android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Nadiad: બિલોદરા જેલ પાસે SMCનો સપાટો, ફોર્ચ્યુનર કારમાં લઈ જવાતો 12 લાખનો દારૂ ઝડપાયો
calendar_today March 26, 2026

Nadiad: બિલોદરા જેલ પાસે SMCનો સપાટો, ફોર્ચ્યુનર કારમાં લઈ જવાતો 12 લાખનો દારૂ ઝડપાયો

SMC એ નડિયાદ રૂરલ પોલીસની હદમાં આવતી બિલોદરા જેલ નજીક એક મોટી કામગીરી કરી છે. સ્થાનિક પોલીસને અંધારામાં રાખીને SMC એ ફિલ્મી ઢબે પીછો કરીને વિદેશી દારૂ ભરેલી લક્ઝુરિયસ ફોર્ચ્યુનર કારને ઝડપી પાડી છે. આ ઓપરેશનમાં કુલ રૂ. 32 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યોSMC ની ટીમે બાતમીના આધારે વોચ ગોઠવી હતી અને શંકાસ્પદ ફોર્ચ્યુનર કારને અટકાવવા પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન પોલીસે આકાશ નાનજી તળપદા અને મયુર દિનેશ તળપદા નામના બે આરોપીઓની ધરપકડ કરી છે. કારની તલાશી લેતા તેમાંથી રૂ. 12 લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.બુટલેગરોની નવી મોડસ ઓપરેન્ડીપકડાયેલા આરોપીઓ અત્યંત શાતિર રીતે ગુનાને અંજામ આપતા હતા. પોલીસથી બચવા માટે તેઓ કારમાં 'જંગી એપ્લિકેશન' (Zangi App) નો ઉપયોગ કરતા હતા જેથી તેમનું લોકેશન ટ્રેક ન થઈ શકે. આ ઉપરાંત, કારમાંથી અન્ય રાજ્યોની નકલી નંબર પ્લેટો પણ મળી આવી છે, જેનો ઉપયોગ તેઓ પોલીસને છેતરવા માટે કરતા હતા.તપાસનો ધમધમાટઆ કેસમાં મુખ્ય સૂત્રધાર ગણાતા જીતુ તળપદા અને ગની સહિત અન્ય 6 શખ્સોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. SMC એ આ મામલે નડિયાદ રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. જેલની નજીક જ આટલો મોટો દારૂનો જથ્થો પકડાવતા સ્થાનિક પોલીસની કામગીરી પર પણ સવાલો ઉઠી રહ્યા છે.આ પણ વાંચો: Surat: અમરોલી પોલીસે કુખ્યાત આઝાદસિંગ ગેંગને પાંજરે પૂરી, 39 ગુનામાં સંડોવાયેલી ટોળકી પર GUJCTOCનો ગાળિયો

Read Full Story arrow_forward
Ahmedabad Breaking News : અમદાવાદના શેલામાં ક્લબ ઓ-7 પાસેની સ્કાયસિટીમાં વિકરાળ આગ, ફાયરની 14 ગાડી ઘટના સ્થળે
calendar_today March 26, 2026

Ahmedabad Breaking News : અમદાવાદના શેલામાં ક્લબ ઓ-7 પાસેની સ્કાયસિટીમાં વિકરાળ આગ, ફાયરની 14 ગાડી ઘટના સ્થળે

અમદાવાદના શેલામાં સ્કાય લાઈન ફ્લેટના સી બ્લોકમાં આગ લાગી છે અને ફાયરની 14 કરતા વધુ ગાડીઓ સ્થળ પર છે, હાલમાં પોલીસ અને ફાયર વિભાગ સ્થળ પર છે અને ફલેટમાં રહેલા લોકોને બહાર નીકાળવામાં આવી રહ્યાં છે, આ ઘટનામાં હજી સુધી કોઈ જાનહાનીના સમાચાર આવ્યા નથી.ફાયર વિભાગે સ્થાનિકોને નીચે ઉતાર્યાઅમદાવાદના શેલા વિસ્તારમાં આગની ઘટના બની છે, અને કલબ ઓ સેવન રોડ પર આવેલ સ્કાયસિટી રિવેરા બિલ્ડીંગમાં આગ લાગી હતી, બિલ્ડીંગના ત્રીજા માળ પર આગ લાગી હોવાની વાત સામે આવી છે, અને આગનો ધુમાડો 15 માળ સુધી ફેલાયો હતો, ફાયર વિભાગના અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા છે, અને આગ લાગતાની સાથે જ ફ્લેટના સી બ્લોકના રહીશોમાં દોડધામ મચી ગઈ હતી અને તાત્કાલિક ધોરણે લોકો નીચે ઉતરી ગયા હતા અને આગ લાગવાનું કારણ અકબંધ છે.  આ સમાચાર અપડેટ કરી રહ્યાં છીએ  આ પણ વાંચો : Ahmedabad News : સત્તાનો દુરૂપયોગ કરી રૂપિયા ઘર ભેગા કરાતા તત્કાલિન સરપંચ અને તલાટી કમ મંત્રી સામે ACBએ નોંધ્યો ગુનો

Read Full Story arrow_forward
Gujarat News: યુદ્ધની સ્થિતિ વચ્ચે નાયરા કંપનીએ પેટ્રોલ અને ડીઝલના ભાવ વધાર્યા
calendar_today March 26, 2026

Gujarat News: યુદ્ધની સ્થિતિ વચ્ચે નાયરા કંપનીએ પેટ્રોલ અને ડીઝલના ભાવ વધાર્યા

ગુજરાતમાં છેલ્લા ત્રણેક દિવસથી પેટ્રોલ અને ડીઝલની અછત વચ્ચે લોકોમાં ભારે પેનિક થયું હતું. પેટ્રોલ પંપ પર વાહન ચાલકોની લાંબી લાઈનો લાગી હતી. સરકાર અને તંત્ર દ્વારા ઈંધણનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે કોઈએ ખોટી અફવાઓમાં આવવાની જરૂર નથી એવી જાહેરાતો કરી હતી. બીજી તરફ યુદ્ધની સ્થિતિ વચ્ચે ઈંધણની અછતની ચર્ચાઓ વધુ ગરમ થઈ રહી છે ત્યારે નાયરા દ્વારા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. નાયરા કંપનીએ ઈંધણના ભાવમાં વધારો કર્યો યુદ્ધની સ્થિતિ વચ્ચે નાયરા દ્વારા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. નાયરા કંપનીએ ઈંધણના ભાવમાં વધારો કર્યો છે. પેટ્રોલમાં પાંચ અને ડીઝલમાં ત્રણ રૂપિયાનો વધારો કર્યો છે. હવેથી નાયરાના પેટ્રોલ પંપ પર વાહન ચાલકોને એક લિટર પેટ્રોલ 99.65 રૂપિયાના ભાવે મળશે. જ્યારે એક લિટર ડીઝલ 93.07 રૂપિયાના ભાવે મળશે. હજી સુધી અન્ય કંપનીઓ દ્વારા ઈંધણના ભાવમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી. રાજકોટમાં પણ નાયરા કંપનીએ ઈંધણના ભાવમાં વધારો કર્યો છે. રાજકોટમાં નાયરા કંપનીના પેટ્રોલ પંપ પર 99.44 અને ડીઝલ 92.88 રૂપિયાના ભાવે વેચાણ થશે. જ્યારે સુરતમાં નાયરા કંપનીનું પેટ્રોલ 99.56 અને ડીઝલ 93 રૂપિયાના ભાવે વેચાશે. પેટ્રોલ પંપ પર સ્થિતિ સામાન્ય થઈ ગુજરાત સરકાર અને ખાસ કરીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જાહેર મંચ પરથી કહ્યું હતું કે, સરકાર પાસે પેટ્રોલ અને ડીઝલનો પૂરતો જથ્થો છે. લોકોએ ખોટી અફવાઓમાં આવીને પેનિક થવાની જરૂર નથી. પેટ્રોલ પંપો પર લાઈનો ના લગાવો. સરકાર અને તંત્રની જાહેરાત બાદ ગઈકાલે પેટ્રોલ પંપ પર સ્થિતિ સામાન્ય થતી જોવા મળી હતી. બે દિવસમાં ચાર ગણું પેટ્રોલ અને ડીઝલનું વેચાણ થયું હોવાનું પણ સરકારે જણાવ્યું હતુ. વિધાનસભામાં પણ આ મુદ્દો ગુંજ્યો હતો. આ પણ વાંચોઃ Nadiad: બિલોદરા જેલ પાસે SMCનો સપાટો, ફોર્ચ્યુનર કારમાં લઈ જવાતો 12 લાખનો દારૂ ઝડપાયો

Read Full Story arrow_forward