Gandhinagar News: રાજ્યપાલની જનગણના-2027 અન્વયે ઓનલાઈન સ્વ નોંધણી
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા ‘જનગણના-2027’ અન્વયે ઓનલાઈન સ્વ નોંધણી (Self-Enumeration) કરાવીને દેશવાસીઓ સમક્ષ એક પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે. દેશના ઇતિહાસમાં પ્રથમ વખત સમગ્ર વસતિ ગણતરીની પ્રક્રિયા ડિજીટલ માધ્યમથી હાથ ધરવામાં આવી રહી છે. આ પ્રસંગે રાજ્યપાલે ગુજરાત સહિત સમગ્ર દેશના નાગરિકોને આ પ્રક્રિયામાં ઉત્સાહભેર ભાગ લેવા અને ડિજિટલ સ્વ-ગણતરી પદ્ધતિનો મહત્તમ ઉપયોગ કરવા માટે ખાસ અનુરોધ કર્યો છે.સચોટ આંકડા 'વિકસિત ભારત' માટે બનશે માઈલસ્ટોન રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે વસતિ ગણતરીના મહત્વ પર પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે, જનગણના એ માત્ર વસતિની સંખ્યા ગણવાનું કામ નથી, પરંતુ દેશના સર્વાંગી વિકાસનો પાયો છે. આ પ્રક્રિયા દ્વારા એકત્રિત થનારા સચોટ આંકડાઓ ભવિષ્યમાં 'વિકસિત ભારત'ના નિર્માણ માટે અને જનકલ્યાણની વિવિધ સરકારી યોજનાઓ તેમજ નીતિઓ ઘડવામાં ખૂબ જ ઉપયોગી અને માઈલસ્ટોન (મહત્વનો પથ્થર) સાબિત થશે. ડિજિટલ પદ્ધતિના કારણે સમયની બચત થશે અને ડેટા વધુ સચોટ રહેશે. ડિજિટલ વસતિ ગણતરીમાં જોડાવા નાગરિકોને અપીલ આ નવીનતમ વ્યવસ્થા હેઠળ નાગરિકો પોતે જ ઓનલાઈન પોર્ટલના માધ્યમથી સુરક્ષિત રીતે પોતાના પરિવારની વિગતો નોંધી શકશે. દેશની પ્રગતિમાં દરેક નાગરિકની ભાગીદારી સુનિશ્ચિત કરવાના આ ડિજિટલ અભિયાનને સફળ બનાવવા માટે તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. રાજ્યપાલે દેશના તમામ સજાગ નાગરિકોને રાષ્ટ્રહિતના આ મહત્ત્વપૂર્ણ કાર્યમાં પોતાની વિગતો ચોકસાઈપૂર્વક ઓનલાઈન નોંધાવવા અપીલ કરી છે. Gandhinagar News: Digital Census: Gujarat Governor Completes Online Self-Registration for Census 2027આ પણ વાંચો -
Read Full Story arrow_forward