android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Amreli News: ખાંભા અને ગીર પંથકના ગામડાઓમાં કમોસમી વરસાદનું માવઠું
calendar_today March 29, 2026

Amreli News: ખાંભા અને ગીર પંથકના ગામડાઓમાં કમોસમી વરસાદનું માવઠું

અમરેલી જિલ્લાના વાતાવરણમાં આજે અચાનક પલટો જોવા મળ્યો છે. ખાંભા પંથક સહિત ગીરના સરહદી ગામડાઓમાં કમોસમી વરસાદ એટલે કે માવઠું પડતા ખેડૂતોની ચિંતામાં ભારે વધારો થયો છે. કાળઝાળ ગરમી વચ્ચે વરસાદી ઝાપટા પડતા વાતાવરણમાં ક્ષણિક ઠંડક તો પ્રસરી છે, પરંતુ આ વરસાદ ખેતી પાક માટે 'આફત' સમાન સાબિત થઈ રહ્યો છે.ગીરના ગામડાઓમાં કમોસમી વરસાદ ખાંભાના જીક્યાળી, ધજડી સહિતના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પવન સાથે વરસાદી ઝાપટા પડ્યા હતા. ચૈત્ર માસમાં વરસેલા આ વરસાદને કારણે ગીરની શાન ગણાતી કેરીના પાકને વ્યાપક નુકસાન થવાની શક્યતા છે. આ ઉપરાંત ખેડૂતોએ વાવેલા ઉનાળુ પાક જેવા કે તલ, બાજરી અને મગફળીમાં પણ માવઠાને કારણે રોગચાળો ફાટી નીકળવાની અથવા પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે. જીક્યાળી, ધજડી, સહિતના ગામોમાં વરસાદ વૈશાખ મહિના પહેલા જ પડી રહેલા આ વરસાદે ધરતીપુત્રોના મોં સુધી આવેલો કોળિયો છીનવી લીધો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. માર્કેટ યાર્ડમાં પડેલી જણસીઓ અને ખેતરમાં કાપણી બાકી હોય તેવા પાકને બચાવવા ખેડૂતોમાં દોડધામ મચી ગઈ હતી. હવામાન વિભાગની આગાહી વચ્ચે અમરેલીના ગ્રામ્ય વિસ્તારોમાં થયેલા આ વરસાદે ઉનાળુ સીઝનના ગણિત બગાડી નાખ્યા છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
PM E-DRIVE યોજનાને વર્ષ 2028 સુધી સરકારે વધારી, ઈલેક્ટ્રિક વાહનોની ખરીદી કરનારા લોકોને થશે મોટો ફાયદો
calendar_today March 29, 2026

PM E-DRIVE યોજનાને વર્ષ 2028 સુધી સરકારે વધારી, ઈલેક્ટ્રિક વાહનોની ખરીદી કરનારા લોકોને થશે મોટો ફાયદો

કેન્દ્ર સરકારે ઈલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવા માટે પોતાની મહત્વાકાંક્ષી યોજના PM E-DRIVE યોજનાને માર્ચ 2026થી 2028 સુધી માટે લંબાવી છે. આ નિર્ણયથી હવે ઈલેક્ટ્રિક સ્કૂટર, બાઈક અને ઈ-રિક્શા ખરીદનારાઓને વધુ સમય સુધી સબ્સિડીનો લાભ મળશે, જે પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ વચ્ચે મોટી રાહતરૂપ છે.ગ્રાહકોને કેટલી મળશે સબસિડી? સરકારે ઈલેક્ટ્રિક ટૂ-વ્હીલર માટે સબ્સિડીની સમયમર્યાદા 31 જુલાઈ 2026 સુધી વધારી છે. જોકે, સબસિડીની રકમમાં ઘટાડો કરવામાં આવ્યો છે. હવે ગ્રાહકોને 2,500 રૂપિયા પ્રતિ kWh મુજબ સબસિડી મળશે અને એક વાહન પર મહત્તમ 5,000 રૂપિયાની છૂટ મળશે. આ લાભ માત્ર તેવા ઈલેક્ટ્રિક સ્કૂટર અને બાઈક પર મળશે, જેમની એક્સ-ફેક્ટરી કિંમત 1.5 લાખ રૂપિયા કરતા ઓછી હશે. ઈ-કાર્ટ માટે સબસિડી 31 માર્ચ 2028 સુધી ઉપલબ્ધ ઈલેક્ટ્રિક થ્રી-વ્હીલર માટે સરકારે વધુ રાહત આપી છે. ઈ-રિક્શા અને ઈ-કાર્ટ માટે સબસિડી 31 માર્ચ 2028 સુધી ઉપલબ્ધ રહેશે. અહીં પણ 2,500 રૂપિયા પ્રતિ kWh પ્રમાણે સબસિડી મળશે અને મહત્તમ 12,500 રૂપિયાની છૂટ મળશે. આ માટે વાહનની એક્સ-ફેક્ટરી કિંમત 2.5 લાખ રૂપિયા સુધી મર્યાદિત રાખવામાં આવી છે. સરકારે આ યોજના માટે મોટું બજેટ ફાળવ્યું છે. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ પ્રદૂષણ ઘટાડવો અને દેશને નેટ ઝીરો ઉત્સર્જન તરફ આગળ વધારવાનો છે. નિષ્ણાતોનું માનવું છે કે આ નિર્ણયથી ઈલેક્ટ્રિક વાહન ઉદ્યોગને પ્રોત્સાહન મળશે અને લોકો ઝડપથી ઈલેક્ટ્રિક મોબિલિટી તરફ વળશે. આ પણ વાંચો : Amit Shah In Assam: ચૂંટણી મિશન પર અમિત શાહ, કહ્યું કે આસામને ઘુસણખોરોથી મુક્ત કરીશું

