android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Anandમાં મેકડોનાલ્ડ્સની ઘોર બેદરકારી: શાકાહારી પરિવારને નોનવેજ ફૂડ આપી દેવાતાં મચ્યો હોબાળો
calendar_today June 12, 2026

Anandમાં મેકડોનાલ્ડ્સની ઘોર બેદરકારી: શાકાહારી પરિવારને નોનવેજ ફૂડ આપી દેવાતાં મચ્યો હોબાળો

આણંદ શહેરમાં આવેલી જાણીતી ફાસ્ટ ફૂડ ચેઈન મેકડોનાલ્ડ્સ (McDonald's) એક મોટા વિવાદમાં સપડાઈ છે. PVR સિનેમા સ્થિત મેકડોનાલ્ડ્સના આઉટલેટ પર ગ્રાહકોને ભારે બેદરકારીનો સામનો કરવો પડ્યો છે. અહીં શાકાહારી (વેજ) ઓર્ડરના બદલે ગ્રાહકોને ચિકન નગેટ્સ (નોનવેજ) પીરસી દેવામાં આવ્યા હોવાનો ગંભીર આક્ષેપ થયો છે. આ ઘટનાનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે, જેને પગલે ફાસ્ટ ફૂડ પ્રેમીઓ અને સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.ધાર્મિક લાગણી દુભાઈ અને તંત્રનો નબળો પ્રતિસાદમળતી માહિતી મુજબ, આ ઘટનાનો ભોગ બનનાર ગ્રાહકો ચુસ્ત સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયીઓ હતા. ધાર્મિક માન્યતાઓ અને પવિત્રતા જાળવતા આ પરિવારે મેકડોનાલ્ડ્સમાંથી વેજ ફૂડનો ઓર્ડર આપ્યો હતો, પરંતુ કર્મચારીઓની ઘોર બેદરકારીના કારણે તેમને ચિકન નગેટ્સ આપી દેવાયા હતા. આ ગંભીર મિક્સઅપના કારણે ગ્રાહકોની ધાર્મિક લાગણીને ઊંડો આઘાત લાગ્યો છે. વધુમાં, ગ્રાહકોએ જ્યારે આ અંગે ત્યાંના સ્ટાફ અને મેનેજમેન્ટને રજૂઆત કરી, ત્યારે તેમને કોઈ સંતોષકારક જવાબ કે ભૂલનો સ્વીકાર જોવા મળ્યો ન હતો, જેના કારણે વિવાદ વધુ વકર્યો હતો.સોશિયલ મીડિયા પર આક્રોશ અને ગ્રાહકોને ચેતવણીઆ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર વાયરલ થતાં જ ચર્ચા ગરમાઈ છે અને લોકો મેકડોનાલ્ડ્સની કામગીરી સામે ફિટકાર વર્ષાવી રહ્યા છે. શાકાહારી ગ્રાહકો હવે આ જાણીતી બ્રાન્ડ્સની ગુણવત્તા અને ચોકસાઈ સામે સવાલો ઉઠાવી રહ્યા છે. વાયરલ વીડિયોના માધ્યમથી સનાતની અને શાકાહારી ગ્રાહકોને એક ચેતવણીભર્યો સંદેશ પણ આપવામાં આવી રહ્યો છે કે, કોઈપણ ફાસ્ટ ફૂડ આઉટલેટ પર કંઈપણ આરોગતા પહેલા તે વેજ છે કે નોનવેજ તેની ચોકસાઈપૂર્વક તપાસ કરી લેવી જરૂરી છે, જેથી આવી ગંભીર ભૂલોથી બચી શકાય.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Bharuch News: અંકલેશ્વર GIDCમાં પિત્ઝા શોપમાં આગ લાગી
calendar_today June 12, 2026

Bharuch News: અંકલેશ્વર GIDCમાં પિત્ઝા શોપમાં આગ લાગી

ભરૂચના અંકલેશ્વર GIDC વિસ્તારમાં આવેલ ગણેશ સ્ક્વેરમાંથી આગ લાગવાની ઘટનાને કારણે અફરાતફરી મચી જવા પામી હતી. ગણેશ સ્ક્વેર શોપિંગ સેન્ટરમાં આવેલી એક જાણીતી પિત્ઝા શોપમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. જે કારણે સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. આ આગ એટલી વિકરાળ હતી કે, થોડા જ સમયમાં જ ધુમાડાના કાળા ગોટેગોટા દૂર-દૂર સુધી આકાશમાં જોવા મળ્યા હતા, જેને પગલે સ્થાનિક લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા.ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યોઆ ઘટનાની જાણ થતાં જ ડીપીએમસી DPMCના 3 ફાયર ટેન્ડરો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો. આ આગ રહેણાંક વિસ્તારની નજીક લાગી હોવાના કારણે વહીવટી તંત્ર પણ એક્શનમાં આવ્યું હતું. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને DySP ડો. કુશલ ઓઝા સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો તાબડતોબ ઘટના સ્થળે દોડી ગયો હતો, તેમણે સમગ્ર ઘટનાની સમીક્ષા કરી હતી.શોર્ટ સર્કિટના કારણે આગ લાગવાની આશંકાપ્રાથમિક તપાસ અને અનુમાન અનુસાર, પિત્ઝા પાર્લરમાં આ આગ શોર્ટ સર્કિટના કારણે ફાટી નીકળી હોવાની આશંકા સેવાઈ રહી છે. સદનસીબે, ફાયર બ્રિગેડની તત્પરતા અને સમયસરની કામગીરીને કારણે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, જેથી તંત્ર અને સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. જોકે, પિત્ઝા પાર્લરનો સામાન બળીને ખાખ થઈ જતા લાખોનું નુકસાન થયું હતું.આ પણ વાંચો - Bharuch : જામા મસ્જિદ અંગે નવો વિવાદ, આ સ્થળ ઐતિહાસિક 'સમડી વિહાર' હોવાનો જૈન સંતોનો દાવો

Read Full Story arrow_forward
Maggi: મેગી અને ઓપન સિક્રેટ પેકેટમાં જીવડાં મળ્યા, FSSAI એ નેસ્લે, KFC અને ફ્લિપકાર્ટને નોટિસ ફટકારી
calendar_today June 12, 2026

Maggi: મેગી અને ઓપન સિક્રેટ પેકેટમાં જીવડાં મળ્યા, FSSAI એ નેસ્લે, KFC અને ફ્લિપકાર્ટને નોટિસ ફટકારી

FSSAI એ ખાદ્ય પદાર્થોમાં ગંદકી અને કીડા મળવાની સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી ફરિયાદોને પગલે KFC, નેસ્લે, ફ્લિપકાર્ટ અને ઓપન સિક્રેટ જેવી જાણીતી કંપનીઓને નોટિસ ફટકારી છે. ઓથોરિટીએ આ કંપનીઓ પાસે સ્વચ્છતા અને ગુણવત્તા બાબતે વિગતવાર 'એક્શન ટેકન રિપોર્ટ' (ATR) માંગ્યો છે.આંધ્રપ્રદેશના આઉટલેટ પર અસ્વચ્છતાને આધારે કરવામાં આવીઆ કાર્યવાહી મુખ્યત્વે એલુરુ (આંધ્રપ્રદેશ) માં KFC આઉટલેટમાં અસ્વચ્છતા, નેસ્લેની મેગીમાં લાર્વા તેમજ ફ્લિપકાર્ટ અને ઓપન સિક્રેટના ખજૂર ઉત્પાદનોમાં કીડા હોવાની ફરિયાદોના આધારે કરવામાં આવી છે. FSSAI એ આ તમામ કંપનીઓ પાસેથી વિગતવાર 'એક્શન ટેકન રિપોર્ટ' (ATR) માંગ્યો છે, જેમાં તેમને સ્વચ્છતા જાળવણી, ગુણવત્તા તપાસ અને ખામીયુક્ત ઉત્પાદનો પાછા ખેંચવા (Product Recall) જેવા સુધારાત્મક પગલાં અંગે સ્પષ્ટતા આપવી પડશે.મેગીની ફરિયાદ બાદ નેસ્લે પર દબાણપ્રાપ્ત અહેવાલો અનુસાર, એક ગ્રાહકે મેગીના પેકેટમાં જીવાત અથવા લાર્વા હોવાની ફરિયાદ નોંધાવી હતી. ગ્રાહક સુરક્ષાને સર્વોપરી ગણીને, FSSAI એ આ ફરિયાદની ગંભીર નોંધ લીધી છે અને નેસ્લે પાસેથી આ મામલે લેખિતમાં જવાબ માંગ્યો છે. જોકે, આ નોટિસનો અર્થ એવો નથી કે કંપની દોષિત સાબિત થઈ ગઈ છે. આ માત્ર એક પ્રક્રિયા છે, જેમાં નિયમનકાર કંપની પાસેથી સ્પષ્ટતા મેળવીને ઘટનાની સત્યતા તપાસશે.KFC પર સ્વચ્છતાના ધોરણોનો આરોપબીજી તરફ, લોકપ્રિય ફૂડ આઉટલેટ KFC ને પણ FSSAI દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે. આ કાર્યવાહી મુખ્યત્વે આઉટલેટ્સમાં સ્વચ્છતાના અભાવ અને ખાદ્ય સુરક્ષાના ધોરણોના ઉલ્લંઘન અંગે મળેલી ફરિયાદોને આધારે કરવામાં આવી છે. FSSAI હવે એ સુનિશ્ચિત કરવા માંગે છે કે શું આ આઉટલેટ્સમાં ગ્રાહકોને પીરસવામાં આવતા ખોરાકની ગુણવત્તા અને ત્યાંની સ્વચ્છતા નિર્ધારિત માપદંડો મુજબ છે કે નહીં.FSSAI ની ભૂમિકા અને ગ્રાહકો માટે શીખFSSAI ની ભૂમિકા અને ગ્રાહકો માટે શીખFSSAI દેશમાં ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અને સલામતી જાળવનારી સર્વોચ્ચ સંસ્થા છે. તેનું મુખ્ય કાર્ય એ જોવાનું છે કે બજારમાં વેચાતી કોઈ પણ ખાદ્ય સામગ્રી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં ન કરે. જ્યારે પણ કોઈ ખામીયુક્ત ઉત્પાદન કે રેસ્ટોરન્ટની ગંદકી અંગે ફરિયાદ મળે છે, ત્યારે FSSAI તપાસ કરી શકે છે અને નિયમ મુજબ કાર્યવાહી કરવા માટે સ્વતંત્ર છે. તપાસ પૂર્ણ થયા બાદ જ થશે સ્પષ્ટ આ ઘટના ગ્રાહકો માટે પણ એક જાગૃતિનો સંદેશ છે. જો તમને કોઈ ખાદ્ય ઉત્પાદન ખામીયુક્ત જણાય, તો તેની સામે અવાજ ઉઠાવવો જરૂરી છે. તમારી પાસેનું બિલ, પેકેજિંગના ફોટોગ્રાફ્સ કે અન્ય પુરાવાઓ સત્તાવાળાઓને તપાસમાં ઘણી મદદ કરી શકે છે. હાલના તબક્કે, તપાસ પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થશે કે કઈ કંપનીના કયા નિયમોનું ઉલ્લંઘન થયું છે અને તેના પર શું દંડ કે કાર્યવાહી કરવામાં આવશે. ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે કોઈપણ પ્રકારની બાંધછોડ સહન કરવામાં આવશે નહીં, તેવો આ આખી ઘટનાનો સંદેશ છે.આ પણ વાંચોઃ Digital security : આ દેશ બાળકો માટે સોશિયલ મીડિયા સાથે હવે AI ચેટબોટ્સ પર પ્રતિબંધની કરી રહ્યુ છે તૈયારી

Read Full Story arrow_forward