android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Amit Shahની હાજરીમાં બિહાર-ઝારખંડ વચ્ચે સોન નદીના પાણી વહેંચણી મામલે MOU સાઈન થયા
calendar_today August 31, 2026

Amit Shahની હાજરીમાં બિહાર-ઝારખંડ વચ્ચે સોન નદીના પાણી વહેંચણી મામલે MOU સાઈન થયા

બિહાર અને ઝારખંડ વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા સોન નદીના પાણીની વહેંચણીના મુદ્દાને ઉકેલવા માટે મહત્વપૂર્ણ સમજૂતી થઈ છે. નવી દિલ્હીમાં સોમવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં બંને રાજ્યો વચ્ચે મેમોરેન્ડમ ઑફ અન્ડરસ્ટેન્ડિંગ (MoU) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. મંત્રી સીઆર પાટીલ પર રહ્યા હાજરઆ MoU પર બિહારના મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી અને ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનની હાજરીમાં હસ્તાક્ષર થયા હતા. આ પ્રસંગે બંને રાજ્યોના સંબંધિત અધિકારીઓ ઉપરાંત કેન્દ્રીય ગૃહ મંત્રાલય અને કેન્દ્રીય જળ શક્તિ મંત્રાલયના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સીઆર પાટીલ પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.આ મુદ્દો લાંબા સમયથી પડતર હતોસોન નદીના પાણીની વહેંચણીનો મુદ્દો બંને રાજ્યો વચ્ચે લાંબા સમયથી ચર્ચાનો વિષય રહ્યો છે. પાણીના ઉપયોગ, ઉપલબ્ધતા અને વહેંચણીને લઈને રહેલા મતભેદોને કારણે આ મુદ્દો લાંબા સમયથી પડતર હતો. હવે બંને રાજ્યો વચ્ચે થયેલી આ સમજૂતીથી પાણીની વહેંચણીને લઈને સહમતિનો માર્ગ મોકળો થયો છે. MoUને બિહાર અને ઝારખંડ વચ્ચેના જળ સહયોગની દિશામાં મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે. વ્યવસ્થાના અમલીકરણ પર ધ્યાન કેન્દ્રિત કરાશેબંને રાજ્યોના અધિકારીઓ અને સંબંધિત કેન્દ્રીય મંત્રાલયોની હાજરીમાં થયેલી આ સમજૂતીથી સોન નદીના પાણીના વ્યવસ્થિત ઉપયોગ અને વહેંચણી માટે આગળની પ્રક્રિયાને વેગ મળવાની શક્યતા છે. કેન્દ્ર સરકારની મધ્યસ્થીમાં થયેલી આ પહેલથી બંને રાજ્યો વચ્ચેનો લાંબા સમયથી ચાલી રહેલો પાણીનો મુદ્દો ઉકેલવાની દિશામાં મહત્વપૂર્ણ પ્રગતિ થઈ છે. હવે MoU મુજબની વ્યવસ્થાના અમલીકરણ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.આ પણ વાંચો : Indus Water Treaty: 'કોર્ટની રચના જ ખોટી રીતે કરવામાં આવી છે...', ભારતે સિંધુ જળ સંધિ અંગે આંતરરાષ્ટ્રીય કોર્ટને બતાવ્યો અરીસો

Read Full Story arrow_forward
Ahmedabad News: હેરિટેજ વોકમાં સમાવિષ્ટ કેલિકો ડેમની કામગીરી પૂર્ણ, AMCની મંજૂરી બાદ લોકો માટે ખુલ્લો મુકાશે
calendar_today August 31, 2026

Ahmedabad News: હેરિટેજ વોકમાં સમાવિષ્ટ કેલિકો ડેમની કામગીરી પૂર્ણ, AMCની મંજૂરી બાદ લોકો માટે ખુલ્લો મુકાશે

અમદાવાદ શહેરને હવે વિશ્વમાં વર્લ્ડ હેરિટેજ સિટી તરીકેની ઓળખાણ મળી છે.શહેરમાં હેરિટેજ વારસામાં કેલિકો ડેમ સ્થાન પામ્યો છે.તેનું રિનોવેશન આખરે પાંચ વર્ષ બાદ પૂર્ણ કરવામાં આવ્યું છે.ડોમની કામગીરી પૂર્ણ થવામાં નિર્ધારિત સમય કરતા વધુ વિલંબ થયો છે પરંતુ હવે કામગીરી પૂર્ણ થતા તેને ખુલ્લો મુકવામાં આવશે.ડોમમાં પેનલો લગાવી દેવામાં આવી છે.હવે ડોમ અંગે બાબત કમિટી સમક્ષ મૂકવામાં આવશે.કમિટી દ્વારા કોઈ ફેરફાર નહીં સૂચવવામાં આવે તો તે મુલાકાતીઓ માટે ઓપન કરી દેવામાં આવશે.કેલિકો ડોમને નુકસાન થતાં કોર્પોરેશન દ્વારા તેને 2020માં રિસ્ટોરેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. હેરિટેજ વોકમાં આ મોન્યુમેન્ટનો સમાવેશ કરવામાં આવ્યો છે.કામગીરીમાં વિલંબ અંગે તંત્રનું કહેવું છે કે મૂળ જેવો જ ડોમ તૈયાર કરવાનો હોવાથી સમયગાળો વધુ થયો છે. શું છે કેલિકો ડેમની વિશેષતાઆ ડોમ તેની અનોખી સ્થાપત્યશૈલી અને ઐતિહાસિક મહત્વ માટે જાણીતો છે.તે સંપૂર્ણપણે જીઓડેસિક સિદ્ધાંત પર આધારિત છે અને જીઓડેસિક પદ્ધતિથી બનેલો ભારતનો સૌપ્રથમ ડોમ હોવાનું ગૌરવ ધરાવે છે.તેના નિર્માણમાં અંદાજે 300 જેટલી પ્લાયવુડ પેનલ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે.જેની ખાસિયત એ છે કે તમામ પેનલ્સના માપ એકબીજાથી તદ્દન અલગ છે.આ પ્લાયવુડ પેનલ્સ પર કોપરનું મજબૂત આવરણ ચડાવવામાં આવ્યું છે.જે તેને સુંદરતાની સાથે મજબૂતી પણ બક્ષે છે.આ આકર્ષક અને ઐતિહાસિક ડોમ હેઠળ ભારતનો પહેલો ફેશન શો યોજાયો હતો જે તેને ફેશન અને આર્કિટેક્ચર બંને ક્ષેત્રે ખાસ ઓળખ અપાવે છે.કેવી રીતે બન્યો હતો કેલિકો ડોમ?ઈ.સ. 1963માં બકમીન્સ્ટર કુલર જીયોડેસિક ગુંબજોથી પ્રેસિત થઈને ગૌતમ સારાભાઈ અને ગીરા સારાભાઈએ કેલિકો ડોમ તૈયાર કર્યો હતો. જેમાં કેલિકો મિલ માટે દુકાનો હતી. અમદાવાદમાં પ્રથમ ફેશન શો પણ આ ડોમમાં યોજાયો હતો. બોલિવૂડની જાણિતી અભિનેત્રી પરવીન બાબીએ 1970માં કેલિકો ડોમમાં યોજાયેલા ફેશન શોમાં ભાગ લીધો હતો. 1990માં આ ડોમમાં રહેલી મીલ અને દુકાનો બંધ થઈ હતી. જ્યારે ગુજરાતમાં 2001માં ભૂકંપ આવ્યો ત્યારે આ ડોમનો મધ્યભાગ તૂટી પડ્યો હતો. 2003માં ભારે વરસાદને કારણે ડોમની અંદરના ભાગે નુકસાન પહોંચ્યું હતું. ત્યાર બાદ આ ડોમ સંપૂર્ણ પણે તૂટ્યો હતો. 2020માં તેનું રિનોવેશન કામ હાથ ધરાયું હતું. જે હવે પૂર્ણ થતાં શહેરના હેરિટેજ વારસામાં વધુ એક આકર્ષણ ઉમેરાયું છે.  આ પણ વાંચોઃ Patan News: લઠ્ઠાકાંડના આક્ષેપ વચ્ચે SPએ આપી સ્પષ્ટતા, જાણો શું કહ્યું?

Read Full Story arrow_forward
Surat: કોસંબાની ગીતાંજલિ સ્વીટ સીલ, ડી-માર્ટ અને મેરિયટમાં ગેરરીતિ છતાં કડક પગલાં ન લેવાતાં મનપા સામે સવાલો
calendar_today August 31, 2026

Surat: કોસંબાની ગીતાંજલિ સ્વીટ સીલ, ડી-માર્ટ અને મેરિયટમાં ગેરરીતિ છતાં કડક પગલાં ન લેવાતાં મનપા સામે સવાલો

સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના કોસંબા તરસાડી વિસ્તારમાં આવેલી પ્રખ્યાત 'ગીતાંજલિ સ્વીટ એન્ડ ડેરી' માં ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે અચાનક આકસ્મિક દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન આઉટલેટમાંથી મોટા પ્રમાણમાં બિનઆરોગ્યપ્રદ, વાસી અને માનવ ઉપયોગ માટે અત્યંત અયોગ્ય વાનગીઓ મળી આવી હતી.માંગરોળના કોસંબામાં ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ ત્રાટક્યુંઅધિકારીઓએ સ્થળ પરથી મિક્સ ફ્રુટ મીઠાઈ, એક્સપાયર થયેલા કલર અને ફ્લેવર, એસેન્સ, માવા મીઠાઈ તથા સોન પાપડી સહિત 26 કિલોથી વધુ જથ્થો જપ્ત કર્યો હતો. આરોગ્ય માટે હાનિકારક આશરે રૂ. 24,000 થી વધુ કિંમતની સામગ્રીનો તાત્કાલિક નાશ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત, સિલ્વર કોટેડ કાજુકતરી અને મેંગો બરફીના નમૂના લઈ લેબોરેટરીમાં મોકલાયા છે અને આગામી સૂચના ન મળે ત્યાં સુધી દુકાન સંપૂર્ણપણે બંધ રાખવાનો હુકમ કરાયો છે.લાકડાના અણીદાર ટુકડા નીકળતાં ગ્રાહકો ચોંકી ઉઠ્યાબીજી તરફ, સુરતના ગોદાદરા ખાતે આવેલા 'ડી માર્ટ'માંથી ખરીદેલા બદામના પેકેટમાંથી જીવાત નીકળતા ગ્રાહકોએ ભારે હોબાળો મચાવ્યો હતો. મનપાની ટીમે સમગ્ર મોલમાં ચેકિંગ કર્યું હતું, પરંતુ માત્ર નોટિસ આપીને રૂ. 5,000નો મામુલી દંડ ફટકારી સંતોષ માન્યો હતો. ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ સફાઈના અભાવ અને એક્સપાયરી માલ વેચવા બદલ આ ડી-માર્ટને રૂ. 75,000 નો દંડ કરાયો હતો. આ ઉપરાંત, 29 ઓગસ્ટની મોડી રાત્રે સુરતની ફાઇવ સ્ટાર મેરિયટ હોટેલના રેસ્ટોરન્ટમાં ગ્રાહકને પીરસવામાં આવેલી કૂકીઝ (Cookies) માંથી લાકડાના અણીદાર ટુકડા નીકળતાં ગ્રાહકો ચોંકી ઉઠ્યા હતા.સુરત મનપાની બેધારી નીતિ સામે જનરોષઆ તમામ બનાવો બાદ સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ સામે લોકોનો આક્રોશ ફાટી નીકળ્યો છે. નાગરિકો આક્ષેપ કરી રહ્યા છે કે મનપા આરોગ્ય વિભાગ બેધારી નીતિ અપનાવી રહ્યું છે. નાના વેપારીઓની અખાદ્ય સામગ્રીનો સ્થળ પર નાશ કરી તેમની દુકાનો સીલ કરી દેવાય છે, પરંતુ ડી-માર્ટ જેવા મોટા મોલ કે મેરિયટ જેવી ફાઇવ સ્ટાર હોટેલો સામે માત્ર મામુલી દંડ કરીને સંતોષ માનવામાં આવે છે. જો નાના વેપારીઓ સામે સીલિંગ અને માલ નષ્ટ કરવાની આકરી કાર્યવાહી થતી હોય તો મોટા મોલ કે હોટેલ માલિકો સામે તેવા આકરા પગલાં કેમ ભરવામાં આવતા નથી?આ પણ વાંચો: Panchmahal: શહેરામાં MGVCL ના દરોડા, 134 વીજ કનેક્શનમાંથી 37.33 લાખની વીજ ચોરી ઝડપાઈ 

Read Full Story arrow_forward