android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat Latest News Updated Live: અમદાવાદમાં ટ્રાફિક જામની સમસ્યા ઉકેલવા AMC અને Google Mapsનો સ્માર્ટ પાયલોટ પ્રોજેક્ટ શરૂ
calendar_today May 21, 2026

Gujarat Latest News Updated Live: અમદાવાદમાં ટ્રાફિક જામની સમસ્યા ઉકેલવા AMC અને Google Mapsનો સ્માર્ટ પાયલોટ પ્રોજેક્ટ શરૂ

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 20 મેના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
IMD Weather: દિલ્હી, બાંદા સહિત અનેક શહેરોમાં ગરમીનો પારો 47ને પાર, 17 રાજ્યોમાં ભારે વાવાઝોડાની ચેતવણી
calendar_today May 21, 2026

IMD Weather: દિલ્હી, બાંદા સહિત અનેક શહેરોમાં ગરમીનો પારો 47ને પાર, 17 રાજ્યોમાં ભારે વાવાઝોડાની ચેતવણી

સમગ્ર દેશમાં હાલ હવામાનનો મિજાજ અત્યંત ચિંતાજનક બની રહ્યો છે. એક તરફ ઉત્તર અને મધ્ય ભારત ભીષણ ગરમી અને લૂની ઝપેટમાં છે, તો બીજી તરફ અનેક રાજ્યોમાં વાવાઝોડા અને ભારે વરસાદનો ખતરો તોળાઈ રહ્યો છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ દેશના 8 રાજ્યો માટે તીવ્ર હીટવેવનું એલર્ટ જારી કર્યું છે, જ્યારે આગામી 12 કલાકમાં 17 રાજ્યોમાં ભારે તોફાન અને વરસાદની આગાહી કરી છે.આભમાંથી વરસી રહી છે આગ, બાંદા દેશમાં સૌથી ગરમ દિલ્હી-એનસીઆર સહિત સમગ્ર ઉત્તર અને મધ્ય ભારતમાં સૂર્યનારાયણનો પ્રકોપ અસહ્ય બની ગયો છે. બપોરના સમયે ફૂંકાતા ગરમ પવનો (લૂ) ત્વચાને દઝાડી રહ્યા છે. ઉત્તર પ્રદેશનું બાંદા શહેર સતત બે દિવસથી સમગ્ર દેશમાં સૌથી ગરમ સ્થળ નોંધાયું છે, જ્યાં તાપમાન 48 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે, જે સામાન્ય કરતાં 4.5 ડિગ્રી વધુ છે. રાજધાની દિલ્હીમાં પણ પારો 47 ડિગ્રીની આસપાસ પહોંચી ગયો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દેશના મોટાભાગના વિસ્તારોમાં મહત્તમ તાપમાન 40 થી 47 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે નોંધાઈ રહ્યું છે. 8 રાજ્યોમાં ઓરેન્જ અને રેડ એલર્ટની સ્થિતિ હવામાન વિભાગે ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા, ઓડિશા અને દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ સહિત ૮ રાજ્યો માટે આગામી સાત દિવસ માટે ઓરેન્જ હીટવેવ એલર્ટ જારી કર્યું છે. ખાસ કરીને ઉત્તર પ્રદેશમાં સ્થિતિ વધુ ખરાબ છે, જ્યાં આગામી ત્રણ દિવસ માટે રેડ એલર્ટ જાહેર કરાયું છે. બુંદેલખંડ અને વિદર્ભ જેવા વિસ્તારોમાં 20 થી 24 મે દરમિયાન 40 કિમી પ્રતિ કલાકની ઝડપે ગરમ પવનો ફૂંકાવાની શક્યતા છે. 17 રાજ્યોમાં વાવાઝોડા અને ભારે વરસાદની ચેતવણી તીવ્ર ગરમીની વચ્ચે જ દેશના 17 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં સર્જાયેલી સાનુકૂળ પરિસ્થિતિઓને કારણે ચોમાસું ધીમે-ધીમે ઉત્તર અને પૂર્વ તરફ આગળ વધી રહ્યું છે. આ દરમિયાન કેટલાક વિસ્તારોમાં 80 થી 100 કિમી પ્રતિ કલાકની ઝડપે વિનાશક પવન ફૂંકાઈ શકે છે. બે વિપરિત પરિસ્થિતિપૂર્વોત્તર ભારતના રાજ્યો જેવા કે આસામ, અરૂણાચલ પ્રદેશ, મેઘાલય, મણિપુર, નાગાલેન્ડ, મિઝોરમ અને ત્રિપુરા ઉપરાંત આંદામાન-નિકોબાર ટાપુઓમાં આગામી દિવસોમાં મુશળધાર વરસાદ પડવાની સંભાવના છે. આમ, દેશ અત્યારે એકસાથે બે વિપરીત ઋતુઓનો સામનો કરી રહ્યો છે; ક્યાંક આકરી ગરમી જીવ લઈ રહી છે તો ક્યાંક વાવાઝોડું તબાહી મચાવવા તૈયાર છે.આ પણ વાંચોઃ Gujarat Latest News Updated: સુરતમાં બિલ્ડરના ઘરમાંથી 48 લાખની ચોરી કરનાર કુખ્યાત ઝડપાયો,પોલીસે મુદ્દામાલ જપ્ત કર્યો

