android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gandhinagar news: રાજ્યના 19 જિલ્લાના 323 કેન્દ્રો પર GPSCની પરીક્ષા યોજાશે
calendar_today June 5, 2026

Gandhinagar news: રાજ્યના 19 જિલ્લાના 323 કેન્દ્રો પર GPSCની પરીક્ષા યોજાશે

ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા આગામી રવિવારના રોજ ચાર મહત્વપૂર્ણ જાહેરાતો માટેની પરીક્ષાનું રાજ્યવ્યાપી આયોજન કરવામાં આવ્યું છે. આ પરીક્ષા અંતર્ગત અકાઉન્ટ ઓફિસર, ગુજરાત વહીવટી સેવા (GAS) અને આસિસ્ટન્ટ કન્ઝરવેટર ઓફ ફોરેસ્ટ (ACF) જેવી પ્રતિષ્ઠિત જગ્યાઓ માટે ઉમેદવારો કસોટી આપશે. રવિવારે સવારે 11:00 વાગ્યાથી બપોરે 2:00 વાગ્યા સુધી યોજાનારી આ મહત્વની પરીક્ષામાં રાજ્યભરમાંથી કુલ 75,487 ઉમેદવારો ભાગ લેવાના છે, જેને લઈને વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો છે. 19 જિલ્લાઓમાં કુલ 323 પરીક્ષા સેન્ટરો પરીક્ષાને સચોટ અને ગેરરીતિ રહિત સંપન્ન કરાવવા માટે રાજ્યના 19 જિલ્લાઓમાં કુલ 323 પરીક્ષા સેન્ટરો ફાળવવામાં આવ્યા છે. પેપરની સુરક્ષા અને પરીક્ષાની ગુપ્તતા જાળવવા માટે આયોગ દ્વારા પૂરતા અને કડક પગલાં લેવામાં આવી રહ્યા છે. આ સંદર્ભે ગઈકાલે જ GPSCના અધ્યક્ષે તમામ જિલ્લાના કલેક્ટરશ્રીઓ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી, જેમાં સુરક્ષા વ્યવસ્થાની ખાસ નોંધ લેવા સૂચના આપવામાં આવી હતી અને અધિકારીઓને પરીક્ષા પદ્ધતિની સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SoP)થી વિગતવાર અવગત કરાવાયા હતા. દિવ્યાંગ ઉમેદવારો માટે વિશેષ સુવિધાઓ આ વર્ષે આયોગ દ્વારા સંવેદનશીલ અભિગમ અપનાવીને દિવ્યાંગ ઉમેદવારો માટે વિશેષ સુવિધાઓ ઊભી કરવામાં આવી છે અને નિયમોમાં જરૂરી ફેરફાર પણ કરાયા છે. દિવ્યાંગ પરીક્ષાર્થીઓને કોઈ તકલીફ ન પડે તે માટે પરીક્ષા કેન્દ્રો પર લિફ્ટ, ભોંયતળિયે (ગ્રાઉન્ડ ફ્લોર) બેઠક વ્યવસ્થા, વ્હીલચેર તેમજ પરીક્ષામાં મદદ માટે 'દિવ્યાંગ મિત્ર' (રાઈટર) જેવી વિશેષ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. તંત્ર દ્વારા લાખો ઉમેદવારોના ભવિષ્યને ધ્યાને રાખીને લોખંડી અને સુવ્યવસ્થિત આયોજન સુનિશ્ચિત કરવામાં આવ્યું છે. આ પણ વાંચોઃ Rajkot News: ધોરાજી-જેતપુર નેશનલ હાઈવે પર અકસ્માત, એક મહિલાનું મોત

Read Full Story arrow_forward
તમિલનાડુના રાજકીય મંચ પર હવે અન્નામલાઈ vs વિજયની ટક્કર!
calendar_today June 5, 2026

તમિલનાડુના રાજકીય મંચ પર હવે અન્નામલાઈ vs વિજયની ટક્કર!

