android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
West Bengal News: TMCના સૌથી મોટા સંકટ વચ્ચે Mamata Banerjeeની ટોલીવુડ બ્રિગેડ ગાયબ
calendar_today June 5, 2026

West Bengal News: TMCના સૌથી મોટા સંકટ વચ્ચે Mamata Banerjeeની ટોલીવુડ બ્રિગેડ ગાયબ

1998માં રચાયેલી મમતાનો પક્ષ તેના સૌથી મોટા અસ્તિત્વના સંકટનો સામનો કરી રહ્યો છે. મમતા બેનર્જી માટે વિકટની ઘડી મમતા બેનર્જીની પાર્ટી, ટીએમસી, આજે ઊંડા સંકટનો સામનો કરી રહી છે. પરંતુ આ વિકટ સમયે તેમના અંગત અને વિશ્વાસુ લોકો તથા ટોલીવુડ બ્રિગેડ ગાયબ થઇ ગઇ છે. મમતા બેનર્જી સિનેમા, ટેલિવિઝન અને રમતગમતની દુનિયાની હસ્તીઓ પર ખૂબ આધાર રાખે છે. પરંતુ તેઓ હવે મૌન જાળવી રહ્યા છે. ચૂંટણીમાં પરાજય બાદ ઘણા લોકો મૌન 2001ની રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં પાર્ટીની રચનાના માત્ર ત્રણ વર્ષ પછી, ટીએમસીએ જાદવપુર મતવિસ્તારમાંથી તત્કાલીન મુખ્યમંત્રી અને સીપીઆઈ(એમ)ના દિગ્ગજ નેતા બુદ્ધદેવ ભટ્ટાચાર્ય સામે પીઢ અભિનેત્રી માધવી મુખર્જીને મેદાનમાં ઉતારી હતી. મમતાએ પોતાની ફાયરબ્રાન્ડ છબી સાથે, પોતાની રાજકીય કારકિર્દીને આગળ વધારવા માટે આ ગ્લેમરસ ચહેરાઓનો ઉપયોગ કર્યો. આનું ફળ મળ્યું. તેમણે મોટી સંખ્યામાં અભિનેતાઓ, દિગ્દર્શકો, ગાયકો અને રમતવીરોને મેદાનમાં ઉતાર્યા, જેમાંથી મોટાભાગના સાંસદ અને ધારાસભ્ય બન્યા હતા. ટીએમસીમાં ટોલીવુડ બ્રિગેડનું વર્ચસ્વ ટીએમસીના ટોલીવુડ બ્રિગેડમાં શતાબ્દી રોય, તાપસ પોલ, દેવ અને મીમી ચક્રવર્તી જેવા અગ્રણી નામોનો સમાવેશ થાય છે. પાર્ટીનો ભાગ રહેલા અન્ય ફિલ્મ સ્ટાર્સમાં દીપક અધિકારી, નુસરત જહાં, રચના બેનર્જી, સયંતિકા બેનર્જી, સયાની ઘોષ, સોહમ ચક્રવર્તી, હિરણ ચેટર્જી, જૂન માલિયા, કંચન મલ્લિક, કૌશાની મુખર્જી અને દિગ્દર્શક રાજ ચક્રવર્તીનો સમાવેશ થાય છે. આ પાર્ટીમાં કલા જગતના અગ્રણી કલાકારો, જેમ કે શતાબ્દી રોય, મૂનમુન સેન, સંધ્યા રોય, ઇન્દ્રનીલ સેન, વિદેશ બોઝ, જોગેન ચૌધરી અને સ્વર્ગસ્થ તાપસ પોલનો પણ સમાવેશ થયો છે. સયાની ઘોષનું સતત મૌન સયાની ઘોષ 2021માં પાર્ટીમાં જોડાઇ હતી. સ્પષ્ટવક્તા સયાનીએ બળવા પર પણ સંપૂર્ણ મૌન જાળવી રાખ્યું છે. ચૂંટણી પરિણામો પછી, તેઓ કાલીઘાટમાં એક સભામાં જોવા મળ્યા હતા, જ્યાં તેમણે જાહેરમાં પક્ષ પ્રત્યેની તેમની નિષ્ઠા જાહેર કરી હતી. જો કે, છેલ્લા કેટલાક દિવસોમાં, તેઓ મમતા બેનર્જી દ્વારા બોલાવવામાં આવેલી કોઈપણ સભા કે વિરોધ પ્રદર્શનમાં જોવા મળ્યા નથી. નવી પરિસ્થિતિ અંગે તેમનું વર્તમાન વલણ અસ્પષ્ટ છે. ક્યાં છે મહુઆ મોઇત્રા ? કૃષ્ણનગરના સાંસદ મહુઆ મોઇત્રા ચૂંટણી પરિણામો પછી મોટાભાગે જાહેરમાં ગેરહાજર રહ્યા છે. જોકે, તેમણે તાજેતરમાં સોશિયલ મીડિયા પર નવા જૂથ અંગે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. તેમણે મમતાને ટેકો આપતા કહ્યું હતું કે, જે લોકો આવું કરી રહ્યા છે તેઓ પોતાને વાસ્તવિક તૃણમૂલ કહી શકતા નથી. સુદીપ બેનર્જી અને ઋતબ્રત બેનર્જીનું શુ છે વલણ ? લોકસભાના સાંસદ અને તૃણમૂલના સૌથી વરિષ્ઠ નેતાઓમાંના એક, સુદીપ બેનર્જીએ પણ અત્યાર સુધી કોઈ મહત્વપૂર્ણ વાત કહી નથી. જોકે, તેમની પત્ની અને ચૌરંગીથી પાર્ટીના ધારાસભ્ય, નૈના બેનર્જી, મમતા બેનર્જી સાથે રહ્યા છે. ભૂતપૂર્વ તૃણમૂલના સાંસદ ઋતબ્રત બેનર્જી હવે વિરોધ પક્ષના નેતા બનવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમણે, અન્ય 58 ધારાસભ્યો સાથે, વિધાનસભા અધ્યક્ષને એક પત્ર સુપરત કર્યો, જેમાં પોતાને વાસ્તવિક તૃણમૂલ જાહેર કર્યા હતા. બાબુલ સુપ્રિયો કટોકટીમાં મદદગાર બન્યા ગાયકમાંથી રાજકારણી બનેલા બાબુલ સુપ્રિયોએ ખુલ્લેઆમ મમતા બેનર્જી સાથે ઊભા રહેવાનો દાવો કર્યો હતો. પરંતુ રાજ્યસભાના સાંસદે પાર્ટીના વડાને ટેકો આપતા કહ્યું હતું કે તેઓ સારાં સમયમાં નહીં તો ખરાબ સમયમાં તેમની સાથે ઊભા રહેશે. તેમણે બે લાંબી ફેસબુક પોસ્ટમાં મમતા બેનર્જીનો જોરદાર બચાવ કર્યો હતો, જેમાં તેમણે કહ્યું હતું કે તેઓ પરિસ્થિતિ ગમે તે હોય તેમની સાથે ઊભા રહેશે. બાબુલ અગાઉ ભાજપમાં હતા અને બાદમાં ટીએમસીમાં જોડાયા હતા. અભિષેક બેનર્જીના ભવિષ્ય પર પ્રશ્નાર્થ પરંતુ મમતા બેનર્જી અને અભિષેક બેનર્જીના વર્ચસ્વ સામે ખુલ્લા બળવો તરીકે સીપીએમમાંથી પાર્ટીમાં જોડાયેલા ઋતબ્રત બેનર્જી દ્વારા નેતૃત્વ કરવામાં આવી રહ્યું છે, આ અગ્રણી વ્યક્તિઓ, જેમની રાજકીય કારકિર્દી અને જીત મોટાભાગે મમતા બેનર્જીના સમર્થનને કારણે હતી, તેઓ આ નવા મુદ્દાથી અંતર જાળવી રહ્યા છે. પરિસ્થિતિ એવી સ્થિતિમાં પહોંચી ગઈ છે કે તેમાંથી કેટલાકે તો પાર્ટીથી દૂર રહેવાનું પણ શરૂ કરી દીધું છે. મમતા બેનર્જી સાથે હવે કોણ ? ચૂંટણીના પરિણામો પછીના દિવસે, 5 મેના રોજ, ક્રિકેટરમાંથી રાજકારણી બનેલા મનોજ તિવારીએ ટીએમસી છોડવાની જાહેરાત કરી. તેઓ ભાજપના પપિયા અધિકારી સામે ચૂંટણી હારી ગયા હતા. રાજીનામાની સાથે, તેમણે વિદાય લેતા રમતગમત મંત્રી અરૂપ બિશ્વાસ પર પણ આકરા પ્રહારો કર્યા. સમય જતાં કોણ મમતા બેનર્જીની સાથે ઉભું રહેશે અને કોણ તેમની વિરુદ્ધ બળવો કરશે અને નવો રસ્તો શોધશે તે જોવાનું બાકી છે. આ પણ વાંચોઃ વિશ્વભરમાં વાગ્યો ભારતની હિંમતની ડંકો, પુતિન, ટ્રમ્પ અને ઈરાને કરી પ્રશંસા

Read Full Story arrow_forward
Tamil Nadu:  ભાજપ છોડ્યા બાદ બોલ્યા અન્નામલાઇ, એકલા હાથે ચૂંટણી લડીશ, મતભેદને કારણે પાર્ટી છોડી....
calendar_today June 5, 2026

Tamil Nadu: ભાજપ છોડ્યા બાદ બોલ્યા અન્નામલાઇ, એકલા હાથે ચૂંટણી લડીશ, મતભેદને કારણે પાર્ટી છોડી....

