android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Nadiad: મનપામાં 1945 મત નોટામાં પડયા
calendar_today April 29, 2026

Nadiad: મનપામાં 1945 મત નોટામાં પડયા

નડિયાદ મનપાની પ્રથમ ચંટણીમાં 1946 મતદારોને એકપણ ઉમેદવાર પંસદ નહી પડતાં નોટા મત આપીને મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. જે ગત ટર્મની ચૂંટણી 2021માં 1702 મત નોટા હતા. આ વખતે વોર્ડ નં 4માં સૌથી વધુ મત નોટા 242 નોંધાયા હતા. જયારે વોર્ડ નં 1 માં 130 નોટા મત , વોર્ડ નં 2માં 128 મત, વોર્ડ નં 3માં 192 મત , વોર્ડ નં 5માં 147 મત, વોર્ડ નં 6માં 116 મત, વોર્ડ નં 7 માં 116 મત, વોર્ડ નં 8માં 132,વોર્ડ નં 9 માં 166 મત, વોર્ડ નં 10માં 217 મત , વોર્ડ નં 11માં 241 મત અને વોર્ડ નં 12માં 102 મત તેમજ વોર્ડ નં 13માં 180 નોટા મત મતદારોએ આપ્યા હતા.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Anand: આણંદમાં કેસરિયાની સુનામી, કોંગ્રેસનો સફાયો
calendar_today April 29, 2026

Anand: આણંદમાં કેસરિયાની સુનામી, કોંગ્રેસનો સફાયો

આણંદ જિલ્લાના સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસનો કારમો પરાજય થયો છે. આણંદ જિલ્લાની કુલ 468 બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી. જેમાં ભાજપે 331 બેઠકો જીતી છે. કોંગ્રેસના ફાળે 99 બેઠકો ગઈ છે. અપક્ષોના ફાળે 29 અને અન્યને 9 બેઠકો મળી છે. આ ચૂંટણીમાં કુલ 1,041 ઉમેદવારો ચૂંટણી જંગમાં હતા.પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાના ગઢમાં ભાજપે મજબુતાઇથી પક્કડ જમાવી છે. કરમસદ મહાપાલિકાની પ્રથમ ચૂંટણીમાં ભાજપે 52 પૈકી 43 બેઠકો હાંસલ કરી છે. જ્યારે જિલ્લાની ઉમરેઠ, પેટલાદ, સોજિત્રા. ખંભાત અને તારાપુર પાલિકામાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળી છે. જ્યારે બોરસદ પાલિકામાં ભાજપ અને અપક્ષોને સરખી 17 -17 બેઠકો મળી છે. જ્યારે આમ આદમી પાર્ટીને 1 અને ઓલ ઇન્ડિયા મુસ્લિમને 1 બેઠક મળી છે. જ્યારે તાલુકા પંચાયતોમાં આંકલાવ સિવાય આણંદ, બોરસદ, ખંભાત, પેટલાદ, સોજિત્રા, તારાપુર, ઉમરેઠ તાલુકા પંચાયતમાં ભાજપે પુનઃ સત્તા હસ્તગત કરી છે. જ્યારે જિલ્લા પંચાયતમાં 40 પૈકી 33 બેઠકોમાં કમળ ખીલ્યુ છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસના સુપડા સાફ થઇ ગયા છે. પરિણામને લઇને કોંગ્રેસના નેતાઓએ ચુપકીદી સેવી છે. કરમસદ આણંદ મહાપાલિકાની પ્રથમ ચૂંટણીમાં 43 સીટો ઉપર ભગવો લહેરાયો છે. મનપાની ચૂંટણીમાં પ્રથમથી જ ભાજપે 12 બેઠકો હાંસલ કરી જીતના શ્રીગણેશ કર્યા હતા. બાદ અન્ય બેઠકો ઉપર પણ ભાજપે વિજય પતાકા લહેરાવ્યા છે. આણંદ જિલ્લામાં કેસરીયાની સુનામી સામે કોંગ્રેસનો કચ્ચરઘાણ નિકળી ગયો છે. જ્યારે આમ આદમી પાર્ટીના કહેવાતા મુઠ્ઠીભર ઉમેદવારોની ડિપોઝીટ ડુલ થઇ છે. મહાનગરપાલિકામાં 43 બેઠકો, નગરપાલિકાઓમાં તારાપુરમાં 13, સોજિત્રામાં 15, ખંભાતમાં 22, પેટલાદમાં 26 અને બોરસદમાં 17 અને ઉમરેઠ નગરપાલિકામાં 24 બેઠકો ઉપર ભાજપે કબજો મેળવ્યો છે. જ્યારે 8 તાલુકા પંચાયતોમાં ખંભાતમાં 18, બોરસદમાં 23, સોજિત્રામાં 13, પેટલાદમાં 23, આંકલાવમાં 7, તારાપુરમાં 12, ઉમરેઠમાં 15 અને આણંદ તાલુકામાં 25 બેઠકો ઉપર ભાજપે જ્વલંત વિજય મેળવ્યો છે. શહેરી-ગ્રામ્ય વિસ્તારમાં ભાજપની પક્કડ વધુ મજબુત બની છે. ભાજપનું માઇક્રો પ્લાનીંગ અને બુથ લેવલના મેનેજમેન્ટને કારણે ભાજપે જીત મેળવી છે. જ્યારે કોંગ્રેસ માટે અસ્તિત્વ ટકાવી રાખવાનું પણ જોખમ તોળાયુ છે. વિરોધપક્ષ માટે પણ કોંગ્રેસ હવે લાયક રહી નથી.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Anand: આણંદ જિલ્લા પંચાયતમાં 33 બેઠકો સાથે ભાજપની પ્રચંડ જીત
calendar_today April 29, 2026

