android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
NEET Paper Leak Case : પેપર લીક મામલે નાસિક કનેક્શન આવ્યું સામે, એક શંકાસ્પદને લેવાયો કસ્ટડીમાં
calendar_today May 12, 2026

NEET Paper Leak Case : પેપર લીક મામલે નાસિક કનેક્શન આવ્યું સામે, એક શંકાસ્પદને લેવાયો કસ્ટડીમાં

નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (NEET) UG 2026 પેપર લીક મામલે નવો ખુલાસો સામે આવ્યો છે. હવે આ કેસમાં નાસિક કનેક્શન સામે આવતા તપાસ એજન્સીઓ વધુ સક્રિય બની ગઈ છે. મામલામાં સંડોવણીની શંકા હેઠળ એક વ્યક્તિને નાસિકના ઈન્દિરાનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. હાલ રાજસ્થાન પોલીસની SOG અને અન્ય તપાસ એજન્સીઓ તેની પૂછપરછ કરી રહી છે.NEET UG 2026 પરીક્ષા કરાઈ રદ NEET UG 2026 પેપર લીક કેસમાં સૌથી મોટો નિર્ણય તરીકે NTA દ્વારા પરીક્ષા રદ કરવામાં આવી છે. પેપર લીકની આશંકા અને તપાસમાં મળેલા પ્રાથમિક પુરાવાઓ બાદ નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ NEET UG 2026 પરીક્ષા રદ કરવાની જાહેરાત કરી છે. સાથે જ સમગ્ર મામલાની તપાસ હવે CBIને સોંપવામાં આવી છે. NTAએ ફરીથી પરીક્ષા યોજવાની પણ જાહેરાત કરી છે. કેરળ બન્યું કેસનું સેન્ટર પોઈન્ટ રાજસ્થાન પોલીસની SOGની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે રાજસ્થાનના ચુરુનો એક ઉમેદવાર કેરળમાં MBBSનો અભ્યાસ કરી રહ્યો હતો. તેણે સીકરમાં એક PG સંચાલકને ગેસ પેપર આપ્યું હતું, જે બાદમાં લીક થયેલા પ્રશ્નપત્રનો ભાગ હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ કેસમાં દેહરાદૂનમાંથી પણ કેટલાક શંકાસ્પદ લોકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. તપાસ દરમિયાન અનેક રાજ્યો સુધી આ પેપર લીકના તાર જોડાયેલા હોવાનું સામે આવી રહ્યું છે. હવે CBI સમગ્ર કેસની શરૂઆતથી તપાસ કરશે અને વધુ મોટા નેટવર્કનો ખુલાસો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. હવે ફરી ક્યારે યોજાશે પરીક્ષા? NEET UG 2026 પરીક્ષા 3 મેના રોજ લેવામાં આવી હતી, જ્યારે NTAએ 6 મેના રોજ પ્રોવિઝનલ આન્સર કી જાહેર કરી હતી. આ વર્ષે પરિણામ વહેલું જાહેર કરવાની તૈયારી હતી, પરંતુ પેપર લીક કેસ સામે આવતા પરીક્ષા રદ કરવાની ફરજ પડી. હવે NEET UG 2026ની ફરી પરીક્ષા યોજાવાની શક્યતા છે. હાલ CUET UG 2026ની પરીક્ષાઓ 30 મે સુધી ચાલી રહી હોવાથી પરીક્ષા કેન્દ્રોની ઉપલબ્ધી અને વ્યવસ્થાને લઈને પડકારો ઉભા થયા છે. આ પરિસ્થિતિમાં NEET UG 2026ની ફરી પરીક્ષા જૂનમાં લેવાઈ શકે છે. આ દરમિયાન NTA સુરક્ષા અને પરીક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. આ પણ વાંચો : NEET UG PaPer Leak 2026: NEET 2026ની પરીક્ષા રદ, પેપરલીક બાદ CBIને તપાસના આદેશ 

Read Full Story arrow_forward
Gujarat Latest News Live : પોલીસે ફિલ્મી ઢબે કારનો પીછો કરી 37 લાખની કિંમતનો પોષડોડાનો જથ્થો ઝડપ્યો, કાર ચાલક ગાડી મુકીને ફરાર
calendar_today May 12, 2026

Gujarat Latest News Live : પોલીસે ફિલ્મી ઢબે કારનો પીછો કરી 37 લાખની કિંમતનો પોષડોડાનો જથ્થો ઝડપ્યો, કાર ચાલક ગાડી મુકીને ફરાર

