android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
West Bengal : આસનસોલમાં લાઉડસ્પીકર વિવાદમાં પોલીસ સ્ટેશન પર પથ્થરમારો, તોડફોડ
calendar_today May 16, 2026

West Bengal : આસનસોલમાં લાઉડસ્પીકર વિવાદમાં પોલીસ સ્ટેશન પર પથ્થરમારો, તોડફોડ

પશ્ચિમ બંગાળના પશ્ચિમ બર્દવાન જિલ્લાના આસનસોલમાંથી હિંસા અને તણાવના ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. આસનસોલ ઉત્તર પોલીસ સ્ટેશન હેઠળ આવતી જહાંગીરી મોહલ્લા પોલીસ ચોકી પર સેંકડો લોકોના હિંસક ટોળાએ હુમલો કરી દીધો હતો. મસ્જિદમાં લાઉડસ્પીકર ના ઉપયોગને લઈને શરૂ થયેલો વિવાદ એટલો વણસ્યો કે ઉશ્કેરાયેલા ટોળાએ કાયદો હાથમાં લઈને પોલીસ સ્ટેશનને નિશાન બનાવ્યું હતું.પોલીસ ચોકી પર પથ્થરમારો સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, મસ્જિદમાં મોટેથી વાગતા લાઉડસ્પીકર અંગે કોઈએ પોલીસને ફરિયાદ કરી હતી. પોલીસે નિયમ મુજબ દરમિયાનગીરી કરીને લાઉડસ્પીકર હટાવવાનો કે બંધ કરવાનો પ્રયાસ કરતા જ લોકલ રાજકારણ ગરમાયું હતું અને સાંપ્રદાયિક તણાવ ફેલાયો હતો. આ કાર્યવાહીથી ગુસ્સે ભરાયેલા જહાંગીરી મોહલ્લાના સેંકડો લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને પોલીસ ચોકીને ઘેરી લીધી હતી. વિરોધ પ્રદર્શને હિંસક સ્વરૂપ ધારણ કર્યું જોતજોતામાં વિરોધ પ્રદર્શને હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. ટોળાએ પોલીસ ચોકી પર ભારે પથ્થરમારો કર્યો હતો અને પરિસરમાં ઘૂસીને તોડફોડ મચાવી હતી. અસામાજિક તત્વોએ રસ્તા પર અને પોલીસ ચોકી બહાર પાર્ક કરેલી અસંખ્ય મોટરસાયકલોને લાકડીઓ અને પથ્થરો મારીને તોડી પાડી હતી, જેના કારણે આખો રસ્તો યુદ્ધના મેદાનમાં ફેરવાઈ ગયો હતો. પોલીસનો લાઠીચાર્જ અને ટીયર ગેસના શેલ છોડાયા પરિસ્થિતિ સંપૂર્ણપણે કાબૂ બહાર જતી જોઈને પોલીસે કડક વલણ અપનાવ્યું હતું. હિંસક ભીડને વિખેરવા માટે પોલીસે પહેલા લાઠીચાર્જ કર્યો અને ત્યારબાદ ટીયર ગેસના શેલ છોડ્યા હતા. ભારે જહેમત બાદ પોલીસે સ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. હાલમાં જહાંગીરી મોહલ્લા અને તેની આસપાસના વિસ્તારોમાં લોખંડી પોલીસ બંદોબસ્ત તૈનાત કરી દેવામાં આવ્યો છે. વિસ્તારમાં શાંતિ છે પરંતુ હજુ પણ ભારે તણાવનો માહોલ જોવા મળી રહ્યો છે.આ પણ વાંચો----    West Bengal : શુભેન્દુ સરકારની મોટી કાર્યવાહી, આરજી કર કેસમાં 3 IPS અધિકારી સસ્પેન્ડ, કેસની ફાઇલ ફરી ખોલવા આદેશ

Read Full Story arrow_forward
Petrol Diesel Price Hike: હજી 3જ રૂપિયા વધ્યા છે...પેટ્રોલ ડીઝલમાં હજી વધી શકે છે ભાવ
calendar_today May 16, 2026

Petrol Diesel Price Hike: હજી 3જ રૂપિયા વધ્યા છે...પેટ્રોલ ડીઝલમાં હજી વધી શકે છે ભાવ

પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 3 રૂપિયાનો વધારો થયો છે. અન્ય દેશોની સરખામણીએ ભારતમાં ઇંધણના ભાવ હજી કંટ્રોલમાં છે. આ ભાવ વધારો ઘણા લોકો હાલમાં ચાલી રહેલી યુદ્ધની સ્થિતિને લઇને સહજ હોવાનું કહી રહ્યા છે. પરંતુ નિષ્ણાંતો ભારપૂર્વક એમ પણ જણાવી રહ્યા છે કે ક્રૂડ ઓઇલના ભાવમાં સતત વધારો થઇ રહ્યો છે તેથી હજી પણ ઇંધણના ખર્ચમાં વધારો થવાની સંભાવના છે. તો હજી પણ વધી શકે છે પેટ્રોલ ડીઝલનો ભાવ શુક્રવારે, પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર ₹3 નો વધારો કરવામાં આવ્યો હતો.  જોકે, આ વલણ આગામી દિવસોમાં પણ ચાલુ રહી શકે છે. નિષ્ણાતોએ પેટ્રોલ અને ડીઝલના ભાવની ગતિ અંગે કડક ચેતવણી આપતા કહ્યું કે જો ક્રૂડ ઓઇલના ભાવ ઊંચા રહેશે, તો આગામી 3 થી 4 મહિના સુધી ઇંધણના ભાવમાં વધારો ચાલુ રહી શકે છે.આ ચેતવણી એવા સમયે આવી છે જ્યારે પશ્ચિમ એશિયામાં વધતા તણાવ અને વૈશ્વિક તેલ પુરવઠામાં વિક્ષેપો અંગે વધતી ચિંતાઓ વચ્ચે શુક્રવારે બ્રેન્ટ ક્રૂડ ઓઇલના ભાવ લગભગ $110 પ્રતિ બેરલ સુધી પહોંચી ગયા હતા. 2022 બાદ પહેલીવાર પેટ્રોલ ડીઝલના ભાવ વધ્યા ભારતમાં, 15 મેના રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો.  લગભગ ચાર વર્ષમાં આટલો પહેલો વધારો થયો. કારણ કે ક્રૂડ ઓઇલના વધતા ભાવે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ (OMC) પર દબાણ વધાર્યું હતું. નિષ્ણાતો સૂચવે છે કે જો ક્રૂડ ઓઇલના ભાવ ઊંચા રહેશે, તો તાજેતરનો વધારો તેલ અને અન્ય વ્યાપારી સાહસો દ્વારા હાલમાં થઈ રહેલા નુકસાનને આંશિક રીતે સરભર કરશે. તો આગામી 3-4 મહિનામાં ભાવ વધી જશેમાસ્ટર પોર્ટફોલિયો સર્વિસીસ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર ગુરમીત સિંહ ચાવલાએ IndiaToday.inને જણાવ્યું હતું કે તેલ માર્કેટિંગ કંપનીઓને તેમની મર્યાદામાં ધકેલી દેવામાં આવી રહી હોવાથી, અમુક અંશે બળતણના ભાવમાં સુધારો થવાની અપેક્ષા હતી. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, બ્રેન્ટ ક્રૂડના ભાવ પહેલાથી જ પ્રતિ બેરલ $110 ની નજીક પહોંચી ગયા છે, જો લાંબા સમય સુધી ક્રૂડ ઓઇલના ભાવ સતત $90-$100 પ્રતિ બેરલની રેન્જથી ઉપર રહેશે, તો આગામી ત્રણથી ચાર મહિનામાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધુ વધારો થવાની પ્રબળ શક્યતા છે.  ઊર્જા વિશ્લેષક ધવલ પોપટે પણ નોંધ્યું હતું કે વર્તમાન ભાવ વધારો રાજ્ય સંચાલિત તેલ કંપનીઓને ફક્ત આંશિક રાહત આપે છે. ઇન્ડિયા ટુડે સાથે વાત કરતા, તેમણે જણાવ્યું હતું કે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં તાજેતરમાં પ્રતિ લિટર રૂ. 3 સુધીના વધારાથી રાજ્ય માલિકીની તેલ માર્કેટિંગ કંપનીઓ પર પડી રહેલા નફાના દબાણમાંથી થોડી રાહત મળી છે, પરંતુ બાકી રહેલા નુકસાનની ભરપાઈ કરવાની ક્ષમતા હજુ પણ નોંધપાત્ર છે. તેઓના મતે, ઇંધણના ભાવમાં પ્રતિ લિટર ₹1 નો વધારો ત્રણ સરકારી તેલ માર્કેટિંગ કંપનીઓના સંયુક્ત વાર્ષિક EBITDA માં આશરે ₹15,000-16,000 કરોડનો વધારો કરી શકે છે. તેમણે ઉમેર્યું કે આનો અર્થ એ છે કે તાજેતરના ભાવ વધારાથી આ કંપનીઓને વાર્ષિક આવકમાં આશરે ₹45,000-48,000 કરોડનો ફાયદો થઈ શકે છે. જોકે તેમણે એવી પણ ચેતવણી આપી હતી કે જો વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો ચાલુ રહેશે, તો વધુ ભાવ વધારો જરૂરી બની શકે છે. નુકસાનને પહોંચી વળવા માટે કેટલો ભાવ વધારો જરૂરી છે? તેમણે જણાવ્યું હતું કે વર્તમાન પરિસ્થિતિઓમાં - જો વૈશ્વિક દૃષ્ટિકોણમાં કોઈ ફેરફાર ન થાય અને ક્રૂડ ઓઇલના ભાવમાં સતત વધારો ન થાય તો - હાલના નુકસાનને સંપૂર્ણપણે સરભર કરવા માટે પ્રતિ લિટર આશરે ₹10 નો સંચિત ભાવ વધારો જરૂરી બનશે. ભારત તેની ક્રૂડ ઓઇલની જરૂરિયાતોના લગભગ 85% આયાત કરે છે, જેના કારણે સ્થાનિક ઇંધણના ભાવ વૈશ્વિક ક્રૂડ ઓઇલ બજાર ગતિશીલતા અને ભૂ-રાજકીય અસ્થિરતા માટે ખૂબ જ સંવેદનશીલ બને છે. તેલ કંપનીઓના નફા પર દબાણમધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવ - ખાસ કરીને હોર્મુઝ સ્ટ્રેટને લગતી ચિંતાઓને કારણે પુરવઠામાં વિક્ષેપ પડવાની આશંકા વધી ગઈ છે, જેના કારણે વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો થયો છે. નિષ્ણાંતો ચેતવણી આપે છે કે ક્રૂડ ઓઇલના ભાવમાં સતત વધારો તેલ કંપનીઓની નફાકારકતા પર દબાણ ચાલુ રાખી શકે છે, જ્યાં સુધી રિટેલ ઇંધણના ભાવમાં વધુ ગોઠવણ કરવામાં નહીં આવે. અર્થશાસ્ત્રીઓએ એવી પણ ચેતવણી આપી છે કે ઇંધણના ભાવમાં વારંવાર વધારો ધીમે ધીમે ફુગાવા અને ઘરગથ્થુ બજેટ પર અસર કરી શકે છે, કારણ કે આનાથી તમામ ક્ષેત્રોમાં પરિવહન અને લોજિસ્ટિક્સ ખર્ચમાં વધારો થશે. જો કે, નિષ્ણાતો સૂચવે છે કે સરકારી હસ્તક્ષેપ ભવિષ્યમાં ઇંધણના ભાવમાં વધારાને મર્યાદિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે.આ પણ વાંચો- Tamilnadu: 15 દિવસની અંદર દારૂની દુકાનો...CM બનતા જ થલાપતિ વિજયનો મોટો નિર્ણય

