android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Navsari : દશેરા ટેકરીમાં ભીષણ આગ, 5 થી વધુ મકાનો બળીને ખાખ થતા અફરાતફરી
calendar_today April 1, 2026

Navsari : દશેરા ટેકરીમાં ભીષણ આગ, 5 થી વધુ મકાનો બળીને ખાખ થતા અફરાતફરી

નવસારી શહેરના દશેરા ટેકરી વિસ્તારમાં આજે બપોરના સમયે અચાનક ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર પંથકમાં ભયનો માહોલ ફેલાયો હતો. બાલાપીર દરગાહ પાસે આવેલા રહેણાંક મકાનોમાં આગ લાગતા જોતજોતામાં તે પ્રસરવા લાગી હતી. આ દુર્ઘટનામાં એક-બે નહીં પરંતુ 5 થી વધુ મકાનો આગની ચપેટમાં આવી ગયા છે, જેના કારણે મોટું નુકસાન થયું હોવાની આશંકા છે.ઘરવખરી બળીને ખાખ આગ એટલી ભયાનક હતી કે મકાનોમાં રહેલી તમામ ઘરવખરી, અનાજ અને કિંમતી સામાન બળીને રાખ થઈ ગયો છે. સ્થાનિક રહીશોએ પોતાનો જીવ બચાવવા દોડધામ કરી મૂકી હતી. રહેણાંક વિસ્તાર હોવાથી આગ વધુ પ્રસરે તે પહેલા લોકોએ પોતાની રીતે પાણીનો મારો ચલાવ્યો હતો, પરંતુ પવન અને ગીચતાના કારણે આગ કાબુ બહાર ગઈ હતી. સદનસીબે અત્યાર સુધી કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી, ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે ઘટનાની જાણ થતા જ નવસારી નગરપાલિકાના 5 થી વધુ ફાયર ટેન્ડરો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ફાયર બ્રિગેડના જવાનો દ્વારા ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. હાલમાં આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી.આ પણ વાંચો----      Rajkot : દુબઈમાં રોકાણના નામે કરોડોનું ફૂલેકું ફેરવનાર બે ઝડપાયા, ઊંચા વળતરની લાલચ આપી આચરી છેતરપિંડી

Read Full Story arrow_forward
Surat News: પાલમાં વિઝાના નામે 2.13 કરોડની છેતરપિંડી, મહાકાલ ટ્રાવેલ્સનો એજન્ટ ઝડપાયો
calendar_today April 1, 2026

Surat News: પાલમાં વિઝાના નામે 2.13 કરોડની છેતરપિંડી, મહાકાલ ટ્રાવેલ્સનો એજન્ટ ઝડપાયો

ડાયમંડ સિટી સુરતમાં વિદેશ જવા ઈચ્છુક લોકો સાથે છેતરપિંડીની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી. સુરત શહેરના પાલ પોલીસ મથકની હદમાં વિદેશના વર્ક પરમિટ વિઝા અપાવવાના નામે કરોડો રૂપિયાનું ફૂલેકું ફેરવનારા એક ભેજાબાજ ટ્રાવેલ્સ એજન્ટને પોલીસ દ્વારા દબોચી લેવામાં આવ્યો છે. આરોપીએ ફિનલેન્ડ અને કેનેડા જેવા દેશોની લાલચ આપી અનેક લોકોના લાખો રૂપિયા ખંખેર્યા હતા.મહાકાલ ટ્રાવેલ્સના નામે ચાલતું હતું નેટવર્ક ઘટનાની મળતી માહિતી અનુસાર, આરોપી વરૂણ રાજુભાઈ પરમાર "મહાકાલ ટ્રાવેલ્સ ટ્રેલ્સ" નામની એજન્સી ચલાવતો હતો. તેણે લોકોમાં વિશ્વાસ જગાડ્યો હતો કે, તે ફિનલેન્ડના ઈ-વર્ક પરમિટ અને કેનેડાના પરમિટ વિઝા અપાવી શકે છે. વિદેશ જવાની ઘેલછામાં અનેક યુવાનો અને પરિવારો આ એજન્ટની જાળમાં ફસાયા હતા. 13 લોકો પાસેથી 2.13 કરોડની લૂંટ પાલ પોલીસની તપાસમાં બહાર આવ્યું છે કે, વરૂણ પરમારે અત્યાર સુધીમાં અંદાજે 13 જેટલા ક્લાયન્ટ્સ પાસેથી કુલ 2.13 કરોડ રૂપિયાની માતબર રકમ પડાવી હતી. પૈસા લીધા બાદ વિઝા ન મળતા અને એજન્ટ દ્વારા સંતોષકારક જવાબ ન મળતા આખરે છેતરાયેલા લોકોએ પોલીસનો આશરો લીધો હતો. ભોગ બનનારાઓએ એવો પણ આક્ષેપ કર્યો છે કે, એજન્ટ માત્ર વાયદાઓ જ કરતો હતો અને અંતે ફોન ઉપાડવાનું પણ બંધ કરી દીધું હતું. પાલ પોલીસે આરોપીને જેલના સળિયા પાછળ ધકેલ્યો ભોગ બનનારની ફરિયાદના આધારે પાલ પોલીસે ગુનો નોંધી ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી વરૂણ પરમારને ઝડપી લીધો છે. પોલીસે આરોપી પાસેથી છેતરપિંડીના નાણાં અને અન્ય દસ્તાવેજો રિકવર કરવાની દિશામાં તપાસ શરૂ કરી છે. આ કૌભાંડમાં અન્ય કોઈ મોટા માથાઓ સામેલ છે કે કેમ તે દિશામાં પણ પોલીસે રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે. આ પણ વાંચો - Surat News: સચિનની ગોપીનાથ ટેક્સટાઇલ મિલમાં બે કલાકથી આગ બેકાબૂ, રજા હોવાથી મોટી જાનહાનિ ટળી

