android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Aravalliના ઇપલોડામાં તંત્રનું મેગા ઓપરેશન: 16થી વધુ ગેરકાયદે દબાણો પર ફર્યું બુલડોઝર
calendar_today June 8, 2026

Aravalliના ઇપલોડામાં તંત્રનું મેગા ઓપરેશન: 16થી વધુ ગેરકાયદે દબાણો પર ફર્યું બુલડોઝર

અરવલ્લી જિલ્લાના ઇપલોડા ગામે લાંબા સમયથી ચાલી રહેલી ગેરકાયદે દબાણની જટિલ સમસ્યા પર આખરે સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા કડક અને મક્કમ કાર્યવાહી કરવામાં આવી છે. ગામના મુખ્ય માર્ગ પર ગેરકાયદેસર રીતે ખડકાયેલા દબાણોના કારણે પાકા રસ્તાનું નિર્માણ કાર્ય લાંબા સમયથી અટકી પડ્યું હતું. વારંવારની રજૂઆતો બાદ, ગ્રામજનોની સુવિધા અને ગામના સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા આખરે આ નડતરરૂપ દબાણોને હટાવવાની સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.ભારે ગરમાવા વચ્ચે બુલડોઝર એક્શન અને જનઆક્રોશ આ દબાણ હટાવવાની કામગીરી દરમિયાન સ્થાનિક કક્ષાએ ભારે ગરમાવો, ઉત્તેજના અને વિરોધનો માહોલ જોવા મળ્યો હતો. તેમ છતાં, વહીવટી તંત્રએ સહેજ પણ ઝૂક્યા વિના મક્કમતા દાખવીને ગામના મુખ્ય માર્ગ તેમજ નવા બનનારા 'વિકાસ પથ' પર અવરોધરૂપ બનેલા 16થી વધુ નાના-મોટા કાચા તેમજ પાકા દબાણો પર બુલડોઝર ફેરવી દીધું હતું. તંત્રની આ આકરી કાર્યવાહીને પગલે વર્ષો જૂનો પ્રશ્ન ઉકેલાયો છે અને રસ્તાના નવીનીકરણનો માર્ગ મોકળો બન્યો છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને ઉચ્ચ અધિકારીઓની પ્રત્યક્ષ હાજરી કોઈપણ પ્રકારની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ન બગડે તેમજ કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે આ સમગ્ર દબાણ વિરોધી ઝુંબેશ ચુસ્ત પોલીસ સ્ટાફના ચુકાદા અને સુરક્ષા કવચ વચ્ચે સંપન્ન કરવામાં આવી હતી. આ મોટી કાર્યવાહી વખતે તાલુકા વિકાસ અધિકારી (TDO) ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે જ ગ્રામ પંચાયતના સરપંચ, તલાટી અને પંચાયતનો તમામ વહીવટી સ્ટાફ સ્થળ પર હાજર રહીને કામગીરીને આખરી ઓપ આપ્યો હતો. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Narmada News: 4 મહિનાથી ઇનસેન્ટિવ ન મળતા આશા વર્કર બહેનોનો હલ્લાબોલ
calendar_today June 8, 2026

Narmada News: 4 મહિનાથી ઇનસેન્ટિવ ન મળતા આશા વર્કર બહેનોનો હલ્લાબોલ

નર્મદા જિલ્લાની આશા વર્કર અને ફેસિલિટેટર બહેનો છેલ્લા ચાર મહિનાથી મહેનતાણા અને ઇનસેન્ટિવથી વંચિત રહેતા તેમનો આક્રોશ ફાટી નીકળ્યો છે. લાંબા સમયથી પડતર નાણાં ન ચૂકવાતા આર્થિક કટોકટીનો સામનો કરી રહેલી આશા વર્કર બહેનોએ આજે મોટી સંખ્યામાં એકઠા થઈને નર્મદા જિલ્લા પંચાયત કચેરી ખાતે ગગનભેદી સૂત્રોચ્ચાર સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું.'અમારે ઘર કેવી રીતે ચલાવવાનું?'વિરોધ પ્રદર્શન કરી રહેલી આશા વર્કર બહેનોએ તંત્ર સામે આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, છેલ્લા ચાર મહિનાથી અમને સરકાર તરફથી મળતું ઇનસેન્ટિવ (પ્રોત્સાહક ભથ્થું) મળ્યું નથી. મોંઘવારીના આ જમાનામાં ચાર-ચાર મહિના સુધી નાણાં ન મળવાને કારણે આશા વર્કર બહેનોને પારાવાર મૂશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. બહેનોએ સવાલ ઉઠાવ્યો હતો કે, તંત્ર સહેલાઈથી કહી દે છે કે પ્રક્રિયા ચાલુ છે, પણ અમારે અમારું ઘર કેવી રીતે ચલાવવાનું?ચૂંટણીની કામગીરી કરાવી, પણ પૈસા ન ચૂકવ્યા!આશા વર્કર બહેનોએ કલેક્ટર અને આરોગ્ય વિભાગ સામે આક્ષેપ કર્યો હતો કે, તાજેતરમાં યોજાયેલી ચૂંટણી પ્રક્રિયાની રાત-દિવસની તમામ કામગીરીમાં અમને જોતરવામાં આવ્યા હતા. અમે નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી હોવા છતાં, હજુ સુધી ચૂંટણી લક્ષી કામગીરીના હકના નાણાં પણ ચૂકવવામાં આવ્યા નથી.તંત્રનો લૂલો બચાવ: ઉપરથી પ્રક્રિયા બદલાઈ છેઆ મામલે આશા વર્કર બહેનોના પ્રતિનિધિ મંડળે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. માઢકને રૂબરૂ મળીને આવેદનપત્ર પાઠવ્યું હતું. આ અંગે CDHO માઢકે જણાવ્યું હતું કે, રાજ્ય કક્ષાએથી પેમેન્ટ ચૂકવવાની ઓનલાઈન પ્રક્રિયામાં કેટલાક ફેરફાર થયા છે, જેના કારણે આ વિલંબ થયો છે. હાલમાં ઇનસેન્ટિવ આપવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ છે અને ટ્રેઝરી ઓફિસમાં બિલ પણ મોકલી દેવામાં આવ્યા છે, જેથી ટૂંક સમયમાં બહેનોના ખાતામાં નાણાં જમા થઈ જશે.આંદોલનની ઉગ્ર ચીમકીબીજી તરફ અધિકારીઓના આશ્વાસનથી સંતુષ્ટ ન હોય તેમ આશા વર્કર બહેનોએ સ્પષ્ટ શબ્દોમાં ચીમકી ઉચ્ચારી છે કે, જો આગામી દિવસોમાં તેમના ચાર મહિનાના બાકી નાણાં અને ચૂંટણી ફરજનું ભથ્થું તાત્કાલિક જમા નહીં કરવામાં આવે તો સમગ્ર જિલ્લાની આશા વર્કર બહેનો તમામ કામગીરીનો બહિષ્કાર કરીને ઉગ્ર આંદોલન આદરશે.આ પણ વાંચો - Narmada : ભાજપના જ સાંસદ મનસુખ વસાવાએ ખોલી પોલ, કહ્યું- 'કેમિકલવાળો દારૂ પીવા કરતાં ઘરે મહુડાનો બનાવીને પીવો!'

