Ahmedabad News: આવતીકાલે શહેરના પશ્ચિમ વિસ્તારમાં પાણીકાપ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વોટર પ્રોજેક્ટ વિભાગ દ્વારા શહેરમાં પ્રહલાદનગરથી આનંદનગર ચાર રસ્તા તરફ જતા માર્ગ પર પેન્ટાલૂન્સ શોરૂમ નજીક આવેલી જાસપુર પ્લાન્ટની 800 મી.મી. વ્યાસની મુખ્ય એમ.એસ. લાઈનના લીકેજનું સમારકામ હાથ ધરવામાં આવશે.સવારનો નિયમિત પાણી પુરવઠો પૂર્ણ થયા બાદ કામગીરી શરૂ કરવામાં આવશે અને આ દરમિયાન પ્રહલાદનગર જંકશન પાસેની બ્રાંચ લાઈનનો વાલ્વ બંધ રાખવામાં આવશે. પ્રહલાદનગર વિસ્તારમાં જાસપુર પ્લાન્ટની 800 મી.મી. વ્યાસની મુખ્ય એમ.એસ. લાઈનના લીકેજના સમારકામને કારણે પશ્ચિમ અમદાવાદના અનેક વિસ્તારોમાં 13 મેના રોજ પાણી પુરવઠો ખોરવાશે તેવી AMCએ જાહેરાત કરી છે. 13 મેના રોજ પાણી પુરવઠો ખોરવાશે આ કામગીરીને કારણે જોધપુર વોર્ડના પ્રહલાદનગર, શ્રદ્ધા, પ્રમુખ, ગોકુલ આવાસ, સારાભાઈ વિસ્તાર તેમજ વેજલપુર વોર્ડના ગામતળ, શૈવાલી, સાલપરા, સૂર્યનગર, બળદેવનગર અને દેવાસ વોટર ડિસ્ટ્રિબ્યુશન સ્ટેશન હેઠળ આવતા તમામ વિસ્તારોમાં પાણીની અછત અથવા આંશિક કાપ જોવા મળી શકે છે. AMCએ જણાવ્યું છે કે સવારના નિયમિત સપ્લાય બાદ ઉપલબ્ધ જથ્થા મુજબ પાણી પુરવઠો આપવામાં આવશે. અસરગ્રસ્ત વિસ્તારોના રહેવાસીઓને અગાઉથી જરૂરી પાણીનો સંગ્રહ કરી લેવા અપીલ કરવામાં આવી છે. તંત્રએ જણાવ્યું છે કે સમારકામની કામગીરી ઝડપી પૂર્ણ કરીને પાણી પુરવઠો વહેલી તકે સામાન્ય બનાવવાનો પ્રયાસ કરવામાં આવશે.
Read Full Story arrow_forward