android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Petrol-ડીઝલની નિકાસ પર સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે નવો SAED ટેક્સ રેટ?
calendar_today May 16, 2026

Petrol-ડીઝલની નિકાસ પર સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે નવો SAED ટેક્સ રેટ?

કેન્દ્ર સરકાર દ્વારા પેટ્રોલ, ડીઝલ અને એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (ATF) ની નિકાસ પર લાગતી સ્પેશિયલ એડિશનલ એક્સાઇઝ ડ્યુટી (SAED) ના દરોમાં ફરી એકવાર મોટો સુધારો કરવામાં આવ્યો છે. સરકાર દ્વારા આ અંગેનું સત્તાવાર જાહેરનામું 15 મે, 2026 ના રોજ બહાર પાડવામાં આવ્યું હતું, અને આ નવા દરો આજથી એટલે કે 16 મે, 2026 થી દેશભરમાં લાગુ થઈ ગયા છે. જાણો, નિકાસ પર લાગતા નવા દરો શું છે? સરકાર દ્વારા જાહેર કરાયેલા નવા નિયમો અનુસાર ત્રણેય ઇંધણ પર રોડ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેસ (RIC) શૂન્ય રાખવામાં આવ્યો છે. આ ફેરફાર માત્ર વિદેશમાં મોકલવામાં આવતા ઇંધણ (નિકાસ) પર જ લાગુ પડશે. તેથી સ્થાનિક બજારમાં સામાન્ય જનતા માટે વેચાતા પેટ્રોલ અને ડીઝલના ભાવો પર આનાથી કોઈ જ અસર થશે નહીં. લાદવામાં આવેલા ડ્યુટીના દરો નીચે મુજબ પેટ્રોલ: નિકાસ પર પ્રતિ લિટર ₹3 SAED લાગશે. ડીઝલ: નિકાસ પર પ્રતિ લિટર ₹16.5 SAED નક્કી કરવામાં આવ્યો છે. ATF (વિમાનનું ઇંધણ): નિકાસ પર પ્રતિ લિટર ₹16 ડ્યુટી લાગશે. ઇતિહાસમાં પહેલીવાર: પેટ્રોલ પર લાગ્યો SAED આ વખતના સુધારાનું સૌથી મહત્વનું અને અનોખું પાસું એ છે કે દેશના ઇતિહાસમાં પહેલીવાર પેટ્રોલની નિકાસ પર ₹3 પ્રતિ લિટરનો SAED લાદવામાં આવ્યો છે. અત્યાર સુધી પેટ્રોલની નિકાસ સંપૂર્ણપણે ડ્યુટી ફ્રી હતી. પરંતુ વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલ સસ્તું થવા છતાં રિફાઇનરીઓ માટે પેટ્રોલની નિકાસ ખૂબ જ નફાકારક રહી છે. આ જ કારણ છે કે સરકારે સ્થાનિક પુરવઠો જાળવી રાખવા માટે પહેલીવાર પેટ્રોલને પણ આ ટેક્સના દાયરામાં સામેલ કરવામાં આવ્યું છે.ક્રૂડ ઓઇલના ભાવો ઘટતા ટેક્સમાં કટોતી પશ્ચિમ એશિયાના સંકટને કારણે એપ્રિલ મહિનામાં આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ પ્રતિ બેરલ $120 ને પાર પહોંચી ગયા હતા. તે સમયે સરકારે ડીઝલ પરનો ટેક્સ વધારીને ₹55.5 અને ATF પર ₹42 પ્રતિ લિટર કર્યો હતો. જો કે, મે મહિનાની શરૂઆતથી વૈશ્વિક ભાવોમાં ઘટાડો નોંધાયો છે, જેના કારણે સરકારે સતત ડ્યુટી ઘટાડી છે. શું છે આ SAED ટેક્સ અને તે કેવી રીતે કામ કરે છે? સ્પેશિયલ એડિશનલ એક્સાઇઝ ડ્યુટી (SAED) એ આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ક્રૂડ ઓઇલ અને ઇંધણના સરેરાશ ભાવોના આધારે સરકાર દ્વારા દર બે અઠવાડિયે સમીક્ષા કરીને નક્કી કરવામાં આવતો ટેક્સ છે. કેમ લાદવામાં આવે છે? જ્યારે વૈશ્વિક બજારમાં કિંમતો ખૂબ વધી જાય છે, ત્યારે સ્થાનિક રિફાઇનરીઓ ભારતમાં ઇંધણ વેચવાને બદલે વિદેશમાં નિકાસ કરીને વધુ નફો કમાવવાનો પ્રયાસ કરે છે. આનાથી ભારતના સ્થાનિક બજારમાં ઇંધણની અછત સર્જાઈ શકે છે. નિયંત્રણ:  SAED ટેક્સ નિકાસને મોંઘી બનાવી દે છે, જેથી કંપનીઓ વિદેશના બદલે દેશના બજારને પ્રાથમિકતા આપે. આ વ્યવસ્થાની શરૂઆત પશ્ચિમ એશિયાના સંકટ વચ્ચે સ્થાનિક પુરવઠો સુનિશ્ચિત કરવા માટે 27 માર્ચ, 2026 ના રોજ કરવામાં આવી હતી.આ પણ વાંચો : Automobile સેક્ટરમાં રચાશે નવો ઈતિહાસ: આ કંપનીએ લોન્ચ કરી 3 વ્હીલ પર દોડવાની ક્ષમતા ધરાવતી નવી હાઇબ્રિડ SUV

Read Full Story arrow_forward
Petrol Diesel Price Today: તો શું પેટ્રોલ ડીઝલના ભાવ હજી વધશે? જાણો 16 મેના રોજ લેટેસ્ટ રેટ
calendar_today May 16, 2026

Petrol Diesel Price Today: તો શું પેટ્રોલ ડીઝલના ભાવ હજી વધશે? જાણો 16 મેના રોજ લેટેસ્ટ રેટ

પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે, જેમાં તેલ કંપનીઓએ પ્રતિ લિટર ₹3 નો વધારો લાગુ કર્યો છે. નવા દર 15 મેથી અમલમાં આવ્યા હતા. આવો વધારો પહેલાથી જ અપેક્ષિત હતો, અને અસંખ્ય અહેવાલોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ₹5 થી ₹20 સુધીનો વધારો થવાની આગાહી પણ કરવામાં આવી હતી. જોકે, વાસ્તવિક વધારો આ અંદાજો કરતા ઘણો ઓછો છે. પરંતુ શું આ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં છેલ્લો વધારો છે કે પછી હજી પણ ભાવ વધશે? તો શું હજી વધશે ભાવ ? આ પ્રશ્ન એટલા માટે ઉભો થાય છે કારણ કે તેલ અને ગેસ કટોકટી - જેને આ ભાવ વધારાનું મુખ્ય કારણ તરીકે દર્શાવવામાં આવ્યું છે - વણઉકેલાયેલી રહે છે, જે મધ્ય પૂર્વમાં તણાવને કારણે વધુ વકરી છે. અમેરિકા અને ઈરાન વચ્ચેની વાતચીતનો કોઈ ઉકેલ આવ્યો નથી, અને હોર્મુઝ સ્ટ્રેટમાં તેલ ટેન્કરો પર હુમલાના અહેવાલો સપાટી પર આવતા રહે છે. ચાલો જોઈએ કે તેલ કંપનીઓ આખરે તેમના નુકસાનને કેવી રીતે ભરપાઈ કરી શકે છે અને ભાવ વધારાને લાગુ કરવા માટે તેઓ સામાન્ય રીતે કયા ફોર્મ્યુલાનો ઉપયોગ કરે છે. ભય હજુ પણ જનતાને સતાવે છેપેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારા અંગે, પ્રતિ લિટર ₹3 નો વધારો - જે અંદાજિત અંદાજ કરતા ઓછો હતો.  જનતા માટે કોઈ મોટું આશ્ચર્ય નહોતું. તેમ છતાં, તેલ કંપનીઓના ભાવ વધારાની અપેક્ષાએ, પેટ્રોલ પંપ પર ઇંધણ ભરવા માટે ભીડ એકઠી થતી જોવા મળી હતી; ભીડ એટલી તીવ્ર હતી કે પેટ્રોલ પંપના કર્મચારીઓને આખરે "ઇંધણ નહીં" ના બોર્ડ લગાવવાની ફરજ પડી હતી. દેશના મોટા શહેરોમાં પેટ્રોલ ડીઝલનો ભાવનવી દિલ્હી – પેટ્રોલ ₹94.72, ડીઝલ ₹87.62 પ્રતિ લિટર મુંબઈ – પેટ્રોલ ₹104.21, ડીઝલ ₹92.15 પ્રતિ લિટર કોલકાતા – પેટ્રોલ ₹103.94, ડીઝલ ₹90.76 પ્રતિ લિટર ચેન્નાઈ – પેટ્રોલ ₹100.75, ડીઝલ ₹92.34 પ્રતિ લિટર બેંગલુરુ – પેટ્રોલ ₹102.92, ડીઝલ ₹89.02 પ્રતિ લિટર પુણે – પેટ્રોલ ₹104.04, ડીઝલ ₹90.57 પ્રતિ લિટર ગુજરાતના મુખ્ય શહેરોમાં આજના ભાવ (14 મે, 2026) શહેર પેટ્રોલ (₹/લિટર) ડીઝલ (₹/લિટર)અમદાવાદ ₹97.43 ₹93.21રાજકોટ ₹97.96 ₹93.73સુરત ₹97.55 ₹93.34વડોદરા ₹97.60 ₹93.37ગાંધીનગર ₹97.79 ₹93.56 

