android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Kutch: રાયધણપર અને વરનોરા ગામમાં પથ્થરમારો અને તોફાન, બંને ગામો પોલીસ છાવણીમાં ફેરવાયા
calendar_today May 30, 2026

Kutch: રાયધણપર અને વરનોરા ગામમાં પથ્થરમારો અને તોફાન, બંને ગામો પોલીસ છાવણીમાં ફેરવાયા

કચ્છના ગ્રામ્ય વિસ્તારોમાં અચાનક હિંસા ભભૂકી ઉઠતાં ભારે ચકચાર મચી ગઈ છે. કચ્છના રાયધણપર ગામે નજીવી બાબતે અથવા જૂની અદાવતમાં બે જૂથના લોકો લાકડીઓ અને પથ્થરો સાથે સામસામે આવી ગયા હતા. એક જૂથના ઉશ્કેરાયેલા ટોળાએ ગામની અંદર જ ધિંગાણું શરૂ કરીને આડેધડ પથ્થરમારો કર્યો હતો, જેના કારણે આખા ગામમાં અફરાતફરી અને ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. આ ભારે પથ્થરમારાની ઘટનામાં ગામના આશરે 3 થી 4 લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હોવાના અહેવાલ છે. સ્થાનિકોએ તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે તમામ ઇજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા છે.પોલીસ પર હુમલાના પ્રયાસથી ખળભળાટરાયધણપરની ઘટના હજી શાંત પડી નહોતી ત્યાં કચ્છના જ અન્ય એક વરનોરા ગામેથી વધુ એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. કોઈ ગુનાહિત કેસના આરોપીને પકડવા માટે જ્યારે સ્થાનીક પોલીસની ટીમ વરનોરા ગામે પહોંચી ત્યારે અસામાજિક તત્વો અને તેમના સમર્થકોના ટોળાએ પોલીસ પર જ હુમલો કરવાનો ઘૃણાસ્પદ પ્રયાસ કર્યો હતો. કાયદાનો ડર ભૂલી ગયેલા તત્વોએ પોલીસ વાહનોને રોકીને ફરજમાં રૂકાવટ ઊભી કરી હતી. જોકે, પોલીસે સંયમપૂર્વક અને કડકાઈથી પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી.બંને ગામો પોલીસ છાવણીમાં ફેરવાયાઆ ડબલ હિંસક ઘટનાઓની જાણ થતાં જ પંથકના ઉચ્ચ પોલીસ અધિકારીઓનો મોટો કાફલો અને વધારાની પોલીસ ફોર્સ બંને ગામોમાં ઉતારી દેવામાં આવી છે. રાયધણપરમાં પથ્થરમારો કરનારા અને વરનોરામાં ખાખી પર હાથ ઉપાડવાનો પ્રયાસ કરનારા કેટલાક મુખ્ય તોફાની તત્વોની પોલીસે સ્થળ પરથી જ અટકાયત કરી લીધી છે. હાલ ગામમાં ફરી કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે એસઆરપી અને સ્થાનિક પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પોલીસ આ મામલે રાયધણપર અને વરનોરા બંને જગ્યાએ રાયોટિંગ તેમજ ફરજમાં રૂકાવટનો ગુનો નોંધી આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી રહી છે.આ પણ વાંચો: Rajkot: રૈયા રોડ પર પત્નીની નિર્મમ હત્યા કરી ફરાર થઈ ગયેલો પતિ કેશોદથી પકડાઈ ગયો

Read Full Story arrow_forward
Weather: આગામી 3 કલાકમાં રાજ્યના આ 4 જિલ્લાઓમાં ગાજવીજ સાથે ત્રાટકશે વરસાદ
calendar_today May 30, 2026

Weather: આગામી 3 કલાકમાં રાજ્યના આ 4 જિલ્લાઓમાં ગાજવીજ સાથે ત્રાટકશે વરસાદ

ગુજરાતના વાતાવરણને લઈને આ સમયના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. હવામાન વિભાગ દ્વારા હમણાં જ એક તાકીદનું વેધર બુલેટિન જાહેર કરવામાં આવ્યું છે. આ સત્તાવાર બુલેટિન અનુસાર, આગામી થોડા કલાકો રાજ્યના કેટલાક જિલ્લાઓ માટે ભારે સાબિત થઈ શકે છે. હવામાન વિભાગે સવારે 8:00 વાગ્યાથી લઈને 11:00 વાગ્યા સુધીનું હાઈ એલર્ટ જાહેર કરીને નાગરિકોને સાવચેત રહેવાની અપીલ કરી છે.સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં વરસાદ હવામાન વિભાગની લેટેસ્ટ સેટેલાઇટ ઈમેજ અનુસાર, ઉત્તર અને પૂર્વ ગુજરાતના વાતાવરણમાં અચાનક મોટો પલટો આવ્યો છે. ખાસ કરીને સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાને લઈને તંત્ર દ્વારા મોટું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ બંને જિલ્લાઓમાં તીવ્ર પવન ફૂંકાવાની અને વરસાદની શક્યતા છે. મહીસાગર અને દાહોદ જિલ્લામાં એલર્ટ આ ઉપરાંત મહીસાગર અને દાહોદ જિલ્લાને પણ આ એલર્ટમાં આવરી લેવામાં આવ્યા છે, જ્યાં આગામી 11 વાગ્યા સુધીમાં વાવાઝોડા સાથે વરસાદની આગાહી કરાઇ છે. પવનની ગતિ 40 થી 50 કિમી પ્રતિ કલાક આ ચારેય જિલ્લાઓમાં ભારે ગાજવીજ, કડાકા-ભડાકા અને તીવ્ર પવન સાથે કમોસમી વરસાદ એટલે કે માવઠાની પ્રબળ આશંકા છે. હવામાન કચેરીના મતે, આ સમયગાળા દરમિયાન પવનની ગતિ 40 થી 50 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે, જે કાચા મકાનો અને હોર્ડિંગ્સ માટે જોખમી સાબિત થઈ શકે છે. અચાનક વાતાવરણ પલટાશે સવાર-સવારમાં જ અચાનક વાતાવરણ પલટાતા વાહનચાલકો અને ખાસ કરીને ખેડૂતોમાં ચિંતાનો માહોલ વ્યાપી ગયો છે.વહીવટી તંત્ર દ્વારા તાકીદના પગલાં લેવાનું શરૂ કરી દેવાયું છે. આ પણ વાંચો----    Gandhinagar : મુખ્ય શિક્ષકો માટે શિક્ષણ વિભાગનો મોટો નિર્ણય, સળંગ સેવા અને જૂની પેન્શન યોજનાનો માર્ગ મોકળો

Read Full Story arrow_forward
Gujarat Latest News Live : અરવલ્લી જિલ્લામાં પ્રિ-મોન્સૂન એક્ટિવીટીનો ધમાકેદાર પ્રારંભ, મોડાસા પંથક અને શામળાજીમાં વરસાદ
calendar_today May 30, 2026

Gujarat Latest News Live : અરવલ્લી જિલ્લામાં પ્રિ-મોન્સૂન એક્ટિવીટીનો ધમાકેદાર પ્રારંભ, મોડાસા પંથક અને શામળાજીમાં વરસાદ

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 30 મેના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward