android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gandhinagar : ભાજપે પદાધિકારીઓની નિમણૂક મુદ્દે આપ્યું મોટું નિવેદન,વાંચો ક્યારે થશે નામો જાહેર
calendar_today May 18, 2026

Gandhinagar : ભાજપે પદાધિકારીઓની નિમણૂક મુદ્દે આપ્યું મોટું નિવેદન,વાંચો ક્યારે થશે નામો જાહેર

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં પદાધિકારીઓની નિમણૂકમાં થઈ રહેલા વિલંબને લઈને ચાલી રહેલી અટકળો વચ્ચે સત્તાધારી પક્ષ ભાજપ દ્વારા એક મહત્વનું નિવેદન જાહેર કરવામાં આવ્યું છે. ભાજપના પ્રદેશ પ્રવક્તા અનિલ પટેલે સ્પષ્ટ કર્યું છે કે સંગઠન સ્તરે મોટાભાગની આંતરિક કામગીરી પૂર્ણ કરી લેવામાં આવી છે અને ખૂબ જ ટૂંક સમયમાં નવા પદાધિકારીઓના નામોની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.રજૂઆતો સાંભળવાનું કામ શિસ્તબદ્ધ રીતે પૂર્ણભાજપ પ્રવક્તા અનિલ પટેલે જણાવ્યું હતું કે, "ગુજરાતની જનતાએ ભાજપ પર અતૂટ વિશ્વાસ મૂકીને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં 90 ટકાથી વધુ સમર્થન આપ્યું છે. પક્ષના નિયમો અને આંતરિક લોકશાહીની પ્રક્રિયા મુજબ સ્થાનિક સ્તરે અને ઝોન વાઇઝ આગેવાનો તેમજ કાર્યકરોની સેન્સ લેવાનું અને રજૂઆતો સાંભળવાનું કામ શિસ્તબદ્ધ રીતે પૂર્ણ કરી લેવામાં આવ્યું છે." PM પ્રવાસને કારણે પ્રક્રિયા થોડી લંબાઈ હતી નિમણૂકોમાં થઈ રહેલા વિલંબનું કારણ સ્પષ્ટ કરતા તેમણે ઉમેર્યું કે, તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસ અને અન્ય મહત્વના કાર્યક્રમોના કારણે પ્રદેશ પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠકને થોડા સમય માટે સ્થગિત રાખવી પડી હતી. જોકે, પીએમના પ્રવાસ બાદ પ્રદેશ ચૂંટણી સમિતિ અને પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક ફરી એકવાર મળી હતી, જેમાં બાકી રહેલી ચર્ચાઓને આખરી ઓપ આપી દેવાયો છે. પક્ષે પદાધિકારીઓની પસંદગીનું હોમવર્ક મોટાભાગે પૂર્ણ કરી લીધું પ્રવક્તાના દાવા મુજબ પક્ષે પદાધિકારીઓની પસંદગીનું હોમવર્ક મોટાભાગે પૂર્ણ કરી લીધું છે. આગામી 22 તારીખથી લઈને 25 તારીખ સુધીમાં રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના મોટાભાગના હોદ્દેદારો અને પદાધિકારીઓની નિમણૂકો જાહેર કરી દેવામાં આવે તેવી પુરેપુરી શક્યતા છે. આ નિવેદન બાદ હવે ટૂંક સમયમાં જ વહીવટી તંત્રને નવા પદાધિકારીઓ મળી જશે તે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. આ પણ વાંચો----     Vadodara : હનીટ્રેપ ગેંગનો પર્દાફાશ, પ્રેમજાળમાં ફસાવી વેપારી પાસેથી 75 લાખ ખંખેર્યા

Read Full Story arrow_forward
Rajkot: પતિના અફેર અને સાસરીયાના ત્રાસથી કંટાળી પરિણીતાનો આપઘાત, પોલીસ ફરિયાદ નોંધાઈ
calendar_today May 18, 2026