ગયા સાત વર્ષોથી તમિલનાડુમાં પૂર્વ IPS અધિકારી અન્નામલાઈ ભાજપનો મુખ્ય ચહેરો રહ્યા હતા. શુક્રવારે તેમણે ભાજપથી પોતાનો માર્ગ અલગ કરી લીધો. તેમણે ભાજપ કેમ છોડી? તેની પાછળનું કારણ તેમણે પોતાની પ્રેસ કોન્ફરન્સમાં સ્પષ્ટ કર્યું. તેમણે કહ્યું કે તેઓ પહેલા તમિલ છે અને ત્યારબાદ ભાજપના સભ્ય. અન્નામલાઈએ જે રીતે ભાજપ સાથેનો સંબંધ તોડ્યો છે, તેના દ્વારા તેમણે પોતાની એક અલગ રાજકીય ઓળખ ઉભી કરી છે. હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે તમિલનાડુની આગામી રાજકીય લડાઈ મુખ્ય દ્રવિડ પક્ષો વચ્ચે રહેશે કે પછી તે વિજય સામે અન્નામલાઈ બની જશે? એક તરફ છે થલપતિ વિજયનું સ્ટારડમ અને બીજી તરફ અન્નામલાઈની જમિની તાકાત, યુવા ઊર્જા અને રાજકીય વિચારધારા. એકે પોતાની ફિલ્મી લોકપ્રિયતાના બળ પર પરંપરાગત દ્રવિડ રાજકારણને ઘણાં અંશે દૂર ધકેલી દીધું છે, જ્યારે બીજા પાસે રાજ્યને છેલ્લા કેટલાંક દાયકાના રાજકારણમાંથી બહાર કાઢીને નવા ભવિષ્ય તરફ લઈ જવાની તક છે. સાથે જ તેમને સાત વર્ષ સુધી એક મોટા રાજકીય સંગઠન સાથે સામાન્ય લોકો વચ્ચે રહીને કામ કરવાનો અનુભવ પણ છે. અન્નામલાઈની પોતાની લોકપ્રિયતા • અન્નામલાઈને રાજકારણની શરૂઆત શૂન્યથી કરવી પડશે નહીં. • તેમની પાસે ભાજપ જેવા વિશાળ રાજકીય સંગઠન સાથે સાત વર્ષ કામ કરવાનો અનુભવ છે. • ભાજપને કારણે તેમને માત્ર સમગ્ર રાજ્યમાં જ નહીં પરંતુ રાષ્ટ્રીય સ્તરે પણ ઓળખ મળી છે. • ખાસ કરીને યુવાનો, શહેરી મધ્યમ વર્ગ અને મહિલાઓમાં તેમની અલગ જ લોકપ્રિયતા છે. • જ્યારે તેઓ રસ્તાઓ પર નીકળે છે ત્યારે લોકોનો તેમના પ્રત્યેનો આકર્ષણ ફિલ્મી ચમકધમકને કારણે નહીં પરંતુ ભવિષ્ય અંગેની આશાઓને કારણે હોય છે. • એક એવો વર્ગ છે જે તેમને દ્રવિડ રાજકારણના વિકલ્પ તરીકે આતુરતાથી જોઈ રહ્યો છે. જવાબદાર રાજકારણી તરીકેની વિશ્વસનીય છબીઅન્નામલાઈની લોકપ્રિયતા તેમના IPS અધિકારી તરીકેના "સિંઘમ" જેવી છબી, સારા શાસન, ભ્રષ્ટાચાર વિરોધી વલણ અને વહીવટી સુધારાઓ પ્રત્યે લોકોના વિશ્વાસ પર આધારિત છે.આ કારણે એવા ઘણા લોકો, જે વિજયના પ્રશંસક તો છે પરંતુ રાજકારણમાં તેમની પાસેથી બહુ અપેક્ષા નથી રાખતા, તેઓ માટે અન્નામલાઈ રાજ્યના નવા ભવિષ્યનું પ્રતીક બની શકે છે. અન્નામલાઈ એવા રાજકારણી છે જેમણે ગંભીર રાજકારણ માટે ખૂબ નાની ઉંમરે IPS જેવી પ્રતિષ્ઠિત નોકરી છોડી હતી અને પછી પોતાની શરતો પર આગળ વધવા માટે ભાજપ જેવી મોટી પાર્ટીમાંથી પણ બહાર નીકળ્યા. પરંતુ તેમણે જે રીતે ભાજપ છોડ્યું છે તેનાથી એ સંદેશ પણ ગયો છે કે તેઓ જવાબદાર રાજકારણી છે. તેમણે પાર્ટીમાં પોતાની જવાબદારી પૂર્ણ કરીને અને ટોચના નેતૃત્વને વિશ્વાસમાં લઈને જ અલગ માર્ગ પસંદ કર્યો છે. સમાધાનકારી રાજકારણથી દૂર તમિલનાડુની રાજનીતિ ઉત્તર ભારતીય રાજકારણથી ઘણી અલગ છે. અહીં ભાજપના નેતાઓને ઘણીવાર એવી ટીકા સહન કરવી પડે છે કે તેઓ દિલ્હીના નિયંત્રણ હેઠળ કામ કરે છે. ભાજપ છોડીને અન્નામલાઈએ આ પ્રકારની ટીકાઓથી પોતાને એક ઝાટકે મુક્ત કરી દીધા છે. અન્નામલાઈએ ભાજપ છોડતા જ એવા આંદોલનનું આહ્વાન કર્યું છે જેમાં તમિલ ઓળખ પણ હશે અને સાથે સાથે તેનો રાષ્ટ્રીય સ્વભાવ પણ રહેશે. આ પરિસ્થિતિમાં મુખ્યમંત્રી વિજય અને તેમની પાર્ટી TVK માટે અન્નામલાઈ જેવી યુવા રાજકીય શક્તિનો સામનો કરવો એટલો સરળ નહીં હોય, જેટલી સરળતાથી તેમણે વિધાનસભા ચૂંટણીમાં દ્રવિડ રાજકારણના બે મોટા પક્ષો DMK અને AIADMKને પડકાર્યા હતા. આ ઉપરાંત, ત્રિશંકુ વિધાનસભાની સ્થિતિને કારણે સી. જોસેફ વિજયને સરકાર બનાવવા માટે એ જ પક્ષોનો ટેકો લેવો પડ્યો છે, જેઓના વિરોધમાં તેઓ ચૂંટણી જીતીને આવ્યા હતા. સમય આવ્યે આ મુદ્દો અન્નામલાઈ માટે ખૂબ અસરકારક રાજકીય હથિયાર સાબિત થઈ શકે છે.

