TCS Nashik Caseમાં મોટો વળાંક: SIT એ દાખલ કરી 1,500 પાનાની ચાર્જશીટ, ધર્માંતરણના કાવતરાનો પર્દાફાશ
મહારાષ્ટ્રના નાસિક સ્થિત ટીસીએસ (TCS) કેસમાં સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) એ એક મોટી કાર્યવાહી હાથ ધરી છે. દેવલાલી કેમ્પ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા આ હાઈ-પ્રોફાઈલ કેસમાં તપાસ એજન્સીએ કોર્ટ સમક્ષ ૧,૫૦૦ પાનાની વિગતવાર ચાર્જશીટ રજૂ કરી છે. ચાર્જશીટમાં નિદા ખાનથી લઈને દાનિશ ખાન સહિતના આરોપીઓ સામે અત્યંત ગંભીર આરોપો મૂકવામાં આવ્યા છે. વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર, આરોપીઓના વૉટ્સએપ ચેટ્સ (WhatsApp Chats) અને કોલ રેકોર્ડ્સની મદદથી આ આખા નેટવર્કની કડીઓ જોડવામાં સફળતા મળી છે. SITની ચાર્જશીટમાં કર્મચારીઓના ચોંકવાનારા ખુલાસાSIT દ્વારા દાખલ કરવામાં આવેલી ચાર્જશીટમાં પીડિત મહિલા કર્મચારીઓના ચોંકાવનારા નિવેદનો ટાંકવામાં આવ્યા છે. અહેવાલ મુજબ, કંપનીની મહિલા કર્મચારીઓ સાથે શરૂઆતમાં ખૂબ જ ઓપન અને વિશ્વાસપૂર્વક મિત્રતા કેળવવામાં આવતી હતી. એકવાર વિશ્વાસ જીત્યા પછી, તેમના પર કથિત રીતે ઇસ્લામ ધર્મ સ્વીકારવા માટે ભયંકર માનસિક દબાણ લાવવામાં આવતું હતું.ધર્માતંરણ કરવા કરાતું દબાણ, પીડિત મહિલાઓ ઘણી પીડિત મહિલાઓએ પોતાના નિવેદનમાં દાવો કર્યો છે કે, જો તેઓ આ બાબતનો વિરોધ કરતી તો તેમને નોકરીમાંથી કાઢી મૂકવાની, કારકિર્દી બરબાદ કરવાની અને સમાજમાં બદનામ કરવાની ધમકીઓ અપાતી હતી. આ કેસમાં છેડતી, માનસિક ઉત્પીડન અને ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવા બદલ ભારતીય દંડ સંહિતા (IPC) ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. વૉટ્સએપ ચેટ્સથી ખૂલ્યું આખું ષડયંત્ર SIT ની તપાસમાં સામે આવ્યું છે કે આ કેસ કોઈ વ્યક્તિગત ઘટના નથી, પરંતુ એક સુનિયોજિત કાવતરું છે. તમામ આરોપીઓ વૉટ્સએપ ગ્રૂપ અને મેસેજીસ દ્વારા સતત એકબીજાના સંપર્કમાં હતા અને કઈ રીતે દબાણ બનાવવું તેની યોજના ઘડતા હતા.અત્યાર સુધી હાથ ધરાયેલા તપાસમાં આ કેસમાં મુખ્ય આરોપીઓ આ 4 લોકો હોવાનું સામે આવ્યું.દાનિશ એજાઝ શેખ,નિદા એજાઝ ખાન તૌસિફ બિલાલ અખ્તર મતીન માજિદ પટેલ ક્યારે શરૂ થયો TCS વિવાદ અને કોની થઈ પૂછપરછ? આ સમગ્ર વિવાદની શરૂઆત નાસિક સ્થિત TCS કંપનીની કેટલીક મહિલા કર્મચારીઓ દ્વારા સતામણી અને ધર્માંતરણના દબાણ અંગેના સત્તાવાર આરોપો બાદ થઈ હતી. મામલાની ગંભીરતાને જોતાં આ કેસ તાત્કાલિક SIT ને સોંપવામાં આવ્યો હતો. હાલમાં પોલીસ તપાસ માત્ર મુખ્ય આરોપીઓ પૂરતી મર્યાદિત નથી, પરંતુ તેમને પડદા પાછળથી મદદ કરનારાઓની ભૂમિકા પણ તપાસવામાં આવી રહી છે. આ કડી અંતર્ગત પોલીસે AIMIM ના કોર્પોરેટર મતીન પટેલની પણ કડક પૂછપરછ કરી છે. મતીન પટેલ પર આરોપ છે કે તેમણે ધરપકડથી બચી રહેલી મુખ્ય આરોપી મહિલા નિદા ખાનને પોતાના ઘરે આશ્રય આપ્યો હતો. ૧,૫૦૦ પાનાના આ મજબૂત દસ્તાવેજી પુરાવા બાદ આગામી દિવસોમાં આરોપીઓની મુશ્કેલીઓ વધી શકે છે.આ પણ વાંચો : Karnataka: રાજ્યપાલે સિદ્ધારમૈયાનું રાજીનામું મંજૂર કર્યું, ડીકે શિવકુમારના શપથગ્રહણની તૈયારીઓ તેજ
Read Full Story arrow_forward