Rajkot: પતિના અફેર અને સાસરીયાના ત્રાસથી કંટાળી પરિણીતાનો આપઘાત, પોલીસ ફરિયાદ નોંધાઈ

રાજકોટના મેંગો માર્કેટ પાસે આવેલી ખોડલધામ સોસાયટીમાંથી એક કાળજું કંપાવી દેનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં રહેતી એક 24 વર્ષની આશાસ્પદ પરિણીતા નિકિતા પ્રજાપતિએ ગત 14 તારીખના રોજ સાસરીયાના અસહ્ય માનસિક ત્રાસ અને પતિના અન્ય સ્ત્રી સાથેના ગેરકાયદેસર સંબંધોથી કંટાળીને આત્મહત્યા કરી લીધી હતી. આ મામલે હવે મૃતક યુવતીના પિયર પક્ષ દ્વારા રાજકોટ પોલીસ મથકે સત્તાવાર રીતે ફરિયાદ દાખલ કરવામાં આવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.અફેરની જાણ થતાં રિસામણે ગઈ હતી પરિણીતામળતી માહિતી મુજબ, મૃતક નિકિતાના લગ્ન અજય પ્રજાપતિ સાથે થયા હતા. લગ્નજીવન દરમિયાન નિકિતાને જાણ થઈ હતી કે તેના પતિ અજયને અન્ય કોઈ મહિલા સાથે પ્રેમ સંબંધ (અફેર) છે. પતિના આ અફેર અંગે જ્યારે નિકિતાએ વિરોધ કર્યો ત્યારે પતિ અને સાસરીયાઓ દ્વારા તેને શારીરિક અને માનસિક ત્રાસ આપવાનું શરૂ કરાયું હતું. આ ત્રાસ અને લફરાબાજીથી કંટાળીને નિકિતા અગાઉ પોતાના પિયર રિસામણે પણ જતી રહી હતી. જો કે, બાદમાં સમજાવટથી તે પાછી સાસરે આવી હતી, પરંતુ સાસરીયાઓનો ત્રાસ ચાલુ જ રહ્યો હતો.સાસુની વિકૃત માનસિકતા આવી સામેઆ કેસમાં સૌથી વધુ ચોંકાવનારી અને આઘાતજનક બાબત એ સામે આવી છે કે, જ્યારે નિકિતાએ તેના પતિના અફેર અને વ્યસન અંગે સાસુને ફરિયાદ કરી હતી, ત્યારે તેની સાસુ મોહિનીબેને પુત્રને સુધારવાને બદલે નિકિતાને એવું કહીને ધમકાવી હતી કે, "આજના આધુનિક જમાનામાં અફેર (પ્રેમ સંબંધો) રાખવા અને સ્મોકિંગ (ધૂમ્રપાન) કરવું એ બધું નોર્મલ (સામાન્ય) છે, તેમાં આટલો હોબાળો ન કરવાનો હોય." સાસુના આવા વાણી-વર્તન અને પતિની પ્રવૃત્તિઓથી આખી ભાંગી પડેલી નિકિતાએ આખરે કટોકટીનું પગલું ભરી ૧૪ તારીખે આપઘાત કરી લીધો હતો.ભાઈએ નોંધાવી ફરિયાદ, પોલીસ તપાસ શરૂબહેનના મોતના પગલે પિયર પક્ષ પર આભ તૂટી પડ્યું છે. મૃતક નિકિતાના ભાઈ કેતન પ્રજાપતિએ આ અંગે રાજકોટ પોલીસ સ્ટેશનમાં બહેનને મરવા મજબૂર કરવા બદલ સત્તાવાર ફરિયાદ નોંધાવી છે. પોલીસે નિકિતાના પતિ અજય પ્રજાપતિ, સસરા ભેરુભાઈ મગનભાઈ પ્રજાપતિ અને સાસુ મોહિનીબેન પ્રજાપતિ વિરૂદ્ધ દહેજ ઉત્પીડન, ઘરેલુ હિંસા અને આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોંધી આરોપીઓને રાઉન્ડઅપ કરવા ચક્રો ગતિમાન કર્યા છે.આ પણ વાંચો: Panchmahal: ગોધરા-અમદાવાદ હાઇવે પરથી 86 લાખની વ્હેલ માછલીની ઉલ્ટી સાથે બે તસ્કરો ઝડપાયા

Read Full Story arrow_forward
UP : હાઈવે પર મોતનું તાંડવ! ટ્રક અને પેસેન્જર મેજિક વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત, 10ના મોત
calendar_today May 18, 2026

UP : હાઈવે પર મોતનું તાંડવ! ટ્રક અને પેસેન્જર મેજિક વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત, 10ના મોત

લખીમપુર ખેરી જિલ્લામાં નેશનલ હાઈવે 730 પર એક દર્દનાક અકસ્માત સર્જાયો છે. જ્યાં ઈસાનગર પોલીસ સ્ટેશન વિસ્તારના બરેહટા પાસે મુસાફરોથી ભરેલી ટાટા મેજિક અને ટ્રક વચ્ચે ટક્કર થઈ હતી. જેના કારણે ટાટા મેજિકમાં સવાર આશરે 10 મુસાફરોના મોત થયા છે, જ્યારે ચાર મુસાફરોની હાલત ગંભીર છે. જેમને સારવાર માટે સામુદાયિક આરોગ્ય કેન્દ્ર ઈસાનગરમાં દાખલ કરવામાં આવ્યા છે. ભીષણ માર્ગ અકસ્માતમાં 8ના ઘટનાસ્થળે મોત, 2એ સારવાર દરમિયાન તોડ્યો દમ ઈસાનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં નેશનલ હાઈવે પર સોમવારે સવારે લગભગ 7 વાગ્યે બરેહટા પાસે આશરે 14 મુસાફરોને લઈને એક ટાટા મેજિક લખીમપુરથી બહરાઈચ તરફ જઈ રહી હતી. ત્યારે બહરાઈચ તરફથી આવી રહેલી પૂરઝડપે ટ્રક સાથે તે અથડાઈ હતી. જેના કારણે ટાટા મેજિકમાં સવાર 8 મુસાફરોના તો ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે સામુદાયિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર દરમિયાન વધુ બે મુસાફરોના મોત થયા હતા. ઘટના પર સીઓ (CO) એ શું કહ્યું? ઘટનાની જાણકારી મળ્યા બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને તમામ મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે જિલ્લા મથકે મોકલી આપ્યા છે. તેમજ ઘાયલોને સારવાર માટે સામુદાયિક આરોગ્ય કેન્દ્ર ઈસાનગરમાં દાખલ કરવામાં આવ્યા છે. ધૌરહરા વિસ્તારના સીઓ શમશેર સિંહે જણાવ્યું કે આજે સવારે લગભગ 7 વાગ્યે ઈસાનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બરેહટા ગામ પાસે લખીમપુર અને બહરાઈચ હાઈવે પર એક માર્ગ અકસ્માત થયો હતો. જેમાં ટ્રક અને મેજિક વચ્ચે સામસામે ટક્કર થઈ હતી. આ ટક્કરમાં 10 લોકોના મૃત્યુ થયા છે, જેમાં 7 પુરુષો અને બે મહિલાઓ છે. જ્યારે અકસ્માતમાં 4 લોકો ઘાયલ પણ થયા છે, જેમની સારવાર ચાલી રહી છે. મૃતકોના પરિવારજનોને જાણ કરી દેવામાં આવી છે અને મામલામાં આગળની કાર્યવાહી ચાલુ છે.આ પણ વાંચો- Iran પર અંતિમ પ્રહારની તૈયારી, ઓપરેશન સ્લેજહેમર પર મંથન કરી રહ્યું છે અમેરિકા, શું છે US આર્મીનો પ્લાન?

Read Full Story arrow_forward