android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surat News: શુક્રવારે મનપાના મેયર સહિત પાંચ પદોને લઇ કવાયત, સુરતી અને સૌરાષ્ટ્રીયન જૂથો વચ્ચે ભારે ખેંચતાણ
calendar_today May 6, 2026

Surat News: શુક્રવારે મનપાના મેયર સહિત પાંચ પદોને લઇ કવાયત, સુરતી અને સૌરાષ્ટ્રીયન જૂથો વચ્ચે ભારે ખેંચતાણ

સુરત મનપાના મેયર સહિતના પદાધિકારીઓની પસંદગી મુદ્દે હવે અંતિમ ઘડીઓ શરૂ થઈ ગઈ છે.પ્રદેશ ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડની 8 મેના રોજ યોજાનારી મહત્ત્વપૂર્ણ બેઠકમાં આ અંગે અંતિમ નિર્ણય લેવાશે.પહેલા 7મીના ગુરુવારની જગ્યાએ સુરતનો વારો હવે શુક્રવારે આવશે.આ બેઠકમાં શહેરના ધારાસભ્યો,સાંસદો,શહેર ભાજપ પ્રમુખ અને મહામંત્રીઓ ઉપસ્થિત રહી સંકલિત રીતે મંતવ્ય રજૂ કરશે.પ્રદેશ સ્તરે અગાઉ નિયુક્ત નિરીક્ષકો દ્વારા હાથ ધરાયેલ સેન્સ પ્રક્રિયા અને સંકલન બેઠકના આધારે તૈયાર કરાયેલા નામોની પેનલ પર પાર્લામેન્ટ્રી બોર્ડમાં વિસ્તૃત મનોમંથન થશે. પાંચ-પાંચ નામોની યાદી તૈયાર કરવામાં આવશે દરેક પદ માટે પાંચ-પાંચ નામોની યાદી તૈયાર કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.સૂત્રો અનુસાર ઠક પહેલા શહેર પ્રભારી કનુ દેસાઈના નિવાસસ્થાને સંકલન બેઠક પણ યોજાઈ શકે છે.જેમાં અંતિમ સહમતી માટે પ્રયાસ થશે.રાજ્યભરમાં જીતેલી નગરપાલિકા,તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ મહાનગરપાલિકાઓમાં પદાધિકારીઓની પસંદગી માટે ચાલી રહેલી પ્રક્રિયાના ભાગરૂપે સુરતનો નિર્ણય પણ આ જ દિવસે જાહેર થવાની સંભાવના છે.રાજકીય રીતે સૌથી રસપ્રદ મુદ્દો સામાજિક સમીકરણોનો બની રહેશે.પાંચ પદ માટે સુરતી, સૌરાષ્ટ્રવાસી, પરપ્રાંતીય સમાજ પૈકી કોને વધુ પ્રતિનિધિત્વ મળશે એ અંગે તેજ અટકળો ચાલી રહી છે. 8 મેની બેઠક સુરતના રાજકીય સમીકરણોને નવી દિશા આપનાર બની શકે છે. બૂથમાં મતો ઓછા પડ્યા હશે તો દાવેદાર કોરાણે મુકાઇ શકે તર્કવિતર્કના દોર વચ્ચે કેટલીક આંતરિક ગતિવિધિને જોતાં પાલિકાના વિવિધ સમિતિના પદો માટે કેટલાક દાવેદારો કોરાણે મુકાઈ શકે એમ છે.મળતી માહિતી મુજબ, ભાજપની પેનલ અને ઉમેદવારોને કયા કયા બૂથમાં 2021ની સરખામણીએ ઓછા મત પડયાં છે તેનું વિગતવાર વિશ્લેષણ ચાલી રહ્યું છે. જે અંતર્ગત પાલિકાના વિવિધ પદો માટે સંભવિત દાવેદારોના પોતાના બૂથમાં ગત ટર્મ કરતા ઓછા મત ભાજપને પડયા હશે તો પદ ફાળવણીના નિર્ણયમાં ફેરબદલ આવી શકે એમ છે.એટલે કે દાવેદારોના પોતાના બૂથમાં ભાજપનું પ્રદર્શન નબળું પડયું હોય તો તે ઉમેદવારને પદ ફાળવણી ન થાય એવું પણ બની શકે છે. આ પણ વાંચોઃ Gujarat News: ગીર સોમનાથમાં ધો.10નું 82.34 ટકા પરિણામ, ગત વર્ષ કરતાં 1.13 ટકાનો વધારો

Read Full Story arrow_forward
Ahmedabad News: સેવન્થ ડે સ્કૂલનો વહીવટ કામચલાઉ ધોરણે સત્તાધિશોને સોંપાયો, જાણો વાલીઓએ શું કરી માગ
calendar_today May 6, 2026

Ahmedabad News: સેવન્થ ડે સ્કૂલનો વહીવટ કામચલાઉ ધોરણે સત્તાધિશોને સોંપાયો, જાણો વાલીઓએ શું કરી માગ

અમદાવાદની સેવન્થ ડે સ્કૂલ એક વિદ્યાર્થિની હત્યાના બનાવ બાદ સતત વિવાદોમાં ઘેરાઈ રહી છે. શિક્ષણઅધિકારીએ આ સ્કૂલનો વહિવટ પોતાના હસ્તક લઈ લીધો હતો. ત્યારે હવે નવા શૈક્ષણિક સત્ર પહેલા શાળાનો વહીવટ કામચલાઉ ધોરણે સત્તાધિશોને સોંપવામાં આવ્યો છે. આ સ્કૂલનું રજિસ્ટ્રેશન રદ થવાની ચર્ચાઓ શરૂ થતાં વાલીઓમાં ચિંતા જોવા મળી છે. શાળા સત્તાધીશો પાસે વાલીઓએ લેખિત ખાતરી માંગી અમદાવાદની સેવન્થ ડે સ્કૂલ એક વિદ્યાર્થિની હત્યાની ઘટના બાદ સતત વિવાદોમાં જોવા મળી છે. આ સ્કૂલનો વહીવટ સમગ્ર ઘટના બાદ શિક્ષણાધિકારીએ પોતાના હસ્તક લઈ લીધો હતો. હવે નવા શૈક્ષણિક સત્રની શરૂઆત પહેલા જ સ્કૂલનો વહિવટ સત્તાધિશોને સોંપાયો છે. બીજી તરફ આ સ્કૂલનું રજિસ્ટ્રેશન રદ થવાની ચર્ચાઓને કારણે વાલીઓમાં ચિંતા જોવા મળી છે. નવા એડમિશન લેવા મુદ્દે વાલીઓમાં ભારે અસમંજસ છે. ફી ગુમાવવાના જોખમને કારણે વાલીઓમાં રોષ ફેલાયો છે. વાલીઓએ સેવન્થ ડે સ્કૂલના સત્તાધિશો પાસે લેખિતમાં ખાતરી માગી છે. સ્કૂલ ચાલુ રહેશે અને તેની મંજૂરી રદ નહીં થાય તેવી લેખિતમાં ખાતરી માગવામાં આવી છે. આ પણ વાંચોઃ Petrol Diesel Price Today: બુધવારે કેટલો બદલાયો પેટ્રોલ ડીઝલનો ભાવ, જાણો મોટા શહેરોમાં શું છે કિંમત?

Read Full Story arrow_forward
West Bengal Oath Ceremony: ભાજપ વિધાનસભા પક્ષની બેઠક 8 મેએ, 9મીએ શપથગ્રહણ સમારોહ
calendar_today May 6, 2026

West Bengal Oath Ceremony: ભાજપ વિધાનસભા પક્ષની બેઠક 8 મેએ, 9મીએ શપથગ્રહણ સમારોહ

પશ્ચિમ બંગાળમાં સત્તા પરિવર્તન બાદ, નવી સરકાર બનાવવાના પ્રયાસો હવે તેજ બન્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, 8 મેના રોજ કોલકાતામાં ભાજપ વિધાનસભા પક્ષની બેઠક બોલાવવામાં આવી છે, જે દરમિયાન નવા નેતાની પસંદગી કરવામાં આવશે.8 મેના રોજ ધારાસભ્ય દળની બેઠક કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ઓડિશાના મુખ્યમંત્રી મોહન ચરણ માઝી આ મહત્વપૂર્ણ બેઠકમાં નિરીક્ષક તરીકે હાજરી આપશે. બંને નેતાઓ 8 મેના રોજ કોલકાતા આવવાના છે. ધારાસભ્ય પક્ષ સાથે પરામર્શ કર્યા પછી, તેઓ નવા નેતાના નામને અંતિમ સ્વરૂપ આપશે અને સમર્થન આપશે. 9 મેના રોજ બંગાળમાં શપથવિધિ સમારોહસૂત્રોના જણાવ્યા અનુસાર, બીજા જ દિવસે - 9 મેના રોજ - પશ્ચિમ બંગાળમાં નવી સરકાર માટે શપથવિધિ સમારોહ યોજાશે. આ કાર્યક્રમને ભવ્ય બનાવવા માટે તૈયારીઓ ચાલી રહી છે. જેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, NDA શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ અને નાયબ મુખ્યમંત્રીઓ, કેન્દ્રીય મંત્રીઓ અને ગઠબંધનના વરિષ્ઠ નેતાઓ હાજરી આપશે. આજે અમિત શાહ બિહારની મુલાકાતેઆ દરમિયાન, બિહારમાં રાજકીય વાતાવરણ પણ સમાંતર રીતે ગરમાયું છે. બિહારના મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીના નેતૃત્વ હેઠળની સરકારના મંત્રીમંડળ વિસ્તરણ અને શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા માટે ગૃહમંત્રી અમિત શાહ આજે પટના પહોંચવાના છે. તેમની મુલાકાત દરમિયાન, શાહ ભાજપના મુખ્ય જૂથ સાથે એક મહત્વપૂર્ણ બેઠક પણ કરશે, જ્યાં સંગઠનાત્મક અને રાજકીય વ્યૂહરચનાઓની ચર્ચા કરવામાં આવશે.શપથગ્રહણ સમારોહમાં કોણ કોણ રહેશે હાજર ?  સૂત્રોના જણાવ્યા અનુસાર, શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ પટના પહોંચે તેવી અપેક્ષા છે. બંગાળ અને બિહાર બંનેમાં એકસાથે બની રહેલી આ મોટી રાજકીય ઘટનાઓએ NDA છાવણીમાં ચર્ચા જગાવી છે. એક તરફ પાર્ટી નવા રાજ્યોમાં પોતાનો પગ મજબૂત કરવા માટે પ્રયત્નશીલ છે, તો બીજી તરફ તે નેતૃત્વ અંગે વ્યૂહાત્મક સંતુલન જાળવવા પર પણ ભાર મૂકી રહી છે.

Read Full Story arrow_forward