Gujarat Local Body Election Results 2026: ઉના નગરપાલિકાની 36 બેઠકો પર ભાજપનો ભગવો લહેરાયો
જંબુસર, ઉના, ભરૂચ અને કરજણ વિસ્તારોમાં ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ ઉમેદવારો વચ્ચે રસપ્રદ મુકાબલો જોવા મળ્યો હતો, જેમાં અલગ-અલગ વિસ્તારોમાં અલગ પરિણામો સામે આવ્યા છે.જંબુસર નગરપાલિકાના વોર્ડ નંબર 4માં કોંગ્રેસ પેનલે ભવ્ય જીત નોંધાવી જંબુસર તાલુકાની કહાનવા-1 તાલુકા પંચાયત બેઠક પર અપક્ષ ઉમેદવાર સરોજબેન નટવરસિંહ સોલંકીએ જીત મેળવી છે. નોંધનીય છે કે આ બેઠક પર ભારતીય જનતા પાર્ટીને ટેકનિકલ ભૂલનો ભોગ બનવો પડ્યો હતો, કારણ કે ભાજપના ઉમેદવારનું ફોર્મ રદ થઈ ગયું હતું. તેમજ પાર્ટી દ્વારા મંડેટ આપવાની પ્રક્રિયામાં થયેલી ભૂલ પણ ભાજપ માટે ભારે પડી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.ઉના નગરપાલિકામાં ભાજપે પ્રચંડ બહુમતી સાથે 36 બેઠકો પર જીત મેળવી જંબુસર નગરપાલિકાના વોર્ડ નંબર 4માં કોંગ્રેસ પેનલે ભવ્ય જીત નોંધાવી છે. સમગ્ર નગરપાલિકામાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કડક ટક્કર રહી હતી, જ્યાં બંને પક્ષોએ 8-8 બેઠકો પર વિજય મેળવ્યો છે. આ પરિણામ સ્થાનિક સ્તરે રાજકીય સંતુલન દર્શાવે છે. ગીર સોમનાથ જિલ્લાના ઉના નગરપાલિકામાં ભાજપે પ્રચંડ બહુમતી સાથે 36 બેઠકો પર જીત મેળવી છે. 9 વોર્ડમાં ભાજપનો કેસરિયો લહેરાયો છે, જ્યારે આમ આદમી પાર્ટીને પરાજયનો સામનો કરવો પડ્યો છે. આ જીત ભાજપ માટે મહત્વપૂર્ણ ગણાઈ રહી છે. ભરૂચ જિલ્લાના હાંસોટ વિસ્તારની જિલ્લા પંચાયત બેઠક ભાજપના ખાતામાં ગઈ છે, જે જિલ્લામાં પાર્ટીની મજબૂત પકડ દર્શાવે છે. બીજી તરફ, કરજણ તાલુકા પંચાયતમાં કુલ 14 બેઠકોમાંથી ભાજપે 9 બેઠકો જીત્યા છે, જ્યારે કોંગ્રેસને માત્ર 1 બેઠક મળી છે. સારિંગ બેઠક પર ભાજપની ધારાબેન વ્યાસે વિજય મેળવ્યો છે. આ તમામ પરિણામો દર્શાવે છે કે ગુજરાતમાં સ્થાનિક સ્તરે ભાજપનો પ્રભાવ હજુ મજબૂત છે, પરંતુ કેટલીક જગ્યાએ કોંગ્રેસ અને અપક્ષ ઉમેદવારો પણ સારો પ્રદર્શન કરી રહ્યા છે, જે આવનારા સમયમાં રાજકીય સમીકરણોને અસર કરી શકે છે.
Read Full Story arrow_forward