android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Vadodara : ફતેપુરામાં સુફિયાન પઠાણે અંગત અદાવતમાં જાહેરમાં કર્યું 4 રાઉન્ડ ફાયરિંગ, પોલીસે 3 ની કરી ધરપકડ
calendar_today June 12, 2026

Vadodara : ફતેપુરામાં સુફિયાન પઠાણે અંગત અદાવતમાં જાહેરમાં કર્યું 4 રાઉન્ડ ફાયરિંગ, પોલીસે 3 ની કરી ધરપકડ

વડોદરામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઉઠાવતી એક સરેઆમ ફાયરિંગની ઘટના સામે આવી છે. શહેરના ફતેપુરા કુંભારવાડા વિસ્તારમાં આવેલી રામરાજ હોટેલ પાસે અચાનક ફાયરિંગ થતાં ભારે ચકચાર મચી ગઈ છે. અંગત અદાવત રાખીને આડેધડ 4 રાઉન્ડ ફાયરિંગ કર્યું પ્રાથમિક માહિતી અનુસાર, સુફિયાન પઠાણ નામના શખ્સે અંગત અદાવત રાખીને આડેધડ 4 રાઉન્ડ ફાયરિંગ કર્યું હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. સદનસીબે આ ભયાનક ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, જેનાથી તંત્રે મોટી રાહતનો શ્વાસ લીધો છે. સુફિયાન નશાનો વેપલો ચલાવતો હોવાનો ગંભીર આરોપ સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર, મુખ્ય આરોપી સુફિયાન પઠાણ વિસ્તારમાં નશાનો વેપલો ચલાવતો હોવાનો ગંભીર આરોપ છે. સ્થાનિક લોકો જ્યારે આ અસામાજિક પ્રવૃત્તિઓ સામે અવાજ ઉઠાવે છે કે તેને ટોકે છે, ત્યારે પોતાની ધાક અને દાદાગીરી ફેલાવવા માટે તે આવી હિંસક કરતૂતો કરે છે. ગોળીબાર કરીને ભયનું વાતાવરણ ઊભું કર્યું ગઈકાલે પણ વાત વધી જતાં તેણે પોતાની બંદૂકમાંથી હવામાં અને આસપાસ ગોળીબાર કરીને ભયનું વાતાવરણ ઊભું કરવાનો પ્રયાસ કર્યો હતો. ઘટનાની જાણ થતાં જ વડોદરા પોલીસનો ઉચ્ચ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે 3 આરોપીની ધરપકડ કરી પોલીસે સમગ્ર મામલાને ગંભીરતાથી લઈને તુરંત એક્શન મોડમાં આવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. કાયદો હાથમાં લેનારા આ અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહીની માગ વચ્ચે પોલીસે અત્યાર સુધીમાં મુખ્ય આરોપી સહિત 3 લોકોની ધરપકડ કરી લીધી છે. પોલીસ હાલ આ ગુનામાં વપરાયેલું હથિયાર ક્યાંથી આવ્યું અને આ ઘટના પાછળ અન્ય કયા લોકો સામેલ છે તે દિશામાં ઝીણવટભરી પૂછપરછ ચલાવી રહી છે. સ્થાનિકોએ આ વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગ વધારવાની પણ માગ કરી છે. આ પણ વાંચો----      Gujarat Latest News Live: અમદાવાદમાં પ્લેન ક્રેશ દુર્ઘટનાને એક વર્ષ પૂર્ણ, 260 જિંદગીઓ હોમાઇ હતી

Read Full Story arrow_forward
IRCTC News Website: વિદ્યાર્થીઓની ફરિયાદ બાદ એક્શનમાં રેલવે મંત્રી, 15 જુલાઇ સુધી વેબસાઇટ થઇ શકે છે લોન્ચ
calendar_today June 12, 2026

IRCTC News Website: વિદ્યાર્થીઓની ફરિયાદ બાદ એક્શનમાં રેલવે મંત્રી, 15 જુલાઇ સુધી વેબસાઇટ થઇ શકે છે લોન્ચ

ભારતીય રેલવેની ઓનલાઈન ટિકિટ બુકિંગ વેબસાઈટ IRCTCનો ઉપયોગ કરતા મુસાફરો માટે એક રાહતના સમાચાર છે. રાજસ્થાનના જયપુરમાં માલવિયા નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી ખાતે એક વિદ્યાર્થીની ફરિયાદ પર ત્વરિત પગલાં લેતા રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જાહેરાત કરી છે કે ૧૫ જુલાઈ, ૨૦૨૬ સુધીમાં IRCTCનું નવું અને વધુ આધુનિક પોર્ટલ શરૂ કરવામાં આવશે.15 જુલાઇએ થઇ શકે છે નવી વેબસાઇટ લોન્ચગુરુવારે જયપુરમાં વિદ્યાર્થીઓ સાથેના સંવાદ કાર્યક્રમ દરમિયાન એક વિદ્યાર્થીએ મંત્રી સમક્ષ સીધી ફરિયાદ કરી હતી કે ટિકિટ બુકિંગ દરમિયાન IRCTC વેબસાઈટ વારંવાર હેંગ થઈ જાય છે. વિદ્યાર્થીએ ખાસ કરીને કેપ્ચા કોડ ભરવાની પ્રક્રિયામાં આવતી મુશ્કેલીઓનો ઉલ્લેખ કરીને મુસાફરોને થતી અસુવિધા તરફ ધ્યાન દોર્યું હતું. વિદ્યાર્થીની વાત સાંભળીને રેલવે મંત્રીએ તાત્કાલિક અસરથી રેલવેના સંબંધિત અધિકારીઓને ફોન લગાવી આ મુદ્દે ચર્ચા કરી હતી. મંત્રીએ અધિકારીઓને પૂછ્યું કે શું 30 દિવસમાં નવી વેબસાઈટ તૈયાર થઈ શકે છે, જેના પગલે 15 જુલાઈની તારીખ નક્કી કરવામાં આવી હતી.IRCTC વેબસાઈટ વધુ ઝડપી અને યુઝર ફ્રેન્ડલી હશેરેલવે મંત્રીએ સ્પષ્ટ કર્યું કે નવી IRCTC વેબસાઈટ વર્તમાન પોર્ટલ કરતા વધુ ઝડપી અને યુઝર-ફ્રેન્ડલી હશે. આ નવી સિસ્ટમથી ટિકિટ બુકિંગની પ્રક્રિયા અત્યંત સરળ બનશે અને મુસાફરોને સર્વર હેંગ થવા જેવી સમસ્યાઓમાંથી મુક્તિ મળશે. આ નવી ટેકનોલોજીનો મુખ્ય ઉદ્દેશ્ય મુસાફરોના કિંમતી સમયની બચત કરવાનો અને ઓનલાઈન ટિકિટિંગને વધુ અનુકૂળ બનાવવાનો છે.ટ્રેનોમાં મહિલાઓ માટે 'બેબી ફીડિંગ રૂમ' પણ કરાશે તૈયાર?આ ઉપરાંત, આ સંવાદ દરમિયાન અન્ય એક મહત્વપૂર્ણ મુદ્દો પણ સામે આવ્યો હતો. એક વિદ્યાર્થીએ ટ્રેનોમાં મહિલાઓ માટે 'બેબી ફીડિંગ રૂમ' બનાવવાનું સૂચન કર્યું હતું. રેલવે મંત્રીએ આ સૂચનને ખૂબ જ હકારાત્મક રીતે સ્વીકાર્યું અને અધિકારીઓને તેના અમલીકરણ માટે સૂચના આપી હતી. આ નિર્ણયના અમલ બાદ આગામી સમયમાં ટ્રેનોના કોચમાં બેબી ફીડિંગ રૂમની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. આમ, એક સામાન્ય વિદ્યાર્થીની ફરિયાદને વહીવટીતંત્રએ કેટલી ગંભીરતાથી લીધી અને કેવી રીતે ત્વરિત ઉકેલ લાવ્યા, તે આ ઘટનાથી સ્પષ્ટ થાય છે. રેલવે મંત્રીના આ નિર્ણયો રેલ મુસાફરીને વધુ સુગમ અને સંવેદનશીલ બનાવવાની દિશામાં એક મોટું પગલું સાબિત થશે.આ પણ વાંચોઃ આ દેશમાં ઘરમાં જો ચંપલ કે શૂઝ પહેર્યા તો લાગશે મસમોટો દંડ, કારણ જાણીને ચોંકી જશો!