Read Full Story arrow_forward
Airtrunk Investment Plan: ભારતમાં AI-ક્લાઉડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે AirTrunkનું 3 લાખ કરોડનું રોકાણ
calendar_today June 5, 2026

Airtrunk Investment Plan: ભારતમાં AI-ક્લાઉડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે AirTrunkનું 3 લાખ કરોડનું રોકાણ

બ્લેકસ્ટોન-સમર્થિત એરટ્રંકે 2030 સુધીમાં દેશમાં આશરે 3 લાખ કરોડનું રોકાણ કરવાની યોજના જાહેર કરાઇ છે. વૈશ્વિક ડિજિટલ પાવર ભારત ઝડપથી વૈશ્વિક ડિજિટલ પાવર બનવા તરફ આગળ વધી રહ્યું છે અને હવે આ દિશામાં વધુ એક મોટું પગલું લેવામાં આવ્યું છે. બ્લેકસ્ટોન-સમર્થિત એરટ્રંકે જાહેરાત કરી છે કે તે 2030 સુધીમાં ભારતમાં $30 બિલિયન અથવા આશરે 3 લાખ કરોડનું રોકાણ કરવાની યોજના ધરાવે છે. આ રોકાણ ડેટા સેન્ટર્સ, ક્લાઉડ કમ્પ્યુટિંગ અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ સંબંધિત ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. ભારતના ડિજિટલ ભવિષ્યને વેગ આપવા માટે આ સૌથી મોટા રોકાણ કાર્યક્રમોમાંનો એક માનવામાં આવે છે. ભારતમાં 5GW ડેટા સેન્ટર ક્ષમતા બનાવવાની તૈયારીઓ એરટ્રંકે જણાવ્યું હતુ કે, ભારતમાં 5 ગીગાવોટ ડેટા સેન્ટર વિકસાવવાની યોજના પર કામ કરી રહ્યું છે. ડેટા સેન્ટર્સને આજના ડિજિટલ યુગની કરોડરજ્જુ માનવામાં આવે છે. કારણ કે ક્લાઉડ સેવાઓ, ઓનલાઈન પ્લેટફોર્મ અને AI સિસ્ટમ્સ તેમના પર આધાર રાખે છે. કંપની માને છે કે, આગામી વર્ષોમાં AI અને ક્લાઉડ સેવાઓની માંગ ઝડપથી વધશે. જેના માટે એક મજબૂત ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂર પડશે. આ રોકાણ દરખાસ્ત આને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે. પીએમ મોદી સાથે મુલાકાત કંપનીના સ્થાપક અને CEO, રોબિન ખુદાએ તાજેતરમાં પીએમ મોદી સાથે મુલાકાત કરી હતી. ત્યારબાદ, કંપનીએ તેના રોકાણ કાર્યક્રમની વિગતો શેર કરી હતી. ભારતમાં પ્રવેશ્યા પછી આ કંપનીની પ્રથમ મોટી સરકારી ભાગીદારી પણ માનવામાં આવે છે. એરટ્રંકે આ વર્ષે એપ્રિલમાં લુમિના ક્લાઉડઇન્ફ્રાને હસ્તગત કરીને ભારતીય બજારમાં પ્રવેશ કર્યો હતો. ત્યારથી, કંપની અહીં વિસ્તરણની સંભાવનાનું મૂલ્યાંકન કરી રહી છે. અન્ય રાજ્યો સાથે રોકાણની ચર્ચા ભારતની તેમની મુલાકાત દરમિયાન, રોબિન ખુદાએ કેન્દ્ર સરકારના પ્રતિનિધિઓ તેમજ મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશના મંત્રીઓ સાથે મુલાકાત કરી. આ બેઠકોમાં સરકાર અને ઉદ્યોગો ક્લાઉડ અને AI ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં સંયુક્ત રીતે રોકાણને કેવી રીતે વેગ આપી શકે છે તેની ચર્ચા થઈ. કંપની માને છે કે સમગ્ર ભારતમાં વિવિધ રાજ્યોમાં ડેટા સેન્ટર વિકસાવવાથી સ્થાનિક રોજગારમાં વધારો થશે અને ટેકનોલોજી ઇકોસિસ્ટમ મજબૂત થશે. આનાથી નાના અને મોટા બંને વ્યવસાયોને નવી ડિજિટલ તકો મળશે. આ પણ વાંચોઃ  બ્રેકઅપ બાદ સમાધાન ન કરતા ભૂતપૂર્વ પ્રેમીએ યુવતીની કરી હત્યા, પોતે પણ આપઘાતનો કર્યો પ્રયાસ

Read Full Story arrow_forward