android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Anand : ચિખોદરામાં ફટાકડાના ગોડાઉનમાં બ્લાસ્ટ સાથે ભીષણ આગ, ફાયર સેફ્ટી મુદ્દે ઉઠ્યા સવાલો
calendar_today June 5, 2026

Anand : ચિખોદરામાં ફટાકડાના ગોડાઉનમાં બ્લાસ્ટ સાથે ભીષણ આગ, ફાયર સેફ્ટી મુદ્દે ઉઠ્યા સવાલો

ગુજરાતના આણંદ જિલ્લામાંથી વહેલી સવારે એક મોટી દુર્ઘટનાના સમાચાર સામે આવ્યા છે. આણંદ નજીક આવેલા ચિખોદરા ગામે આવેલા 'ભોલેનાથ ફટાકડા ગોડાઉન' માં અચાનક જ ભીષણ આગ ફાટી નીકળી હતી. વહેલી સવારે જ્યારે લોકો નિદ્રાધીન હતા, ત્યારે અચાનક ફટાકડાના ગંજાવર જથ્થામાં પ્રચંડ બ્લાસ્ટ સાથે આગ ભભૂકી ઉઠતા સમગ્ર પંથકમાં ભારે નાસભાગ અને અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. ધડાકાના અવાજ એટલા તીવ્ર હતા કે આસપાસના લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા.ફાયર બ્રિગેડનો કાફલો પહોંચ્યો ઘટનાની ગંભીરતાને જોતા સ્થાનિક રહીશોએ તુરંત ફાયર વિભાગને જાણ કરી હતી. આણંદ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક અસરથી ફાયર ફાઈટરોના મોટા કાફલા સાથે ઘટનાસ્થળે દોડી આવી હતી. ગોડાઉનમાં ફટાકડાનો મોટો જથ્થો હોવાને કારણે આગે મિનિટોમાં જ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું, જેના લીધે ફાયર જવાનોને શરૂઆતમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. હાલમાં ફાયર વિભાગ દ્વારા આગ પર કાબૂ મેળવવા માટે યુદ્ધના ધોરણે પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. ફાયર સેફ્ટી મુદ્દે સવાલો આ ભયાનક અકસ્માતને પગલે સ્થાનિક સ્તરે તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે. રહેણાંક વિસ્તારની નજીક આવેલા આ ભોલેનાથ ફટાકડા ગોડાઉનમાં ફાયર સેફ્ટી ના નિયમોનું પાલન થયું હતું કે નહીં, તેમજ તંત્ર દ્વારા એનઓસી આપવામાં આવી હતી કે નહીં તે મુદ્દે અનેક ગંભીર સવાલો ઉઠી રહ્યા છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે આણંદ જિલ્લામાં આવા અનેક ફટાકડાના ગોડાઉન અને દુકાનો કાયદેસરની ફાયર સેફ્ટીના અભાવ વચ્ચે ધમધમી રહ્યા છે, જે ગમે ત્યારે મોટી જાનહાનિ નોતરી શકે છે. હાલમાં પોલીસ અને વહીવટી ટીમ પણ તપાસ માટે ઘટનાસ્થળે પહોંચી છે.આ પણ વાંચો----     Gujarat Latest News live : જૂનાગઢમાં ગીર જંગલમાં આઇસોલેશનમાં રહેલા 7 સિંહોને મુક્ત કરાયા

Read Full Story arrow_forward
Bhavnagar : સિવિલમાં વેન્ટિલેટર કાઢી લેતા યુવકના મોતના આક્ષેપથી ખળભળાટ: 2 જુનિયર ડૉક્ટરો સામે તપાસ મુકાઇ
calendar_today June 5, 2026

Bhavnagar : સિવિલમાં વેન્ટિલેટર કાઢી લેતા યુવકના મોતના આક્ષેપથી ખળભળાટ: 2 જુનિયર ડૉક્ટરો સામે તપાસ મુકાઇ