Read Full Story arrow_forward
India:આ 5 શહેરમાં નોકરીઓ વધી, કરિયર માટે યુવાનોને મળશે નવી તકો
calendar_today March 29, 2026

India:આ 5 શહેરમાં નોકરીઓ વધી, કરિયર માટે યુવાનોને મળશે નવી તકો

મોટા શહેરોથી નાના શહેરો તરફ ટ્રેન્ડ વધ્યોઅગાઉ મુંબઈ, દિલ્હી અથવા બેંગલુરુ જેવા મેટ્રો શહેરોને જ કરિયર માટે શ્રેષ્ઠ માનવામાં આવતાં.વધુ સેલેરી,મોટા કોર્પોરેટ ઓફિસ અને વધુ તકો આ શહેરોમાં ઉપલબ્ધ હતી.પરંતુ હવે કંપનીઓએ ખર્ચ ઘટાડવા અને ટેલેન્ટ સુધી સરળ પહોંચ મેળવવા માટે નાના અને મધ્યમ શહેરો તરફ ધ્યાન આપવાનું શરૂ કર્યું છે.આ શહેરોમાં સેલેરી કદાચ મેટ્રો શહેરોની તુલનામાં ઓછી હોઈ શકે છે. પરંતુ નોકરીઓની સંખ્યામાં ઝડપથી વધારો થઈ રહ્યો છે.ખાસ કરીને IT, સર્વિસ અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં નવી તકો ઉભી થઈ રહી છે.આથી વધુ લોકો સુધી રોજગાર પહોંચવાનો માર્ગ ખુલ્યો છે. આ પાંચ શહેરમાં નોકરીઓની તકો વધી ઇંદોરમાં IT સર્વિસ સેક્ટરમાં ઝડપી વૃદ્ધિ જોવા મળી રહી છે. અનેક સ્ટાર્ટઅપ્સ અને કંપનીઓ અહીં પોતાની ઓફિસો ખોલી રહ્યા છે.કોયમ્બતુર પરંપરાગત મેન્યુફેક્ચરિંગ હબ તરીકે ઓળખાતું આ શહેર હવે ટેક સેક્ટર સાથે પણ જોડાઈ રહ્યું છે.જયપુરમાં પણ સ્ટાર્ટઅપ્સ અને મોટી કંપનીઓ માટે આ શહેર હવે એક નવું કેન્દ્ર બની રહ્યું છે.ભુવનેશ્વર સારા ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સરકારી સપોર્ટને કારણે અહીં રોકાણ વધી રહ્યું છે.લખનૌ શહેર પહેલાં માત્ર પ્રશાસનિક શહેર માનવામાં આવતું હતું,પરંતુ હવે અને સર્વિસ સેક્ટરમાં ઝડપથી નોકરીઓ વધી રહી છે. ડિજિટલ યુગના કારણે વધુ ફાયદો થયો છે ડિજિટલ ટ્રાન્સફોર્મેશન અને વર્ક ફ્રોમ હોમની સુવિધાએ આ બદલાવને વધુ વેગ આપ્યો છે.કંપનીઓ હવે ભૌગોલિક મર્યાદાઓમાં બંધાઈ નથી.તેઓ નાના શહેરોમાં રહેલા ટેલેન્ટ સુધી સરળતાથી પહોંચી શકે છે.એમ્પ્લોયમેન્ટ ક્ષેત્રના લોકો માને છે કે આજકાલ કંપનીઓ માટે લોકેશન કોઈ મોટો અવરોધ નથી. તેઓ જ્યાં સારો ટેલેન્ટ મળે ત્યાંથી હાયરિંગ કરવા તૈયાર છે. ખર્ચમાં ઘટાડો અને ટેલેન્ટનો લાભ નાના શહેરોમાં ઓફિસ ખોલવાથી કંપનીઓને ભાડા,સેલેરી અને ઓપરેશનલ ખર્ચમાં ઘટાડો થાય છે.સાથે જ અહીંના કર્મચારીઓ લાંબા સમય સુધી નોકરીમાં ટકીને રહે છે,જે કંપનીઓ માટે ફાયદાકારક સાબિત થાય છે.આ બદલાવ માત્ર રોજગાર વધારતો નથી, પરંતુ ભારતના આર્થિક વિકાસને પણ વધુ મજબૂત બનાવે છે. રોજગારના અવસરો હવે થોડા શહેરોમાં મર્યાદિત નહીં રહી,પરંતુ દેશના વિવિધ ભાગોમાં ફેલાઈ રહ્યા છે.આ ટ્રેન્ડથી નાના શહેરોમાં વિકાસ વધશે,લોકો પોતાના શહેરમાં રહીને જ સારી કારકિર્દી બનાવી શકશે. આ પણ વાંચો:Raymond Chairman : ક્યારેક 12,000 કરોડના હતા માલિક વિજયપત સિંઘાનિયા, પછી ભાડાના ઘરમાં વિતાવ્યો સમય!

Read Full Story arrow_forward