android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Local body election result 2026: અમદાવાદના 30 હજારથી વધુ નાગરિકોએ NOTAનું બટન દબાવ્યું
calendar_today April 29, 2026

Local body election result 2026: અમદાવાદના 30 હજારથી વધુ નાગરિકોએ NOTAનું બટન દબાવ્યું

અમદાવાદ શહેરના 30 હજારથી વધુ નાગરિકોએ ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM) પર 'નોટા' (NOTA)નું બટન દબાવીને તમામ ઉમેદવારો પ્રત્યે પોતાની નારાજગી વ્યક્ત કરી છે.આ આંકડો સૂચવે છે કે મતદારો હવે માત્ર પક્ષના નામે નહીં પણ ઉમેદવારની ગુણવત્તાના આધારે મતદાન કરવા માંગે છે.વર્ષ 2021માં 19.65 લાખ મતદાનમાંથી 25245 મત નોટામાં પડયા હતા.જ્યારે આ વખતે 19.69 લાખમાંથી 30883 મત નોટામાં પડ્યા છે.શહેરના રાણીપ, વસ્ત્રાલ અને થલતેજમાં સૌથી વધુ અસંતોષ જોવા મળ્યો છે. જ્યારે દરિયાપુરમાં સૌથી ઓછા 340 જ મત નોટામાં ગયા છે. કેટલાક વોર્ડમાં નોટા પ્રત્યે ઉદાસીનતા આંકડાકીય વિશ્લેષણ મુજબ,અમદાવાદના પોશ ગણાતા થલતેજ વોર્ડમાં સૌથી વધુ 970 મતદારોએ નોટા પસંદ કર્યું છે.તેની પાછળ તરત જ વસ્ત્રાલ વોર્ડ આવે છે, જ્યાં 953 મતો નોટામાં પડયા છે.આ સિવાય રાણીપ ઈમનપર 894અને રામોલ હાથીજણ 862મત નોટામાં પડ્યા છે.જે અન્ય વિસ્તારોની સરખામણીએ આંકડો ખૂબ ઊંચો રહ્યો છે.આ વિસ્તારોમાં મધ્યમ અને ઉચ્ચ મધ્યમ વર્ગના મતદારોએ ઉમેદવારોની પસંદગી સામે મૌન વિરોધ નોંધાવ્યો હોય તેમ જણાય છે.બીજી તરફ શહેરના કોટ વિસ્તાર અને પૂર્વ પટ્ટાના કેટલાક વોર્ડમાં નોટા પ્રત્યે ઉદાસીનતા જોવા મળી છે. ઉમેદવારો સ્થાનિક પ્રશ્નો ઉકેલવામાં અસમર્થ સૌથી ઓછા નોટા મતો દરિયાપુર વોર્ડમાં માત્ર 340 નોંધાયા છે.તેવી જ રીતે જમાલપુરમાં 349 અને ઈન્ડિયા કોલોનીમાં પણ 349 મતો જ નોટામાં પડયા છે.આ આંકડા દર્શાવે છે કે આ વિસ્તારોમાં મતદારોએ કોઈને કોઈ પક્ષ કે ઉમેદવાર પર પોતાનો ભરોસો જાળવી રાખ્યો છે.રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે જ્યારે મતદારોને પક્ષો દ્વારા ઉતારવામાં આવેલા ઉમેદવારો સ્થાનિક પ્રશ્નો ઉકેલવામાં અસમર્થ લાગે છે.ત્યારે તેઓ નોટાનો આશરો લે છે. 30 હજારથી વધુ મતો એ કોઈ નાનો આંકડો નથી.તે રાજકીય પક્ષો માટે આત્મમંથન કરવાનો વિષય છે કે કેમ જનતા વિકલ્પ હોવા છતાં કોઈ પણ નહીં પસંદ કરી રહી છે.આ પણ વાંચોઃ Local body election result 2026: કોંગ્રેસની હાર માટે ટિકિટોની સોદાબાજી અને ડેમેજ કંટ્રોલમાં બેદરકારી જવાબદાર

Read Full Story arrow_forward
Gujarat Latest News Live : ગુજરાતમાં ગરમીમાં વધારો થશે, આજે 43થી 44 ડિગ્રી સુધી તાપમાન પહોંચી શકે છે
calendar_today April 29, 2026

Gujarat Latest News Live : ગુજરાતમાં ગરમીમાં વધારો થશે, આજે 43થી 44 ડિગ્રી સુધી તાપમાન પહોંચી શકે છે

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 29 એપ્રિલના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
Local body election result 2026: ભાજપના નેતાઓએ જ્યાં બેફામ ઉચ્ચારણો કર્યાં ત્યાં જ કોંગ્રેસની જીત થઈ
calendar_today April 29, 2026

Local body election result 2026: ભાજપના નેતાઓએ જ્યાં બેફામ ઉચ્ચારણો કર્યાં ત્યાં જ કોંગ્રેસની જીત થઈ

ચૂંટણી સમયે જાહેર મંચ ઉપરથી થતા ઉચ્ચારણો, શબ્દો એ જ ચૂંટણીને અંતે બ્રહ્માંડમાં ફરીફરી કેવા પાછા ફરે છે, પોતાને જ ફળે છે તેની પ્રતીતિ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીને અંતે રાજકીય નેતાઓને થઈ છે. પ્રચાર દરમિયાન નેતાઓનાં બેફામ ઉચ્ચારણોની સામે મતદારોએ જાણે જવાબ આપ્યો હોય તેમ મતગણતરી દરમિયાન EVMમાંથી રોષ બહાર આવ્યો છે. જેમાં આણંદના સાંસદ મિતેષ પટેલે જ્યાંથી ‘અહીંથી એક પણ કોંગ્રેસી ચૂંટાશે તો એક પૈસો ગ્રાન્ટ નહીં મળે' તેવી ચીમકી ઉચ્ચારી હતી તે આંકલાવ તાલુકા પંચાયતની 20 પૈકી 13 બેઠકો ઉપરથી ભાજપના ઉમેદવારોને હારનો સામનો કરવો પડયો છે. આંકલાવ અને ડભોઈમાં કોંગ્રેસના ઉમેદવારો જીત્યા આણંદના સાંસદ મિતેષ પટેલના શબ્દોની અસર આંકલાવ તાલુકા પંચાયતમાં જ નહીં,અડીને આવેલી બોરસદ તાલુકા પંચાયતમાં પણ થઈ છે. બોરસદમાં 34માંથી કોંગ્રેસને 11, ભાજપને 23 બેઠકો મળી છે. આંકલાવ તાલુકા પંચાયતમાં કોંગ્રેસને 13 અને ભાજપને 7 બેઠકો મળી છે. વડોદરા જિલ્લામાં ડભોઈથી ભાજપના ધારાસભ્ય શૈલેષ મહેતા પણ તેમના નિવેદનો માટે જાણીતા છે.ચૂંટણી દરમિયાન કોંગ્રેસના ઉમેદવારોના ફોર્મ પાછા ખેંચવા મુદ્દે તેમની હાજરીમાં જ મારામારી થઈ હતી. તેઓ જ્યાંથી ધારાસભ્ય છે તે ડભોઈ નગરપાલિકામાં 36 પૈકી ભાજપને માત્ર 15 બેઠકો જ મળી છે. આજોઠામાં કોંગ્રેસના ઉમેદવારે ભાજપની સીટ આંચકી જ્યારે કોંગ્રેસના 17 ઉમેદવારોનો વિજય થયો છે.આ સિવાયના ચાર અપક્ષ ઉમેદવારો પણ જીત્યા છે.કોંગ્રેસમાંથી ભાજપમાં જઈને ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા તાલાલાના ભગાભાઈ બારડ પણ ચૂંટણી પ્રચારમાં એકથી વધુ વખત ગુસ્સામાં જોવા મળ્યા હતા.સૂત્રાપાડામાં એક સભા સંબોધતા તેમણે સમાજના મતદારોનો ઉલ્લેખ કરી ‘જો આ વખતે ભૂલ થઈ તો મારા ઘરના બારણા બંધ' એવી ચીમકી આપી હતી.ચૂંટણીમાં મતદારો જાણે તેનો જવાબ આપતા હોય તેમ ધારાસભ્ય બારડના વતન આજોઠામાં કોંગ્રેસના ઉમેદવારે ભાજપ પાસેથી તાલુકા પંચાયતની બેઠક આંચકી લેવાની તક ઉપલબ્ધ કરી છે! આ પણ વાંચોઃ Gujarat Local Body Election Results 2026: આણંદમાં લોહીયાળ વિજયોત્સવ, કોંગ્રેસના વિજય સરઘસ પર હરીફ જૂથનો હુમલો, 3 લોહીલુહાણ

Read Full Story arrow_forward