તમિલનાડુના રાજકારણમાં એક મોટા રાજકીય ફેરફારના સંકેત વચ્ચે, તમિલનાડુ ભાજપના પૂર્વ પ્રમુખ કે. અન્નામલાઈએ સત્તાવાર રીતે પક્ષમાંથી રાજીનામું આપી દીધું છે. આ નિર્ણય સાથે અન્નામલાઈના આ પગલાથી રાજ્યના રાજકીય ગલિયારાઓમાં ભારે ચર્ચાઓ જાગી છે. એક તરફ પાર્ટી છોડવાની વાત અને બીજી તરફ તેમણે  આજે ​​એટલે કે શુક્રવારે સત્તાવાર રીતે ભાજપ છોડીને નવું રાજકીય સંગઠન 'વી ધ લીડર્સ' શરૂ કરવાની જાહેરાત કરી છે.રાજીનામાનું કારણ અને મતભેદો અન્નામલાઈએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે છેલ્લા 18 મહિનાથી તેમના અને ભાજપના કેન્દ્રીય નેતૃત્વ વચ્ચે અનેક મુદ્દાઓ પર ગંભીર મતભેદો ચાલી રહ્યા હતા. તેમણે દાવો કર્યો કે તેઓ સતત પોતાની વાત અને વિચારો નેતૃત્વ સમક્ષ મૂકતા રહ્યા, પરંતુ તેમને પૂરતું મહત્વ ન મળ્યું. ભાજપમાં હોવા છતાં, તેમણે હંમેશા તમિલનાડુના હિતો અને તમિલ ઓળખને સર્વોપરી રાખી છે, જેના પર સમાધાન કરવાનું તેમને યોગ્ય ન લાગ્યું. તેમણે સ્પષ્ટ કર્યું કે તેમનું રાજીનામું માત્ર પક્ષ છોડવાનો નિર્ણય નથી, પરંતુ એક એવા નવા રાજકીય માળખાના નિર્માણની શરૂઆત છે જે તંત્રમાં મૂળભૂત પરિવર્તન લાવી શકે. રજનીકાંત સાથેના જોડાણનો ઉલ્લેખ આ મહત્વપૂર્ણ અવસરે, અન્નામલાઈએ અભિનેતા અને રાજકારણી રજનીકાંત સાથેના પોતાના સંબંધો વિશે પણ ખુલાસો કર્યો. તેમણે જણાવ્યું કે ભૂતકાળમાં તેમને રજનીકાંતની રાજકીય પહેલમાં જોડાવાનું આમંત્રણ મળ્યું હતું, પરંતુ તે સમયે ભાજપ પ્રત્યેની પ્રતિબદ્ધતાને કારણે તેમણે તે નકાર્યું હતું. તેમણે રજનીકાંતને મળીને તે સમયની સ્થિતિ સ્પષ્ટ કરી હતી અને માફી પણ માંગી હતી. અન્નામલાઈએ યાદ કર્યું કે રજનીકાંતે તેમના રાજકીય પ્રવેશના નિર્ણયને હંમેશા આવકાર્યો છે અને તેમને શુભકામનાઓ પાઠવી છે. ભવિષ્યની રણનીતિ: 2031નું લક્ષ્ય અન્નામલાઈએ તેમના ભવિષ્યના પ્લાન વિશે જણાવતા કહ્યું કે તેમનો નવો રાજકીય પક્ષ ૨૦૩૧ની ચૂંટણી લડશે. તેઓ તમિલ લોકોની આકાંક્ષાઓને કેન્દ્રમાં રાખીને પોતાની નવી સફર શરૂ કરી રહ્યા છે. તેઓ એક ગૌરવશાળી ભારતીય અને એક પરંપરાગત તમિલના મૂલ્યો સાથે આગળ વધવા ઈચ્છે છે. ભાજપમાં તેમના ૬ વર્ષના કાર્યકાળ દરમિયાન તેમણે તમિલનાડુના અધિકારો માટે જે સંઘર્ષ કર્યો છે, તેને તેઓ હવે એક નવી દિશા આપવા માંગે છે.આ નિર્ણય બાદ હવે તમિલનાડુના રાજકારણમાં ત્રીજો મોરચો કેવો આકાર લેશે, તે જોવું ખૂબ જ રસપ્રદ રહેશે. અન્નામલાઈના આ પગલાને તેમના સમર્થકો એક સાહસિક નિર્ણય માની રહ્યા છે, જે ભવિષ્યમાં રાજ્યના રાજકીય સમીકરણો સંપૂર્ણપણે બદલી શકે છે. આ પણ વાંચોઃ CM Yogi Adityanath Birthday : PM મોદી સહિત અનેક નેતાઓએ યોગી આદિત્યનાથને જન્મદિવસની પાઠવી શુભેચ્છા

