android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surat News: લોકોના જીવ સાથે ચેડાં કરતા બે બોગસ ડોક્ટર ઝડપાયા, પાંડેસરામાં SOGની રેડ
calendar_today September 10, 2026

Surat News: લોકોના જીવ સાથે ચેડાં કરતા બે બોગસ ડોક્ટર ઝડપાયા, પાંડેસરામાં SOGની રેડ

સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલ વડોદગામ ખાતે કેટલાક ઈસમો કોઈપણ માન્ય ડિગ્રી વગર ગેરકાયદેસર રીતે ક્લિનિક ચલાવતા હોવાની બાતમી મળી હતી. આ માહિતીના આધારે સુરત SOG (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ) અને આરોગ્ય વિભાગની ટીમે સંયુક્ત રીતે દરોડા પાડ્યા હતા. ક્લિનિક પર પહેલા ડમી પેશન્ટ મોકલીને ખાતરી કરવામાં આવી હતી અને ત્યારબાદ બંને નકલી તબીબોને રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા હતા.બિહાર અને યુપીના બે આરોપીઓની અટકાયતઝડપાયેલા આરોપીઓમાં બિહારના વતની સુરેન્દ્ર ચંદ્રદેવ શાહ અને ઉત્તર પ્રદેશના વતની રામકૃપાલ રામકિશન વિશ્વકર્માનો સમાવેશ થાય છે. આ બંને ઈસમો પાસે તબીબી ક્ષેત્રની કોઈ પણ માન્ય ડિગ્રી કે લાયસન્સ ન હોવા છતાં તેઓ ક્લિનિક ખોલીને સામાન્ય નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં કરી રહ્યા હતા.કમ્પાઉન્ડરમાંથી બની ગયા બોગસ ડોક્ટરપોલીસ દ્વારા કરવામાં આવેલી પ્રાથમિક પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. બંને આરોપીઓએ સ્વીકાર્યું હતું કે તેઓ અગાઉ વિવિધ હોસ્પિટલો કે ક્લિનિકમાં કમ્પાઉન્ડર અને મદદનીશ તરીકે કામ કરી ચૂક્યા છે. ત્યાંથી થોડો અનુભવ મેળવ્યા બાદ તેમણે જાતે જ ક્લિનિક શરૂ કરી દીધા હતા અને દર્દીઓની સારવાર કરવાનું શરૂ કરી દીધું હતું.દવાઓ અને એલોપેથિક સામગ્રી જપ્તદરોડા દરમિયાન બંને ક્લિનિકમાંથી એલોપેથિક દવાઓ, ઇન્જેક્શન, સિરપ અને અન્ય તબીબી સાધનો મળી આવ્યા હતા. પોલીસે બંને સ્થળેથી કુલ ₹44,173 થી વધુની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.પાંડેસરા પોલીસ મથકે ગુનો નોંધાયોલોકોના સ્વસ્થ્ય સાથે ગંભીર રમતો રમતા આ બંને ઝોલાછાપ તબીબો સામે પાંડેસરા પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરીને આ મામલે આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.આ પણ વાંચો: Suratના ઉધનામાં કારખાનામાં કરંટ લાગતા 31 વર્ષીય યુવકનું કરુણ મોત

Read Full Story arrow_forward
Amreliના ખાંભા ગીર પંથકમાં મેઘરાજાનું આગમન, ભાડ ગામે વરસાદી ઝાપટાથી ખેડૂતોમાં આનંદ
calendar_today September 10, 2026

Amreliના ખાંભા ગીર પંથકમાં મેઘરાજાનું આગમન, ભાડ ગામે વરસાદી ઝાપટાથી ખેડૂતોમાં આનંદ