Read Full Story arrow_forward
West Bengal Politics:  કોણ છે TMCના બળવાખોર સાંસદો ? સ્પીકરને અલગ જૂથ બનાવવા કરી માગ
calendar_today June 12, 2026

West Bengal Politics: કોણ છે TMCના બળવાખોર સાંસદો ? સ્પીકરને અલગ જૂથ બનાવવા કરી માગ

પશ્ચિમ બંગાળમાં ટીએમસીની જબરદસ્ત હાર થઇ.આ હાર બાદ એવી અફવાઓ સામે આવી કે લગભગ 20 ટીએમસી સાંસદો બળવો કરી રહ્યા છે. આ દરમિયાન એક નવી યાદી બહાર આવી છે, જેમાં 19 સાંસદોના હસ્તાક્ષર છે. આ યાદીમાં સયોની ઘોષ અને યુસુફ પઠાણના નામ પણ શામેલ છે. 18મેના રોજ સ્પીકરને લખ્યો હતો પત્રસૂત્રોના જણાવ્યા અનુસાર, તેમણે 18 મેના રોજ લોકસભા સ્પીકરના કાર્યાલયમાં પોતાના નામ સુપરત કર્યા હતા. અગાઉ ઘણા મીડિયા અહેવાલોમાં સૂચવવામાં આવ્યું હતું કે શત્રુઘ્ન સિંહાનો પણ મમતા બેનર્જી સામે બળવો કરનારા સાંસદોની યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો હતો, પરંતુ તેમનું નામ નવી યાદીમાંથી ગાયબ છે. આ પત્ર બળવાખોર જૂથે 18 મેના રોજ લખ્યો હતો. આ પત્ર પર સાંસદોના બળવાખોર જૂથના નેતા કાકોલી ઘોષ દસ્તીદાર સહિત અન્ય 17 સાંસદોના હસ્તાક્ષર છે. બાદમાં એક સાંસદે વિદ્રોહી જૂથને ટેકો આપતા સ્પીકરને અલગ પત્ર લખ્યો હતો.અલગ જૂથ બનાવવાની માગજ્યારે સ્પીકરને આ પત્ર લખવામાં આવ્યો ત્યારે કાકોલી ઘોષ ટીએમસીના ચીફ વ્હીપ હતા. 20 મેના રોજ, ટીએમસીએ લોકસભા અધ્યક્ષને પત્ર લખીને જાણ કરી હતી કે કાકોલી ઘોષ દસ્તીદારને હટાવીને તેમની જગ્યાએ કલ્યાણ બેનર્જીને ચીફ વ્હીપ બનાવવામાં આવી રહ્યા છે. અલગ જૂથની માન્યતા માટેનો પત્ર કાકોલી જૂથ દ્વારા 18 મેના રોજ જ આપવામાં આવ્યો હતો.કાકોલી ઘોષને દાવો 20 સાંસદોએ બળવો કર્યો ટીએમસીના ચીફ વ્હીપ પદેથી હટાવ્યા પહેલા પણ, કાકોલી ઘોષે સ્પીકરને પત્ર લખીને દાવો કર્યો હતો કે તેમને ટીએમસીના 28 માંથી 20 સાંસદોનું સમર્થન છે. કાકોલી જૂથે જણાવ્યું હતું કે બંધારણની દસમી અનુસૂચિ હેઠળ, તેમની બાજુમાં પાર્ટીના 28 માંથી 20 સાંસદો છે. આ આંકડો બે તૃતીયાંશ કરતા વધુનું પ્રતિનિધિત્વ કરે છે. તેથી, તેમને એક અલગ જૂથ ગણવા જોઈએ અને વિપક્ષી બેન્ચથી અલગ બેસવા જોઈએ.