Read Full Story arrow_forward
PM Modiની અધ્યક્ષતામાં આજે મંત્રી પરિષદની મેગા બેઠક, આ મુદ્દે લેવાઇ શકે છે મહત્વનો નિર્ણય
calendar_today May 21, 2026

PM Modiની અધ્યક્ષતામાં આજે મંત્રી પરિષદની મેગા બેઠક, આ મુદ્દે લેવાઇ શકે છે મહત્વનો નિર્ણય

પીએમ નરેન્દ્ર મોદી ગુરુવારે સાંજે 4 વાગ્યે નવી દિલ્હીના 'સેવા તીર્થ' ખાતે મંત્રી પરિષદની એક અત્યંત મહત્વપૂર્ણ બેઠકની અધ્યક્ષતા કરશે. એક વર્ષના લાંબા અંતરાલ બાદ યોજાનારી આ બેઠકમાં તમામ કેબિનેટ મંત્રીઓ, સ્વતંત્ર હવાલો ધરાવતા રાજ્ય મંત્રીઓ અને અન્ય તમામ રાજ્ય મંત્રીઓ અનિવાર્યપણે ઉપસ્થિત રહેશે. પીએમ મોદીના પાંચ દિવસના વિદેશ પ્રવાસથી પરત ફર્યા બાદ તરત જ બોલાવવામાં આવેલી આ બેઠકને કેન્દ્ર સરકારની મધ્ય-ગાળાની કામગીરીની મોટી સમીક્ષા તરીકે જોવામાં આવી રહી છે.વિવિધ મંત્રાલયોની કામગીરી અને ભવિષ્યના રોડમેપની સમીક્ષા આ હાઈ-પ્રોફાઈલ બેઠકમાં સરકારની મુખ્ય કલ્યાણકારી યોજનાઓ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સની પ્રગતિનું મૂલ્યાંકન કરવામાં આવશે. વિવિધ મંત્રાલયોના કાર્યપ્રણાલી, તાજેતરમાં લેવાયેલા મુખ્ય નિર્ણયો, તેના પરિણામો અને આગામી મહિનાઓ માટેના વહીવટી રોડમેપ પર વિસ્તૃત ચર્ચા થશે. પશ્ચિમ એશિયાના સંકટ પર ખાસ નજર હાલમાં ચાલી રહેલા પશ્ચિમ એશિયાના સંકટ અને તેના કારણે ઊભી થનારી આર્થિક અસરો વચ્ચે આ બેઠક પર સમગ્ર દેશની નજર છે. પીએમ મોદી આ વૈશ્વિક તણાવથી દેશના નાગરિકોને ઓછી અસુવિધા થાય તે માટે ઊર્જા, કૃષિ, ખાતર, ઉડ્ડયન, શિપિંગ અને લોજિસ્ટિક્સ જેવા મહત્વના વિભાગોને ખાસ દિશાનિર્દેશો આપી શકે છે. યુદ્ધ પ્રભાવિત લોકોની સમસ્યાઓ દૂર કરવા માટે પણ જરૂરી પગલાં લેવા સૂચના આપવામાં આવશે. મંત્રીમંડળમાં ફેરબદલની તેજ થતી અટકળો આ બેઠક એવા સમયે યોજાઈ રહી છે જ્યારે મોદી 3.0 સરકારના મંત્રીમંડળમાં મોટા ફેરબદલ અને વિસ્તરણની ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી છે. જૂન 2024માં સત્તામાં આવેલી ત્રીજી મોદી સરકારની બીજી વર્ષગાંઠ નજીક છે, ત્યારે જૂનના બીજા અઠવાડિયામાં કેબિનેટમાં ફેરબદલ થવાની પ્રબળ સંભાવનાઓ વચ્ચે આ બેઠક વહીવટી અને રાજકીય રીતે અત્યંત નિર્ણાયક સાબિત થશે. આ પણ વાંચો----     Gandhinagar : વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ 19 સમિતિઓ ગઠિત કરી, આ દિગ્ગજોને સોંપાઈ મહત્વની જવાબદારી

Read Full Story arrow_forward