Read Full Story arrow_forward
Ahmedabad : ગોમતીપુર પોલીસ ફરી વિવાદમાં, ન્યાય ન મળતા ભાઈ-બહેને ઝેરી દવા પી કરી આત્મહત્યાની કોશિશ
calendar_today April 1, 2026

Ahmedabad : ગોમતીપુર પોલીસ ફરી વિવાદમાં, ન્યાય ન મળતા ભાઈ-બહેને ઝેરી દવા પી કરી આત્મહત્યાની કોશિશ

અમદાવાદનું ગોમતીપુર પોલીસ સ્ટેશન ફરી એકવાર વિવાદના વમળમાં ફસાયું છે. પોલીસની કથિત એકપક્ષીય કામગીરીથી કંટાળીને એક ભાઈ અને બહેને ઝેરી દવા પીને જીવન ટૂંકાવવાનો પ્રયાસ કરતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. આ ઘટના પાછળ પોલીસ દ્વારા ન્યાય ન મળ્યો હોવાનો ગંભીર આક્ષેપ પરિવારે લગાવ્યો છે.કચરો નાખવાની સામાન્ય બાબતે સર્જાયો હતો વિવાદ ઘટનાની વિગત એવી છે કે, બે દિવસ પહેલા સોસાયટીમાં કચરો નાખવા જેવી સામાન્ય બાબતે પાડોશીઓ વચ્ચે ઝઘડો થયો હતો. આ મામલે ગોમતીપુર પોલીસે યુવતીના પરિવારજનો સામે તાત્કાલિક ફરિયાદ દાખલ કરી હતી અને એક આરોપીની ધરપકડ કરીને જેલહવાલે પણ કરી દીધો હતો. જોકે, યુવતીના પક્ષે પણ સામી ફરિયાદ આપવા પ્રયાસ કર્યો હતો, પરંતુ આક્ષેપ છે કે પોલીસે તેમની ફરિયાદ લીધી ન હતી વીડિયો બનાવી પોલીસની કામગીરી પર ઉઠાવ્યા સવાલો ૩૧મી માર્ચના રોજ રાત્રે ઝેરી દવા પીતા પહેલા ભાઈ-બહેને એક વીડિયો બનાવ્યો હતો, જે હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વીડિયોમાં યુવતી અને તેના ભાઈએ ગોમતીપુર પોલીસની કામગીરી સામે આકરા સવાલો કર્યા છે. ઝેરી દવાની અસર થતા બંનેને તાત્કાલિક અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડાયા છે. દવા પીધા બાદ પોલીસ જાગી, હવે નોંધી ફરિયાદ આશ્ચર્યની વાત એ છે કે, જ્યારે ભાઈ-બહેને ઝેરી દવા પી લીધી અને મામલો ગંભીર બન્યો, ત્યારે ગોમતીપુર પોલીસે તાબડતોબ ભોગ બનનાર યુવતીની ફરિયાદ નોંધી છે. સવાલ એ ઉઠી રહ્યો છે કે શું પોલીસ માત્ર મોટી દુર્ઘટનાની જ રાહ જોતી હોય છે? હાલમાં આ વાયરલ વીડિયોએ પોલીસ તંત્રની નિષ્પક્ષતા પર મોટા પ્રશ્નાર્થ ચિહ્નો ઉભા કર્યા છે.આ પણ વાંચો---    Rajkot : દુબઈમાં રોકાણના નામે કરોડોનું ફૂલેકું ફેરવનાર બે ઝડપાયા, ઊંચા વળતરની લાલચ આપી આચરી છેતરપિંડી

Read Full Story arrow_forward