NEET-UG 2026 Re-Exam: તમારા બધા પ્રશ્નોના જવાબ
Q1. શું NEET-UG 2026 ની પરીક્ષા રદ થઈ ગઈ છે? હા. 3 મે 2026 ના રોજ યોજાયેલી NEET-UG પરીક્ષા NTA દ્વારા સંપૂર્ણ રીતે રદ કરવામાં આવી છે. Q2. પરીક્ષા રદ કેમ કરવામાં આવી? તપાસ એજન્સીઓ પાસેથી મળેલા ઇનપુટ અને કથિત ગેરરીતિ/પેપર લીકના પુરાવાઓના આધારે આ નિર્ણય લેવામાં આવ્યો છે જેથી પરીક્ષા પ્રણાલીમાં પારદર્શિતા જળવાઈ રહે અને વિદ્યાર્થીઓનો વિશ્વાસ જળવાયેલો રહે. Q3. હવે આગળ શું થશે? હવે NEET-UG 2026 ની ફરી પરીક્ષા (Re-Exam) લેવામાં આવશે. નવી પરીક્ષાની તારીખો ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. Q4. શું આખા મામલાની તપાસ થશે? હા. ભારત સરકારે આ મામલો CBI ને સોંપ્યો છે. હવે CBI તપાસ કરશે કે પેપર લીક અને ગડબડી પાછળ કોણ લોકો સામેલ હતા. Q5. શું વિદ્યાર્થીઓને ફરીથી ફોર્મ ભરવું પડશે? ના. પહેલાનું રજીસ્ટ્રેશન જ માન્ય રહેશે. વિદ્યાર્થીઓને નવું ફોર્મ ભરવાની જરૂર નથી. Q6. શું Re-Exam માટે ફરીથી ફી ભરવી પડશે? ના. વિદ્યાર્થીઓ પાસેથી કોઈ વધારાની ફી લેવામાં આવશે નહીં. Q7. શું પહેલેથી ભરેલી ફી પરત મળશે? હા. NTA એ જણાવ્યું છે કે પહેલેથી ભરેલી ફી વિદ્યાર્થીઓને Refund કરવામાં આવશે અને ફરી પરીક્ષાનો ખર્ચ એજન્સી પોતે ઉઠાવશે. Q8. નવું એડમિટ કાર્ડ ક્યારે આવશે? નવી પરીક્ષાની તારીખ અને નવા એડમિટ કાર્ડ વિશેની માહિતી ટૂંક સમયમાં NTA ની અધિકૃત વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે. Q9. વિદ્યાર્થીઓએ હાલમાં શું કરવું જોઈએ? ગભરાવાની જરૂર નથી પોતાનું જૂનું રજીસ્ટ્રેશન સુરક્ષિત રાખો માત્ર અધિકૃત અપડેટ્સ પર જ વિશ્વાસ કરો સોશિયલ મીડિયા પરની અફવાઓથી દૂર રહો NTA ની વેબસાઇટ નિયમિત રીતે ચેક કરતા રહો Q10. અધિકૃત માહિતી ક્યાં મળશે? NTA Official Website NEET Official Website Q11. કોઈ સમસ્યા અથવા ગૂંચવણ હોય તો શું કરવું? તમે NTA હેલ્પલાઇન પર સંપર્ક કરી શકો છો: Email: neet-ug@nta.ac.in Phone: 011-40759000 / 011-69227700 વિદ્યાર્થીઓ માટે સૌથી મહત્ત્વની વાત જો તમે પહેલા NEET-UG 2026 માટે અરજી કરી હતી, તો હાલમાં તમને કોઈ નવું ફોર્મ ભરવાની કે ફી ચૂકવવાની જરૂર નથી. માત્ર અધિકૃત જાહેરાતની રાહ જુઓ અને તમારી તૈયારી ચાલુ રાખો.
Read Full Story arrow_forward