android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surat: અમરોલી પોલીસે કુખ્યાત આઝાદસિંગ ગેંગને પાંજરે પૂરી, 39 ગુનામાં સંડોવાયેલી ટોળકી પર GUJCTOCનો ગાળિયો
calendar_today March 26, 2026

Surat: અમરોલી પોલીસે કુખ્યાત આઝાદસિંગ ગેંગને પાંજરે પૂરી, 39 ગુનામાં સંડોવાયેલી ટોળકી પર GUJCTOCનો ગાળિયો

શહેરમાં ગુનાખોરી ડામવા માટે સુરત પોલીસ કમિશનરના આદેશ અનુસાર અમરોલી પોલીસ દ્વારા એક મોટી સફળતા મેળવવામાં આવી છે. વર્ષોથી ચોરી અને લૂંટ જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલી કુખ્યાત આઝાદસિંગ ચીકલગીર ગેંગ વિરુદ્ધ પોલીસે હવે શસ્ત્ર ઉગામ્યું છે. આ ગેંગ વિરુદ્ધ GUJCTOC (ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ) હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.39 ગુનાઓનો લાંબો ઈતિહાસપોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે આઝાદસિંગ ચીકલગીર ગેંગ વિરુદ્ધ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં અત્યાર સુધીમાં 39 જેટલા ગુના નોંધાઈ ચૂક્યા છે. આ ગુનાઓમાં મુખ્યત્વેમિલકત સંબંધી ઘરફોડ ચોરી, સશસ્ત્ર લૂંટ,હત્યાની કોશિશ,પોલીસ પર હુમલો અને અન્ય ગંભીર કલમોનો સમાવેશ થાય છે.રાજ્યમાં પ્રથમવાર આવી કાર્યવાહીસામાન્ય રીતે ગેંગસ્ટર કે ખંડણીખોરો સામે GUJCTOC લાગતો હોય છે, પરંતુ સુરતમાં પ્રથમવાર ઘરફોડ ચોરી આચરનારી કોઈ ગેંગ વિરુદ્ધ આ કડક કાયદા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. અમરોલી પોલીસની આ કાર્યવાહીથી ગુનેગારોમાં ફફડાટ વ્યાપી ગયો છે. આ પણ વાંચો: Surat: જર્મનીની મહિલા રિક્ષામાં મોબાઈલ ભૂલી, મહિધરપુરા પોલીસે CCTVની મદદથી ગણતરીના કલાકોમાં શોધી આપ્યો

Read Full Story arrow_forward
Gandhinagar News : 18 સરકારી વિભાગો 23 વર્ષમાં ખર્ચેલા 7432 કરોડનો હિસાબ નથી આપતાં
calendar_today March 26, 2026

Gandhinagar News : 18 સરકારી વિભાગો 23 વર્ષમાં ખર્ચેલા 7432 કરોડનો હિસાબ નથી આપતાં

ગુજરાત વિધાનસભામાં રજૂ કરવામાં આવેલા કેગના રિપોર્ટમાં એવો ઘટસ્ફોટ થયો છે કે, રાજ્ય સરકારના 18 વિભાગોએ 2001-02થી 2023-24 સુધીના 23 વર્ષ દરમિયાન રૂ.7431.84 કરોડની ગ્રાન્ટ તો વાપરી નાખી છે, પણ તેના માટે જરૂરી 4258 વપરાશી પ્રમાણપત્રો 31 માર્ચ 2025 સુધી પણ રજૂ કર્યા નથી.આમાં 2022-23ના રૂ.1697.44 કરોડની ગ્રાન્ટના 874 વપરાશી પ્રમાણપત્રો અને 2023-24ના રૂ. 4284.56 કરોડની ગ્રાન્ટના 1374 વપરાશી પ્રમાણપત્રો સમાવિષ્ટ છે. ગ્રાન્ટના વપરાશી પ્રમાણપત્રો રજૂ કરવાના બાકી કેગના રિપોર્ટ પ્રમાણે આમાં આદિજાતિ વિકાસ વિભાગે રૂ.1662.22 કરોડની ગ્રાન્ટના, શહેરી વિકાસ વિભાગે રૂ. 1567.78 કરોડની ગ્રાન્ટના, શિક્ષણ વિભાગે રૂ.1086.42 કરોડની ગ્રાન્ટના, કૃષિ અને સહકાર વિભાગે રૂ. 1044.32 કરોડની ગ્રાન્ટના, પંચાયત, ગામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગે રૂ. 735.57 કરોડની ગ્રાન્ટના, સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગે રૂ. 681.09 કરોડની ગ્રાન્ટના, કલાઈમેટ ચેન્જ વિભાગે રૂ. 192 કરોડની ગ્રાન્ટ,ઉદ્યોગ-ખાણકામ વિભાગે રૂ. 179 કરોડની ગ્રાન્ટના, વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગે રૂ. 129.18 કરોડની ગ્રાન્ટના તથા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે રૂ.115.45 કરોડની ગ્રાન્ટના વપરાશી પ્રમાણપત્રો રજૂ કરવાના બાકી છે.  નાણાંનો દુરુપયોગ થવાની સંભાવના કેગએ જણાવ્યું છે કે વપરાશી પ્રમાણપત્રો રજૂ ના કરવાથી નાણાંનો દુરુપયોગના જોખમની સંભાવના હોવાથી રાજ્ય સરકારે દેખરેખ રાખી વપરાશી પ્રમાણપત્રો સમયસર તાત્કાલિક રજૂ કરવા વિભાગોને તાકીદ કરવી જોઈએ. ઉલ્લેખનીય છે કે, ગઈકાલે વિધાનસભાના સત્રનો છેલ્લો દિવસ હોવાથી નાણાંમંત્રી કનુભાઈ દેસાઈએ ગૃહમાં કેગનો અહેવાલ રજૂ કર્યો હતો. જેમાં રાજ્યનું દેવું અને બજાર લોન અંગેના આંકડાઓ સહિતની વિગતો જાહેર થઈ હતી. આ પણ વાંચોઃ Gujarat Weather Update: આગામી 29 અને 30 માર્ચે માવઠાની આગાહી, આ વિસ્તારોમાં વરસાદ ખાબકી શકે

