android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Women Reservation Bill 2026: મહિલા અનામત બિલનો પરાજય, ભાજપનું ગણિત કયાં ખોટું પડયું
calendar_today April 18, 2026

Women Reservation Bill 2026: મહિલા અનામત બિલનો પરાજય, ભાજપનું ગણિત કયાં ખોટું પડયું

લોકસભામાં મહિલા અનામત બિલનો પરાજય થયો, અને સીમાંકન બિલ પણ પસાર થવામાં નિષ્ફળ ગયું. 17 એપ્રિલના રોજ લોકસભામાં મહિલા અનામત બિલ અને સીમાંકનને લઈને જોરદાર ચર્ચા થઈ હતી. અંતે આ વિપક્ષ દ્વારા સમર્થન ના અપાતા મહિલા અનામત બિલ કાનૂન રીતે લાગુ થશે નહી. પીએમ મોદીના શાસન બાદ આ પહેલું બિલ હતું જે પસાર કરવામાં સરકાર નિષ્ફળ ગઈ. શિસ્તબદ્ધ અને આયોજનપૂર્વક ચાલતો પક્ષ ભાજપ આખરે આ બિલમાં કયાં ફસાયો. પીએમ મોદીની સરકાર આ બિલ કેમ પસાર કરવામાં અસમર્થ રહી. લોકસભામાં એવું શું બન્યું કે મોદી સરકારની ગણતરીઓ ઉલટી પડી. આવો જાણીએ અને સમજીએ.મહિલા અનામત બિલ માટે NDAને સંખ્યાબળ ઓછું પડયુંલોકસભામાં રજૂ કરવામાં આવેલું મહિલા અનામત અને સીમાંકન સંબંધિત બંધારણીય સુધારા બિલ જરૂરી બે-તૃતિયાંશ બહુમતી ન મળવાને કારણે પસાર થઈ શક્યું નથી. મહિલા અનામત બિલ અને સીમાંકન બિલ માટે બંધારણીય સુધારાની જરૂર પડે છે. બંધારણીય ફેરફારો માટે "વિશેષ બહુમતી" અથવા બે તૃતીયાંશ મતોની જરૂર પડે છે. NDA પાસે બહુમતી છે, પરંતુ જાદુઈ બે તૃતીયાંશ મત સુધી પહોંચવાની શક્તિનો અભાવ છે. તેથી, આ બિલ પસાર કરવા માટે, સરકારને વિરોધ પક્ષોના સમર્થનની જરૂર હતી, જે તે મેળવવામાં નિષ્ફળ ગઈ. બિલની તરફેણમાં 298 અને વિરોધમાં 230 મતો પડ્યા હતા, જેના કારણે સરકાર બહુમતીના આંકડાથી 54 મતો છેટી રહી ગઈ હતી.સીમાંકન અને વસ્તી ગણતરીની શરતો મહિલા અનામત બિલમાં એવી જોગવાઈ છે કે અનામત આગામી વસ્તી ગણતરી અને ત્યારબાદ બેઠકોના સીમાંકન પછી જ લાગુ કરવામાં આવશે. સરકારે સીમાંકનનું ગણિત સમજાવ્યું, પરંતુ વિપક્ષે તેને સ્વીકારવાનો ઇનકાર કર્યો. કોંગ્રેસ અને અન્ય અખિલ ભારતીય જોડાણ પક્ષોએ આરોપ લગાવ્યો કે સરકાર સીમાંકન લાગુ કરીને રાજકીય કાવતરું કરવાનો પ્રયાસ કરી રહી છે. વિપક્ષે એવી પણ દલીલ કરી હતી કે સરકાર સીમાંકનને 2029 અથવા તેના પછી સુધી મુલતવી રાખવા માંગે છે, જ્યારે તે તાત્કાલિક લાગુ કરી શકાયું હોત.વિપક્ષની ક્વોટાની અંદર ક્વોટાની માંગ વિપક્ષી પક્ષોએ પણ મહિલા અનામત ક્વોટામાં ખાસ ક્વોટાની માંગ કરી હતી. અખિલેશ યાદવની સમાજવાદી પાર્ટીએ મુસ્લિમ મહિલાઓ માટે અલગ અનામતની માંગ કરી હતી. જયારે કોંગ્રેસે 33% અનામતમાં OBC મહિલાઓ માટે અલગ ક્વોટા સ્થાપિત કરવામાં આવે અને તેને જાતિ વસ્તી ગણતરી સાથે જોડવામાં આવે તેવી માગ કરી હતી. જેને લઈને સરકારે સ્પષ્ટતા કરી હતી કે બંધારણમાં ધર્મના આધારે અનામતની જોગવાઈ નથી. વધુમાં, સરકારે OBC અનામતની માંગને પણ નકારી કાઢી હતી.દક્ષિણ વિરુદ્ધ ઉત્તરિય વિસ્તાર મતભેદજ્યારે બિલ પર ચર્ચા શરૂ થઈ, ત્યારે દક્ષિણ વિરુદ્ધ ઉત્તરનો એક કિસ્સો પણ ઉભરી આવ્યો. વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ પોતાના નિવેદનમાં કહ્યું હતું કે આ બિલ લાગુ થશે તો દક્ષિણના રાજયોને નુકસાન થશે. આથી દક્ષિણ ભારતીય રાજ્યોને ડર છે કે જો વસ્તીના આધારે સીમાંકન કરાશે તો તેમની લોકસભા બેઠકો ઓછી થશે. દક્ષિણ રાજ્યોના સાંસદોને ડર લાગ્યો કે બિલ પસાર થતા વધુ વસ્તી ધરાવતા ઉત્તર ભારતીય રાજ્યો સંસદમાં પ્રભુત્વ મેળવશે. ડીએમકે જેવા વિરોધ પક્ષો આ બિલને દક્ષિણ વિરુદ્ધ ષડયંત્ર તરીકે ગણવતા હોવાથી સમર્થન આપવાથી દૂર રહ્યા હતા.મહિલા અનામત બિલ નિષ્ફળ, છતાં મત મેળવવા બંને પક્ષો જોર લગાવશેમહિલા અનામત બિલ પસાર ના થતા ભાજપ અને તેમના સમર્થક પક્ષ દ્વારા આજે શનિવારના દિવસે વિરોધ કરવામાં આવ્યો. હવે જોવાનું એ રહેશે કે આગામી દિવસોમાં વિધાનસભા ચૂંટણીઓ આવી રહી છે ત્યારે બંને પક્ષો મહિલાઓના હિતેચ્છુ હોવાના સાબિત કરી મત લેવા એડીચોટીનું જોર લગાવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે મહિલા અનામત બિલને લઈને અગાઉથી જ વિપક્ષના વલણ સામે આડકતરો ઈશારો કરી દીધો હતો. આગામી દિવસોમાં કોંગ્રેસને આ બિલનો વિરોધ ભારે પડશે કે પછી લાભ કરશે તે સમય કહેશે.આ પણ વાંચો : Women Reservation Bill 2026 : મહિલા અનામત બિલ મુદ્દે ભાજપનું શનિવારથી ભાજપનું દેશવ્યાપી આંદોલન

