android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Mahisagar SP સફીન હસન હવે પોતે જનતાના દ્વારે આવશે, જાણો પ્રજાલક્ષી અનોખી પહેલ
calendar_today May 13, 2026

Mahisagar SP સફીન હસન હવે પોતે જનતાના દ્વારે આવશે, જાણો પ્રજાલક્ષી અનોખી પહેલ

મહીસાગર જિલ્લાના લોકપ્રિય અને કાર્યદક્ષ પોલીસ અધિક્ષક (SP) સફીન હસને જનતાની સુખાકારી માટે એક ક્રાંતિકારી પહેલ શરૂ કરી છે. સામાન્ય રીતે લોકોએ પોતાની સમસ્યાઓ કે કાયદો-વ્યવસ્થાને લગતી રજૂઆતો માટે લાંબા અંતર કાપીને છેક જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરી સુધી ધક્કા ખાવા પડતા હોય છે. પરંતુ હવે મહીસાગરની જનતાને આ હાલાકીમાંથી મુક્તિ મળશે. એસપી સફીન હસને જાહેરાત કરી છે કે તેઓ પોતે મહિનાના નિર્ધારિત દિવસોમાં વિવિધ શહેરોમાં જઈને લોકોની સમસ્યાઓ સાંભળશે.સમય અને નાણાંની થશે મોટી બચત હાલના સમયમાં વધતા જતા ઇંધણના ભાવ અને નાગરિકોના કિંમતી સમયને ધ્યાને રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. એસપીના આ અભિગમથી અરજદારોને હવે લુણાવાડા મુખ્ય કચેરી સુધી આવવાની જરૂર નહીં રહે, જેનાથી તેમનું પેટ્રોલ અને સમય બંને બચશે. ખાસ કરીને અંતરિયાળ ગામડાઓના લોકો માટે આ નિર્ણય આશીર્વાદરૂપ સાબિત થશે. જાણી લો ક્યારે ક્યાં હાજર રહેશે એસપી સાહેબ? નવી વ્યવસ્થા મુજબ, કડાણા અને સંતરામપુરના નાગરિકો માટે એસપી સફીન હસન દર મહિનાના પહેલા અને ત્રીજા બુધવારે સંતરામપુર ખાતે હાજર રહેશે. જ્યારે બાલાસિનોર અને વીરપુર વિસ્તારના લોકો માટે તેઓ દર મહિનાના બીજા અને ચોથા બુધવારે બાલાસિનોર ટાઉન પોલીસ સ્ટેશન ખાતે ઉપલબ્ધ રહેશે. પ્રજાલક્ષી અભિગમની વ્યાપક પ્રશંસા પોલીસ પ્રશાસનને જનતાની વધુ નજીક લાવવાના અને 'લોક સેવા'ના આ ઉમદા ઉદ્દેશ્યને મહીસાગરની જનતાએ ખુલ્લા દિલથી બિરદાવ્યો છે. સોશિયલ મીડિયા પર પણ સફીન હસનના આ પ્રજાલક્ષી અભિગમની વ્યાપક પ્રશંસા થઈ રહી છે.આ પણ વાંચો----     Mehsana : ઐતિહાસિક ચૂકાદો, પત્નીને 'ત્રિપલ તલાક' આપી બે બાળકો સાથે તરછોડનાર પતિને 1 વર્ષની જેલ

Read Full Story arrow_forward
Surat News: PM મોદીની અપીલ બાદ વિદેશ પ્રવાસના બુકિંગ ઘટ્યાં, ડોમેસ્ટિક ઈન્કવાયરીમાં વધારો થયો
calendar_today May 13, 2026

Surat News: PM મોદીની અપીલ બાદ વિદેશ પ્રવાસના બુકિંગ ઘટ્યાં, ડોમેસ્ટિક ઈન્કવાયરીમાં વધારો થયો

Read Full Story arrow_forward
West Bengal: ચંપલ ઉતારી દંડવત કર્યા પ્રણામ, વિધાનસભામાં શુભેન્દુ અધિકારીએ આ રીતે કરી એન્ટ્રી
calendar_today May 13, 2026

West Bengal: ચંપલ ઉતારી દંડવત કર્યા પ્રણામ, વિધાનસભામાં શુભેન્દુ અધિકારીએ આ રીતે કરી એન્ટ્રી