Read Full Story arrow_forward
Rajkot : બાબા બાગેશ્વરની કથા સામે વિવાદ, પરસોતમ પીપળીયાએ પ્રેત દરબાર સામે વાંધો ઉઠાવી માંગ્યું પ્રોટેક્શન
calendar_today June 5, 2026

Rajkot : બાબા બાગેશ્વરની કથા સામે વિવાદ, પરસોતમ પીપળીયાએ પ્રેત દરબાર સામે વાંધો ઉઠાવી માંગ્યું પ્રોટેક્શન

રાજકોટ શહેરમાં આગામી દિવસોમાં યોજાનારી બાગેશ્વર ધામના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની ‘સનાતન સેતુ હનુમંત કથા’ શરૂ થાય તે પહેલાં જ મોટો વિવાદ સામે આવ્યો છે. રાજકોટના જાણીતા સામાજિક અગ્રણી પરસોતમ પીપળીયા આ કાર્યક્રમના ફોર્મેટ સામે વિરોધ નોંધાવવા માટે ગુરુવારે એ-ડિવિઝન પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા, જ્યાં તેમણે પોલીસ સમક્ષ લેખિત અરજી રજૂ કરી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા રજૂઆત કરી છે. આ મામલે પોલીસે પણ ત્વરિત કાર્યવાહી કરીને પરસોતમ પીપળીયાને નિવેદન આપવા માટે બોલાવ્યા હતા.બીજી તરફ પોલીસે વિજ્ઞાન જાથાને કોઇ પણ પ્રકારના કાર્યક્રમો આયોજીત કરવાની મંજૂરી આપી નથીકાર્યક્રમ રોકવામાં આવે પરસોતમ પીપળીયા દ્વારા પોલીસ સ્ટેશનમાં બે અલગ-અલગ લેખિત અરજીઓ દાખલ કરવામાં આવી છે. તેમની પ્રથમ અરજીમાં એવી માંગ કરવામાં આવી છે કે, હનુમંત કથાના નામે અંતિમ દિવસે જે 'દિવ્ય દરબાર' અને કથિત ‘પ્રેત દરબાર’ યોજાવાનો છે, તેને મંજૂરી આપવામાં ન આવે અને તે કાર્યક્રમ રોકવામાં આવે. જ્યારે બીજી અરજીમાં તેમણે પોતાના જીવનું જોખમ હોવાનું જણાવીને પોલીસ પ્રોટેક્શન ની માગણી કરી છે. કથા સામે વ્યક્તિગત રીતે કોઈ જ વાંધો કે વિરોધ નથી મીડિયા સાથેની ખાસ વાતચીતમાં સામાજિક અગ્રણી પરસોતમ પીપળીયાએ પોતાની સ્થિતિ સ્પષ્ટ કરતાં જણાવ્યું હતું કે, "મને સનાતન ધર્મના પ્રચાર કે હનુમંત કથા સામે વ્યક્તિગત રીતે કોઈ જ વાંધો કે વિરોધ નથી. એક સનાતની તરીકે હું કથાનું સ્વાગત કરું છું, પરંતુ કથાના નામે જે ‘પ્રેત દરબાર’ અને અંધશ્રદ્ધાને પ્રેરણા આપતી બાબતો થવાની છે તેની સામે મારો સખત વિરોધ છે." સત્તાવાર લેખિત આમંત્રણ હજુ સુધી મળ્યું નથી આ સાથે જ તેમણે આયોજકો પર કટાક્ષ કરતા ઉમેર્યું હતું કે, આયોજકો દ્વારા માત્ર મીડિયાના માધ્યમથી જ તેમને આમંત્રણ આપવામાં આવ્યું છે, પરંતુ કોઈ પણ પ્રકારનું સત્તાવાર લેખિત આમંત્રણ હજુ સુધી મળ્યું નથી. આ વિવાદને પગલે રાજકોટ પોલીસ પણ એલર્ટ થઈ ગઈ છે અને કાર્યક્રમની મંજૂરીઓ અંગે કાયદાકીય તપાસ હાથ ધરી છે. આ પણ વાંચો----     Gujarat Latest News live : RBI એ મોટી જાહેરાત કરી, રેપો રેટ 5.25% પર યથાવત રહ્યો

Read Full Story arrow_forward