ભાવનગર શહેરની સરકારી સિવિલ હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાંથી તબીબી જગતને હચમચાવી દેનારી એક ગંભીર ઘટના સામે આવી છે. હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાં સારવાર હેઠળ રહેલા એક નિર્દોષ યુવકનું વેન્ટિલેટર કથિત રીતે કાઢી લેવાના કારણે મોત નીપજ્યું હોવાના ગંભીર આક્ષેપો પરિવાર દ્વારા કરવામાં આવ્યા છે. હોસ્પિટલ તંત્રની આ ઘોર બેદરકારીના આક્ષેપો બાદ સમગ્ર રાજ્યના આરોગ્ય વિભાગમાં ખળભળાટ મચી ગયો છે અને તંત્ર દ્વારા આ મામલે કડક તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે.2 જુનિયર રેસિડેન્ટ ડૉક્ટરોની ગંભીર બેદરકારી મળતી માહિતી મુજબ, મૃતક યુવકના પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે ડ્યુટી પર હાજર 2 જુનિયર રેસિડેન્ટ ડૉક્ટરોની ગંભીર બેદરકારીના કારણે જ તેમના વહાલસોયા યુવકે જીવ ગુમાવ્યો છે. બંને ડોક્ટરોને કામથી અળગા કરી દેવાયા આ ઘટનાની ગંભીરતા અને લોકોના રોષને જોતા હોસ્પિટલ પ્રશાસન તાત્કાલિક એક્શન મોડમાં આવી ગયું છે. બંને આરોપી જુનિયર રેસિડેન્ટ ડૉક્ટરોને હોસ્પિટલની તમામ તબીબી કામગીરીથી તાત્કાલિક ધોરણે અળગા કરી દેવામાં આવ્યા છે અને સત્તાવાર રીતે મેમો આપી તેમની સામે આકરી વહીવટી કાર્યવાહી શરૂ કરાઈ છે.  3 સિનિયર ડૉક્ટરોની તપાસ સમિતી રચાઇ આ સમગ્ર હૃદયદ્રાવક ઘટનાની તટસ્થ અને ઊંડાણપૂર્વક તપાસ કરવા માટે હોસ્પિટલ સુપ્રિટેન્ડન્ટ દ્વારા 3 સિનિયર ડૉક્ટરોની એક હાઈ-લેવલ તપાસ સમિતિ ની રચના કરવામાં આવી છે. આ ખાસ કમિટી દ્વારા ઘટના સમયે આઈસીયુ વોર્ડમાં હાજર તમામ સ્ટાફ, નર્સિંગ સ્ટાફ, સુરક્ષા ગાર્ડ અને બંને જુનિયર ડૉક્ટરોના કડક નિવેદનો નોંધવામાં આવશે. વહીવટી તંત્રના જણાવ્યા અનુસાર, તપાસ સમિતિનો અહેવાલ આવ્યા બાદ જો ડૉક્ટરો દોષિત સાબિત થશે તો વધુ કાર્યવાહી થઇ શકે છે. ઼આ પણ વાંચો-----      Gujarat Latest News live : આણંદના ચિખોદરા ગામે ફટાકડા ગોડાઉનમાં આગ, ફટાકડાના જથ્થા કારણે આગ વધુ ભયજનક

Read Full Story arrow_forward
Srinagar:  રેનાવારી વિસ્તારના રહેણાંક મકાનમાં લાગી ભીષણ આગ, 2 લોકોના મોત
calendar_today June 5, 2026

Srinagar: રેનાવારી વિસ્તારના રહેણાંક મકાનમાં લાગી ભીષણ આગ, 2 લોકોના મોત

શ્રીનગરના ગીચ વસ્તીવાળા રૈનાવારી વિસ્તારના કલવાલ મોહલ્લામાં રાત્રે અંદાજે ૯:૩૦ વાગ્યે એક રહેણાંક મકાનમાં લાગેલી આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આ ગીચ વિસ્તારમાં આગ એટલી ઝડપથી ફેલાઈ કે ત્રણ માળની બે ઇમારતો સહિત કુલ ચાર મકાનો સંપૂર્ણપણે આગની લપેટમાં આવી ગયા હતા. ઘટનાની જાણ થતાં જ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ અને પોલીસની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. દુર્ઘટનામાં બે લોકોના મોત બચાવ કામગીરી દરમિયાન ફાયર ફાઈટરોએ અદમ્ય સાહસ બતાવીને એક લકવાગ્રસ્ત વૃદ્ધ વ્યક્તિનો આબાદ બચાવ કર્યો હતો. જોકે, આ દુર્ઘટનામાં બે લોકોના મોતના અહેવાલ સામે આવી રહ્યા છે. જ્યારે એક ફાયર ફાઈટર અને એક સ્થાનિક નાગરિક ઈજાગ્રસ્ત થયા છે. સ્થાનિક લોકો અને પોલીસના સહયોગથી ફાયર ફાઈટરોએ ભારે જહેમત બાદ આગને અન્ય મિલકતોમાં ફેલાતી અટકાવી હતી. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ થયું નથી, જેની તપાસ ચાલી રહી છે. રિયાસીમાં અચાનક પૂરનો પ્રકોપ બીજી તરફ, રિયાસી જિલ્લાના મહોર સબડિવિઝનના બાતોહી વિસ્તારમાં કુદરતનો કહેર જોવા મળ્યો હતો. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે નાળાના પાણીના સ્તરમાં અચાનક ઉછાળો આવતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતા. આ અચાનક આવેલા પૂરને કારણે લગભગ ૭ થી ૯ જેટલા મકાનોને ગંભીર નુકસાન થયું હતું. સ્થાનિક ગ્રામજનોમાં એવી આશંકા સેવાઈ રહી છે કે ઉપરવાસમાં વાદળ ફાટવાની ઘટના બની શકે છે, જેના કારણે પાણીનો પ્રવાહ અણધાર્યો અને અત્યંત શક્તિશાળી હતોઆ ઘટનાઓને કારણે જાનમાલને પહોંચ્યું નુકસાન આ બંને ઘટનાઓએ કાશ્મીરમાં જાન-માલને ભારે નુકસાન પહોંચાડ્યું છે. એક તરફ આગે રહેવાસીઓની જિંદગીની મૂડી સળગાવી દીધી, તો બીજી તરફ પૂરના કારણે લોકો ઘરવિહોણા બન્યા છે. સ્થાનિક વહીવટીતંત્ર હાલમાં બંને સ્થળોએ રાહત અને બચાવ કામગીરી પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે અને નુકસાનનો અંદાજ મેળવવા પ્રયત્નશીલ છે. આ ઘટનાઓએ ફરી એકવાર આપત્તિ સમયે સતર્ક રહેવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. આ પણ વાંચોઃ Petrol Diesel Price Today: આ શહેરમાં પેટ્રોલનો ભાવ 110ને પાર, જાણો તમારા શહેરના લેટેસ્ટ રેટ 

Read Full Story arrow_forward