android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Rajkot: લોકમેળામાં સુરક્ષાને લઈ ફાયર-108 નું મોકડ્રિલ; ફજેતમાં ફસાયેલા મુસાફરોનું લાઈવ રેસ્ક્યુ ડ્રિલ
calendar_today August 31, 2026

Rajkot: લોકમેળામાં સુરક્ષાને લઈ ફાયર-108 નું મોકડ્રિલ; ફજેતમાં ફસાયેલા મુસાફરોનું લાઈવ રેસ્ક્યુ ડ્રિલ

રાજકોટના ઐતિહાસિક રેસકોર્સ મેદાન ખાતે યોજાનારા લોકમેળામાં દરરોજ સમગ્ર સૌરાષ્ટ્રમાંથી લાખોની સંખ્યામાં લોકો મનોરંજન અને જન્માષ્ટમી પર્વની ઉજવણી માટે પહોંચે છે. મેળામાં મોટી સંખ્યામાં આવતા મુલાકાતીઓની સુરક્ષા અને સલામતી સૌથી મહત્વનો મુદ્દો રહે છે. આ બાબતને ધ્યાનમાં રાખીને રાજકોટ મહાનગરપાલિકાના ફાયર અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ તેમજ 108 ઈમરજન્સી સેવાઓ દ્વારા મેળાના આયોજન પૂર્વે એક ખાસ મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું.રેસકોર્સ લોકમેળામાં ફાયર અને 108 નું સંયુક્ત મોકડ્રિલઆ મોકડ્રિલનો મુખ્ય ઉદ્દેશ્ય મેળા દરમિયાન જો અચાનક આગ લાગે, કોઈ અકસ્માત સર્જાય કે પછી વિશાળ રાઇડ્સમાં યાંત્રિક ખામીને કારણે મુસાફરો અધવચ્ચે ફસાઈ જાય તો તે સમયે ઓછામાં ઓછા સમયમાં ગોલ્ડન અવરમાં કઈ રીતે રેસ્ક્યુ કામગીરી હાથ ધરવી તેનો હતો. મોકડ્રિલ દરમિયાન મેળાઓના સૌથી મોટા આકર્ષણ એવા 'મોટા ફજેત' તેમજ અન્ય ઊંચી રાઇડ્સમાં લોકો ફસાઈ ગયા હોવાનો કૃત્રિમ કોલ જનરેટ કરવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડના જવાનો અને 108 ની ટીમો મિનિટોમાં સ્થળ પર પહોંચી ગઈ હતી.જનમેદની વચ્ચે સુરક્ષા વ્યવસ્થા સુદ્રઢ કરવા મોકડ્રિલઊંચાઈ પર ફસાયેલા લોકોને સલામત રીતે નીચે લાવવા માટે સૌરાષ્ટ્રની સૌથી મોટી હાઇ ક્રેનનો ઉપયોગ કરીને બચાવ કામગીરીનું કાદવ-કીચડ કે ભીડ વચ્ચે પણ સફળ નિર્દેશન કરાયું હતું.ક્રેન દ્વારા નીચે લાવવામાં આવેલા ઈજાગ્રસ્તોને સ્થળ પર જ પ્રાથમિક સારવાર આપી તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ પહોંચાડવાની ત્વરિત કામગીરી દર્શાવવામાં આવી હતી. આ સફળ મોકડ્રિલથી સાબિત થયું છે કે રાજકોટ ડિઝાસ્ટર વિભાગ અને ફાયર બ્રિગેડ લોકમેળામાં કોઈપણ કટોકટીની પરિસ્થિતિને પહોંચી વળવા માટે સંપૂર્ણપણે સુસજ્જ છે.આ પણ વાંચો: Gir Somnath: DDO સ્નેહલ ભાપકરનો વિવાદિત આદેશ ગાંધીનગરે કર્યો રદ; સત્તા મર્યાદા બહાર કાર્યવાહી બદલ ઠપકો

Read Full Story arrow_forward
Narmada News : સાગબારામાં ખેડૂતોના ધરણા પૂર્ણ, 25 દિવસ બાદ સરકારે માંગો સ્વીકારવાની ખાતરી આપી
calendar_today August 31, 2026

Narmada News : સાગબારામાં ખેડૂતોના ધરણા પૂર્ણ, 25 દિવસ બાદ સરકારે માંગો સ્વીકારવાની ખાતરી આપી