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 12 મેના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
Gandhinagar News: સરકારી નર્સિંગ કોલેજોમાં 8 વિશેષ સ્પેશિયલાઇઝ્ડ ડિપ્લોમા કોર્સ શરૂ કરાયા
calendar_today May 12, 2026

Gandhinagar News: સરકારી નર્સિંગ કોલેજોમાં 8 વિશેષ સ્પેશિયલાઇઝ્ડ ડિપ્લોમા કોર્સ શરૂ કરાયા

ગુજરાત સરકાર રાજ્યની આરોગ્ય સેવાઓને વધુ સુદ્રઢ બનાવવા માટે કટિબદ્ધ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન અને આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના નેતૃત્વમાં રાજ્યમાં અધતન હોસ્પિટલોના નિર્માણની સાથે નર્સિંગ સ્ટાફને પણ અત્યાધુનિક તબીબી જ્ઞાન અને કૌશલ્યોથી સજ્જ કરવામાં આવી રહ્યો છે. જેનો સીધો લાભ ગુજરાતના નાગરિકોને મળતી આરોગ્ય સેવાઓની ગુણવત્તામાં વધારા સ્વરૂપે મળશે એમ આરોગ્ય વિભાગની યાદીમાં જણાવાયું છે. સ્પેશિયલાઇઝ્ડ નર્સિંગ કોર્સ શરૂ કરવામાં આવ્યા રાજ્ય સરકાર દ્વારા નર્સોની કાર્યક્ષમતામાં વધારો કરવા અને દર્દીઓને સુપર-સ્પેશિયાલિટી સારવાર પૂરી પાડવાના ઉમદા હેતુથી વિવિધ સ્પેશિયલાઇઝ્ડ નર્સિંગ કોર્સ શરૂ કરવામાં આવ્યા છે. જે રાજ્યની સરકારી નર્સિંગ કોલેજો, મેડિકલ કોલેજો, GMERS અને અમદાવાદ મ્યુનિ. કોર્પો. સંચાલિત મેડિકલ કોલેજો ખાતે એક વર્ષના 'પોસ્ટ બેઝિક ડિપ્લોમા' કોર્સ ચલાવવામાં આવી રહ્યા છે. નર્સ પ્રેક્ટિશનર મિડવીફરી કોર્સ અંતર્ગત માતૃ અને શિશુ મૃત્યુદરમાં ઘટાડો કરવાના લક્ષ્ય સાથે રાજ્યની 6 સરકારી નર્સિંગ કોલેજોમાં GNM/B.Sc.(Nursing)પછીનો 18 માસનો 'ડિપ્લોમા ઇન નર્સ પ્રેક્ટિશનર મિડવીફરી' કોર્સ શરૂ કરાયો છે, જેમાં હાલ કુલ 120 બેઠકો ઉપલબ્ધ છે. સરકાર ગુજરાતની તમામ નર્સોની સેવાને બિરદાવે છે આંતરરાષ્ટ્રીય નર્સ દિવસે આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર ગુજરાતની તમામ નર્સોની નિષ્ઠાપૂર્વકની સેવાઓને બિરદાવે છે. કોરોના કાળ હોય કે કુદરતી આફત, અથવા અન્ય આફતોમાં ગુજરાતની નર્સોએ હંમેશા અગ્રેસર રહીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. રાજ્ય સરકારની આ શૈક્ષણિક પહેલથી આગામી સમયમાં નર્સિંગ સ્ટાફ માત્ર સેવક જ નહીં, પરંતુ તબીબી ક્ષેત્રના 'સ્પેશ્યાલિસ્ટ' તરીકે ઉભરી આવશે. રાજ્યમાં ઉપલબ્ધ સ્પેશિયલાઇઝ્ડ ડિપ્લોમા કોર્સમાં ક્રિટિકલ કેર નર્સિંગ ઇમરજન્સી એન્ડ ડિઝાસ્ટર નર્સિંગ નિયોનેટલ નર્સિંગ કાર્ડિયોલોજી નર્સિંગ ઓન્કોલોજી નર્સિંગ સાયકિયાટ્રિક નર્સિંગ ઓર્થો એન્ડ રિહેબિલિટેશન નર્સિંગ બર્ન્સ એન્ડ રિકન્સ્ટ્રક્ટિવ નર્સિંગ આ પણ વાંચોઃ NEET UG PaPer Leak 2026: NEET 2026ની પરીક્ષા રદ, પેપરલીક બાદ CBIને તપાસના આદેશ

Read Full Story arrow_forward