Read Full Story arrow_forward
Dhar Bhojshalaમાં ઈતિહાસ રચાયો, પોલીસ બંદોબસ્ત વચ્ચે હિંદુઓએ કરી પૂજા
calendar_today May 16, 2026

Dhar Bhojshalaમાં ઈતિહાસ રચાયો, પોલીસ બંદોબસ્ત વચ્ચે હિંદુઓએ કરી પૂજા

મધ્યપ્રદેશના ઐતિહાસિક અને ધાર્મિક નગરી ધારમાં આજે એક નવો ઈતિહાસ રચાયો છે. લાંબા સમયથી ચાલી રહેલા કાનૂની વિવાદ બાદ, કોર્ટના ચુકાદા પક્ષમાં આવતા જ ધારની સુપ્રસિદ્ધ ભોજશાળામાં હિંદુ શ્રદ્ધાળુઓ દ્વારા વિધિવત રીતે ઐતિહાસિક પૂજા-અર્ચના કરવામાં આવી છે. આ ખાસ ક્ષણના સાક્ષી બનવા માટે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભક્તો ભોજશાળા પરિસરમાં ઉમટી પડ્યા હતા. જય શ્રી રામ અને મા સરસ્વતીના જયઘોષ સાથે આખો વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો.ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ધાર્મિક ઉત્સાહ આ સંવેદનશીલ અને ઐતિહાસિક ઘટનાને પગલે સ્થાનિક વહીવટીતંત્ર અને પોલીસ વિભાગ દ્વારા ભોજશાળા અને તેની આસપાસના સમગ્ર વિસ્તારમાં લોખંડી પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. કોઈ અપ્રિય ઘટના ન બને અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓ જાતે ઘટનાસ્થળે મોનિટરિંગ કરી રહ્યા છે. કડક સુરક્ષા તપાસ બાદ જ શ્રદ્ધાળુઓને પરિસરની અંદર પ્રવેશ આપવામાં આવ્યો હતો. ભક્તોમાં ભારે ખુશીનો માહોલ કોર્ટના આદેશ બાદ મળેલી આ પૂજાની મંજૂરીને હિંદુ સંગઠનો અને સ્થાનિક લોકો એક મોટી જીત તરીકે જોઈ રહ્યા છે. ભોજશાળાની બહાર અને અંદર સુરક્ષા જવાનો તૈનાત હોવા છતાં ભક્તોના ઉત્સાહમાં કોઈ કમી જોવા મળી ન હતી. વહેલી સવારથી જ હાથમાં પૂજાની સામગ્રી સાથે લોકો જોવા મળ્યા હતા. શાંતિપૂર્ણ માહોલમાં પૂજા સંપન્ન થતાં વહીવટીતંત્રે પણ રાહતનો શ્વાસ લીધો છે. વર્ષો જૂની આ આસ્થાના કેન્દ્ર પર કોર્ટના ચુકાદા બાદ શરૂ થયેલી આ પૂજા આગામી સમયમાં ધાર્મિક અને રાજકીય રીતે પણ અત્યંત મહત્વપૂર્ણ સાબિત થશે.આ પણ વાંચો----    West Bengal : શુભેન્દુ સરકારની મોટી કાર્યવાહી, આરજી કર કેસમાં 3 IPS અધિકારી સસ્પેન્ડ, કેસની ફાઇલ ફરી ખોલવા આદેશ

Read Full Story arrow_forward