Valsad News: દારૂના કેસમાં હેરાન નહીં કરવા પાંચ હજારની લાંચ લેતા બે પોલીસ કર્મી ઝડપાયા
વલસાડ જિલ્લાના ધરમપુરમાં લાંચિયા પોલીસ કર્મચારીઓ સામે નવસારી એસીબી (ACB) દ્વારા આજે એક મોટી અને સફળ કાર્યવાહી કરવામાં આવી છે.એક પ્રોહિબિશનના કેસમાં ફરિયાદીને હેરાન ન કરવાના અવેજ પેટે રૂપિયા પાંચ હજારની લાંચ લેતા પોલીસકર્મીઓને એસીબીની ટીમે છટકું ગોઠવીને ઝડપી પાડ્યા છે. હેડ કોન્સ્ટેબલ કિશોર ગાવિતને રંગેહાથ દબોચી લીધો મળતી વિગતો મુજબ ધરમપુર વિસ્તારમાં નોંધાયેલા એક પ્રોહિબિશન કેસમાં ફરિયાદીને હેરાનગતિ ન કરવા માટે પોલીસ કર્મચારીઓ દ્વારા લાંચની માંગણી કરવામાં આવી હતી.ફરિયાદી આ લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે આ અંગે નવસારી એસીબીનો સંપર્ક સાધ્યો હતો.એસીબીની ટીમે આજે ધરમપુર ખાતે સફળ ટ્રેપ ગોઠવીને રૂપિયા 5 હજારની લાંચ લેતા હેડ કોન્સ્ટેબલ કિશોર ગાવિતને રંગેહાથ દબોચી લીધો હતો. પોલીસ બેડામાં ભારે ખળભળાટ મચી ગયો એસીબીની આ કાર્યવાહી દરમિયાન લાંચના આ ગુનામાં સંડોવાયેલા અન્ય કોન્સ્ટેબલ રમેશ ગાવિતની પણ ધરપકડ કરવામાં આવી છે.ભ્રષ્ટાચારના આ મામલામાં સંડોવણી ખુલતા જ એસીબીએ બંને પોલીસ કર્મચારીઓને જેલભેગા કરી દીધા છે અને તેમની સામે કાયદેસરનો ગુનો નોંધી આગળની તપાસનો દોર શરૂ કર્યો છે. આ કાર્યવાહીથી પોલીસ બેડામાં ભારે ખળભળાટ મચી ગયો છે. આ પણ વાંચોઃ Gujarat Rain News: રાજ્યના અનેક વિસ્તારોમાં વાવાઝોડા સાથે વરસાદ ખાબક્યો, મહીસાગરમાં 16 મકાનોની છત ઉડી
Read Full Story arrow_forward