android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Morbi: હળવદ રોડ પર ટ્રકના 'ચોર ખાના' માંથી 20.87 લાખનો વિદેશી દારૂ ઝડપાયો
calendar_today May 4, 2026

Morbi: હળવદ રોડ પર ટ્રકના 'ચોર ખાના' માંથી 20.87 લાખનો વિદેશી દારૂ ઝડપાયો

મોરબી જિલ્લામાં પ્રોહિબિશનની પ્રવૃત્તિઓને ડામવા માટે એલસીબી પોલીસે કમર કસી છે. પોલીસને બાતમી મળી હતી કે એક ટ્રક ટ્રેલરમાં મોટા પાયે વિદેશી દારૂનો જથ્થો છુપાવીને લઈ જવામાં આવી રહ્યો છે. આ બાતમીના આધારે હળવદ રોડ પર આંદરણા ગામ પાસે વોચ ગોઠવીને પોલીસે શંકાસ્પદ ટ્રકને અટકાવ્યો હતો.ફિલ્મી ઢબે બનાવાયેલા ચોર ખાનાપોલીસે જ્યારે ટ્રકની પ્રાથમિક તપાસ કરી ત્યારે કંઈ વાંધાજનક જણાયું ન હતું, પરંતુ ઝીણવટભરી તપાસમાં ટ્રક ટ્રેલરમાં ખાસ પ્રકારના ગુપ્ત (ચોર) ખાના મળી આવ્યા હતા. આ ખાનાઓ ખોલતા પોલીસ પણ સ્તબ્ધ થઈ ગઈ હતી. તેમાંથી વિદેશી દારૂની કુલ 4608 બોટલ અને 96 બિયરના ટીન મળી આવ્યા હતા.દારૂનો જથ્થો રાજસ્થાનથી આવ્યો પોલીસે દારૂનો જથ્થો, ટ્રક ટ્રેલર અને અન્ય સાધનો મળી કુલ 20,87,200 નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ કેસમાં સ્થળ પરથી ટ્રક ડ્રાઈવરની ધરપકડ કરવામાં આવી છે. પૂછપરછ દરમિયાન આ દારૂનો જથ્થો રાજસ્થાનથી મોકલવામાં આવ્યો હોવાનું અને ગુજરાતના સ્થાનિક બુટલેગરોને પહોંચાડવાનો હોવાનું બહાર આવ્યું છે.ત્રણ શખ્સો સામે ગુનો દાખલઆ કૌભાંડમાં મોરબી તાલુકા પોલીસ મથકે ટ્રક ડ્રાઈવર ઉપરાંત માલ મોકલનાર રાજસ્થાનના બે શખ્સો અને તપાસમાં જેમના નામ ખુલે તે તમામ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. મોરબી પોલીસની આ કામગીરીથી દારૂના ધંધાર્થીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.આ પણ વાંચો: Gondal: લાકડાના છોલના કારખાનામાં શોર્ટ સર્કિટથી ભીષણ આગ, વિકરાળ લપેટોને કાબૂમાં લેવા જેસીબીથી દીવાલો તોડવામાં આવી

Read Full Story arrow_forward
Assembly Elections 2026 Result Live :  પશ્ચિમ બંગાળમાં  ભાજપ અને TMC વચ્ચે કાંટાની ટક્કર, તામિલનાડુમાં અભિનેતા વિજયની પાર્ટી 100 બેઠકો પર આગળ
calendar_today May 4, 2026

Assembly Elections 2026 Result Live : પશ્ચિમ બંગાળમાં ભાજપ અને TMC વચ્ચે કાંટાની ટક્કર, તામિલનાડુમાં અભિનેતા વિજયની પાર્ટી 100 બેઠકો પર આગળ

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 04 મેના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
Tamilnadu Election Results 2026: તમિલનાડુમાં નવી સરકાર શિક્ષણ ક્ષેત્રે કરશે બદલાવ!
calendar_today May 4, 2026

Tamilnadu Election Results 2026: તમિલનાડુમાં નવી સરકાર શિક્ષણ ક્ષેત્રે કરશે બદલાવ!

ચેન્નઈ દક્ષિણ ભારતનું "ઓક્સફર્ડ" છે. ચેન્નઈ માત્ર રાજકીય કેન્દ્ર જ નથી,પણ ભારતના "શિક્ષણ પ્રવેશદ્વાર" તરીકે પણ ઓળખાય છે.IIT મદ્રાસ વર્ષોથી દેશમાં પ્રથમ સ્થાન ધરાવે છે.વધુમાં,ભારતની સૌથી જૂની યુનિવર્સિટીઓમાંની એક,મદ્રાસ યુનિવર્સિટી પણ અહીં સ્થિત છે. તેના સ્નાતકો દેશ અને વિશ્વમાં અગ્રણી હોદ્દા ધરાવે છે. કોઈમ્બતુર: શિક્ષણનું "માન્ચેસ્ટર" તમિલનાડુના "કોચિંગ અને કારકિર્દી કેન્દ્ર તરીકે પણ ઓળખાય છે. અહીં મોટી સંખ્યામાં ખાનગી અને સરકારી એન્જિનિયરિંગ કોલેજો છે, જે દેશભરના વિદ્યાર્થીઓને આકર્ષે છે. આ શહેર તેના કૃષિ અને કાપડ શિક્ષણ માટે રાષ્ટ્રીય સ્તરે પ્રખ્યાત છે. દુરાઈ: 'ટેમ્પલ સિટી' થી 'એજ્યુકેશન હબ' સુધી મદુરાઈ માત્ર એક સાંસ્કૃતિક કેન્દ્ર જ નથી પણ ઉચ્ચ શિક્ષણનું મુખ્ય કેન્દ્ર પણ છે. મદુરાઈ કામરાજ યુનિવર્સિટી અહીંની એક અગ્રણી યુનિવર્સિટી છે જેણે સંશોધન અને કલામાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે. તિરુચિરાપલ્લી (ત્રિચી): મેનેજમેન્ટમાં અગ્રણી ત્રિચી તેના ગુણવત્તાયુક્ત શિક્ષણ અને મેનેજમેન્ટ અભ્યાસક્રમો માટે જાણીતું છે. NIT ત્રિચી દેશની ટોચની એન્જિનિયરિંગ સંસ્થાઓમાં સ્થાન ધરાવે છે. IIM ત્રિચી મેનેજમેન્ટ અભ્યાસ માટેનું એક અગ્રણી કેન્દ્ર છે. શરૂઆતના વલણોમાં તમિલનાડુમાં સત્તાધારી ડીએમકેનો દબદબો દેખાઈ રહ્યો છે. અત્યાર સુધીમાં ડીએમકેના ખાતામાં 13 તો એઅઆઈએડીએમકેના ખાતામાં 2 અને વિજયની પાર્ટી ટીવીકેના ખાતામાં માત્ર 3 બેઠક આવતી દેખાઈ રહી છે. અન્નામલાઈ નગર: તે દેશભરમાં શા માટે ખાસ છે અન્નામલાઈ યુનિવર્સિટી દેશની સૌથી મોટી રહેણાંક યુનિવર્સિટીઓમાંની એક છે, જે દવા, એન્જિનિયરિંગ અને કૃષિ સહિત લગભગ દરેક શાખામાં અભ્યાસક્રમો પ્રદાન કરે છે.મદુરાઈ માત્ર એક સાંસ્કૃતિક કેન્દ્ર જ નહીં પરંતુ ઉચ્ચ શિક્ષણનું મુખ્ય કેન્દ્ર પણ છે. મદુરાઈ કામરાજ યુનિવર્સિટી અહીંની એક અગ્રણી યુનિવર્સિટી છે, જેણે સંશોધન અને કલામાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે.ત્રિચી તેના ગુણવત્તાયુક્ત શિક્ષણ અને મેનેજમેન્ટ અભ્યાસક્રમો માટે જાણીતું છે. NIT ત્રિચીને દેશની ટોચની એન્જિનિયરિંગ સંસ્થાઓમાંની એક ગણવામાં આવે છે. IIM ત્રિચી મેનેજમેન્ટ અભ્યાસ માટેનું એક અગ્રણી કેન્દ્ર છે.આ પણ વાંચો -Tamil Nadu election Results 2026 : સુપરસ્ટાર વિજયની એન્ટ્રીથી બદલાયા સમીકરણો, આ હોટ સીટ્સ પર દરેકની નજર!

Read Full Story arrow_forward