android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat News: સાબરકાંઠાના પ્રાંતિજમાં પેપર લીક કૌભાંડના આરોપી હાર્દિક શર્માને ભાજપે કોષાધ્યક્ષ બનાવ્યો
calendar_today April 5, 2026

Gujarat News: સાબરકાંઠાના પ્રાંતિજમાં પેપર લીક કૌભાંડના આરોપી હાર્દિક શર્માને ભાજપે કોષાધ્યક્ષ બનાવ્યો

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ધમધમાટ શરૂ થયો છે. રાજકીય પક્ષોમાં મુરતીયા શોધવાની કવાયત હાથ ધરાઈ છે. બીજી બાજુ ભાજપના સંગઠનમાં હોદ્દાઓ પર થયેલી નિમણૂક પણ ચર્ચાનો વિષય બની છે. રાજ્યના હજારો લાખો યુવાનોના શૈક્ષણિક ભવિષ્ય સાથે ચેડાં કરનારા પેપરલીક કૌભાંડના આરોપીને ભાજપે અરવલ્લી અને સાબરકાંઠામાં મોટા પદ પર બિરાજમાન કરતાં મામલો ગરમાયો છે. આકાશ પટેલને યુવા મોરચાનો પ્રમુખ બનાવ્યો હતો સાબરકાંઠા અને અરવલ્લીમાં બે આરોપીઓની પેપર લીક કૌભાંડમાં સંડોવણી બહાર આવી હતી. જેમાં અગાઉ અરવલ્લીના આકાશ પટેલની ધરપકડ કરવામાં આવી હતી. હવે આ આકાશ પટેલને ભાજપે અગાઉ યુવા મોરચાનો પ્રમુખ બનાવ્યો હતો. વિવાદ વધતાં તેના બદલે અન્ય વ્યક્તિને યુવા મોરચાનો પ્રમુખ બનાવવામાં આવ્યો હતો. હવે સાબરકાંઠાના પ્રાંતિજમાં વિવાદ સામે આવ્યો છે. હાર્દિક શર્માને ભાજપમાં મોટું પદ પેપર લીક કૌભાંડના આરોપી હાર્દિક શર્માને ભાજપમાં મોટું પદ આપતા વિવાદ વકર્યો છે. પ્રાંતિજમાં હાર્દિક શર્માની ભાજપ બક્ષીપંચ મોરચાના કોષાધ્યક્ષ તરીકે નિમણૂક કરાઈ છે. પ્રાંતિજના વદરાડના હાર્દિક શર્માની પેપર કાંડ સમયે પોલીસે ધરપકડ કરી હતી. પેપર લીક કૌભાંડમાં સંડોવાયેલા બે આરોપીઓને ભાજપે સંગઠનમાં હોદ્દા આપતાં રાજકીય હંગામો મચી જવા પામ્યો છે. આ પણ વાંચોઃ Gujarat Weather News: રાજ્યમાં ગરમીની સાથે માવઠાની આગાહી, આજે આ વિસ્તારોમાં વરસાદ ખાબકી શકે છે

Read Full Story arrow_forward
Palanpur: સાસરિયાઓના માનસિક ત્રાસથી કંટાળી યુવકે ગળે ફાંસો ખાધો, આપઘાત પૂર્વે વિડિયો બનાવી દર્દ ઠાલવ્યું
calendar_today April 5, 2026

Palanpur: સાસરિયાઓના માનસિક ત્રાસથી કંટાળી યુવકે ગળે ફાંસો ખાધો, આપઘાત પૂર્વે વિડિયો બનાવી દર્દ ઠાલવ્યું

