android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Indian Army New CDS: કેટલુ મહત્ત્વનું હોય ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ, કેટલા પ્રમોશન પછી મળે આ પદ?
calendar_today May 9, 2026

Indian Army New CDS: કેટલુ મહત્ત્વનું હોય ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ, કેટલા પ્રમોશન પછી મળે આ પદ?

હાલના CDS જનરલ અનિલ ચૌહાનનો કાર્યકાળ 30 મે 2026ના રોજ પૂર્ણ થઈ રહ્યો છે, ત્યારબાદ એન.એસ. રાજા સુબ્રમણિ આ જવાબદારી સંભાળશે. આ સાથે તેઓ સૈન્ય મામલાઓના વિભાગના સચિવ તરીકે પણ કાર્ય કરશે. દેશના સર્વોચ્ચ સૈન્ય પદ માનવામાં આવતા CDS અંગે લોકોના મનમાં અનેક પ્રશ્નો હોય છે કે આ પદ કેટલું મહત્વનું છે. ચાલો જાણીએ કે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફનું પદ કેટલું મહત્વનું છે અને આ પદ સુધી પહોંચવા માટે કેટલા પ્રમોશન મેળવવા પડે છે. શું હોય છે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ? ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ એટલે કે CDS ભારતીય સશસ્ત્ર દળોના સર્વોચ્ચ સૈન્ય અધિકારી હોય છે. આ પદ સેનાઓ વચ્ચે વધુ સારો તાલમેલ જાળવવા માટે બનાવવામાં આવ્યું હતું. CDS રક્ષામંત્રીના મુખ્ય સૈન્ય સલાહકાર તરીકે કામ કરે છે અને ત્રણેય સેનાઓ સાથે જોડાયેલા મહત્વના મુદ્દાઓ પર સરકારને સલાહ આપે છે. જોકે CDS કોઈ એક સેનાના સીધા કમાન્ડર નથી અને તેઓ સીધા ત્રણેય સેનાઓને આદેશ આપતા નથી, પરંતુ ત્રણેય સેનાઓ વચ્ચે સંકલન, સંયુક્ત ઓપરેશન, રક્ષા ખરીદી અને સૈન્ય આધુનિકીકરણમાં તેમની મહત્વપૂર્ણ ભૂમિકા હોય છે. CDSનું પદ ક્યારે બનાવાયું? પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 15 ઓગસ્ટ 2019ના રોજ લાલ કિલ્લેથી આપેલા ભાષણમાં CDS પદ બનાવવાની જાહેરાત કરી હતી. ત્યારબાદ ડિસેમ્બર 2019માં સૈન્યના નિયમોમાં ફેરફાર કરીને આ પદની રચના કરવામાં આવી હતી. 1 જાન્યુઆરી 2020ના રોજ જનરલ બિપિન રાવત દેશના પ્રથમ CDS બન્યા હતા. ડિસેમ્બર 2021માં હેલિકોપ્ટર દુર્ઘટનામાં તેમનું નિધન થયા બાદ આ પદ થોડો સમય ખાલી રહ્યું. ત્યારબાદ સપ્ટેમ્બર 2022માં જનરલ અનિલ ચૌહાનને બીજા CDS તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. હવે એન.એસ. રાજા સુબ્રમણિ દેશના ત્રીજા CDS બનશે. CDS બનવા માટે કેટલા પ્રમોશન જરૂરી? CDSનું પદ સેનાના અત્યંત વરિષ્ઠ અધિકારીઓને આપવામાં આવે છે. સામાન્ય રીતે કોઈ અધિકારી લેફ્ટિનન્ટ પદથી કારકિર્દીની શરૂઆત કરે છે અને પછી અનેક પ્રમોશન મેળવી લેફ્ટિનન્ટ જનરલ, એર માર્શલ અથવા વાઇસ એડમિરલ રેન્ક સુધી પહોંચે છે.પહેલાં માત્ર ચાર સ્ટાર રેન્ક ધરાવતા સેનાપ્રમુખો જ CDS બનવા માટે પાત્ર હતા પહેલાં માત્ર ચાર સ્ટાર રેન્ક ધરાવતા સેનાપ્રમુખો જ CDS બનવા માટે પાત્ર હતા, પરંતુ 2022માં નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો. હવે સેવા આપતા અથવા નિવૃત્ત ત્રણ સ્ટાર અને ચાર સ્ટાર અધિકારીઓ પણ CDS બની શકે છે. જોકે તેની શરત એ છે કે નિમણૂક સમયે તેમની ઉંમર 62 વર્ષથી ઓછી હોવી જોઈએ. તેનો અર્થ એ છે કે અધિકારીને લેફ્ટિનન્ટ, કેપ્ટન, મેજર, લેફ્ટિનન્ટ કર્નલ, કર્નલ, બ્રિગેડિયર, મેજર જનરલ અને ત્યારબાદ લેફ્ટિનન્ટ જનરલ જેવા અનેક પ્રમોશનમાંથી પસાર થવું પડે છે. ત્યારબાદ જ તેઓ CDS પદની રેસમાં સામેલ થઈ શકે છે.આ પણ વાંચો: Bengal CM Swearing In Ceremony: ભરી સભામાં જ્યારે શુભેન્દુ અધિકારીએ પોતે અવિવાહીત રહેવાનુ જણાવ્યુ કારણ