Read Full Story arrow_forward
Sheikh Hasinaને બાંગ્લાદેશને સોંપવામાં આવશે? ભારત સરકાર શું વિચારી રહી છે, વિદેશ મંત્રાલયે આપી માહિતી
calendar_today April 18, 2026

Sheikh Hasinaને બાંગ્લાદેશને સોંપવામાં આવશે? ભારત સરકાર શું વિચારી રહી છે, વિદેશ મંત્રાલયે આપી માહિતી

ભારત સરકારે બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાના પ્રત્યાર્પણ અંગે ઢાકાની ઔપચારિક માંગની સમીક્ષા શરૂ કરી દીધી છે. શુક્રવારે વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કર્યું હતું કે આ પ્રક્રિયા સંપૂર્ણપણે કાયદાકીય અને ન્યાયિક માળખા હેઠળ આગળ વધી રહી છે. 2024માં બાંગ્લાદેશમાં થયેલા વિરોધ પ્રદર્શનો દરમિયાન હસીના સરકાર પડી ભાંગી હતી, ત્યારબાદ તેમણે વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપી દીધું હતું અને ભારત આવી ગયા હતા. ત્યારથી તેઓ ભારતમાં રહી રહ્યા છે.વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જાયસવાલે સાપ્તાહિક પ્રેસ બ્રીફિંગમાં જણાવ્યું હતું કે પ્રત્યાર્પણની વિનંતીનું ઊંડાણપૂર્વક પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું કે આ મામલો ન્યાયિક અને આંતરિક કાયદાકીય પ્રક્રિયાઓ હેઠળ વિચારણા હેઠળ છે. અમે તમામ પક્ષો સાથે રચનાત્મક રીતે જોડાયેલા રહીશું અને ઘટનાક્રમ પર નજીકથી નજર રાખી રહ્યા છીએ. બાંગ્લાદેશ સાથે સારા સંબંધો બનાવવાનો પ્રયાસ જાયસવાલે આ જાહેરાત એવા સમયે કરી છે જ્યારે ભારત 'જુલાઈ ક્રાંતિ' ના નાટકીય રાજકીય ફેરફારો પછી ઢાકાની નવી રચાયેલી સરકાર સાથે તેની ભાગીદારીને સ્થિર કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. ભારત બાંગ્લાદેશ સાથેના તેના સંબંધોને સ્થિર અને મજબૂત જાળવી રાખવાની દિશામાં કામ કરી રહ્યું છે. કાયદાકીય પ્રક્રિયાઓ હેઠળ તપાસ રણધીર જાયસવાલે કહ્યું, ‘શેખ હસીનાના પ્રત્યાર્પણ અંગે એક વિનંતી મળી છે, જેની અમારી ન્યાયિક અને આંતરિક કાયદાકીય પ્રક્રિયાઓ હેઠળ તપાસ કરવામાં આવી રહી છે. ભારત બાંગ્લાદેશ સાથેના સંબંધોને વધુ મજબૂત કરવા ઈચ્છે છે. ટૂંક સમયમાં બંને દેશો વચ્ચે પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર સત્તાવાર ચર્ચા થવાની પણ આશા છે.’ 2024 થી ભારતમાં છે શેખ હસીના ભારતે 2025માં પ્રત્યાર્પણની વિનંતી મળી હોવાનો સ્વીકાર કર્યો હતો, પરંતુ હવે ભારતની ન્યાયિક વ્યવસ્થા હેઠળ તેની ગહન સમીક્ષા કરવામાં આવી રહી છે. રિપોર્ટ અનુસાર, જાયસવાલે ભારપૂર્વક જણાવ્યું હતું કે આ પ્રક્રિયા આંતરિક કાયદાકીય પ્રોટોકોલને આધીન છે. ઓગસ્ટ 2024માં સત્તા પરથી હટાવ્યા બાદ હસીના ભારતમાં જ છે અને તેમને લઈને માહોલ સંવેદનશીલ બન્યો છે. દ્વિપક્ષીય સંબંધોને પ્રભાવિત થવા દેવામાં નહીં આવે આગળ વધતા જાયસવાલે બંને દેશો વચ્ચે ચાલી રહેલી રાજદ્વારી ગતિવિધિઓ પર પ્રકાશ પાડતા કહ્યું, ‘હું એ પણ દોહરાવવા માંગુ છું કે વિદેશ મંત્રીએ નવી સરકાર સાથે રચનાત્મક રીતે વાતચીત કરવાની અને પરસ્પર મૂલ્યોને વધુ મજબૂત કરવાની ભારતની ઈચ્છા વ્યક્ત કરી છે. બંને પક્ષો સંબંધિત દ્વિપક્ષીય તંત્ર દ્વારા ભાગીદારીને વધુ ગાઢ બનાવવાના પ્રસ્તાવો પર વિચાર કરવા સંમત થયા છે. પરસ્પર હિતના પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર બંને પક્ષોના વિચારો જાણવા માટે ટૂંક સમયમાં સત્તાવાર બેઠકો યોજાય તેવી અપેક્ષા છે’. વિદેશ મંત્રાલયે સ્પષ્ટ સંકેત આપ્યો છે કે નવી સરકાર સાથેના સંબંધો સામાન્ય રીતે ચાલુ રહેશે અને કોઈપણ વ્યક્તિગત મુદ્દાને કારણે દ્વિપક્ષીય સંબંધો પર અસર થવા દેવામાં આવશે નહીં.આ પણ વાંચો: Iran-US Tension: ઈરાનમાં ટ્રમ્પનો ભારે વિરોધ, મહિલાઓએ પણ હથિયાર ઉપાડ્યા, હજારો લોકો રસ્તા પર ઉતરી આવ્યા

