Gujarat News : નીતિ આયોગનો ચોંકાવનારો રિપોર્ટ, રાજ્યની 2936 શાળાઓ માત્ર એક જ શિક્ષકના ભરોસે
નીતિ આયોગ દ્વારા વર્ષ 2024-25 માટે જાહેર કરવામાં આવેલા શિક્ષણના અહેવાલમાં ગુજરાતના શિક્ષણતંત્રની કથળેલી સ્થિતિને ઉજાગર કરતા ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. આ રિપોર્ટ અનુસાર, રાજ્યની વહીવટી વિસંગતતા એવી છે કે 63 સરકારી શાળાઓમાં ચાલુ વર્ષે એક પણ બાળકે પ્રવેશ લીધો નથી, જ્યારે બીજી તરફ 78 શાળાઓ એવી છે જ્યાં એક પણ વિદ્યાર્થી ન હોવા છતાં ત્યાં શિક્ષકોની નિયુક્તિ કરવામાં આવી છે. રાજ્યની 2,936 શાળાઓ માત્ર એક જ શિક્ષકના ભરોસે ચાલી રહી છે. 2,936 શાળાઓ માત્ર એક જ શિક્ષકના ભરોસે નીતિ આયોગના રિપોર્ટમાં સૌથી ગંભીર બાબત એ છે કે, રાજ્યની 2,936 શાળાઓ માત્ર એક જ શિક્ષકના ભરોસે ચાલી રહી છે અને આ એક શિક્ષકવાળી શાળાઓમાં કુલ 1,05,134 બાળકો અભ્યાસ કરી રહ્યા છે. જેના કારણે ગુણવત્તાયુક્ત શિક્ષણ સામે મોટા સવાલો ઊભા થયા છે. આ ઉપરાંત, ગુજરાતમાં પ્યુપિલ ટીચર રેશિયો (PTR) પણ સરેરાશ કરતાં ઘણો વધારે છે. કરોડોના બજેટ છતાં રાજ્યમાં શિક્ષણનું સંતુલન ખોરવાયું જેમાં પ્રાથમિક અને ઉચ્ચ પ્રાથમિક શાળાઓમાં 24 વિદ્યાર્થીએ એક શિક્ષક, સેકન્ડરી શાળાઓમાં 27 અને હાયર સેકન્ડરી શાળાઓમાં 25નો રેશિયો નોંધાયો છે. નીતિ આયોગનો આ અહેવાલ સ્પષ્ટ કરે છે કે એક તરફ કરોડોના બજેટ છતાં રાજ્યમાં શિક્ષણનું સંતુલન ખોરવાયું છે, જ્યાં લાખો બાળકો પૂરતા શિક્ષકો વિના ભવિષ્ય ઘડી રહ્યા છે. સરકાર દ્વારા પ્રવેશોત્સવની મોટા પાયે ઉજવણી કરવામાં આવે છે. મંત્રીઓ અને અધિકારીઓ દ્વારા પ્રવેશોત્સવને લઈને કામગીરી કરવામાં આવે છે તે છતાંય રાજ્યમાં શિક્ષણની આ સ્થિતિ સામે આવી છે. આ પણ વાંચોઃ Gujarat News: વડોદરા મુંબઈ એક્સપ્રેસ વે ઉપર 120થી વધુની સ્પીડે વાહન હંકારશો તો 1500 રૂપિયાનો દંડ
Read Full Story arrow_forward