Read Full Story arrow_forward
Anand: મોબાઈલ બ્લાસ્ટ થતા પરિવારના જીવ તાળવે ચોંટ્યા; સદભાગ્યે કોઈ ઇજા કે જાનહાનિ નહીં
calendar_today May 9, 2026

Anand: મોબાઈલ બ્લાસ્ટ થતા પરિવારના જીવ તાળવે ચોંટ્યા; સદભાગ્યે કોઈ ઇજા કે જાનહાનિ નહીં

આણંદ શહેરમાંથી મોબાઈલ યુઝર્સ માટે ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અહીં એક રહેણાંક મકાનમાં પલંગ પર રાખેલા મોબાઈલ ફોનમાં અચાનક પ્રચંડ ધડાકા સાથે બ્લાસ્ટ થયો હતો. આ ઘટના વહેલી સવારે બની હતી જ્યારે પરિવારના સભ્યો રૂમમાં હાજર હતા.બ્લાસ્ટ બાદ લાગી આગમળતી માહિતી મુજબ, પલંગ પર મૂકવામાં આવેલો વિવો કંપનીનો સ્માર્ટફોન કોઈ પણ કારણ વિના અચાનક ફાટ્યો હતો. બ્લાસ્ટ એટલો તીવ્ર હતો કે તેના કારણે પલંગની ચાદરમાં તાત્કાલિક આગ લાગી ગઈ હતી. ધડાકાનો અવાજ સાંભળીને પરિવારના સભ્યો અને આસપાસના લોકો દોડી આવ્યા હતા.સદનસીબે મોટી જાનહાનિ ટળીસામાન્ય રીતે લોકો મોબાઈલ ફોન ઓશિકા પાસે કે પલંગ પર રાખીને સૂતા હોય છે. આ કિસ્સામાં પણ મોબાઈલ પલંગ પર જ હતો, પરંતુ સદભાગ્યે જે સમયે બ્લાસ્ટ થયો તે સમયે કોઈ વ્યક્તિ ફોનની એકદમ નજીક ન હોવાથી મોટી જાનહાનિ ટળી છે. જો ફોન કોઈના હાથમાં કે ચહેરા પાસે હોત તો ગંભીર ઇજા થઈ શકી હોત.આ પણ વાંચો: Kheda: કપડવંજમાં ઘરકંકાસમાં પરિવારે નહેરમાં ઝંપલાવ્યું, પતિ-પત્ની અને બે માસૂમ બાળકીઓના મોત

Read Full Story arrow_forward
Kheda: કપડવંજમાં ઘરકંકાસમાં પરિવારે નહેરમાં ઝંપલાવ્યું, પતિ-પત્ની અને બે માસૂમ બાળકીઓના મોત
calendar_today May 9, 2026

Kheda: કપડવંજમાં ઘરકંકાસમાં પરિવારે નહેરમાં ઝંપલાવ્યું, પતિ-પત્ની અને બે માસૂમ બાળકીઓના મોત

ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના ફતિયાવાદ ગામની નહેરમાંથી એક સામૂહિક આપઘાતની ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં નહેરમાંથી પતિ, પત્ની અને તેમની બે નાની બાળકીઓના મૃતદેહ મળી આવતા આખા પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.સામૂહિક આપઘાતની ચોંકાવનારી ઘટના મળતી માહિતી મુજબ, કપડવંજની ફતિયાવાદ નહેરમાં એક પરિવારે સામુહિક રીતે ઝંપલાવ્યું હતું. સ્થાનિકોએ નહેરમાં મૃતદેહ તરતા જોતા તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે આ પરિવારે ઘરકંકાસના કારણે આ અંતિમ પગલું ભર્યું હતું. મૃતકોમાં પતિ-પત્ની અને તેમની બે માસૂમ પુત્રીઓનો સમાવેશ થાય છે.પોલીસ કાર્યવાહી અને તપાસઘટનાની જાણ થતા જ આતરસુંબા પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. તરવૈયાઓની મદદથી ચારેય મૃતદેહને બહાર કાઢીને પોસ્ટમોર્ટમ અર્થે આતરસુંબા સામુદાયિક આરોગ્ય કેન્દ્ર (CHC) ખાતે ખસેડવામાં આવ્યા છે. પોલીસની પ્રાથમિક તપાસ મુજબ, પરિવારમાં ચાલતા આંતરિક ઝઘડા અને કંકાસને કારણે પરિણીતાએ બાળકો સાથે નહેરમાં પડતું મૂક્યું હોવાનું જણાઈ રહ્યું છે.શોકમગ્ન પંથકમાસૂમ બાળકીઓ અને માતા-પિતાના એકસાથે મોતના સમાચારથી ફતિયાવાદ અને આસપાસના ગામોમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે. એક સામાન્ય ઘરકંકાસે આખા હસતા-રમતા પરિવારનો ભોગ લીધો છે. હાલમાં આતરસુંબા પોલીસે આ મામલે ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે કે ખરેખર કયા કારણોસર આ પરિવારે જીવન ટૂંકાવવાનો નિર્ણય લીધો.આ પણ વાંચો: Ahmedabad: એરપોર્ટ પર 'બર્ડ હિટ' રોકવા મોટું પગલું, અસારવા અને ચમનપુરામાં નોનવેજ વેચાણ પર સદંતર પ્રતિબંધ

Read Full Story arrow_forward