Read Full Story arrow_forward
Cabinet કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે DAમાં 2% વધારો, મોંઘવારીમાં મોટી રાહત
calendar_today April 18, 2026

Cabinet કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે DAમાં 2% વધારો, મોંઘવારીમાં મોટી રાહત

લોકસભામાં મહિલા અનામત બિલને નિષ્ફળતા મળી. દરમિયાન સરકારી કર્મચારીઓ માટે આજે સારા સમાચાર સામે આવ્યા છે. કેન્દ્રીય કેબિનેટના આ નિર્ણયથી સરકારી કર્મચારીઓને મોંઘવારીમાં મોટી રાહત મળશે. આજે શનિવાર 18 એપ્રિલના રોજ કેન્દ્રીય મંત્રીમંડળે કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થા (DA) અને પેન્શનરો માટે મોંઘવારી રાહત (DR) માં 2% વધારો મંજૂર કર્યો. આ નિર્ણય સાથે, મોંઘવારી ભથ્થું મૂળ પગારના 58% થી વધીને 60% થઈ ગયું છે. કર્મચારીઓ અને પેન્શનરો માટે વધેલો મોંઘવારી ભથ્થો 1 જાન્યુઆરી, 2026 થી અમલમાં આવશે, અને તેમને એપ્રિલ મહિના ઉપરાંત જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ એમ ત્રણ મહિનાનો બાકી પગાર મળશે. ડીએ 58% થી વધીને 60% થશે કેન્દ્ર સરકારના કર્મચારીઓને હાલમાં તેમના મૂળ પગારના 58% ડીએ તરીકે મળે છે. 2% વધારાની મંજૂરી સાથે, તે હવે વધીને ૬૦% થશે. કર્મચારીઓને તેમના મૂળ પગારના 60% ડીએ તરીકે મળશે, જ્યારે પેન્શનરોને તેમના મૂળ પેન્શનના 60% ડીઆર તરીકે મળશે. દેશના 1.19 કરોડ કર્મચારીઓ અને પેન્શનરો જે સારા સમાચારની રાહ જોઈ રહ્યા હતા તે આખરે 18 એપ્રિલ, શનિવારના રોજ આવ્યા. મોંઘવારી ભથ્થામાં વધારો થયાના સમાચારથી કેન્દ્રીય કર્મચારીઓમાં ખુશીની લહેર જોવા મળી.વર્ષમાં બે વાર અપાય છે મોંઘવારી ભથ્થું મોંઘવારી ભથ્થું ફુગાવા સાથે જોડાયેલું છે અને વર્ષમાં બે વાર, સામાન્ય રીતે જાન્યુઆરી અને જુલાઈમાં તેમાં સુધારો કરવામાં આવે છે. તેની ગણતરી ઔદ્યોગિક કામદારો માટે ગ્રાહક ભાવ સૂચકાંક (CPI-IW) નો ઉપયોગ કરીને કરવામાં આવે છે, જે શ્રમ મંત્રાલય હેઠળના શ્રમ બ્યુરો દ્વારા માસિક બહાર પાડવામાં આવે છે. AICPI-IW ડેટા અનુસાર, જાન્યુઆરી 2026 થી DA માં 2% નો વધારો અપેક્ષિત હતો. જો કે, કેટલાક ક્ષેત્રો પણ 3% નો વધારો થવાની અપેક્ષા રાખતા હતા. જોકે, આ વખતે મોંઘવારી ભથ્થાની જાહેરાતમાં વિલંબ થયો હતો. સેન્ટ્રલ કોન્ફેડરેશન ઓફ ગવર્નમેન્ટ એમ્પ્લોયીઝ એન્ડ વર્કર્સ (CCGEW) એ ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે સામાન્ય રીતે સપ્ટેમ્બરના અંતમાં વધારો જાહેર કરવામાં આવે છે અને બાકી રકમ ઓક્ટોબરની શરૂઆતમાં ચૂકવવામાં આવે છે.આ પણ વાંચો : Gold Saving Scheme Investment Tips: જ્વેલર્સની લોભામણી જાહેરાતથી ન ભરમાતા.. રોકાણ કરતા પહેલા જાણી લો આ સત્ય

Read Full Story arrow_forward