અમરેલી જિલ્લામાં સતત બીજા દિવસે વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો છે. ખાસ કરીને ખાંભા ગીર પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં અચાનક વાદળછાયું વાતાવરણ સર્જાયા બાદ વરસાદી ઝાપટાં શરૂ થઈ ગયાં હતાં. ખાંભા તાલુકાના ભાડ ગામે અચાનક પડેલા વરસાદી ઝાપટાંને કારણે સમગ્ર પંથકના વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી અને ગ્રામજનો સહિત ધરતીપુત્રોમાં હરખની હેલી જોવા મળી હતી.મુરઝાતા કપાસ અને મગફળીના પાકને મળ્યું જીવનદાનછેલ્લા કેટલાક સમયથી વરસાદ ખેંચાવાના કારણે કપાસ અને મગફળી સહિતનો ઊભો પાક સુકાઈ રહ્યો હતો. પાક મુરઝાઈ રહ્યો હોવાથી ખેડૂતો ભારે ચિંતામાં મુકાયા હતા. આ મુશ્કેલ પરિસ્થિતિ વચ્ચે ભાડ ગામે પડેલા વરસાદી ઝાપટાંએ સુકાઈ રહેલા પાક માટે સંજીવની સમું કામ કર્યું છે. કપાસ અને મગફળીના પાકને નવું જીવનદાન મળતાં ખેડૂતોની મહેનત અને આર્થિક નુકસાન બચી જવાની મોટી આશા જાગી છે.ખેડૂતોમાં મોટા વરસાદની આશા બંધાઈવરસાદી ઝાપટાં પડતાં જ ધરતીપુત્રોના ચહેરા પર ખુશીનો માહોલ છવાઈ ગયો છે. વાતાવરણમાં આવેલા આ સાનુકૂળ પલટાને કારણે હવે આગામી દિવસોમાં વધુ સારો વરસાદ પડશે તેવી આશાઓ બંધાઈ છે. સતત બીજા દિવસે બદલાયેલા હવામાનથી ગીર પંથકના અન્ય વિસ્તારોમાં પણ વહેલી તકે સાર્વત્રિક વરસાદ પડે તેવી આશા સાથે ખેડૂતો મેઘરાજાની પધરામણીની વાટ જોઈ રહ્યા છે.આ પણ વાંચો : Weather Update : મેઘરાજા ફરી ધમાકેદાર ઈનિંગ્સ રમવા તૈયાર! 12 થી 15 સપ્ટેમ્બર ગાજવીજ સાથે ધોધમાર વરસાદની આગાહી

Read Full Story arrow_forward
Amreliમાં શોરૂમ બનાવવાના બહાને વેપારીઓને બોગસ ચેક આપનાર મહાઠગની પોલીસે કરી ધરપકડ
calendar_today September 10, 2026

Amreliમાં શોરૂમ બનાવવાના બહાને વેપારીઓને બોગસ ચેક આપનાર મહાઠગની પોલીસે કરી ધરપકડ

અમરેલી જિલ્લાના બગસરા વિસ્તારમાં વેપારીઓને નિશાન બનાવી છેતરપિંડી આચરનાર એક શાતિર મહાઠગને પોલીસે ઝડપી પાડ્યો છે. અમદાવાદના રહેવાસી 55 વર્ષીય પ્રણવભાઈ પ્રવીણભાઈ સોની નામના આ આરોપીએ બગસરામાં ભાડે દુકાન રાખીને મોટો શોરૂમ બનાવવાનું બહાનું બતાવ્યું હતું. ત્યારબાદ તેણે સ્થાનિક વેપારીઓ પાસેથી ઇલેક્ટ્રિક સામાન, ફર્નિચરનું મટિરિયલ અને કલરકામની વસ્તુઓ ખરીદીને બોગસ કે ખાતામાં નાણાં ન હોય તેવા ચેક આપી પલાયન થઈ જવાની મોડસ ઓપરેન્ડી અપનાવી હતી.બગસરા પોલીસે રૂ.2.81 લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત ઠગાઈ અંગેની માહિતી મળતાં બગસરા પોલીસ સ્ટેશનના પી.આઈ. વી.કે. ગોલવેલકર અને તેમની સર્વેલન્સ ટીમે ટેકનિકલ સોર્સ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. ટીમે સફળ કામગીરી કરીને આરોપીને ગણતરીના સમયમાં ઝડપી લીધો હતો. પોલીસે તેની પાસેથી રૂ.1.08 લાખની કિંમતના પ્લાયવુડના પાટીયા, રૂ.1.14 લાખની કિંમતના વાયરના બંડલો, પ્રાઇમર, ફેવિકોલની ડોલો અને મોબાઈલ ફોન મળીને કુલ રૂ.2,81,950નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.શોરૂમના બહાને ચેક આપી કરતો હતો ઠગાઈપોલીસની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે ઝડપાયેલો આરોપી પ્રણવ સોની રીઢો ગુનેગાર છે. આ અગાઉ પણ તેના વિરુદ્ધ મહેમદાબાદ, કડી, નડિયાદ અને સુરેન્દ્રનગર પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીના ગંભીર ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. અન્ય જિલ્લાઓમાં પણ તેણે આ જ પ્રકારે વેપારીઓને ચૂનો લગાવ્યો હોવાનું બહાર આવતાં બગસરા પોલીસે તેની વધુ ઊંડાણપૂર્વક પૂછપરછ હાથ ધરી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward