android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Porbandar News : પોરબંદરમાં માધવપુર ઘેડ મેળાની આવતીકાલે થશે શરૂઆત, મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી રહેશે હાજર
calendar_today March 26, 2026

Porbandar News : પોરબંદરમાં માધવપુર ઘેડ મેળાની આવતીકાલે થશે શરૂઆત, મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી રહેશે હાજર

આ અંગે પોરબંદર જિલ્લા કલેક્ટર એસ.ડી. ધાનાણીએ જણાવ્યું હતું કે, ૨૭ માર્ચે સાંજે ૬ કલાકે મેળાના ભવ્ય ઉદ્ઘાટન પ્રસંગે ગુજરાત રાજ્યના રાજ્યપાલ, મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, વિવિધ મંત્રીઓ તેમજ ઉત્તર-પૂર્વ ભારતના રાજ્યોના રાજ્યપાલ અને મુખ્યમંત્રીઓ તથા ભારત સરકારના મંત્રીઓને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. વિરાસત ભી સમૃદ્ધિ સે સંસ્કૃતિની રાખવામાં આવી છે આ મેળામાં ભારતના પૂર્વ અને પશ્ચિમની સંસ્કૃતિનો સંગમ ને સાંસ્કૃતિક એકતાના દર્શન કરાવવા માટે કુલ ૫૪૦ કલાકારો પોતાની કલા રજૂ કરશે, જેમાં ૨૭૦ કલાકારો ઉત્તર-પૂર્વ ભારતના અને ૨૭૦ ગુજરાતના કલાકારોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, સ્થાનિક સૌરાષ્ટ્રના કલાકારોને પ્લેટફોર્મ પૂરું પાડવા માટે દરરોજ ૩૦ મિનિટનો સમય ફાળવવામાં આવ્યો છે. માધવપુર ઘેડના મેળાના સાંસ્કૃતિક કાર્યક્રમનો ભવ્ય ઉદઘાટન સમારોહ તા. 27મી માર્ચ સાંજે 6:00 કલાકે થશે. સાંસ્કૃતિક કાર્યક્રમની થીમ વિકાસ ભી, વિરાસત ભી સમૃદ્ધિ સે સંસ્કૃતિની રાખવામાં આવી છે. મેળા દરમિયાન દરરોજ રાત્રે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમો અને લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ૨૭ માર્ચના રોજ ગીતાબેન રબારી, ૨૮ માર્ચના રોજ રાજ ગઢવી અને મયુર દવે, ૨૯ માર્ચના રોજ ઋષભ આહીર તેમજ ૩૦ માર્ચના રોજ શ્યામલ શબ્દ ગ્રુપ પ્રસ્તુતિ આપશે. કલાકારોને સોમનાથમાં ઉતારો આપવામાં આવ્યો છે જ્યારે હસ્તકલા ના કારીગરોને પોરબંદરમાં ઉતારો આપવામાં આવ્યો છે. તેઓ પૂર્વ પ્રેક્ટિસ પણ કરી રહ્યા છે. માધવપુર ઘેડના મેળામાં પ્રથમ વખત ૬૦ ભાતીગળ લોકકલાના કલાકારો સંગીત રસ પીરસે તે માટે તૈયારી ચાલી રહી છે.જેમાં તુરી બારોટ સમુદાયના કલાકારોને પ્લેટફોર્મ આપવામાં આવશે. આ વર્ષે હરાજી દ્વારા તંત્રને 75 લાખથી વધુની આવક થઈ છે મેળામાં હસ્તકલા અને સ્થાનિક ચીજવસ્તુઓના પ્રોત્સાહન માટે કુલ ૮૦ સ્ટોલ ધરાવતું પેવેલિયન બનાવવામાં આવ્યું છે. જેમાં ૪૦ સ્ટોલ ઉત્તર-પૂર્વના કારીગરો અને ૪૦ સ્ટોલ ગુજરાતના કારીગરો માટે ફાળવવામાં આવ્યા છે. આ ઉપરાંત, ૪૦ ફૂડ સ્ટોલ અને ૩૦ ક્રાફ્ટ સ્ટોલની હરાજી કરવામાં આવી છે, જેમાંથી કેટલાક સ્ટોલ સ્થાનિક સ્વસહાય જૂથો (SHG)ને ટોકન દરે આપવામાં આવ્યા છે. નોંધનીય છે કે આ વર્ષે હરાજી દ્વારા તંત્રને ૭૫ લાખથી વધુની આવક થઈ છે, જે ગત વર્ષ કરતા વધારે છે. જિલ્લા વહીવટી તંત્રનો સ્પેશિયલ કંટ્રોલ રૂમ કાર્યરત રહેશે મેળામાં આવતા લાખો શ્રદ્ધાળુઓની સુવિધા માટે તંત્ર દ્વારા સઘન આયોજન કરવામાં આવ્યું છે. ટ્રાફિકની સમસ્યા નિવારવા માટે પોરબંદરથી માધવપુર જતા ભારે વાહનોનોને ડાયવર્ઝન આપવામાં આવ્યો છે. મેળાના મેદાનમાં એન્ટ્રી અને એક્ઝિટના રસ્તાઓ અલગ રાખવામાં આવ્યા છે જેથી અવરજવરમાં સરળતા રહે. તંત્ર દ્વારા પ્રથમ દિવસે મુસાફરો માટે ૩૫ એસ.ટી. બસો (૨૫ પોરબંદર જિલ્લાની અને ૧૦ જુનાગઢ જીલ્લા માંગરોળની) અને બાકીના ત્રણ દિવસોમાં ૫-૫ બસોની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. પીવાના શુદ્ધ પાણીની વ્યવસ્થા, મેડિકલ ફેસિલિટી, પોલીસ કંટ્રોલ રૂમ અને જિલ્લા વહીવટી તંત્રનો સ્પેશિયલ કંટ્રોલ રૂમ કાર્યરત રહેશે. આ પણ વાંચો : Botad News : સભા-સરઘસ-રેલી-ઉપવાસ વગર પરવાનગીએ કાઢવા પર પ્રતિબંધ ફરમાવતા બોટાદ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, વાંચો શું છે જાહેરનામું

Read Full Story arrow_forward
Ahmedabad: એક વર્ષથી પોલીસને હંફાવતો કુખ્યાત આરોપીને ઝોન-2 LCBએ ઝડપી પાડ્યો
calendar_today March 26, 2026

Ahmedabad: એક વર્ષથી પોલીસને હંફાવતો કુખ્યાત આરોપીને ઝોન-2 LCBએ ઝડપી પાડ્યો

શહેરની ઝોન-2 LCB (લોકલ ક્રાઈમ બ્રાન્ચ) ની ટીમે પ્રશંસનીય કામગીરી કરતા એક વર્ષથી ફરાર એવા રીઢા ગુનેગારને ઝડપી પાડ્યો છે. પ્રોહિબિશન અને અન્ય ગંભીર ગુનાઓમાં સંડોવાયેલો આરોપી જાકીર શેખ પોલીસથી બચવા માટે સતત સ્થળ બદલી રહ્યો હતો, પરંતુ LCBની સતર્કતા સામે તેની ચાલાકી કામ ન આવી.બાતમીના આધારે સફળ ઓપરેશનઝોન-2 LCBની ટીમને ચોક્કસ ખાનગી બાતમી મળી હતી કે, વિવિધ ગુનાઓમાં વોન્ટેડ આરોપી જાકીર શેખ ચોક્કસ વિસ્તારમાં આવ્યો છે. આ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી તેને દબોચી લીધો હતો. આરોપીની પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે તે રાણીપ અને સાંતેજ પોલીસ મથકના અંદાજે ૪ જેટલા ગુનાઓમાં લાંબા સમયથી વોન્ટેડ હતો.13 ગુનાઓનો ગુનાહિત ઈતિહાસપોલીસના જણાવ્યા અનુસાર, પકડાયેલા આરોપી જાકીર શેખ વિરુદ્ધ અત્યાર સુધીમાં અલગ-અલગ પોલીસ મથકોમાં ૧૩ જેટલા ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મુખ્યત્વે પ્રોહિબિશન (દારૂબંધી) ના કેસોનો સમાવેશ થાય છે. ઝોન-2 LCBએ આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપી વિરુદ્ધ રાણીપ પોલીસ મથકમાં પણ ગુના નોંધાયેલા હોવાથી, વધુ તપાસ અને આગળની પૂછપરછ માટે તેને રાણીપ પોલીસને સોંપવામાં આવ્યો છે.આ પણ વાંચો: Nadiad: બિલોદરા જેલ પાસે SMCનો સપાટો, ફોર્ચ્યુનર કારમાં લઈ જવાતો 12 લાખનો દારૂ ઝડપાયો

