android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Kutch: રેલવે દ્વારા વિશેષ ટ્રેનની જાહેરાત, ગાંધીધામથી માલદાટાઉન વચ્ચે દોડશે સ્પેશિયલ ટ્રેન
calendar_today April 24, 2026

Kutch: રેલવે દ્વારા વિશેષ ટ્રેનની જાહેરાત, ગાંધીધામથી માલદાટાઉન વચ્ચે દોડશે સ્પેશિયલ ટ્રેન

આગામી ઉનાળુ વેકેશન દરમિયાન પ્રવાસીઓની ભારે ભીડ અને ટિકિટોના વેઇટિંગ લિસ્ટને ધ્યાનમાં રાખીને રેલવે વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. મુસાફરોની સુવિધા માટે ગાંધીધામ અને માલદાટાઉન વચ્ચે વિશેષ ટ્રેન દોડાવવાની જાહેરાત કરવામાં આવી છે.ટ્રેનનું સમયપત્રક અને ટ્રીપરેલવે દ્વારા લેવાયેલા નિર્ણય મુજબ, આ વિશેષ ટ્રેનની હાલમાં બે ટ્રીપ દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ટ્રેન 25 એપ્રિલે ગાંધીધામથી રવાના થશે. વેકેશનના સમયમાં ઉત્તર અને પૂર્વીય રાજ્યો તરફ જતા મુસાફરોની સંખ્યામાં મોટો ઉછાળો જોવા મળતો હોય છે, જેને પગલે આ વધારાની ટ્રેન દોડાવવામાં આવી રહી છે.મુસાફરોને થશે સીધો ફાયદોનિયમિત ટ્રેનોમાં લાંબુ વેઇટિંગ હોવાને કારણે મુસાફરોને પડતી મુશ્કેલીઓ આ સ્પેશિયલ ટ્રેનથી ઓછી થશે. રેલવે તંત્ર દ્વારા મુસાફરોને આ ટ્રેનનું બુકિંગ વહેલી તકે કરાવી લેવા પણ સૂચના આપવામાં આવી છે. આગામી સમયમાં જો પ્રવાસીઓનો ધસારો વધુ રહેશે, તો આવી અન્ય સ્પેશિયલ ટ્રેનોની પણ જાહેરાત થઈ શકે છે.આ પણ વાંચો: Vadodara: રૂપિયાની લેતીદેતીમાં બે યુવકોને ઉઠાવ્યા, મકરપુરા પોલીસે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલ્યો

Read Full Story arrow_forward
Local body election 2026: મનપા કબજે કરવા ભાજપ સજ્જ, ઉમેદવારો અને કાર્યકરોએ રેલી દ્વારા દર્શાવ્યો વિજય વિશ્વાસ
calendar_today April 24, 2026

Local body election 2026: મનપા કબજે કરવા ભાજપ સજ્જ, ઉમેદવારો અને કાર્યકરોએ રેલી દ્વારા દર્શાવ્યો વિજય વિશ્વાસ

આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને મહેસાણામાં રાજકીય માહોલ ગરમાયો છે. આજે મહેસાણા મહાનગરપાલિકામાં સત્તા કબજે કરવાના મક્કમ નિર્ધાર સાથે ભારતીય જનતા પાર્ટી દ્વારા એક વિશાળ મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી દ્વારા ભાજપે પોતાનું સંગઠન અને શક્તિનું પ્રદર્શન કર્યું છે.દિગ્ગજ નેતાઓની હાજરીઆ મહારેલીમાં મહેસાણાના પ્રભારી ભરત ડાંગર, જિલ્લા પ્રમુખ, સ્થાનિક ધારાસભ્ય સહિતના પક્ષના અનેક દિગ્ગજ નેતાઓ જોડાયા હતા. રેલીમાં મહાનગરપાલિકાના તમામ ઉમેદવારો અને મોટી સંખ્યામાં કાર્યકરો કેસરીયા ખેસ અને ટોપી સાથે ઉમટી પડ્યા હતા, જેના કારણે સમગ્ર મહેસાણા શહેર કેસરીયા રંગે રંગાયેલું જોવા મળ્યું હતું.ચૂંટણી પ્રચારનો શંખનાદઆ શક્તિ પ્રદર્શન રેલી શહેરના વિવિધ વિસ્તારો અને વોર્ડમાં ફરી હતી. રેલી દરમિયાન નેતાઓ અને ઉમેદવારોએ જનતાનું અભિવાદન ઝીલ્યું હતું. રાજકીય વિશ્લેષકોના મતે, આ રેલી માત્ર પ્રચાર નથી પરંતુ વિરોધ પક્ષો સામે ભાજપની એક મજબૂત વોટબેંક અને સંગઠન શક્તિ બતાવવાનો પ્રયાસ છે. કાર્યકરોમાં પણ આ રેલીને લઈને ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને 'જીતશે ભાજપ'ના નારાથી શહેર ગુંજી ઉઠ્યું હતું.આ પણ વાંચો: Kutch: રેલવે દ્વારા વિશેષ ટ્રેનની જાહેરાત, ગાંધીધામથી માલદાટાઉન વચ્ચે દોડશે સ્પેશિયલ ટ્રેન