બનાસકાંઠાના પાલનપુર તાલુકામાં વીરપુર નજીકથી મળી આવેલા યુવકના મૃતદેહ મામલે મોટો ખુલાસો થયો છે. મૃતક યુવક રવિ માળીએ સાસરિયા પક્ષના ત્રાસથી કંટાળીને આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે. આ મામલે પાલનપુર તાલુકા પોલીસે મૃતકના સાસરિયા પક્ષના 5 સભ્યો વિરુદ્ધ આપઘાત માટે દુષ્પ્રેરણા આપવાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.આપઘાત પહેલા વિડિયો બનાવી આક્ષેપ કર્યાઘટનાની વિગત મુજબ, રવિ માળીએ આત્મહત્યાનું અંતિમ પગલું ભરતા પહેલા એક વિડિયો બનાવ્યો હતો. આ વિડિયોમાં તેણે સાસરિયા પક્ષ દ્વારા તેને આપવામાં આવતા માનસિક ત્રાસની આપવીતી વર્ણવી હતી. રવિએ આક્ષેપ કર્યો હતો કે તેના સાસરિયાઓ તેને સતત પરેશાન કરી રહ્યા છે, જેના કારણે તે આ અત્યંત આઘાતજનક પગલું ભરી રહ્યો છે. આ વિડિયો પુરાવા તરીકે સામે આવતા પોલીસે ગુનો નોંધવાની પ્રક્રિયા તેજ કરી હતી. સાસરિયા પક્ષના 5 લોકો વિરુદ્ધ ફરિયાદરવિ માળીના પરિવારે આપેલા નિવેદન અને વિડિયો પુરાવાના આધારે પાલનપુર તાલુકા પોલીસે સાસરિયા પક્ષના કુલ 5 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધી છે. પોલીસે ત્વરિત કાર્યવાહી કરતા આ પૈકીના 3 આરોપીઓની અટકાયત કરી લીધી છે. જ્યારે આ કેસમાં સંડોવાયેલા અન્ય 2 આરોપીઓ હાલ ફરાર છે, જેમને ઝડપી પાડવા માટે પોલીસે અલગ-અલગ ટીમો બનાવી ચક્રો ગતિમાન કર્યા છે.આ પણ વાંચો: Surat: ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનારા તત્વો સામે મનપાની તવાઈ, 138 ખાણીપીણીના એકમો પર ફૂડ વિભાગના દરોડા

Read Full Story arrow_forward
Ahmedabad: એરપોર્ટ પર કસ્ટમ વિભાગની મોટી કાર્યવાહી, બેંગકોકથી લાવવામાં આવેલો 1.10 કિલો હાઈબ્રીડ ગાંજો જપ્ત
calendar_today April 5, 2026

Ahmedabad: એરપોર્ટ પર કસ્ટમ વિભાગની મોટી કાર્યવાહી, બેંગકોકથી લાવવામાં આવેલો 1.10 કિલો હાઈબ્રીડ ગાંજો જપ્ત

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ફરી એકવાર ડ્રગ્સની હેરાફેરીનો પર્દાફાશ થયો છે. કસ્ટમ વિભાગની ટીમે સતર્કતા દાખવીને બેંગકોકથી આવેલા એક મુસાફર પાસેથી અંદાજે 1.10 કિલો હાઈબ્રીડ ગાંજો ઝડપી પાડ્યો છે. આ હાઈબ્રીડ ગાંજો અત્યંત મોંઘો અને વિદેશી વેરાયટીનો હોવાનું જાણવા મળ્યું છે.વિયેટજેટ ફ્લાઈટમાં આવ્યો હતો મુસાફરમળતી માહિતી મુજબ, આરોપી મુસાફર બેંગકોકથી વિયેટજેટ ફ્લાઈટ (VZ-750) માં અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યો હતો. એરપોર્ટ પર સ્કેનિંગ અને તપાસ દરમિયાન કસ્ટમ અધિકારીઓને તેની હિલચાલ શંકાસ્પદ જણાતા તેને અટકાવીને સઘન તપાસ કરવામાં આવી હતી.વેક્યૂમ પેકિંગમાં સંતાડેલું હતું ડ્રગ્સમુસાફરની તપાસ દરમિયાન તેની હેન્ડ બેગેજમાંથી શંકાસ્પદ વસ્તુઓ મળી આવી હતી. તપાસમાં જાણવા મળ્યું કે તેણે ડ્રગ્સની ગંધ ન આવે તે માટે અત્યંત ચાલાકીથી 4 વેક્યૂમ પેકેટ તૈયાર કર્યા હતા. આ પેકેટોમાં છુપાવેલો હાઈબ્રીડ ગાંજો મળી આવતા કસ્ટમ વિભાગે તુરંત જ જથ્થો જપ્ત કર્યો હતો.આરોપી મહારાષ્ટ્રનો રહેવાસીઝડપાયેલો મુસાફર મહારાષ્ટ્રના ઉલ્હાસનગરનો રહેવાસી હોવાનું ખુલ્યું છે. કસ્ટમ વિભાગે તેની વિરુદ્ધ NDPS એક્ટ (નારકોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ) હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી છે.આ પણ વાંચો: Palanpur: સાસરિયાઓના માનસિક ત્રાસથી કંટાળી યુવકે ગળે ફાંસો ખાધો, આપઘાત પૂર્વે વિડિયો બનાવી દર્દ ઠાલવ્યું

Read Full Story arrow_forward