android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
વડોદ ગામના બે દિવસીય પ્રવાસે રાજ્યપાલ દેવવ્રત, વિદ્યાર્થીઓ સાથે સંવાદ અને યોગ અભ્યાસ
calendar_today March 26, 2026

વડોદ ગામના બે દિવસીય પ્રવાસે રાજ્યપાલ દેવવ્રત, વિદ્યાર્થીઓ સાથે સંવાદ અને યોગ અભ્યાસ

અમદાવાદ જિલ્લાના દસ્ક્રોઈ તાલુકાના વડોદ ગામના બે દિવસીય પ્રવાસે પધારેલા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ વડોદ ગામની પ્રાથમિક શાળાના સાધારણ કક્ષમાં રાત્રિ વિશ્રામ કર્યો હતો. રાત્રિ વિશ્રામ બાદ વહેલી સવારે રાજ્યપાલએ શાળાના વિદ્યાર્થીઓ સાથે યોગાભ્યાસ કર્યો હતો. 

Read Full Story arrow_forward
Botad News : સભા-સરઘસ-રેલી-ઉપવાસ વગર પરવાનગીએ કાઢવા પર પ્રતિબંધ ફરમાવતા બોટાદ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, વાંચો શું છે જાહેરનામું
calendar_today March 26, 2026

Botad News : સભા-સરઘસ-રેલી-ઉપવાસ વગર પરવાનગીએ કાઢવા પર પ્રતિબંધ ફરમાવતા બોટાદ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, વાંચો શું છે જાહેરનામું

જેનાં કારણે તંગદીલી જેવું વાતાવરણ સર્જાય છે, અને આવાં કિસ્સામાં મોટી સંખ્યામાં લોકો દ્વારા તેમની રજુઆત કરતાં વર્ગવિગ્રહ જેવાં બનાવો પણ જિલ્લામાં બનવાની શકયતા રહે છે. જાહેરનામાનો ભંગ કરશો તો પગલાં ભરાશે તેમજ ભુતકાળના બનાવો ધ્યાને લેતાં કાયદો અને વ્યવસ્થાના પ્રશ્નો ઉપસ્થિત થતાં હોય છે અને માલ મિલકતને નુકસાન થાય છે. તેને ધ્યાને રાખીને બોટાદ જિલ્લાનાં સમગ્ર વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તથા જાહેર સુલેહ શાંતિ જળવાઈ રહે તે હેતુસર સભા-સરઘસ-રેલી વગર પરવાનગીએ કાઢવા પર બોટાદ જિલ્લાનાં અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી પી.એલ. ઝણકાતે તેમને મળેલી સત્તાની રૂએ બોટાદ જિલ્લાનાં સમગ્ર વિસ્તારમાં તા.૨૯/૦૩/૨૦૨૬ થી તા.૧૨/૦૪/૨૦૨૬ (બન્ને દિવસ સહિત) સુધી કોઇપણ સભા/સરઘસ/રેલી માટે મનાઇ હુકમ ફરમાવ્યો છે. આ નિયમોનું ઉલ્લંઘન કરનારને નિયમ મુજબ દંડની સજા થશે ફરજ ઉપર હોય તેવી ગૃહરક્ષક મંડળીઓ, સરકારી નોકરીએ અવર-જવર કરતી હોય તેવી વ્યક્તિને, કોઈ લગ્નના વરઘોડાને, સ્મશાન યાત્રા કે જેમાં જોડાનાર વ્યક્તિઓને તેમજ સબંધિત તાલુકા એક્ઝીક્યુટીવ મેજિસ્ટ્રેટ/સક્ષમ અધિકારીની કાયદેસર પરવાનગી મેળવેલા લોકોને ઉક્ત હુકમ લાગુ પડશે નહીં. આ જાહેરનામાનો કોઇ ખંડનો ભંગ અથવા ઉલ્લંઘન કરનારને નિયમ મુજબ દંડની સજા થશે. જાહેરનામાનો અમલ અને તેનાં ભંગ બદલના પગલાં લેવાં માટે ફરજ પરનાં કોઇપણ હેડકોન્સ્ટેબલને તથા તેનાથી ઉપરનાં અધિકારીને અધિકાર રહેશે. આ પણ વાંચો : Ahmedabad Breaking News : અમદાવાદના શેલામાં ક્લબ ઓ-7 પાસેની સ્કાયસિટીમાં વિકરાળ આગ, ફાયરની 14 ગાડી ઘટના સ્થળે

Read Full Story arrow_forward
Rajkot News: સૌરાષ્ટ્રના લવ જેહાદ રોકવા VHP મક્કમ, હિન્દુઓ માટે હેલ્પ લાઈન શરૂ કરાશે
calendar_today March 26, 2026

Rajkot News: સૌરાષ્ટ્રના લવ જેહાદ રોકવા VHP મક્કમ, હિન્દુઓ માટે હેલ્પ લાઈન શરૂ કરાશે

સમગ્ર દેશમાં આજે રામ નવમીની ઉજવણી કરવામાં આવશે. ભારે શ્રધ્ધા અને ઉત્સાહના માહોલમાં ઉજવણી કરાશે. ઠેર ઠેર ભગવાનની શોભાયાત્રા નીકળશે. ત્યારે રાજકોટમાં પણ ભગવાન રામની શોભાયાત્રા નીકળશે. આજે રામ નવમીના દિવસે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા મોટું એલાન કરવામાં આવ્યું છે. હિન્દુઓ માટે હેલ્પલાઈન શરૂ કરવામાં આવશે. વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા મોટું એલાન રાજકોટમાં આજે રામનવમી નિમિત્તે શોભાયાત્રા નીકળશે. ભગવાન રામના જન્મદિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ઉજવણીને લઈને તૈયારીઓ કરવામાં આવી છે. આજના દિવસે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા મોટું એલાન કરવામાં આવ્યું છે. લવ જેહાદને લઈને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા એલાન કરવામાં આવ્યું છે. વીએચપીના આગેવાન મંગેશ દેસાઈએ કહ્યું હતું કે, દર મહિને હિન્દુઓની આઠથી 10 દીકરીઓ સાથે લવ જેહાદનો બનાવ સામે આવે છે. હિન્દુઓ માટે એક હેલ્પલાઈન શરૂ કરવામાં આવશે વીએચપીના આગેવાન મંગેશ દેસાઈએ વધુમાં કહ્યું હતું કે, લવ જેહાદ સામે વીએચપી નોંધનીય કામગીરી કરશે. સૌરાષ્ટ્રમાં હિન્દુઓ માટે વીએચપી કામ કરશે. હિન્દુઓ માટે એક હેલ્પલાઈન શરૂ કરવામાં આવશે. તમામ હિન્દુઓને બજરંગ દળ દ્વારા મદદ કરવામાં આવશે. સૌરાષ્ટ્રમાં લવ જેહાદને રોકવા વીએચપી મક્કમ છે. આ પણ વાંચોઃ Vadodara News : રાજયમાં રામનવમીની શોભાયાત્રા નીકળશે, સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસનું રહેશે સતત પેટ્રોલિંગ

Read Full Story arrow_forward