Read Full Story arrow_forward
Local body election: રાજકોટમાં ભાજપની રેલીમાં ટ્રાફિકના નિયમોના ધજાગરા, તમામ ટુવ્હિલર ચાલકો હેલ્મેટ વિના દેખાયા
calendar_today April 24, 2026

Local body election: રાજકોટમાં ભાજપની રેલીમાં ટ્રાફિકના નિયમોના ધજાગરા, તમામ ટુવ્હિલર ચાલકો હેલ્મેટ વિના દેખાયા

આજે સાંજના છ કલાકથી ઉમેદવારો-રાજકીય પક્ષોને જાહેરમાં પ્રચાર પડધમ શાંત કરવા પડશે.આ ચૂંટણીમાં મતદાન પહેલા જ 731 ઉમેદવારો બિનહરિફ જાહેર થયા છે. આજે સાંજે પ્રચાર પડધમ શાંત થઈ જશે.રવિવારે 9274 બેઠકો પર 25551 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાશે. ત્યારે પ્રચાર પડઘમ શાંત થવા આડે ગણતરીના કલાક બાકી રહ્યા છે. રાજકીય પક્ષો મતદારોને રીઝવવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યાં છે. રાજકોટમાં શિસ્તબદ્ધ ગણાતા ભાજપ પક્ષની બાઈક રેલીમાં ટ્રાફિક નિયમોના ધજાગરા ઉડતા જોવા મળી રહ્યાં છે. એક પણ ટુવ્હિલર ચાલકે હેલ્મેટ નહીં પહેર્યું હોવાનું સામે આવ્યું છે. ભાજપના કાર્યકરો અને નેતાઓ ભાન ભૂલ્યા આજે પ્રચાર કરવાના છેલ્લા દિવસે રાજકોટમાં ભાજપની બાઈક રેલી નીકળી હતી. શહેરમાં વોર્ડ નંબર ત્રણમાં ભાજપના ઉમેદવારોએ રેલી કાઢીને પ્રચાર કર્યો હતો. ઈશ્વરિયા ગામથી પ્રચાર માટે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી વિવિધ વિસ્તારોમાં ફરી હતી અને લોકસંપર્ક કરવામાં આવ્યો હતો. ચૂંટણીના પ્રચારમાં ભાજપના કાર્યકરો અને નેતાઓ ભાન ભૂલ્યા હતાં. રેલીમાં ટુવ્હીલર પર સવાર તમામ લોકો હેલમેટ વગર જોવા મળ્યા હતાં. ભાજપના કાર્યકરો અને નેતાઓએ ટ્રાફિક નિયમોના ધજાગરા ઉડાવ્યા હતાં. રેલીમાં ટ્રાફિક નિયમોના ઉડાવ્યા ધજાગરા સામાન્ય માણસ જ્યારે હેલ્મેટ વિના નીકળે અને સિગ્નલ પર ઉભો હોય ત્યારે સીસીટીવી કેમેરાથી તેને ઈ મેમો ફટકારવામાં આવે છે. આ ઉપરાંત ચાર રસ્તા પર ટ્રાફિક નિયંત્રણ માટે ઉભેલી પોલીસ વાહન ચાલકોને રોકીને ટ્રાફિક ભંગનો મેમો આપતી હોય છે. પરંતુ રાજકોટમાં ભાજપની રેલીમાં ટુવ્હિલર પર નીકળેલા એક પણ વ્યક્તિએ હેલ્મેટ નહોતુ પહેર્યું. શહેરમાં લગાવવામાં આવેલા સીસીટીવીમાં આ લોકો મેમો આપતા તંત્રને દેખાશે કે નહીં તેવા સવાલો ઉભા થયાં છે. રેલીમાં ટ્રાફિકના નિયમોના ધજાગરા ઉડાવતા લોકો સામે સામાન્ય જનતામાં રોષ પ્રવર્તિ રહ્યો છે.આ પણ વાંચોઃ Local body election: પ્રચાર શાંત થયા બાદ મતદારોને રીઝવવાના પ્રયાસો, રાત્રે યોજાશે ખાટલા પરિષદો

Read Full Story arrow_forward