Read Full Story arrow_forward
Anand News: વલ્લભવિદ્યાનગરમાં AXIS Bankના ATMમાં અચાનક સાયરન વાગી, સિક્યુરિટી ગાર્ડ કે પોલીસ ડોકાઈ નહીં
calendar_today March 26, 2026

Anand News: વલ્લભવિદ્યાનગરમાં AXIS Bankના ATMમાં અચાનક સાયરન વાગી, સિક્યુરિટી ગાર્ડ કે પોલીસ ડોકાઈ નહીં

ગુજરાતમાં લૂંટ અને ચોરીના બનાવો વધુ પ્રમાણમાં સામે આવી રહ્યાં છે. બીજી તરફ બેંકના ATMમાં થતી ચોરીના કિસ્સા પણ વધી રહ્યાં છે. ત્યારે એક બેંકના સુરક્ષા કર્મીની ગંભીર બેદરકારી સામે આવી છે. આણંદના વલ્લભવિદ્યાનગરમાં ATM સેન્ટરમાં અચાનક સાયરન વાગવા માંડી હતી. સાયરન વાગતાં જ લોકોમાં કુતૂહલ સર્જાયું હતું. આ ATM પાસે કોઈ સિક્યુરિટી ગાર્ડ કે પોલીસ ડોકાઈ જ નહોતી. ATMમાં રાતના સમયે અચાનક સાયરન વાગી આણંદના વલ્લભ વિદ્યાનગરમાં AXIS BANKના ATMમાં રાતના સમયે અચાનક સાયરન વાગી હતી. સાયરન વાગતા આસપાસના લોકો ચોંકી ગયા હતાં. આ ATMમાં શોર્ટ સર્કિટ અથવા અન્ય કારણોસર સાયરન વાગી હતી. સાયરન વાગવા છતાંય કોઈ સિક્યુરિટી ગાર્ડ કે પોલીસ ડોકાઈ નહોતી. એક જાગૃત નાગરિકે આ સાયરન વાગી તે દરમિયાનનો વીડિયો ઉતારીને વાયરલ કર્યો હતો. એટીએમ પાસે કોઈ સિક્યુરિટી ગાર્ડ દેખાતો નથી લોકોમાં એવી ચર્ચાઓ હતી કે, ચોરી અને લૂંટ સહિતની ઘટનાઓ વધી છે. બેંકના એટીએમ પાસે કોઈ સિક્યુરિટી ગાર્ડ દેખાતો નથી. જો આ પ્રકારની સાયરન સુરક્ષા માટે ATMમાં મુકી હોય અને તે વાગે તે છતાંય કોઈ તપાસ ના થાય તો તેનો કોઈ અર્થ નથી. આ પ્રકારની ગંભીર બેદરકારી મોટું નુકસાન સર્જી શકે છે. આ પણ વાંચોઃ Vadodara News : રાજયમાં રામનવમીની શોભાયાત્રા નીકળશે, સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસનું રહેશે સતત પેટ્રોલિંગ

Read Full Story arrow_forward