સ્પીકરને લખેલા પત્ર પર આ સાંસદોના હસ્તાક્ષરબળવાખોર ટીએમસી જૂથ વતી સ્પીકર ઓમ બિરલાને મોકલવામાં આવેલા પત્ર પર 18 સાંસદોના હસ્તાક્ષર છે. કાકોલી ઘોષ દસ્તીદાર પત્ર પર સહી કરનારા સૌપ્રથમ છે, ત્યારબાદ શતાબ્દી રોય, બાપી હલદર, ડૉ. શર્મિલા સરકાર, પ્રસૂન બંદોપાધ્યાય, જગદીશ બાસુનિયા અને અસિત કુમાર માલ છે.યાદીમાં કયા નામો છે? કાકોલી ઘોષ.શતાબ્દી રોયબાપી હલદર ડૉ. શર્મિલા સરકાર પ્રસૂન બંદોપાધ્યાય જગદીશ બર્મા બાસુનિયા અસિત કુમાર માલ અરૂપ ચક્રવર્તી.રચના બેનર્જી.સયોની ઘોષ ખલીલુર રહેમાન અબુ તાહિર ખાન.યુસુફ પઠાણ મિતાલી બેગમાલા રોયકાલીપદ સોરેનદીપક અધિકારી જૂન માલિયા પાર્થ ભૌમિકબળવાખોરોની યાદીમાં સૌથી આશ્ચર્યજનક નામ સયોની ઘોષનું છે. તે અભિષેક બેનર્જીની નજીક હોવાનું કહેવાય છે. તે પાર્ટીના લોકપ્રિય ચહેરા તરીકે પણ ઉભરી આવી છે. જો તે બળવાખોર જૂથમાં જોડાય છે, તો તે મમતા બેનર્જી માટે મોટો ફટકો હશે. સયોની જાધવપુર મતવિસ્તારમાંથી લોકસભા સાંસદ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, તેમણે તાજેતરમાં પક્ષની અંદરના રાજકીય ઉથલપાથલ વચ્ચે કાકોલી ઘોષનો સંપર્ક કર્યો હતો.કીર્તિ આઝાદે બળવાખોર સાંસદોની યાદી અંગે પ્રશ્નો ઉઠાવ્યાગુરુવારે (11 જૂન) પહેલા, ટીએમસી સાંસદ કીર્તિ આઝાદે, બળવા અંગેની અટકળો અને ટીએમસી છોડી રહેલા નેતાઓની યાદી અંગેના સસ્પેન્સ અંગે સમાચાર એજન્સી આઈએએનએસ સાથે વાત કરતા કહ્યું હતું કે, "દરરોજ એક નવી યાદી બહાર આવે છે. એક દિવસે 19 નામો હોય છે, બીજા દિવસે ત્રણ નામ બદલાય છે, અને પછી અલગ અલગ નામોવાળી બીજી યાદી બહાર આવે છે. આ યાદીઓ બદલાતી રહે છે અને તેમની કોઈ વિશ્વસનીયતા નથી.તેમણે વધુમાં કહ્યું, "જો કોઈ છોડવા માંગે છે, તો તે કરી શકે છે. પરંતુ પાર્ટી છોડ્યા પછી, તેમણે તૃણમૂલ કોંગ્રેસનું પ્રતિનિધિત્વ કરવાનો દાવો ન કરવો જોઈએ. જો તેઓ ભાજપમાં જોડાવા અથવા મર્જ કરવાનો ઇરાદો ધરાવે છે, તો તેમણે ખુલ્લેઆમ આવું કરવું જોઈએ."

Read Full Story arrow_forward