android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Sanand: ખોરજ પાટીયા પાસે ડમ્પરની અડફેટે બાઈક સવારનું મોત, રોષે ભરાયેલા સ્થાનિકોનો ચક્કાજામ
calendar_today March 26, 2026

Sanand: ખોરજ પાટીયા પાસે ડમ્પરની અડફેટે બાઈક સવારનું મોત, રોષે ભરાયેલા સ્થાનિકોનો ચક્કાજામ

સાણંદ-વિરમગામ હાઈવે પર એક ગમખ્વાર અકસ્માતને પગલે ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ હતી. ખોરજ પાટીયા પાસે પુરપાટ ઝડપે આવતા એક ડમ્પર ચાલકે બાઈક સવારને અડફેટે લેતા તેમનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ ઘટના બાદ સ્થાનિક લોકોનો રોષ ફાટી નીકળ્યો હતો અને હાઈવે પર ચક્કાજામ કરી દેવામાં આવ્યો હતો.રોડ ક્રોસ કરતી વખતે કાળ ભેટ્યોમળતી માહિતી મુજબ, સાણંદના દોદર ગામના રહેવાસી બાબુભાઈ પરમાર પોતાની બાઈક લઈને રોડ ક્રોસ કરવા ઊભા હતા. આ દરમિયાન બેફામ ગતિએ આવતા ડમ્પરે તેમની બાઈકને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે બાબુભાઈનું સ્થળ પર જ મોત થયું હતું.સ્થાનિકોનો ઉગ્ર વિરોધખોરજ પાટીયા પાસે વારંવાર અકસ્માતો થતા હોવાથી સ્થાનિક રહીશોમાં લાંબા સમયથી રોષ હતો. આ અકસ્માત બાદ લોકોએ હાઈવે પર ઉતરી આવી ટ્રાફિક જામ કરી દીધો હતો. લોકોની સ્પષ્ટ માંગ છે કે આ પોઈન્ટ પર તાત્કાલિક સ્પીડ બ્રેકર મૂકવામાં આવે જેથી વાહનોની ગતિ પર લગામ લગાવી શકાય અને નિર્દોષ લોકોના જીવ બચાવી શકાય.પોલીસની કામગીરીઘટનાની જાણ થતા જ સાણંદ GIDC પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે સમયસૂચકતા વાપરીને અકસ્માત સર્જનાર ડમ્પર ચાલકને ઝડપી પાડ્યો છે. પોલીસે રોષે ભરાયેલા લોકોને સમજાવીને હાઈવે પરનો ટ્રાફિક રાબેતા મુજબ કરવા પ્રયાસો હાથ ધર્યા છે. હાલમાં મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.આ પણ વાંચો: Dang: જિલ્લામાં પેટ્રોલ-ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ, વહીવટી તંત્રએ જનતાને ગેરમાર્ગે ન દોરાવા કરી અપીલ

Read Full Story arrow_forward
Gandhinagar News: અધિકારીઓને અપાતા એક્સટેન્શનમાં 72 ટકાનો ઘટાડો, નવા મહેકમ પર સરકારે ભાર મુક્યો
calendar_today March 26, 2026

Gandhinagar News: અધિકારીઓને અપાતા એક્સટેન્શનમાં 72 ટકાનો ઘટાડો, નવા મહેકમ પર સરકારે ભાર મુક્યો

ગુજરાત સરકાર દ્વારા કેટલાક અધિકારીઓને અનેક વખત એક્સટેન્શન આપવામાં આવ્યું છે. સચિવથી લઈને પોલીસ વિભાગ સુધી મોટા પદ પર રહેલા અધિકારીઓને અનેક વખત એક્સટેન્શન આપવામાં આવ્યું છે. ત્યારે હવે સરકારે એક્સટેન્શન નહીં પણ નવી ભરતી પર ફોકસ કર્યું છે. છેલ્લા એક વર્ષમાં સરકાર દ્વારા અપાતા એક્સટેન્શનના પ્રમાણમાં 72 ટકાનો ઘટાડો નોંધાયો છે. નવા મહેકમ પર સરકારે ભાર મુક્યો ગુજરાત સરકાર દ્વારા ભરતી અને વહિવટી પ્રક્રિયામાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. છેલ્લા એક વર્ષમાં વારંવાર આપવામાં આવતા એક્સટેન્શનમાં મોટો ઘટાડો નોંધાયો છે. હવે સરકારે એક્સટેન્શનની જગ્યાએ નવી ભરતી પર ફોક્સ કર્યું છે. નિવૃત્ત કરતાં નવા મહેકમ પર સરકારે ભાર મુક્યો છે. હવે એક્સટેન્શનની જગ્યાએ નવી ભરતી રાજ્યમાં છેલ્લા ત્રણ વર્ષના આંકડા જોઈએ તો, રાજ્ય સરકારે 2022-23માં 129 એક્સટેન્શન આપ્યા હતાં. 2023-24માં એક્સટેન્શન પર 73 અધિકારી હતાં. જ્યારે 2024-25માં એક્સટેન્શન પર 35 અધિકારી છે. રાજ્ય સરકારે હવે એક્સટેન્શનની જગ્યાએ નવી ભરતી પર ફોકસ કર્યું છે. આ પણ વાંચોઃ Gujarat Weather News: અંબાલાલ પટેલની આગાહી, 28 માર્ચથી એપ્રિલના પ્રથમ સપ્તાહમાં માવઠાની શક્યતા

Read Full Story arrow_forward
Porbandar News : પોરબંદરના માધવપુર ઘેડ મેળામાં બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલની તડામાર તૈયારીઓ શરૂ
calendar_today March 26, 2026

Porbandar News : પોરબંદરના માધવપુર ઘેડ મેળામાં બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલની તડામાર તૈયારીઓ શરૂ

આ મેળાના આકર્ષણમાં વધારો થાય તેમજ પ્રવાસીઓ માધવપુરના નયનરમ્ય બીચ પર વિવિધ રમતોનો આનંદ માણી શકે તે હેતુસર બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. પોરબંદરમાં બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલ યોજાશે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત તથા જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, પોરબંદર દ્વારા જિલ્લા વહીવટી તંત્રના સહયોગથી માધવપુરના દરિયા કિનારે તા.૨૭-૦૩-૨૦૨૬ થી તા.૩૦-૦૩-૨૦૨૬ દરમિયાન બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલ યોજાશે. ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી ૬૫૦થી વધુ ખેલાડીઓ આ સ્પર્ધાઓમાં ભાગ લેવા આવી રહ્યા છે. આ ફેસ્ટિવલ અંતર્ગત બીચ ફૂટબોલ, બીચ કબડ્ડી, ૧૦૦ મીટર દોડ, નાળીયેલ ફેંક તેમજ પરંપરાગત અખાડા કુસ્તી જેવી રમતોનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમને સફળ બનાવવા માટે તમામ તૈયારીઓ તડામાર ગતિએ ચાલી રહી છે. આ પણ વાંચો : Porbandar News : સદીઓથી સચવાયેલા માધવપુર ઘેડ વિસ્તારના પૌરાણીક સ્થળો સાંસ્કૃતિક વિરાસત સમાન

Read Full Story arrow_forward