Read Full Story arrow_forward
Ahmedabad News: માત્ર એક ઈંચ વરસાદમાં જ ભયજનક સ્થિતિ સર્જાશે, જાણો મનપાના કમિશ્નરે શું કહ્યું?
calendar_today June 8, 2026

Ahmedabad News: માત્ર એક ઈંચ વરસાદમાં જ ભયજનક સ્થિતિ સર્જાશે, જાણો મનપાના કમિશ્નરે શું કહ્યું?

ચોમાસાની સિઝન નજીક આવતાની આથે જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વાહનચાલકો માટે એક ચોકાવનારી અને મહત્વની જાહેર ચેતવણી બહાર પાડવામાં આવી છે.મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીએ જાહેરાત કરી છે કે,આગામી ચોમાસા દરમિયાન જો શહેરમાં 1 ઇંચ કે તેથી વધુ વરસાદ પડશે તો શહેરના તમામ 25 જેટલા અંડરબિજોમાં પાણી ભરાઈ જશે.આ સ્થિતિમાં જો કોઈ વાહનચાલક પાણી ભરાયેલા અંડરબ્રિજમાંથી પસાર થશે અને કોઈ દુર્ઘટના ઘટશે તો તેની સંપૂર્ણ જવાબદારી નાગરિકોની પોતાની રહેશે. મ્યુનિસિપલ કોર્પોરેશન આ બાબતે કોઈ જવાબઠારી સ્વીકારશે નહીં. ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાવાની પૂરેપૂરી શક્યતાઓશહેરમાં વરસાદી પાણીના નિકાલમાં 2 કલાકથી વધુ સમય લાગતાં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાવાની પૂરેપૂરી શક્યતાઓ છે.સામાન્ય રીતે નિયમ મુજબ અંડરબિજમાં પાણી ભરાય ત્યારે તંત્ર દ્વારા તેને તાત્કાલિક ધોરણે બંધ કરવાનો હોય છે.પરંતુ કોર્પોરેશન તંત્રની અણધડ નીતિને કારણે પાણી ભરાઈ ગયા પછી પણ બ્રિજ સમયસર બંધ થતા નથી જેના લીધે અનેક વાહનચાલકો અધવચ્ચે ફસાઈ જાય છે.આ ગંભીર સમસ્યાને જોતાં તંત્રએ આ વર્ષે અગાઉથી જ હાથ ઊંચા કરી દીધા છે. અંડરબ્રિજોમાં પાણી ઓસરતા બે કલાકથી વધુનો સમય લાગી જાય છે.આ દરમિયાન વાહનચાલકોને ફરજિયાતપણ ઓવરબ્રિજ કે અન્ય વૈકલ્પિક રૂટનો ઉપયોગ કરવો પડે છે. આ રૂટ પર વાહનો એકસાથે ત્યાંથી ડાયવર્ટ થતાં હોવાથી કલાકો સુધી ટ્રાફિક જામની ગંભીર સમસ્યા સર્જાય તેમ છે.તકેદારીના ભાગરૂપે આ નોટિસ છેઅમદાવાદમાં અંડર પાસ નોટિસ મુદ્દે મ્યુનિસિપલ કમશ્નર બંછાનિધિ પાનીએ કહ્યું હતું કે, પ્રિ મોન્સુન કામગીરી બાબતે અલગ અલગ નોટિસ અપાય છે, જે પ્રિ મોન્સુન કામગીરીનો ભાગ છે,દર વર્ષે આ નોટિસ અપાય છે.ક્રોસ કરતા હોય અને અંડર પાસ બંધ હોય ત્યારે પસાર ન થાવ. ઓટોમેટિક બેરિયર લગાવેલા છે તેને લોકો તોડીને જાય છે.નોટિસમાં કોઈ જવાબદારી ખંખેરવાનો વિષય નથી.તકેદારીના ભાગરૂપે આ નોટિસ છે. અગાઉ એવા બનાવ બન્યા હતા કે બસ અંદર ગઇ હતી.આ પણ વાંચોઃ Anandના પેટલાદ સેવાસદનમાં ઘોર બેદરકારી: અધિકારીઓ ગાયબ રહેતા અરજદારોને ભારે હાલાકી

Read Full Story arrow_forward