android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad : ઇબોલાનું એલર્ટ, યુગાન્ડાથી અમદાવાદ આવેલા 11 લોકો હોમ આઇસોલેશનમાં
calendar_today May 27, 2026

Ahmedabad : ઇબોલાનું એલર્ટ, યુગાન્ડાથી અમદાવાદ આવેલા 11 લોકો હોમ આઇસોલેશનમાં

વિશ્વના કેટલાક દેશોમાં પગપેસારો કરી રહેલા ખતરનાક ઇબોલા વાયરસ સામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અત્યારથી જ એક્શન મોડમાં આવી ગયું છે. તંત્ર દ્વારા આગોતરા પગલાંરૂપે તમામ જરૂરી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.મુસાફરોનું સખત સ્ક્રીનીંગ આ અંગે આરોગ્ય વિભાગના અધિકારીએ જણાવ્યું છે કે, ઇબોલા પ્રભાવિત મુખ્ય 3 દેશોમાંથી અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આવતા તમામ મુસાફરોનું સખત સ્ક્રીનીંગ કરવામાં આવી રહ્યું છે. AMC આ મામલે એરપોર્ટ ઓથોરિટી અને સિવિલ હોસ્પિટલના આરોગ્ય વિભાગ સાથે સતત સંકલનમાં છે. યુગાન્ડાથી કુલ 11 લોકો અમદાવાદ આવ્યા તંત્રના સત્તાવાર રિપોર્ટ મુજબ, અત્યાર સુધીમાં ઇબોલા પ્રભાવિત દેશ યુગાન્ડાથી કુલ 11 લોકો અમદાવાદ આવ્યા છે. જેમાં 9 ભારતીય નાગરિકો અને 2 યુગાન્ડાના નાગરિકોનો સમાવેશ થાય છે. રાહતની વાત એ છે કે આ તમામ 11 લોકોને હાલ હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે અને તેમનામાં ઇબોલાના કોઈ પણ પ્રકારના લક્ષણો જોવા મળ્યા નથી. તબીબી ટીમ તેમના પર સતત નજર રાખી રહી છે. SVP હોસ્પિટલ ખાતે 60 બેડનો અદ્યતન ક્વોરન્ટાઈન વોર્ડ સાવચેતીના ભાગરૂપે અમદાવાદની SVP હોસ્પિટલ ખાતે 60 બેડનો અદ્યતન ક્વોરન્ટાઈન વોર્ડ તૈયાર કરી દેવામાં આવ્યો છે. જો એરપોર્ટ પર સ્ક્રીનીંગ દરમિયાન કોઈ પણ પેસેન્જરમાં ઇબોલાના શંકાસ્પદ લક્ષણો જણાશે, તો તેમને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવશે. AMCના આરોગ્ય વિભાગે નાગરિકોને ન ગભરાવા અને તકેદારી રાખવા અપીલ કરી છે.આ પણ વાંચો----     Baba Bageshwar Controversy: નાગપુરના પડકારથી લઈને 4 બાળકોના નિવેદન સુધી, જાણો ધીરેન્દ્ર શાસ્ત્રી સાથે જોડાયેલા વિવાદાસ્પદ કિસ્સાઓ

Read Full Story arrow_forward
Banaskantha : હાઈવોલ્ટેજ ડ્રામા, ચૂંટણી અધિકારીનું બીપી વધી જતાં દિયોદર તા.પંચાયતની ચૂંટણી મુલતવી
calendar_today May 27, 2026

Banaskantha : હાઈવોલ્ટેજ ડ્રામા, ચૂંટણી અધિકારીનું બીપી વધી જતાં દિયોદર તા.પંચાયતની ચૂંટણી મુલતવી

બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકા પંચાયતની પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણીને લઈને છેલ્લા ચાર દિવસથી ચાલી રહેલો હાઈવોલ્ટેજ રાજકીય ડ્રામા આજે એક નાટકીય વળાંક પર પહોંચ્યો છે. ચૂંટણી પ્રક્રિયા દરમિયાન જ અચાનક ચૂંટણી અધિકારી અને દિયોદર પ્રાંત અધિકારીનું બ્લડ પ્રેશર હાઈ થઈ જતાં દિયોદર તાલુકા પંચાયતની ચૂંટણી મુલતવી રાખવાની ફરજ પડી છે. પ્રાંત અધિકારીની તબિયત લથડતાં તેમને તાત્કાલિક સારવાર અર્થે પાલનપુરની બનાસ મેડિકલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.સ્થાનિક રાજકારણમાં ભારે ગરમાવો બીજી તરફ, આ સમગ્ર ઘટનાક્રમને પગલે સ્થાનિક રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે. દિયોદર તાલુકા પંચાયતમાં કોંગ્રેસ પાસે સ્પષ્ટ બહુમતી હોવાથી, કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો દ્વારા સરકારી તંત્ર અને સત્તાધારી પક્ષ ભાજપ પર ગંભીર આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. કોંગ્રેસી છાવણીમાં ભારે રોષ કોંગ્રેસનો આરોપ છે કે બહુમતી હોવા છતાં સત્તાના જોરે ચૂંટણી રોકવા માટે તંત્ર સાથે મળીને આ પ્રકારનો ખેલ રચવામાં આવી રહ્યો છે. છેલ્લા 4 દિવસથી ચાલી રહેલા આ રાજકીય ઘમસાણ વચ્ચે ચૂંટણી મુલતવી રહેતાં કોંગ્રેસી છાવણીમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, જ્યારે સમગ્ર પંથકમાં આ મામલો ભારે ચર્ચાનો વિષય બન્યો છે.આ પણ વાંચો----     Baba Bageshwar Controversy: નાગપુરના પડકારથી લઈને 4 બાળકોના નિવેદન સુધી, જાણો ધીરેન્દ્ર શાસ્ત્રી સાથે જોડાયેલા વિવાદાસ્પદ કિસ્સાઓ

