Tamil Nadu Govt Formation: 3 દિવસમાં 3 વાર રાજ્યપાલને મળ્યા વિજય થલાપતિ, સરકાર બનાવવા ક્યાં ફસાયો છે પેચ?
તમિલનાડુ વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ સરકાર બનાવવાને લઈને ભારે રસાકસી અને ડ્રામા જોવા મળી રહ્યો છે. સુપરસ્ટાર વિજયની પાર્ટી TVK (તમિલગા વેટ્રી કઝગમ) સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી હોવા છતાં બહુમતીના આંકડાથી માત્ર બે ડગલાં દૂર અટકી ગઈ છે.તમિલનાડુમાં બહુમતીનું ગણિત અને પેચતમિલનાડુની કુલ 234 બેઠકોમાંથી બહુમતી માટે 118 ધારાસભ્યોનું સમર્થન જરૂરી છે. હાલની સ્થિતિ કંઈક આવી છે:TVK બેઠકો: 108 બેઠકો પર વિજય થયો હતો, પરંતુ નેતા વિજય પોતે બે બેઠકો પરથી જીત્યા હોવાથી ટેકનિકલી પાર્ટી પાસે 107 બેઠકો છે.મળેલું સમર્થન: કોંગ્રેસ (5), CPI (2) અને CPI(M) (2) એ બિનશરતી ટેકો જાહેર કર્યો છે.કુલ આંકડો: હાલમાં TVK પાસે 116 ધારાસભ્યોનું સંખ્યાબળ છે, જે બહુમતીથી હજુ પણ 2 બેઠકો ઓછી છે. રાજ્યપાલ સાથે મુલાકાત અને વિવાદએક્ટર વિજયે ત્રણ દિવસમાં ત્રીજી વખત રાજ્યપાલ રાજેન્દ્ર અર્લેકર સાથે મુલાકાત કરી સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો છે. જોકે, આ દાવા સાથે જોડાયેલા પત્રો પર વિવાદ સર્જાયો છે:VCK નું વલણ: સૂત્રોના જણાવ્યા અનુસાર, ગવર્નરને સોંપવામાં આવેલા દસ્તાવેજોમાં 'વિદુથલાઈ ચિરુથૈગલ કઝગમ' (VCK) ના સમર્થનનો કોઈ સત્તાવાર પત્ર સામેલ નહોતો.AMMK અને 'નકલી પત્ર'નો વિવાદ: TVK એ શુક્રવારે રાત્રે એક વીડિયો જાહેર કર્યો હતો, જેમાં AMMK ના ધારાસભ્ય કામરાજ વિજયની પાર્ટીને સમર્થન આપતા દેખાય છે. પરંતુ AMMK ના વડા ટી.ટી.વી. દિનાકરને આ દસ્તાવેજને નકલી ગણાવ્યો છે.દિનાકરનનો પલટવાર અને છેતરપિંડીનો આરોપTTV દિનાકરન તાત્કાલિક રાજ્યપાલને મળવા પહોંચ્યા હતા અને દાવો કર્યો હતો કે તેમના ધારાસભ્ય કામરાજનું સમર્થન વાસ્તવમાં AIADMK-NDA ગઠબંધન અને મુખ્યમંત્રી પદના ઉમેદવાર એડપ્પાદી કે. પલાનીસ્વામીને છે.દિનાકરને ગંભીર આરોપ લગાવતા કહ્યું કે TVK એ જે પત્ર રાજ્યપાલને સોંપ્યો છે તે નકલી અને ઝેરોક્સ કરેલી કોપી છે. અસલી પત્ર અમારી પાસે છે જે પલાનીસ્વામીના સમર્થનમાં છે. આ સીધી રીતે છેતરપિંડી (Forgery) છે અને અમે આ મામલે ફોજદારી ફરિયાદ નોંધાવવા જઈ રહ્યા છીએ.હવે આગળ શું?હાલમાં તમિલનાડુમાં સત્તાની ચાવી 2 ધારાસભ્યોના હાથમાં છે. એક તરફ વિજય પોતાની સરકાર બનાવવા મથામણ કરી રહ્યા છે, તો બીજી તરફ વિપક્ષી ગઠબંધન પણ અન્ય પક્ષોના સમર્થનથી સરકાર બનાવવાનો દાવો કરી રહ્યું છે. હવે રાજ્યપાલ આ સ્થિતિમાં શું નિર્ણય લે છે તેના પર સૌની મીટ મંડાયેલી છે.આ પણ વાંચો- Shani Amavasya 2026: 16મેએ શનિનું મહાગોચર, 5 રાશિની તિજોરી ભરાશે એ નક્કી !
Read Full Story arrow_forward