેરાન4. Ahmedabad એરપોર્ટ પર કસ્ટમ્સનું મોટું ઓપરેશન: દુબઈની ફ્લાઈટના ટોયલેટમાંથી રૂ.4.26 કરોડનું સોનું ઝડપાયું5. SpaceX નો IPO 4400 કર્મચારીઓને બનાવશે કરોડપતિ, આ રીતે તૂટશે રેકોર્ડ6. Air India Plane Crash: એર ઇન્ડિયા વિમાન દુર્ઘટના તપાસ રિપોર્ટમાં વિલંબ કેમ? AAIBએ જણાવ્યુ કારણ7. West Bengal:પશ્ચિમ બંગાળની સરકારી બિલ્ડિંગમાં 4,000 EVM બળીને ખાખ, ષડયંત્રની આશંકા8. FIFA World Cup 2026 : 96 વર્ષ બાદ વર્લ્ડ કપમાં આ ટીમ સાથે ટકરાશે USA, જાણો કેમ ખાસ?9. Amarnath Yatra 2026: 3 જુલાઇએ અમરનાથ યાત્રા.. અમિત શાહે સુરક્ષાને લઇને આપ્યા આદેશ10. NZ Women Contract: ન્યુઝીલેન્ડના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી સુઝી બેટ્સ અને સોફી ડિવાઇન આઉટ

Read Full Story arrow_forward
Bharuch News: જામા મસ્જિદના સ્ટ્રક્ચરમાં કોઈપણ ફેરફાર પર સંપૂર્ણ પ્રતિબંધ
calendar_today June 12, 2026

Bharuch News: જામા મસ્જિદના સ્ટ્રક્ચરમાં કોઈપણ ફેરફાર પર સંપૂર્ણ પ્રતિબંધ

ભરૂચની ઐતિહાસિક જુમ્મા મસ્જિદને લઈને વહીવટી તંત્ર દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.આ મસ્જિદ રાષ્ટ્રીય સંરક્ષિત સ્મારક હોવાથી ભરૂચ જિલ્લા કલેક્ટર દ્વારા એક કડક જાહેરનામું બહાર પાડીને નવી માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.જે અંતર્ગત પોલીસ અને ભારતીય પુરાતત્વ વિભાગની સૂચનાઓનું પાલન કરવું હવેથી દરેક માટે ફરજિયાત રહેશે.મસ્જિદમાં સ્ટ્રક્ચરમાં કોઈપણ ફેરફાર પર સંપૂર્ણ પ્રતિબંધભરૂચ જિલ્લા કલેક્ટરના જાહેરનામા પ્રમાણે મસ્જિદની આસપાસ કે અંદર સ્મારકને નુકસાન પહોંચાડે તેવી કોઈપણ પ્રવૃત્તિ કરવા પર રોક લગાવવામાં આવી છે.જો કોઈ પણ વ્યક્તિ આ જાહેરનામાના નિયમોનો ભંગ કરશે, તો તેની સામે પોલીસ અધિનિયમ અને પુરાતત્વના કાયદા હેઠળ કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.આ સંરક્ષિત સ્મારકના મૂળ માળખામાં કોઈપણ પ્રકારની છેડછાડ કે ફેરફાર કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.સંરક્ષિત સ્મારક માટે નવી માર્ગદર્શિકાઆ જુમ્મા મસ્જિદ અગાઉ જૈન મંદિર હોવાના દાવાને કારણે લાંબા સમયથી વિવાદમાં રહી છે.આ વિવાદ વચ્ચે અગાઉ મસ્જિદ પરિસરમાં કરવામાં આવેલું ગેરકાયદેસર બાંધકામ પુરાતત્વ વિભાગ દ્વારા તોડી પાડવામાં આવ્યું હતું.કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને આ ઐતિહાસિક સ્મારક સુરક્ષિત રહે તે હેતુથી કલેક્ટર દ્વારા આ નવું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.આ પણ વાંચોઃ Air India Plane Crash: એર ઇન્ડિયા વિમાન દુર્ઘટના તપાસ રિપોર્ટમાં વિલંબ કેમ? AAIBએ જણાવ્યુ કારણ

Read Full Story arrow_forward