Read Full Story arrow_forward
Ahmedabad News : સત્તાનો દુરૂપયોગ કરી રૂપિયા ઘર ભેગા કરાતા તત્કાલિન સરપંચ અને તલાટી કમ મંત્રી સામે ACBએ નોંધ્યો ગુનો
calendar_today March 26, 2026

Ahmedabad News : સત્તાનો દુરૂપયોગ કરી રૂપિયા ઘર ભેગા કરાતા તત્કાલિન સરપંચ અને તલાટી કમ મંત્રી સામે ACBએ નોંધ્યો ગુનો

અમદાવાદના દસ્ક્રોઇ તાલુકાના ગામ-ધામતવાણ ગ્રામ પંચાયતના વર્ષ-૨૦૨૨-૨૩, ૨૦૨૩-૨૪ તથા ૨૦૨૪-૨૫ના નાણાકીય વર્ષમાં પંચાયતના સ્વભંડોળની આવક માંથી (૧) માટી પુરાણ હેડે થયેલ ખર્ચ (૨) પાણી પુરવઠા/વાટા હેડે થયેલ ખર્ચ (૩) ઉત્સવ ઉજવણી હેડે થયેલ ખર્ચ (૪) પગાર હેડે થયેલ ખર્ચ માં નાણાંકિય અનિયમિતતા થયેલ હોવાનું જણાયેલ. ઉપરોક્ત કામોમાં ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવેલ ખર્ચ બાબતે કોઇ ઠરાવ કે તાંત્રિક મંજુરી લેવામાં આવેલ નહી. ગ્રામ પંચાયત દ્વારા કોઇ રેકર્ડ નિભાવવામાં આવ્યા નથી તેમજ આ બાબતે ગ્રામ પંચાયત દ્વારા કોઇ રેકર્ડ નિભાવવામાં આવેલ નહી, તેમજ ગ્રામ પંચાયતના કર્મચારીઓને માસીક પગાર ચુક્વણી તેમના બેંક એકાઉન્ટ માં કરવાની જગ્યાએ તમામનો પગાર ગામના વી.સી.ઇ ના નામે બેરર ચેક થી આકારવામાં આવેલ. આમ, તત્કાલિન સરપંચ રેખાબેન સંજયભાઇ પારેખ તથા તત્કાલિન તલાટી કમ મંત્રી હરપાલસિંહ વાઘેલા નાઓએ એકબીજાનાં મેળાપીપણાંથી પોતાના હોદ્દાની રૂએ મળેલ સત્તાનો દુરૂપયોગ કરી સરકારી નાણાં રૂ.૧,૫૫,૨૩,૪૨૦/- ની ગેરરિતી કરી રકમ પોતાના અંગત ઉપયોગ માં લઇ અપ્રમાણસર સંપત્તિ એકત્ર કરી ગુનો કર્યા બાબત. ફરીયાદી અને આરોપીની વિગત ફરીયાદી- એન.એન.જાદવ, પોલીસ ઇન્સપેકટર, અમદાવાદ ગ્રામ્ય એ.સી.બી. પો.સ્ટે. આરોપી 01- રેખાબેન સંજયકુમાર પારેખ, તત્કાલિન સરપંચ, ધામતવાણ ગ્રામ પંચાયત, તા-દસ્ક્રોઇ, જી-અમદાવાદ, રહે. ધામતવાણ, તા-દસ્ક્રોઇ, જી-અમદાવાદ 02- હરપાલસિંહ વાઘેલા, તત્કાલિન તલાટી કમ મંત્રી, ધામતવાણ ગ્રામ પંચાયત, તા-દસ્ક્રોઇ, જી-અમદાવાદ ગુનો દાખલ કર્યા તારીખ :- તા.૨૫/૦૩/૨૦૨૬ ગુનાનુ સ્થળ :- મોજે. ધામતવાણ ગ્રામ પંચાયત, તા-દસ્ક્રોઇ, જી-અમદાવાદ આ પણ વાંચો : Surendranagar News : વિરાસત અને આધુનિકતાનાં અનોખા સંગમરૂપે ગુજરાતના પથ્થરોમાં પ્રાણ ફૂંકતી ધ્રાંગધ્રાની 'સાપ્તી' સંસ્થા

Read Full Story arrow_forward