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીએ આજે ​​નવી રચાયેલી ભાજપ સરકારના પહેલા સત્ર દરમિયાન 'જય શ્રી રામ' ના નારા વચ્ચે રાજ્ય વિધાનસભાના સભ્ય તરીકે શપથ લીધા. તેમના પછી, પાંચ અન્ય કેબિનેટ મંત્રીઓ અને બાકીના નવા ચૂંટાયેલા ધારાસભ્યોએ પણ શપથ લીધા. શુભેન્દુ અધિકારીએ કર્યા દંડવત આ પ્રસંગ માટે ખાસ શણગારેલા સ્થળ પર પહોંચ્યા પછી અધિકારીએ મુખ્ય પ્રવેશદ્વાર પર નમન કર્યું અને પ્રણામ કરીને પરિસરમાં પ્રવેશ કર્યો. વિધાનસભા હોલમાં પ્રવેશતા પહેલા, તેમણે પોતાના પગરખાં ઉતાર્યા અને લાલ જાજમ પર દંડવત પ્રણામ કર્યા. શુભેન્દુ અધિકારી સફેદ કુર્તા  અને  પાયજામો પહેરીને વિધાનસભા પહોંચ્યા હતા.  તેમના આગમન પર, લાલ જાજમ બિછાવેલું હતું, જે બહારથી ઇમારતના અંદરના ભાગ સુધી ફેલાયેલું હતું. વિધાનસભાના મુખ્ય દરવાજામાંથી પ્રવેશતા પહેલા તેઓ અચાનક થોભી ગયા અને તેમના પગરખાં ઉતારી દીધા. જો કે કોઇ કંઇ સમજે તે પહેલા જ તેઓ દંડવત પ્રણામ કર્યા અને પછી જ આગળ ચાલ્યા.  'મોદી સ્ટાઇલ'માં દંડવત પ્રણામ શુભેન્દુ અધિકારીએ દંડવત કર્યા. ત્યારબાદ તેઓ ઉભા થયા અને હાથ જોડીને વિધાનસભાના મુખ્ય પ્રવેશદ્વાર પર પ્રણામ કર્યા. ત્યારબાદ, તેઓ બધા સાથે વિધાનસભા હોલમાં પ્રવેશ્યા.  શુભેન્દુ અધિકારીનો વિધાનસભામાં દંડવત પ્રણામ કરતો એક વીડિયો વાયરલ થયો છે.  આ વીડિયો જોઇને લોકો તેમની સરખામણી પીએમ મોદી સાથે કરી રહ્યા છે. તેઓ પ્રધાનમંત્રીના પગલે ચાલી રહ્યા હોય તેવું લાગે છે. ઉલ્લેખનીય છે કે જ્યારે પીએમ મોદી પહેલીવાર સંસદમાં પ્રવેશ્યા હતા, ત્યારે તેમણે પણ અંદર પ્રવેશતા પહેલા મુખ્ય પ્રવેશદ્વાર પર દંડવત પ્રણામ કર્યું હતું. વિધાનસભામાં ધારાસભ્ય તરીકે શપથ લીધાનંદીગ્રામ અને ભવાનીપુર બંને મતવિસ્તારોમાંથી વિધાનસભા ચૂંટણીમાં શાનદાર જીત મેળવ્યા બાદ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીએ બુધવારે વિધાનસભા સભ્ય (MLA) તરીકે શપથ લીધા. રાજ્યમંત્રી દિલીપ ઘોષે પણ ખડગપુર સદર વિધાનસભા મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા ધારાસભ્ય તરીકે શપથ લીધા.ઉલ્લેખનીય છે કે  2026 ની વિધાનસભા ચૂંટણીના પરિણામોએ ભાજપ માટે નિર્ણાયક જનાદેશ આપ્યો, જેમાં પાર્ટીએ 294 સભ્યોની વિધાનસભામાં 206 બેઠકો જીતીને મોટી લીડ મેળવી. આ રાજ્યમાં એક મોટો ફેરફાર હતો, જ્યાં પાર્ટીએ અગાઉની ચૂંટણીમાં ફક્ત 77 બેઠકો મેળવી હતી. તૃણમૂલ કોંગ્રેસ (TMC), જેણે પાછલી વિધાનસભા ચૂંટણીમાં 212 બેઠકો જીતી હતી, આ વખતે 80 બેઠકો સાથે બીજા સ્થાને રહી.9 મેએ શુભેન્દુ અધિકારીએ સીએમ પદના લીધા શપથ શુભેન્દુ અધિકારીએ શનિવારે પશ્ચિમ બંગાળના નવમા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. કોલકાતામાં આયોજિત એક ભવ્ય સમારોહમાં રાજ્યપાલ આર.એન. રવિ દ્વારા પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા, જેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય મંત્રીઓ અને ભાજપના વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યા હતા. આને રાજ્ય માટે એક નવા અધ્યાયની શરૂઆત ગણાવતા, અધિકારીએ જણાવ્યું હતું કે, 2026 ની પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ભાજપની શાનદાર જીત બાદ, "સોનાર બાંગ્લા" યુગની સત્તાવાર શરૂઆત થઈ છે.

Read Full Story arrow_forward