નર્મદા જિલ્લામાં જંગલની જમીન ખેડવાના અધિકારોને લઈને વિતેલા 25 દિવસથી ચાલતા ખેડૂતોના આંદોલનનો અંત આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોની માંગણીઓ સ્વીકારવાની ખાતરી આપવામાં આવ્યા બાદ મંત્રીઓ અને સાંસદની ઉપસ્થિતિમાં ખેડૂતોએ પોતાના ધરણાં સત્તાવાર રીતે સમેટી લીધા છે. નર્મદા જિલ્લાના સ્થાનિક ખેડૂતો વર્ષોથી જંગલની જમીન પર ખેતી કરતા આવ્યા છે. વન વિભાગ અને ખેડૂતો વચ્ચે જમીન ખેડવા બાબતે વિવાદ ઊભો થયો હતો. આંદોલનકારી મહિલાની તબિયત લથડીવન વિભાગ દ્વારા ખેતી કરવા સામે કરાતા વિરોધ અને અટકાયત સામે ખેડૂતોએ આક્રમક વલણ અપનાવ્યું હતું અને પોતાની જમીનના હક અને ખેડાણના અધિકાર માટે સતત 25 દિવસથી આંદોલન ચલાવી ધરણાં પર બેઠા હતા. સતત 25 દિવસ સુધી ચાલેલા આ કડક ધરણાં દરમિયાન આજે આંદોલનમાં સક્રિય રીતે જોડાયેલા મહિલા અગ્રણી લીલાબેનની તબિયત અચાનક લથડી હતી. લાંબા સમયના ઉપવાસ અને માનસિક તણાવના કારણે તેઓ અસ્વસ્થ થતાં જ તેમને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. લીલાબેનની તબિયત બગડતાં જ સ્થાનિક તંત્ર અને રાજ્ય સરકાર હરકતમાં આવી હતી. સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને રાજ્યના ઉચ્ચ કક્ષાના નેતાઓ સ્થળ પર પહોંચ્યા હતા. સાંસદ મનસુખ વસાવા આંદોલનકારી ખેડૂતોને મળવા પહોંચ્યાનર્મદા જિલ્લાના પ્રભારી મંત્રી ઈશ્વર પટેલ, વન અને પર્યાવરણ મંત્રી પ્રવીણ માળી તથા સ્થાનિક સાંસદ મનસુખ વસાવા આંદોલનકારી ખેડૂતોને મળવા પહોંચ્યા હતા. મંત્રીઓ અને સાંસદે ખેડૂતો સાથે વિગતવાર વાટાઘાટો કરી હતી અને જંગલની જમીન અંગે ખેડૂતોની જે વ્યાજબી માંગણીઓ છે તે સ્વીકારવાની અને વન વિભાગ સાથે સમન્વય સાધીને પ્રશ્નનો કાયમી ઉકેલ લાવવાની ખાતરી આપી હતી. સરકાર તરફથી મળેલા મજબૂત આશ્વાસન અને મધ્યસ્થી બાદ ૨૫ દિવસથી ચાલી રહેલા આંદોલનને ખેડૂતોએ પારણાં કરીને પૂર્ણ જાહેર કર્યું હતું. આ સમાધાનથી સમગ્ર નર્મદા જિલ્લાના આદિવાસી અને સ્થાનિક ખેડૂતોમાં રાહત અને ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.આ પણ વાંચોઃ 

Read Full Story arrow_forward
Indian Navyમાં INS નિપુણ સામેલ, ઊંડા દરિયામાં ડાઈવિંગ ક્ષમતા વધુ મજબૂત બનશે
calendar_today August 31, 2026

Indian Navyમાં INS નિપુણ સામેલ, ઊંડા દરિયામાં ડાઈવિંગ ક્ષમતા વધુ મજબૂત બનશે

ભારતીય નૌસેનાએ પોતાની અંડરવોટર ઓપરેશનલ ક્ષમતામાં વધુ એક મહત્વપૂર્ણ ઉમેરો કર્યો છે. INS નિપુણ, નિસ્તાર ક્લાસનું બીજું ડાઈવિંગ સપોર્ટ વેસલ (DSV), 31 ઓગસ્ટ 2026ના રોજ મુંબઈના નેવલ ડોકયાર્ડ ખાતે ભારતીય નૌસેનામાં સત્તાવાર રીતે સામેલ કરવામાં આવ્યું. નૌસેનાના અનેક વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાINS નિપુણના કમિશનિંગ સમારોહની અધ્યક્ષતા ચીફ ઑફ ધ નેવલ સ્ટાફ એડમિરલ કૃષ્ણ સ્વામિનાથને કરી હતી. આ પ્રસંગે વેસ્ટર્ન નેવલ કમાન્ડના ફ્લેગ ઑફિસર કમાન્ડિંગ-ઈન-ચીફ વાઈસ એડમિરલ સંજય વત્સાયન સહિત નૌસેનાના અનેક વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમારોહમાં વિશાખાપટ્ટનમ સ્થિત હિન્દુસ્તાન શિપયાર્ડ લિમિટેડના પ્રતિનિધિઓ, નૌસેનાના ભૂતપૂર્વ અધિકારીઓ, વિશિષ્ટ મહેમાનો તેમજ INS નિપુણના કમિશનિંગ ક્રૂના પરિવારજનો પણ હાજર રહ્યા હતા.અંડરવોટર સપોર્ટ કામગીરી માટેની ક્ષમતામાં નોંધપાત્ર વધારો થશેINS નિપુણને ભારતીય નૌસેનામાં સામેલ કરવાથી ઊંડા દરિયામાં ડાઈવિંગ અને અંડરવોટર સપોર્ટ કામગીરી માટેની ક્ષમતામાં નોંધપાત્ર વધારો થશે. ડાઈવિંગ સપોર્ટ વેસલ તરીકે આ જહાજને દરિયાની ઊંડાઈમાં વિવિધ પ્રકારની કામગીરીને સહાય આપવા માટે ઉપયોગમાં લઈ શકાય છે. નૌસેનાની અંડરવોટર ક્ષમતાઓને મજબૂત બનાવવાની દિશામાં INS નિપુણનું કમિશનિંગ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે.ખાસ કરીને ઊંડા દરિયામાં ડાઈવિંગ, અંડરવોટર સપોર્ટ અને સંબંધિત ઓપરેશન દરમિયાન આવા વિશિષ્ટ જહાજોની ભૂમિકા મહત્વપૂર્ણ રહે છે. નિસ્તાર ક્લાસના બીજા DSV તરીકે INS નિપુણનું નૌસેનામાં આગમન ભારતની દરિયાઈ સુરક્ષા અને સ્વદેશી નૌકાદળ ક્ષમતાને વધુ મજબૂત બનાવવાના પ્રયાસોમાં પણ મહત્વપૂર્ણ પગલું છે.આ પણ વાંચો : India: સંકટ સમયે નેપાળેને ભારતનો સપોર્ટ, રાહત-બચાવમાં ઉતરી ભારતીય ટીમ

Read Full Story arrow_forward