Read Full Story arrow_forward
West Bengal: ગેરકાયદે મધરેસાઓ સામે..શુભેન્દુ સરકાર વધુ એક કાર્યવાહીની તૈયારીમાં
calendar_today May 16, 2026

West Bengal: ગેરકાયદે મધરેસાઓ સામે..શુભેન્દુ સરકાર વધુ એક કાર્યવાહીની તૈયારીમાં

પશ્ચિમ બંગાળમાં સત્તા પરિવર્તન બાદ નવી સરકાર દ્વારા વહીવટી તંત્રને સુદ્રઢ કરવા અને કાયદો-વ્યવસ્થા જાળવવા માટે શ્રેણીબદ્ધ મોટા નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. તાજેતરના અહેવાલો અનુસાર, મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારી અને તેમની કેબિનેટ રાજ્યભરમાં ચાલતી બિન-સરકારી તથા કથિત રૂપે ગેરકાયદેસર મદરેસાઓ સામે કડક કાનૂની કાર્યવાહી કરવાની યોજના બનાવી રહી છે. આ અંગે ટૂંક સમયમાં જ સત્તાવાર જાહેરનામું બહાર પડી શકે છે.''લડાઈ ગેરકાયદેસર સંસ્થાઓ સામે છે, સમુદાય સામે નહીં"સરકારના આ સંભવિત પગલાં અંગે ભાજપના ધારાસભ્ય સજલ ઘોષે જણાવ્યું હતું કે બિન-સહાયિત અને નિયમોનું ઉલ્લંઘન કરીને ચાલતી ગેરકાયદેસર મદરેસાઓને બંધ કરવી એ તેમની પાર્ટીના મુખ્ય એજન્ડાનો હિસ્સો રહ્યો છે. તેમણે કહ્યું કે બંગાળમાં તમામ બિનસહાયિત અને ગેરકાયદેસર મદરેસા બંધ કરવામાં આવશે. વધુમાં સજલ ઘોષે એ પણ સ્પષ્ટતા કરી કે આ કોઈ ચોક્કસ ધર્મ કે મુસ્લિમ સમુદાય વિરુદ્ધની ઝુંબેશ નથી. વાસ્તવિકતા એ છે કે મદરેસાઓમાંથી આપણને ડોક્ટરો કે એન્જિનિયરો મળતા નથી. અમારો વિરોધ મદરેસાની સંસ્કૃતિ સામે નથી, પરંતુ ગેરકાયદેસર રીતે ધમધમતી સંસ્થાઓ સામે છે અને આવી તમામ સંસ્થાઓ પર તાળાં વાગશે.સાર્વજનિક રસ્તાઓ પર નમાજ પઢવા અંગે કડક વલણબીજી તરફ ભાજપના અન્ય એક ધારાસભ્ય અર્જુન સિંહે રસ્તાઓ અને જાહેર સ્થળો પર થતી નમાજ પર પ્રતિબંધ મૂકવાના સરકારના ઈરાદાને સ્પષ્ટ કર્યો છે. કેબિનેટ બેઠકના નિર્ણયોનો હવાલો આપતા તેમણે જણાવ્યું કે ભવિષ્યમાં શેરીઓ કે રસ્તાઓ રોકીને નમાજ પઢવાની મંજૂરી આપવામાં આવશે નહીં. લોકોને મસ્જિદ પરિસરની અંદર જ પ્રાર્થના કરવા વિનંતી કરાશે.તેમણે કોલકાતાના ઐતિહાસિક રેડ રોડનો ઉલ્લેખ કરતા આક્ષેપ કર્યો કે ભૂતપૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જીના શાસનકાળ દરમિયાન ત્યાં યોજાતા મોટા ધાર્મિક મેળાવડાઓને કારણે સંરક્ષણ મંત્રાલય હેઠળ આવતા સેનાના તાલીમ સમયપત્રકમાં અવરોધ ઊભો થતો હતો. હવે આવા જાહેર દ્રશ્યો જોવા નહીં મળે. જોકે, આ બાબતે હજી સુધી કોઈ આખરી સત્તાવાર આદેશ જારી થયો નથી.રાજકીય વિવાદ અને ચર્ચાજોકે સરકાર તરફથી હજુ સત્તાવાર નોટિફિકેશન આવવાનું બાકી છે, તેમ છતાં આ નિવેદનોએ બંગાળના સામાજિક અને રાજકીય વાતાવરણમાં ચર્ચા જગાવી છે. વિરોધ પક્ષો આ આખી બાબતને નાગરિકોની ધાર્મિક સ્વતંત્રતા અને બંધારણીય અધિકારો પર ત્રાપ સમાન ગણાવી રહ્યા છે, જ્યારે શાસક પક્ષ આને કાયદાનું પાલન કરાવવા અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ રોકવાના પગલા તરીકે જોઈ રહ્યો છે.ધારાસભ્ય રિતેશ તિવારીનું નિવેદન ચર્ચામાંઆ દરમિયાન કાશીપુર-બેલગાછિયા વિસ્તારના ભાજપના ધારાસભ્ય રિતેશ તિવારીનું એક નિવેદન સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે. તેમણે જણાવ્યું કે, "હું સમગ્ર મતવિસ્તારનો ધારાસભ્ય હોવા છતાં, મારી પ્રાથમિકતા એ લોકોને આપશે જેમણે મને મતો આપીને વિજયી બનાવ્યો છે." તેમણે ઉમેર્યું કે જો આ વલણને કોઈ તુષ્ટિકરણની રાજનીતિ કહેતું હોય, તો તેઓ તેમાં 100 ટકા માનશે.આ પણ વાંચો- Tamilnadu: 15 દિવસની અંદર દારૂની દુકાનો...CM બનતા જ થલાપતિ વિજયનો મોટો નિર્ણય

Read Full Story arrow_forward