Read Full Story arrow_forward
Surat News: કામરેજમાં નકલી ઘી ફેક્ટરી ઝડપાઈ, 3 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો
calendar_today May 27, 2026

Surat News: કામરેજમાં નકલી ઘી ફેક્ટરી ઝડપાઈ, 3 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો

તહેવારો નજીક હોય કે સામાન્ય દિવસો, ખાણીપીણીની વસ્તુઓમાં ભેળસેળ કરતા તત્વો બેફામ બન્યા છે. સુરત ગ્રામ્ય વિસ્તારમાંથી ફરી એકવાર શંકાસ્પદ નકલી ઘી બનાવતી ફેક્ટરી ઝડપાતા ચકચાર મચી ગઈ છે. કામરેજના નવાગામ ઉદ્યોગનગર વિસ્તારમાં ધમધમતી આ ફેક્ટરી પર જિલ્લા LCB અને ફૂડ વિભાગે સંયુક્ત રીતે ત્રાટકીને મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે.'ગાયના શુદ્ધ ઘી' ના નામે ચાલતું હતું પાપ ઘટનાની મળતી માહિતી અનુસાર, કામરેજના નવાગામ ઉદ્યોગનગરમાં ‘આરાધ્યા માર્કેટિંગ એન્ડ ડેરી પ્રોડક્ટ’ ના નામે એક ફેક્ટરી ચલાવવામાં આવી રહી હતી. આ ફેક્ટરીમાં માનવ સ્વાસ્થ્ય સાથે ચેડાં કરીને પામ ઓઇલ અને વનસ્પતિ ઓઇલનું મિશ્રણ કરી શંકાસ્પદ ઘી તૈયાર કરવામાં આવતું હતું. એટલું જ નહીં, આ નકલી ઘીને અલગ-અલગ સાઈઝના ડબ્બાઓમાં પેક કરી તેના પર "ગાયનું શુદ્ધ ઘી" લખીને બજારમાં વેચી દેવામાં આવતું હતું. LCB અને ફૂડ વિભાગની મોટી કાર્યવાહી આ કાળા કારોબાર અંગે સુરત જિલ્લા એલસીબી (LCB) ને ચોક્કસ બાતમી મળી હતી. જેના આધારે LCB ની ટીમે ફૂડ વિભાગના અધિકારીઓને સાથે રાખીને ફેક્ટરી પર ઓચિંતા દરોડા પાડ્યા હતા. આ રેડ દરમિયાન ફેક્ટરીમાંથી મોટા પ્રમાણમાં ભેળસેળયુક્ત સામગ્રી મળી આવી હતી. જેમાં રૂ. 3 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસે ફેક્ટરીમાંથી મોટા પ્રમાણમાં પામ ઓઇલ અને વનસ્પતિ ઓઇલનો જથ્થો, તૈયાર કરાયેલું શંકાસ્પદ નકલી ઘી, ઘી બનાવવા માટેની અન્ય સામગ્રી અને કેમિકલ્સ અને પેકિંગ કરવા માટેના ખાલી ડબ્બા અને સાધન સામગ્રી જપ્ત કરી છે. રૂ. 3 લાખથી વધુનો મુદ્દામાલ કબજે પોલીસે આ તમામ વસ્તુઓ મળીને કુલ રૂ. 3 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. ફૂડ વિભાગે ઘીના સેમ્પલ લઈને લેબોરેટરીમાં ટેસ્ટિંગ માટે મોકલી આપ્યા છે, અને ફેક્ટરીના સંચાલકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ રેડ બાદ નકલી ખાદ્યપદાર્થો વેચતા વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. આ પણ વાંચો - Surat : મોટા વરાછામાં બેડરૂમનો દરવાજો લોક થઈ જતાં દોઢ વર્ષનો વિવાન ફસાયો, ફાયર બ્રિગેડે કર્યું સુરક્ષિત રેસ્ક્યૂ

Read Full Story arrow_forward