Anand: આણંદ જિલ્લા પંચાયતમાં 33 બેઠકો સાથે ભાજપની પ્રચંડ જીત

આણંદ જિલ્લા પંચાયતની સામાન્ય ચૂંટણીના પરિણામોમાં ભારતીય જનતા પાર્ટીએ ભવ્ય વિજય મેળવીને સત્તા પર ફરી એકવાર કબજો જમાવ્યો છે. કુલ 40 બેઠકોમાંથી ભાજપે 33 બેઠકો પર જીત મેળવીને વિરોધ પક્ષ કોંગ્રેસને માત્ર 7 બેઠકો પર સીમિત કરી દીધું છે. જોકે, ભાજપ માટે આ જીત જેટલી ભવ્ય છે તેટલી જ પ્રમુખ પદની પસંદગી માટે મુંઝવણભરી પણ સાબિત થઈ શકે છે. આ વખતે જિલ્લા પંચાયત પ્રમુખ પદ માટે એસટી (ST) અનામત હોવાથી, હાડગુડ બેઠક પરનો વિજય નિર્ણાયક હતો. પરંતુ આ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ગૌરીબેન તડવીનો વિજય થતાં ભાજપ પાસે એસટી કેટેગરીના વિજેતા ઉમેદવારની ખોટ વર્તાઈ રહી છે. ભાજપે સ્પષ્ટ બહુમતી તો મેળવી લીધી છે અને તેનું શાસન યથાવત રહેશે, પરંતુ પ્રમુખ પદ માટે હવે ભાજપે હાડગુડના બદલે અન્ય કોઈ વિકલ્પ કે કાયદાકીય પાસાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવું પડે તેવી પ્રબળ સંભાવના છે. આણંદ જિલ્લા પંચાયતમાં ભાજપે શરૂઆતથી જ દબદબો જાળવી રાખ્યો હતો. ચિખોદરા બેઠક પર સપનાબેન પરમાર, પાળજ બેઠક પર પ્રદિપકુમાર પટેલ અને વણસોલ બેઠક પર રીનાબેન ગોહેલ બિનહરીફ્ વિજેતા જાહેર થયા હતા.ભાજપના અન્ય વિજેતાઓમાં અલારસાથી અશોકકુમાર મહિડા, બામણગામથી જ્યોત્સનાબેન સોલંકી, બાંધણીથી સુરેશભાઇ સોલંકી, ભાદરણથી ભાર્ગવીબેન પટેલ, ભાલેજથી કેતનકુમાર પટેલ (રોયલ મેડીકલ), અને બોચાસણથી નયનાબેન ઠાકોરનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, ડભોઉમાં કિંજલબેન રાઠોડ, ધર્મજમાં જગદીશભાઇ વણકર, ગોલાણામાં વજુબેન ગોહેલ, જંત્રાલમાં સરોજબેન પરમાર અને કહાનવાડીમાં વીનાબેન પઢિયારે જીત મેળવીને પક્ષની બહુમતીને મજબૂત બનાવી હતી. મધ્ય ગુજરાતના આ રાજકીય જંગમાં ભાજપે કલમસર બેઠક પર જીલુભાઇ સિંઘા, કાસોરમાં રણછોડભાઇ પરમાર, કઠાણામાં દક્ષાબેન સોલંકી અને ખંભોળજમાં સુનિલકુમાર સોલંકીના વિજય સાથે પકડ જાળવી રાખી હતી. મહેળાવમાં સંગીતાબેન વાઘેલા, મોરજમાં રમીલાબેન પરમાર, નગરામાં ચંદ્રિકાબેન પટેલ અને નાપા તળપદમાં સાજીદખાન રાણાએ કેસરીયો લહેરાવ્યો હતો. પંડોળી, સામરખા, સારસા અને શકરપુરમાં અનુક્રમે મંગુબેન સોલંકી, હંસાબેન પરમાર, મયૂરી પટેલ અને નિમીષાબેન મકવાણા વિજેતા બન્યા હતા. તેમજ સિંહોલ, સુરેલી, ઉંદેલ, વલાસણ, વરસડા, વાસદ અને વટાદરામાં ભાજપના ઉમેદવારોએ જંગી બહુમતી સાથે વિજય મેળવીને કોંગ્રેસના સૂપડા સાફ્ કરી દીધા હતા. સામે પક્ષે કોંગ્રેસે માત્ર 7 બેઠકો પર સંતોષ માનવો પડયો છે, જેમાં આસોદરથી મનુભાઈ પઢીયાર, દહેવાણથી કૈલાસબેન પરમાર, દાવોલથી જયદીપસિંહ ગોહેલ અને હાડગુડથી ગૌરીબેન તડવીએ વિજય મેળવ્યો છે. આ ઉપરાંત કંકાપુરામાં દીપસિંહ પરમાર, નાપાડ વાંટામાં પિયુષકુમાર રાજ અને શીલીમાં વિજયસિંહ ચૌહાણ કોંગ્રેસની લાજ રાખવામાં સફ્ળ રહ્યા હતા. ખાસ કરીનેહાડગુડમાં કોંગ્રેસના વિજયે ભાજપની છાવણીમાં પ્રમુખ પદ માટે ચિંતા વધારી દીધી છે. ભાજપની સ્પષ્ટ બહુમતી હોવાથી શાસન તો ભાજપનું જ રહેશે, પરંતુ પ્રમુખ પદના અનામત સમીકરણોને જોતા પક્ષ હવે કઈ રીતે આગળ વધશે અને હાડગુડના બદલે અન્ય કઈ બેઠકના ઉમેદવારને કઈ રીતે પ્રમુખ પદ માટે પસંદ કરશે તે હવે જોવાનું રહેશે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward